નિર્માતા અવૉર્ડને લગતા સામાન્ય પ્રશ્નો

YouTube નિર્માતા અવૉર્ડને લગતા પ્રશ્નોના જવાબ આપવામાં અને સમસ્યાઓના નિવારણમાં સહાય કરવા માટે અમે અમુક સામાન્ય પ્રશ્નો એકઠા કર્યા છે.

 YouTube નિર્માતા અવૉર્ડ

તમને YouTube નિર્માતા અવૉર્ડ મળી શકે તેમ છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરો છો? તમારી ચૅનલ યોગ્યતા ધરાવે છે નહીં તે ચેક કરો અને તમારો અવૉર્ડ વળતર કોડ મેળવો, જો તમે:
 

મને સબ્સ્ક્રાઇબર માઇલસ્ટોનમાંથી એક મળેલો છે. મને મારા નિર્માતા અવૉર્ડ માટે નોટિફિકેશન કેમ મળ્યું નથી?

અવૉર્ડ ઇશ્યૂ થાય તે પહેલાં, તમારી ચૅનલ યોગ્યતાના બધા માપદંડ પૂરા કરતી હોવાની ખાતરી રહે તે માટે અમે તેનો રિવ્યૂ કરીશું. તમે ગયા અઠવાડિયે સબ્સ્ક્રાઇબર માઇલસ્ટોન સુધી પહોંચ્યા હો, તો શક્ય છે કે નિર્માતા અવૉર્ડ માટેની તમારી ચૅનલની યોગ્યતા હજુ રિવ્યૂ હેઠળ હોય કારણ કે અમારા રિવ્યૂમાં 10 દિવસ સુધીનો સમય લાગી શકે છે.

તમારા નિર્માતા અવૉર્ડને રિડીમ કરવાનું તમે શરૂ કરી શકશો ત્યારે અમે ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. YouTube Studioમાં બૅનર તરીકે પણ તમને તે નોટિફિકેશન મળી શકે.

મને નોટિફિકેશન મળ્યું છે પણ મને વળતર કોડ મળતો નથી. તે મને ક્યાં મળી શકે?

જો તમને YouTube Studioમાં નોટિફિકેશન મળ્યું હોય પણ કોડ મળતો ન હોય (અથવા તેને અકસ્માતે છોડી દીધો હોય), તો તમારા અવૉર્ડ માટેનો વળતર કોડ મેળવવા અમારા ક્રિયાપ્રતિક્રિયાત્મક યોગ્યતા ચેક પરના પ્રૉમ્પ્ટ અનુસરો. એકવાર તમને તમારો વળતર કોડ મળી જાય એટલે તે દાખલ કરી તમારો અવૉર્ડ રિડીમ કરવા માટે, નિર્માતા અવૉર્ડ રિડીમ કરવાની વેબસાઇટ પર જાઓ.

મેં મારો નિર્માતા અવૉર્ડ રિડીમ કર્યો છે, પણ તે ક્યારે ડિલિવર થશે?

તમારો નિર્માતા અવૉર્ડ રિડીમ કર્યા બાદ, તમને ઑટોમૅટિક રીતે ઑર્ડર કન્ફર્મેશન ઇમેઇલ મળશે. લગભગ બે અઠવાડિયામાં, એકવાર તમારો અવૉર્ડ રવાના થશે ત્યારે કુરિયર કંપની તરફથી શિપિંગનો કન્ફર્મેશન ઇમેઇલ મળશે. તમારા અવૉર્ડના સ્ટેટસ અને ડિલિવરી તારીખ કન્ફર્મ કરવા માટે તમારા શિપિંગના કન્ફર્મેશન ઇમેઇલનો સંદર્ભ લો. તમને પ્રારંભમાં તમારો ઑર્ડર અથવા શિપિંગ કન્ફર્મેશન ન મળે તો તમારું સ્પામ ફોલ્ડર ચેક કરવાની ખાતરી કરો.

1 જૂન 2023 પછી રિડીમ કરેલા કોડ માટે, તમે તમારા ઑર્ડરનું સ્ટેટસ અહીં ટ્રૅક કરી શકો છો.

તમારી પાસેથી વધુ દસ્તાવેજો અથવા માહિતી મેળવવાની વિનંતી કરતા, ડિલિવરી કંપની તરફથી થતા કોઈપણ સંપર્કનો જવાબ આપવાનું ચૂકશો નહીં. તમારા અવૉર્ડને કસ્ટમમાંથી પસાર થવામાં અથવા તમને ડિલિવર કરવામાં આ સહાયરૂપ થઈ શકે.

