YouTube પાર્ટનર પ્રોગ્રામની શરતોમાં ફેરફાર

YouTube પર કમાણી કરવાનું ચાલુ રાખવા માટે 10 જુલાઈ, 2023 સુધીમાં YouTube પાર્ટનર પ્રોગ્રામની નવી શરતો સ્વીકારવી આવશ્યક છે. 1 ફેબ્રુઆરી, 2023થી અથવા સ્વીકાર્યાની તારીખથી Shortsની જાહેરાતની આવક મેળવવાનું શરૂ કરવા માટે પાર્ટનરે પણ નવી શરતો સ્વીકારવી જરૂરી છે.

Shorts માટે યોગ્યતાના નવા માપદંડ, YouTube પર કમાણી કરવાની નવી રીતો (Shorts માટે જાહેરાતની આવકની વહેંચણી સહિત) રજૂ કરીને અને Creator Musicનો ઍક્સેસની મંજૂરી આપીને, અમે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)ને વિસ્તૃત અને તેને વિકસિત કરવાની અમારી રીત વિશે તાજેતરમાં ઘોષણા કરી છે

આ ફેરફારોને શક્ય બનાવવા માટે, અમારી પાસે YouTube પાર્ટનર પ્રોગ્રામની નવી શરતો છે. આ શરતોના નવા ફેરફારોને સમજવા માટે આગળ વાંચો અને તમારી ચૅનલ કમાણી કરવાનું ચાલુ રાખી શકે તેની ખાતરી કરવા માટેના પગલાં લો.

પ્રસ્તુત કરીએ છીએ મૉડ્યૂલ

નવા મૉડ્યૂલ શામેલ કરવા માટે અમે YouTube પાર્ટનર પ્રોગ્રામની શરતોની ફરી સંરચના કરી છે જે નિર્માતાઓને તેમના કન્ટેન્ટથી કમાણી કરી શકે તે રીતે વધુ સુવિધા આપે છે. મૂળભૂત શરતો કે જે પ્લૅટફૉર્મ પર કમાણી કરવાની ઇચ્છા ધરાવતા તમામ નિર્માતાઓ માટે કરારની મૂળભૂત શરતો છે તેના પર સહી કર્યા પછી નિર્માતાઓ કરારના મૉડ્યૂલમાંથી કમાણી કરવાની તકો અનલૉકનું ચૂંટી અને પસંદ કરી શકે છે. 

મૂળભૂત શરતો

મૂળભૂત શરતોમાં પ્રોગ્રામની મૂળભૂત શરતોનો સમાવેશ હોય છે જેમ કે અમારી તમને ચુકવણી કરવાની રીત, અમારી કન્ટેન્ટ પૉલિસીઓ અને દેશ અનુસાર પાસ-થ્રૂ તથા અધિકારોની મંજૂરીની ગોઠવણો જેવી નવી શરતો. YouTube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાયેલા અને જોડાવાનું વિચારતા બધા નિર્માતાઓએ મૂળભૂત શરતો સ્વીકારવી આવશ્યક છે. 

જોવાના પેજથી કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ

જોવાનું પેજ તમારા લાંબા સ્વરૂપના વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમિંગ વીડિયોના વર્ણન અને પ્લેબૅક માટે સમર્પિત YouTube, YouTube Music અને YouTube Kidsમાં આવતા પેજનું પ્રતિનિધિત્વ કરે છે. જોવાના પેજ પર જોવાયેલા લાંબા સ્વરૂપના વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમિંગ વીડિયો પર અથવા YouTube વીડિયો પ્લેયરમાં અન્ય સાઇટ પર શામેલ કરેલા હોય ત્યારે જાહેરાતની અને YouTube Premiumની આવક મેળવવા માટે, તમારે જોવાના પેજથી કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકારવું જરૂરી રહેશે. YPPમાં અસ્તિત્વમાં હોય એવા નિર્માતાઓ માટે, આનો અર્થ એ થાય છે કે જોવાના પેજથી જાહેરાતની આવક મેળવવાનું ચાલુ રાખવા માટે તમારે આ મૉડ્યૂલ સ્વીકારવું આવશ્યક છે. 

