તમારા સ્માર્ટ ટીવી અને અન્ય ડિવાઇસ પર ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે નૅવિગેટ કરવું

તમે સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા ગેમ કન્સોલ પર YouTube જુઓ ત્યારે તમે વીડિયો માણી લો તે પછી તમારી પાસે નિષ્ક્રિય સમય હોય છે. નિષ્ક્રિયતાના આ સમયગાળા દરમિયાન, સ્ક્રીન બર્ન-ઇન ટાળવામાં સહાય કરવા અમે ક્યારેક ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે બતાવીએ છીએ. ઍમ્બિઅન્ટ ડિસ્પ્લેમાં સ્થિર છબીઓ ફરતી રહે છે, જે બૅકગ્રાઉન્ડના સૌમ્ય વીડિયોમાંથી નિયમિત રીતે રિફ્રેશ થતી હોય છે.

ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે તરીકે રજૂ થતો વીડિયો જોવા માટે:

  • તમારા રિમોટ પર અપ બટન દબાવો.

તમે અગાઉ જોઈ રહ્યા હો તે સ્ક્રીન પર પરત ફરવા માટે:

  • તમારા રિમોટ પર 'પાછળ' બટન દબાવો.

ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે ઇરાદાપૂર્વક શરૂ કરવા માટે:

  • YouTube ઍપમાંથી બહાર નીકળતી વખતે “ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે શરૂ કરો” પસંદ કરો.

વીડિયો ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે પર ઉપલબ્ધ છે કે કેમ તે શેનાથી નક્કી થાય છે?

જે-તે દિવસે YouTube પર ઘણા સરસ નવા ઍમ્બિઅન્ટ વીડિયો અપલોડ થતા હોવા છતાં, ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે માત્ર સીમિત સંખ્યામાં વીડિયો બતાવી શકે. ઍમ્બિઅન્ટ ડિસ્પ્લેનો એવા વીડિયો સપાટી પર લાવવાનો ઉદ્દેશ છે જે:

  • પ્રોડક્શન ક્વૉલિટી અને સૌંદર્યની દૃષ્ટિએ મોટી HD ટીવી સ્ક્રીન માટે અનુકૂળ હોય

  • વિવિધ થીમ, શૈલીઓ અને નિર્માતાઓને રજૂ કરતા હોય

  • સુખદાયક કે આરામદાયક હોય

  • છેતરામણા, ક્લિકબેટી અથવા સનસનાટીપૂર્ણ ન હોય

  • અનેકવિધ પ્રકારના દર્શકો માટે અનુકૂળ હોય (કારણ કે ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે વીડિયો વૈશ્વિક ઑડિયન્સને દેખાતા હોય છે, તે કોઈ વ્યક્તિને મનગમતા બનાવેલા નથી હોતા)

ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે આ બધી બાબતો વચ્ચે સંતુલન રાખવાનો ઉદ્દેશ ધરાવે છે. આ પ્રાપ્ત કરવા માટે, ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે નીચે આપ્યા સહિતના (અને તે સિવાયના પણ) ઘણા સંકેતોને ધ્યાનમાં લે છે:

  • વ્યૂની સંખ્યા

  • વીડિયોની અવધિ

  • વીડિયો કેટલો જૂનો છે

  • કોઈ વીડિયો તેને સમાન શૈલીના અન્ય વીડિયોનું તુલનાએ કેવું પર્ફોર્મ કરે છે

સલામતી અને યોગ્યતાની ખાતરી કરવા માટે અંતિમ ફિલ્ટર તરીકે અમે કર્મચારીઓને પણ શામેલ કરીએ છીએ.

ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે પર સ્થાન મેળવવા માટે YouTube સબમીશન કે ચુકવણી સ્વીકારતું નથી કે કોઈ ચોક્કસ નિર્માતાને પ્રાધાન્ય આપતું નથી.

ઍમ્બિઅન્ટ ડિસ્પ્લેના વીડિયો માટે પ્રાઇવસી સેટિંગ

જો વીડિયોનું પ્રાઇવસી સેટિંગ સાર્વજનિક હોય, તો જ તે ઍમ્બિઅન્ટ ડિસ્પ્લે મોડમાં દેખાઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11957471935028826545
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false