YouTube Shorts માટે મ્યુઝિકની યોગ્યતા

નોંધ: આ કન્ટેન્ટ ફક્ત એવા મ્યુઝિક પાર્ટનરને લાગુ પડે છે કે જેમનો YouTube સાથે Shorts માટે કોઈ કરાર થયો હોય.

આર્ટ ટ્રૅક/ધ્વનિ રેકોર્ડિંગ અસેટ

કોઈ ગીત માટે Shortsની યોગ્યતા મેળવવા, આર્ટ ટ્રૅક અને શામેલ કરેલી ધ્વનિ રેકોર્ડિંગ અસેટ ઉપલબ્ધ હોવી જરૂરી છે કે જે નીચે આપેલા માપદંડોની પૂર્તિ કરતી હોય:

  • આર્ટ ટ્રૅક ચલાવી શકાય એવો હોય અને જે Shorts માટે YouTube સાથે કોઈ કરાર થયો હોય એવા પાર્ટનર દ્વારા પ્રદાન કરવામાં આવ્યો હોય.
    • આર્ટ ટ્રૅક એવા પ્રદેશોમાં ઉપલબ્ધ રહેશે નહીં કે જ્યાં તેને ચલાવી ન શકાય.
  • આર્ટ ટ્રૅક અસેટમાં કોઈ ધ્વનિ રેકોર્ડિંગ અસેટ શામેલ કરી હોય.
  • શામેલ કરેલી ધ્વનિ રેકોર્ડિંગ અસેટ એવા કોઈ પાર્ટનરની માલિકીની હોય કે જેઓ YouTube સાથે Shortsની શરતોથી સંમત થયા હોય.
    • સાઉન્ડ રેકોર્ડિંગ એવા પ્રદેશોમાં Shortsમાં ઉપલબ્ધ રહેશે નહીં કે જેમાં ધ્વનિ રેકોર્ડિંગ અસેટની માલિકી ન હોય અથવા એવા કોઈ પાર્ટનરની માલિકી હોય જે Shortsની શરતોથી સંમત થયા ન હોય.
  • ધ્વનિ રેકોર્ડિંગ અસેટ ચલાવી શકાય તેવી મેળ પૉલિસી ધરાવતી હોય અને તેને 'બ્લૉક કરો' પર સેટ કરી ન હોય.
  • કન્ટેન્ટ સંબંધિત (દા.ત. પબ્લિશ કરવું) અધિકારોની મંજૂરી બાબતે YouTube દ્વારા અન્ય કોઈ સમસ્યા ઓળખવામાં આવી ન હોય.

મ્યુઝિકના વીડિયો

Shortsની યોગ્યતા મેળવવા માટે, મ્યુઝિક વીડિયો નીચે આપેલા માપદંડની પૂર્તિ કરે તે જરૂરી છે:

  • મ્યુઝિક વીડિયો પર મ્યુઝિક વીડિયો અસેટમાંથી એકનો જ દાવો કરવામાં આવ્યો હોય.
  • મ્યુઝિક વીડિયો અસેટની માલિકી એવા કોઈ પાર્ટનરની હોય કે જેઓ YouTube સાથે Shortsની શરતોથી સંમત થયા હોય. 
    • જો એવો કોઈ પ્રદેશ હોય કે જેની પાસે માલિકી ન હોય અથવા Shorts માટેના કરાર વિના માલિકી ધરાવતા હોય, તો પછી વપરાશકર્તાઓ તે પ્રદેશોમાં મ્યુઝિક વીડિયો રિમિક્સ કરી શકશે નહીં.
  • મ્યુઝિક વીડિયો અસેટ કોઈ મેળ પૉલિસી ધરાવતી હોય કે જેને 'બ્લૉક કરો' પર સેટ કરી ન હોય.
  • મ્યુઝિક વીડિયો અસેટમાં કોઈ ધ્વનિ રેકોર્ડિંગ અસેટ શામેલ હોય કે જે એવા પાર્ટનર તરફથી હોય કે જેઓ YouTube સાથે Shortsની શરતોથી સંમત થયા હોય અને ચલાવી શકાય તેવી મેળ પૉલિસી ધરાવતા હોય. જો કોઈ ચોક્કસ પ્રદેશમાં ધ્વનિ રેકોર્ડિંગ અસેટમાં માલિકી ખૂટતી હોય, તો વીડિયો તે પ્રદેશમાં Shortsમાં ઉપયોગમાં લેવા માટે યોગ્યતા ધરાવશે નહીં.
    • જો તમારી મ્યુઝિક વીડિયો અસેટમાં શામેલ ધ્વનિ રેકોર્ડિંગ અસેટ ખૂટતી હોય, તો તમે આ પગલાં અનુસરીને એક અસેટ પ્રદાન કરી શકો છો.
  • કન્ટેન્ટ સંબંધિત (દા.ત. પબ્લિશ કરવું) અધિકારોની મંજૂરી બાબતે YouTube દ્વારા અન્ય કોઈ સમસ્યા ઓળખવામાં આવી ન હોય.
નોંધ: જો તમને Shortsમાં તમારા કન્ટેન્ટની ઉપલબ્ધતા બાબતે ચિંતા હોય, તો કૃપા કરીને YouTube સપોર્ટનો અથવા જો લાગુ પડે તો તમારા પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

દુરુપયોગની જાણ કરવાની રીત

મ્યુઝિક વીડિયોના કન્ટેન્ટનો ઉપયોગ કરતા Shorts રિમિક્સ પર YouTubeની પૉલિસીઓ અને સમુદાયના દિશાનિર્દેશો લાગુ થાય છે.

જો તમને તમારા મ્યુઝિક વીડિયોના કન્ટેન્ટનો ઉપયોગ કરતો Short અમારી હાલની પૉલિસીઓ અને દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય, તો તમે આ લેખમાં આપેલા પગલાંનો ઉપયોગ કરીને YouTube તેની જાણ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2930012989202578403
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false