Shortsથી કમાણી કરવાની પ્રક્રિયા કરવાનું મૉડ્યૂલ

Shortsથી કમાણી કરવાની પ્રક્રિયા કરવાનું મૉડ્યૂલ તમારી ચૅનલને Shorts ફીડમાં વીડિયો વચ્ચે જોવાયેલી જાહેરાતોથી થતી આવક શેર કરવાની મંજૂરી આપે છે. તમે એકવાર આ મૉડ્યૂલ સ્વીકારી લો, તે પછી 1 ફેબ્રુઆરી, 2023ની શરૂઆતથી તમારા યોગ્યતા ધરાવતા Shorts વ્યૂ પર Shorts ફીડની જાહેરાતો અને YouTube Premiumની આવકથી કમાણી કરવાનું શરૂ કરશો. જો 1 ફેબ્રુઆરી, 2023 પછી સ્વીકારવામાં આવે, તો Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી તમે સ્વીકારો છો તે તારીખથી શરૂ થશે. Shorts માટે જાહેરાતથી થતી આવકની વહેંચણી કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વધુ વિગતો માટે, અમારી YouTube Shortsથી કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત પૉલિસીઓ જુઓ. 

કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ 

(અગાઉ વ્યાપારી પ્રોડક્ટની પુરવણી તરીકે જાણીતું) કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ ફૅન ફંડિંગ સુવિધાઓની સીરિઝ અનલૉક કરે છે જે તમને તમારા ચાહકો સાથે કનેક્ટ કરવાની સાથે કમાણી કરવામાં સહાય કરે છે, આમાં ચૅનલની મેમ્બરશિપથી લઈને Super Chat, Super Stickers અને Super Thanks સુધીની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ શરતોમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી જો તમે તેને પહેલેથી સ્વીકારેલી હોય, તો તમારે તેને ફરી સ્વીકારવી જરૂરી નથી.

જો તમે અપડેટ કરેલી શરતોને ન સ્વીકારો તો તેનું શું પરિણામ આવે

બધા પાર્ટનર માટે YouTube પાર્ટનર પ્રોગ્રામની નવી શરતોનો રિવ્યૂ કરવો અને સમજવું મહત્ત્વપૂર્ણ છે. YPPમાં જોડાવા અથવા તેના સભ્ય બની રહેવા માટે મૂળભૂત શરતો સ્વીકારવી જરૂરી છે. 

Shorts જાહેરાતથી થતી આવકની વહેંચણી 1 ફેબ્રુઆરી, 2023થી થાય છે. તમારા Shorts પર મળતા વ્યૂ પર જાહેરાતની આવકની કમાણી શરૂ કરવા માટે, કમાણી કરનારા પાર્ટનરે મૂળભૂત શરતો અને Shortsથી કમાણી કરવાની પ્રક્રિયા કરવાનું મૉડ્યૂલ સ્વીકારવું આવશ્યક છે. જ્યાં સુધી તમે આવું નહીં કરો ત્યાં સુધી તમે Shorts ફીડ જાહેરાતોથી કમાણી કરી શકશો નહીં. Shortsથી કમાણી કરવાની પ્રક્રિયા કરવાનું મૉડ્યૂલ સ્વીકારતા પહેલાં Shorts પર મળેલા વ્યૂ Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા નથી.

YouTube પાર્ટનર પ્રોગ્રામમાં સભ્ય બની રહેવા અને YouTube પર કમાણી કરવાનું ચાલુ રાખવા માટે, કમાણી કરનારા બધા પાર્ટનરે નવી શરતોનો રિવ્યૂ કરવા અને સ્વીકારવા માટે 10 જુલાઈ, 2023 સુધીનો સમય મળશે. જો તમે તે તારીખ સુધીમાં ઓછામાં ઓછી મૂળભૂત શરતો ન સ્વીકારો, તો તમારી ચૅનલને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી કાઢી નાખવામાં આવશે અને કમાણી કરવાની પ્રક્રિયા માટેનો તમારો કરાર સમાપ્ત થશે. આવું થાય તે પછી, તમારે ફરીથી જોડાવા માટે ફરીથી યોગ્યતા મેળવવી અને ફરીથી અરજી કરવી જરૂરી રહેશે. 

એકવાર તમારી ચૅનલ YPPમાંથી કાઢી નાખવામાં આવે, પછી ધ્યાનમાં રાખો કે YouTubeની સેવાની શરતો હજુ પણ લાગુ થાય છે અને YouTubeના તમારા ઉપયોગને સંચાલિત કરે છે. આમાં YouTubeના તમારા કન્ટેન્ટ પર કમાણી કરવાના અને જાહેરાતો બતાવવાના અધિકારનો સમાવેશ થાય છે. જો તમે હાલમાં YouTube પાર્ટનર પ્રોગ્રામના સભ્ય ન હો, પણ તમે અગાઉ તેમાં હતા, તો તમે હજુ પણ તમારા કન્ટેન્ટ પર જાહેરાતો બતાવાતી જોઈ શકો છો, પણ તમે ચુકવણી માટે હકદાર નથી. 

સામાન્ય પ્રશ્નો

તમે શા માટે શરતોને મૉડ્યૂલરાઇઝ કરવાનું નક્કી કર્યું?

