બહુભાષી ઑડિયો ઉમેરો

બહુભાષી ઑડિયોની સુવિધા તમને તમારા વીડિયોમાં અન્ય ભાષાઓમાં ઑડિયો ઉમેરવાનો વિકલ્પ આપીને, તમારા વીડિયોને વધુમાં વધુ ઑડિયન્સને શેર કરવાની મંજૂરી આપે છે. તમે નવા કે પછી વર્તમાન વીડિયોમાં ઑડિયો ટ્રૅક તરીકે વધારાની ભાષાઓ અપલોડ કરી શકો છો.

નોંધ: શક્ય છે કે તમારી પાસે બહુભાષી ઑડિયો અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ ન હોય. અમે આ સુવિધાને વધુ નિર્માતાઓ સુધી પહોંચાડવાનું કામ ચાલુ રાખીશું.

બહુભાષી ઑડિયો ટ્રૅક અપલોડ કરો

શરૂ કરવા માટે:

  1. તમારા કમ્પ્યુટર પર YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સબટાઇટલ પસંદ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, એ વીડિયો પર ક્લિક કરો.
  4. ભાષા ઉમેરો પર ક્લિક કરો અને તમારી ભાષા પસંદ કરો.
  5. “ઑડિયો” હેઠળ, ઉમેરો પર ક્લિક કરો.
  6. ફાઇલ પસંદ કરો પર ક્લિક કરો.
  7. અપલોડ કરવી હોય, તે ફાઇલ પસંદ કરો. આ ફાઇલો સપોર્ટ કરતી માત્ર ઑડિયો ફાઇલના ફૉર્મેટમાં હોવી અને તેની અવધિ મોટે ભાગે તમારા વીડિયો જેટલી જ હોવી આવશ્યક છે.
  8. તમે તમારો ઑડિયો ટ્રૅક અપલોડ કરવા માટે તૈયાર હો, ત્યારે પબ્લિશ કરો પર ક્લિક કરો.

નોંધ: આ સુવિધાને કારણે, ઑટોમૅટિક રીતે ડબ કરેલા ઑડિયો ટ્રૅક જનરેટ થતા નથી. નિર્માતાઓ માટે, અપલોડ કરતા પહેલાં ડબ કરેલા ઑડિયો ટ્રૅક રેકોર્ડ કરવા જરૂરી રહેશે.

અગાઉ અપલોડ કરેલી ઑડિયો ફાઇલો બદલો

જો તમે બહુભાષી ઑડિયો ટ્રૅક અપલોડ કર્યો હોય અને હવે તેના બદલે નવો ટ્રૅક અપલોડ કરવા માગતા હો, તો:

  1. તમારા કમ્પ્યુટર પર YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સબટાઇટલ પસંદ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, એ વીડિયો પર ક્લિક કરો.
  4. “ઑડિયો” હેઠળ, જે ભાષાનો ટ્રૅક ડિલીટ કરવો હોય તેની સામે દેખાતા ડિલીટ કરો  પર ક્લિક કરો.
  5. બહુભાષી વીડિયોમાં નવો ઑડિયો ટ્રૅક અપલોડ કરવા માટેના પગલાં રિપીટ કરો.

હજી પણ વધુ દર્શકો તમારો વીડિયો ઍક્સેસ કરી શકે એ માટે, સબટાઇટલ અને કૅપ્શન ઉમેરવા તથા વીડિયોના શીર્ષકો અને વર્ણનોનો અનુવાદ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6265762351250952471
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false