YouTube પર પૉડકાસ્ટનું વિતરણ

YouTube પર પૉડકાસ્ટ કરવા માટે તમે નવા હો, તો વીડિયો કન્ટેન્ટ બનાવવા વિશે તમને પ્રશ્નો હશે. સામાન્ય પ્રશ્નોના જવાબ મેળવો અને માત્ર ઑડિયો ધરાવતા પૉડકાસ્ટનું YouTube પર કેવી રીતે વિતરણ કરવું તે જાણો.

શરૂઆત કરવી

મારે મારા પૉડકાસ્ટનું YouTube પર વિતરણ શા માટે કરવું જોઈએ?

YouTube પૉડકાસ્ટ માટેના સૌથી પ્રચલિત પ્લૅટફૉર્મમાંથી એક છે, જે દરરોજ અબજો વીડિયો શોધતું વૈશ્વિક ઑડિયન્સ ધરાવે છે. YouTube પૉડકાસ્ટ નિર્માતાઓને તેમનો વ્યાપ વધારવામાં, તેમનો સમુદાય ઘડવામાં અને કમાણી કરવાની નવી તકોની શોધખોળ કરવામાં સહાય કરે છે.
પૉડકાસ્ટ નિર્માતા તરીકે, તમારા પૉડકાસ્ટ નીચેના લાભ માટે યોગ્ય ઠરે તેમ બની શકે:
  • YouTube Musicમાં સમાવેશ કરવાની સુવિધા
  • જોવાના અને પ્લેલિસ્ટ પેજ પર પૉડકાસ્ટના બૅજ
  • નવા શ્રોતાઓને આકર્ષિત કરવા માટે youtube.com/podcasts પર સ્પૉટલાઇટ
  • આધિકારિક શોધ કાર્ડ
  • શ્રોતાઓને તમારા એપિસોડ શોધવામાં સહાય કરવા માટે, જોવાના પેજ પરથી સરળતાથી શોધવાની સુવિધા
  • સમાન રુચિઓ ધરાવતા, નવા શ્રોતાઓ માટેના સુઝાવો
  • તમારા ઑડિયન્સને તમારું પૉડકાસ્ટ શોધવામાં સહાય કરવા માટે બહેતર બનાવેલી શોધ સુવિધાઓ
નોંધ:
  • કેટલાક પ્લેલિસ્ટ પૉડકાસ્ટની સુવિધાઓ માટે યોગ્યતા ધરાવતા નથી, પછી ભલેને તમે તેને પૉડકાસ્ટ તરીકે નિયુક્ત કરો. અયોગ્ય કન્ટેન્ટમાં નિર્માતાની માલિકી વિનાના કન્ટેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી.
  • તમારા પૉડકાસ્ટને સપોર્ટ કરવા માટે બનાવેલા Shorts, YouTube Musicમાં દેખાશે નહીં.
  • જે દેશો/પ્રદેશોમાં પૉડકાસ્ટ ઉપલબ્ધ છે, ત્યાં YouTube Music ઍપમાં નિર્માતા પૉડકાસ્ટ શામેલ કરવામાં આવે છે. 

YouTube પર મારે પૉડકાસ્ટનું વિતરણ કેવી રીતે કરવું? હું મારું RSS ફીડ સબમિટ કરી શકું?

YouTube પર, પૉડકાસ્ટ એ પ્લેલિસ્ટ છે અને પૉડકાસ્ટના એપિસોડ તે પ્લેલિસ્ટમાંના વીડિયો છે. YouTube Studioમાં પૉડકાસ્ટ બનાવો, અથવા તમારા RSS ફીડને YouTube સાથે કનેક્ટ કરવાની રીત જાણો.

હું મારા પૉડકાસ્ટ હોસ્ટિંગ પ્લૅટફૉર્મ મારફતે મારા પૉડકાસ્ટનું YouTube પર વિતરણ કરી શકું?

અમુક હોસ્ટિંગ પ્લૅટફૉર્મ આ કાર્ય કરવાની ક્ષમતા ઑફર કરે છે. કન્ફર્મ કરવા માટે તમે તમારા હોસ્ટિંગ પ્લૅટફૉર્મમાં તપાસ કરી શકો અથવા YouTube Studio અંતર્ગત સીધું જ પૉડકાસ્ટ અપલોડ કરી શકો. તમે YouTube પર પૉડકાસ્ટ અપલોડ કરતા ત્રીજા પક્ષના ટૂલનો પણ ઉપયોગ કરી શકો. તમારા RSS ફીડને YouTube સાથે કનેક્ટ કરવાની રીત જાણો

મારે કઈ પૉલિસીઓનું પાલન કરવું જરૂરી છે?