YouTube પાર્ટનર પ્રોગ્રામની શરતોમાં મૉડ્યૂલ પ્રસ્તુત કરવાનો અર્થ છે કે અમે કમાણી કરવાની પ્રક્રિયાના સમગ્ર કરારને અપડેટ કર્યા વિના અથવા તેમાં સુધારો કર્યા વિના ભવિષ્યમાં કમાણી કરવાની પ્રક્રિયાની નવી તકો ઉમેરી શકીએ છીએ.

આ દ્રષ્ટિકોણ નિર્માતાઓને વધુ પારદર્શિતા અને તેમની ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયાની કઈ તકો યોગ્ય છે તે નક્કી કરવા પર ફોકસ કરવાની સુવિધા પણ આપે છે.

શું હું અમુક મૉડ્યૂલને સ્વીકારી લઉં પછી તેને નાપસંદ કરી શકું?

હા. તમે નિર્માતા માટે સપોર્ટ ટીમનો સંપર્ક કરીને કોઈપણ સમયે કમાણી કરવાની પ્રક્રિયાના મૉડ્યૂલને નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN)માં ચૅનલ માટે આ કેવી રીતે કાર્ય કરે છે?

કમાણી કરવાનું ચાલુ રાખવા માટે, કમાણી કરનારા તમામ પાર્ટનરે 10 જુલાઈ, 2023 સુધીમાં અપડેટ કરેલી મૂળભૂત શરતો સ્વીકારવી જરૂરી છે. જો મેનેજ કરનાર MCN દ્વારા 10 જુલાઈ સુધીમાં સ્વીકારવામાં ન આવે, પરંતુ જો તેમની આનુષંગિક ચૅનલ દ્વારા સ્વીકારવામાં આવે, તો આનુષંગિક ચૅનલને તેના MCNમાંથી રિલીઝ કરવામાં આવશે અને તેમની કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસ પર કોઈપણ અસર વિના કોઈપણ અન્ય YPP પાર્ટનરની જેમ ગણવામાં આવશે.

જો હું Studioના કન્ટેન્ટ મેનેજર (CMS)નો ઉપયોગ કરું, તો મારે શું જાણવું જોઈએ?

Studioના કન્ટેન્ટ મેનેજર (CMS)નો ઍક્સેસ ધરાવનાર પાર્ટનરે કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત સુધારો સ્વીકારવો જરૂરી રહેશે, જેમાં જોવાના પેજ પર તમારા લાંબા સ્વરૂપના કન્ટેન્ટની કમાણી કરવાની પ્રક્રિયાનો સમાવેશ છે. જેમાં પ્રોગ્રામની મૂળભૂત શરતોનો સમાવેશ હોય છે જેમ કે અમારી તમને ચુકવણી કરવાની રીત, અમારી કન્ટેન્ટ પૉલિસીઓ અને નવી શરતો જેમ કે દેશ અનુસાર પાસ-થ્રૂ, અધિકારોની મંજૂરીની ગોઠવણો અને રિમિક્સ કરવાની યોગ્યતા ધરાવનાર કન્ટેન્ટ. Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણીને અનલૉક કરવાની ઇચ્છા ધરાવતા પાર્ટનરે Shortsથી કમાણી કરવાની પ્રક્રિયા કરવાનું મૉડ્યૂલ પણ સ્વીકારવું આવશ્યક છે. 

YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરનારા પાર્ટનરે 10 જુલાઈ, 2023 સુધીમાં નવી શરતોને પણ રિવ્યૂ કરીને સ્વીકારવી જરૂરી રહેશે. જો તમે તે તારીખ સુધીમાં ઓછામાં ઓછો કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત સુધારો સ્વીકારશો નહીં, તો તમારો કમાણી કરવાની પ્રક્રિયાનો કરાર સમાપ્ત થઈ જશે અને તમારી ચૅનલ ત્યાર પછી YouTube દ્વારા કમાણી કરી શકશે નહીં.
કમાણી કરવાની પ્રક્રિયાના સંબંધમાં નવી "નૉન-ક્વોલિફાઇંગ આવક" શરતોનો અર્થ શું છે?

YouTubeની શરતો એ ખાતરી કરવામાં સહાય કરે છે કે અમે એક એવી ઇકોસિસ્ટમ પ્રદાન કરી રહ્યાં છીએ કે જે જાહેરાતકર્તાઓ અને વપરાશકર્તાઓ માટે ફાયદાકારક છે અને નિર્માતાઓને જવાબદારીપૂર્વક અને ન્યાયી રીતે રિવૉર્ડ આપે છે. નાણાકીય કપટના ઉદાહરણો, જે નકલી વ્યૂ સંખ્યા અથવા ચોરી કરેલા ક્રેડિટ કાર્ડ વડે કરેલી ખરીદીઓથી કમાણીઓ કરે છે, જાહેરાતકર્તાઓ, નિર્માતાઓ અને દર્શકોનો વિશ્વાસ ગુમાવવાનું કારણ બનીને ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે. 

જ્યારે અમને આવા દુરુપયોગની ભાળ મળે, ત્યારે જ્યાં યોગ્ય અને શક્ય હોય ત્યાં અમે આના લીધે નુકસાન વેઠવું પડ્યું હોય એવા પક્ષો, જેમ કે જાહેરાતકર્તાઓ અથવા વપરાશકર્તાઓને રિફંડ આપીએ છીએ. YouTube આ આવક રાખતું નથી અને નિર્માતાઓએ પણ રિફંડ કરેલી કોઈપણ આવકનો હિસ્સો મેળવવો જોઈએ નહીં. સંબંધિત પૉલિસીઓ હેઠળ દર્શાવ્યા મુજબ અમે લઈ તે કોઈપણ પગલું સંજોગો પ્રમાણે હોઈ શકે. ઉદાહરણ તરીકે, અમે નાણાકીય કપટના પરિણામે કમાયેલી આવક પાછી લઈ શકીએ અને રિફંડ આપી શકીએ છીએ, પરંતુ જો અમને પછીથી ખબર પડે કે વીડિયો અમારા જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા અનુસાર નથી, તો અમે આવક પાછી લઈશું નહીં.

YouTube પાર્ટનર પ્રોગ્રામની નવી શરતોના “નૉન-ક્વોલિફાઇંગ આવક” વિભાગમાં નવી પૉલિસીઓ બતાવવામાં આવી નથી. તેના બદલે, આ વિભાગનો ઉદ્દેશ્ય અમારી હાલની પ્રોગ્રામ પૉલિસીઓ નાણાકીય કપટ જેવા ઉદાહરણોમાં ચુકવણીમાં થતા ફેરફારો અથવા વિલંબના સંબંધમાં વધુ પારદર્શિતાની ખાતરી કરવાનો છે. “નૉન-ક્વોલિફાઇંગ આવક”માં 2 અલગ-અલગ પરિસ્થિતિઓનો ઉલ્લેખ છે જ્યાં અમે વિશેષ ઉલ્લંઘનોની ઘટનામાં, જેમ કે અમાન્ય ટ્રાફિકમાં આવક પાછી લઈ શકીએ છીએ:

  1. YouTube શરતોના ઉલ્લંઘન સાથે સંકળાયેલી પાર્ટનર પ્રોગ્રામથી થતી કમાણીઓ રોકી અથવા તેની ગોઠવણ કરી શકે છે.
    1. ઉદાહરણ તરીકે, જો અમને ચુકવણી કરતા પહેલાં કોઈ નાણાકીય કપટની ભાળ મળે, તો જ્યારે અમે કપટની તપાસ કરીએ ત્યારે સંબંધિત આવકને કાઢી નાખવા માટે ચુકવણીની ગોઠવણ કરી શકીએ છીએ અથવા આવકના તે ભાગની ચુકવણી રોકી શકી છીએ. 
  2. YouTube તમારી પાસેથી ચાર્જ વસૂલી શકે છે અથવા ભવિષ્યમાં પાર્ટનર પ્રોગ્રામથી થનારી તમારી કમાણીઓથી આવી રકમ સરભર કરી શકે છે.
    1. ઉદાહરણ તરીકે, જો અમને ચુકવણી કરતા પહેલાં કોઈ નાણાકીય કપટની ભાળ મળે, તો સંબંધિત આવકને હજુ સુધી વિતરિત કરવામાં આવ્યાં ન હોય એવા કોઈપણ YouTube માટે AdSense બૅલેન્સથી શુલ્ક વસૂલવામાં આવી શકે છે અથવા ભવિષ્યની કમાણીમાંથી સરભર કરવામાં કે બાદ કરવામાં આવી શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તમારા YouTube માટે AdSense બૅલેન્સમાંથી ચાર્જબૅક કાપવામાં આવે છે, તમારા બેંક એકાઉન્ટમાંથી નહીં.
કમાણી કરનારા પાર્ટનરમાં Content IDના દાવા માટે અમારી આવકની પ્રક્રિયા કરવાની રીતમાં કોઈ ફેરફાર થયો નથી. આવા કિસ્સામાં, જ્યારે મતભેદ ચાલુ હોય ત્યારે અમે આવક રોકવાનું ચાલુ રાખીશું.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10341001749912568716
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false