અમારા પ્લૅટફૉર્મ પર અપલોડ કરેલા કોઈપણ કન્ટેન્ટની જેમ, પૉડકાસ્ટ YouTubeના સમુદાયના દિશાનિર્દેશો ફૉલો કરે તે જરૂરી છે. તમે તમારા પૉડકાસ્ટ માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો, તો તમે YouTubeની કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓને પણ આધીન બનશો.

મારા પૉડકાસ્ટ માટે હું કયું મેટ્રિક શોધી શકું?

પૉડકાસ્ટ અંગેના પૃથ્થકરણ YouTube Studioમાં ઉપલબ્ધ છે. અહીં તમને જાણકારી મળી શકે, જેમ કે:

  • ઇમ્પ્રેશન
  • ક્લિક-થ્રૂ રેટ
  • જોવાયાની સંખ્યા
  • ટ્રાફિક સૉર્સ
  • જોવાયાનો સમય

તમને તમારા ઑડિયન્સની વસ્તી વિષયક માહિતી અને સામેલગીરી જેવી માહિતી પણ મળી શકે અથવા તેઓ અન્ય કયા પ્રકારના વીડિયો માણે છે તે પણ તમે સમજી શકો જેથી સમયાંતરે તમારા કન્ટેન્ટને એ દિશામાં પ્રેરી શકાય.

YouTube પર પૉડકાસ્ટ બનાવવા

હું YouTube પર પૉડકાસ્ટ કેવી રીતે બનાવું?

તમે YouTube Studioમાં પૉડકાસ્ટ બનાવી શકો. પૉડકાસ્ટને લગતી સુવિધાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે અમારું સહાયતા કેન્દ્ર જોઈ જુઓ.

ઑડિયો પૉડકાસ્ટને હું ઑડિયોવિઝ્યુઅલ પૉડકાસ્ટમાં કેવી રીતે ફેરવું?

જો તમે તમારા પૉડકાસ્ટનું વિતરણ કરવા માટે RSS ફીડનો ઉપયોગ કરતા હો, તો તમારા RSS ફીડને YouTube સાથે કનેક્ટ કરવાની રીત જાણો. જો તમે RSS ફીડનો ઉપયોગ ન કરતા હો, તો ઑડિયો પૉડકાસ્ટને વીડિયોમાં બદલવામાં સહાય મેળવવા માટે, અમે ત્રીજા પક્ષના ટૂલનો ઉપયોગ કરવાનો સુઝાવ આપીએ છીએ. તમે આ બન્નેમાંથી કોઈ એક પગલું લઈ શકો છો:

  • તમારા પૉડકાસ્ટની થંબનેલ જેવી સ્થિર છબી સાથે તમારું પૉડકાસ્ટ અપલોડ કરી શકો છો
  • ઑડિયોગ્રામ અથવા અન્ય ડાયનૅમિક વીડિયો ફૉર્મેટનો ઉપયોગ કરી શકો છો

YouTube પર તમારા પૉડકાસ્ટથી કમાણી કરવી

હું YouTube પર મારા પૉડકાસ્ટમાંથી કમાણી કરી શકું?

YouTube પાર્ટનર પ્રોગ્રામનો ભાગ હોય તેવા નિર્માતાઓ નીચેના સહિતની 10 રીતે YouTube પર કમાણી કરી શકે:

મારે મારા પૉડકાસ્ટમાંથી બર્ન-ઇન થયેલી જાહેરાતો કાઢી નાખવી જોઈએ?

તમે તમારા વીડિયોમાં સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સમર્થન, સ્પૉન્સરશિપ અથવા દર્શકો માટે સ્પષ્ટતાની જરૂરિયાતવાળા અન્ય કન્ટેન્ટનો સમાવેશ કરી શકો છો.
તમારી વીડિયો વિગતોમાં પેઇડ પ્રમોશન બોક્સ પસંદ કરીને તમે આ શામેલ કરો છો કે કેમ તે અમને જણાવો. શામેલ કરેલી ત્રીજા પક્ષની સ્પૉન્સરશિપ પરની અમારી પૉલિસીઓ જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18032238456399712706
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false