સામાન્ય સમસ્યાઓમાં સમાવિષ્ટ છે:

  • રિડીમ કરવાના અપેક્ષા કરતાં વધુ જથ્થાને કારણે અવૉર્ડ પૂર્ણ કરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
  • ડિલિવરી થઈ શકે તે માટે તમે શિપિંગની સંપૂર્ણ અથવા સાચી માહિતી ન આપી હોય તેમ બની શકે. આવું થાય તો Society Awardsના ઇમેઇલની રાહ જુઓ.
  • કસ્ટમ ક્લિયરન્સ, ખરાબ હવામાન અથવા રજાઓને કારણે મોટા જથ્થા જેવી સમસ્યાઓને લીધે શિપિંગની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.

મેં મારો નિર્માતા અવૉર્ડ રિડીમ કર્યો છે, પણ તે મને હજુ મળ્યો કેમ નથી?

તમારો નિર્માતા અવૉર્ડ હજુ ડિલિવર ન થયો હોય તો નીચેની બાબતો અજમાવી જુઓ:

  • તમારા શિપિંગ કન્ફર્મેશન ઇમેઇલમાં તમને મોકલેલા ટ્રૅકિંગ નંબરનો ઉપયોગ કરીને શિપિંગ સ્ટેટસ ચેક કરો અને વિનંતી કરેલા બધા દસ્તાવેજો પૂરા કરો.
  • 1 જૂન 2023 પછી તમારો કોડ રિડીમ કરાયો હોય તો તમે અહીં તમારા ઑર્ડરનું સ્ટેટસ ટ્રૅક કરી શકો છો અને તમારો ટ્રૅકિંગ નંબર મેળવી શકો છો.
  • તમારી પાસેથી અન્ય કોઈ માહિતી કે દસ્તાવેજો જરૂરી છે કે કેમ તે જોવા માટે ડિલિવરી સેવાનો સંપર્ક કરો.

મારી પાસે પહેલેથી નિર્માતા અવૉર્ડ છે. હું વધુ ખરીદી શકું?

માઇલસ્ટોન દીઠ દર ચૅનલને માત્ર એક મફત અવૉર્ડ અપાતો હોય છે, જોકે તમે વધુ અવૉર્ડ ખરીદી શકો. અવૉર્ડ ખરીદવા માટે, તમારી YouTube ચૅનલ સાથે સંકળાયેલા ઇમેઇલનો ઉપયોગ કરીને અહીં Society Awardsનો સંપર્ક કરો. વધુ અવૉર્ડ ખરીદી શકાય તે પહેલાં તમારી ચૅનલ અને અવૉર્ડનું લેવલ ફરીથી રિવ્યૂ કરાય તેમ બની શકે છે.

હું નફો થાય તે રીતે મારો અવૉર્ડ વેચી કે તેની હરાજી કરી શકું?

ના. નિર્માતા અવૉર્ડ માટે વ્યક્તિગત ઉપયોગ માટે છે અને તમારી ચૅનલની ટીમના સભ્યો સિવાય કોઈને વેચી કે વિતરિત કરી શકાય નહીં. નિર્માતાઓ આ પૉલિસીનું ઉલ્લંઘન કરતાં જોવા મળે તો તેમના પર શિસ્તના પગલાં લઈ શકાય છે.

શિસ્તના પગલાંમાં સમાવિષ્ટ હોઈ શકે:

  • અવૉર્ડ જપ્ત થવો
  • ભવિષ્યના અવૉર્ડ માટે અયોગ્ય ઠેરવવા
  • તમારા YouTube અથવા Google એકાઉન્ટની સંભવિત સમાપ્તિ

મારો નિર્માતા અવૉર્ડ મળ્યો પણ તે ક્ષતિગ્રસ્ત હતો. તમે તે બદલી આપી શકો?

નિર્માતા અવૉર્ડ હાથે બનાવેલા હોય છે અને ઉત્પાદન પ્રક્રિયામાં સામાન્યપણે આવું થતું હોવાને કારણે તેમાં નાની ખામીઓ અથવા અસંગતિ હોઈ શકે છે. આવી નજીવી ક્ષતિઓ અથવા શિપિંગ પ્રક્રિયા દરમિયાન થોડા ક્ષતિગ્રસ્ત થતા અવૉર્ડ માટે YouTube જવાબદાર નથી.

તમારા અવૉર્ડમાં ઘણી વધારે ક્ષતિ હોય તો અવૉર્ડ મળ્યાના 7 દિવસની અંદર અહીં અમારી પ્રોડક્શન ટીમનો સંપર્ક કરો. એકવાર તમારો ક્ષતિગ્રસ્ત અવૉર્ડ પાછો મળી જાય ત્યારબાદ તેઓ તેને બદલી આપવાનો પ્રયાસ કરશે.

મને કસ્ટમ ડ્યુટી અને/અથવા ટેક્સની ચુકવણી કરવાનું શા માટે કહેવાઈ રહ્યું છે?

અમુક દેશ/પ્રદેશમાં નિર્માતા અવૉર્ડ ડિલિવર કરવા માટે કસ્ટમ ડ્યુટી અને/અથવા કર ભરવા જરૂરી હોય છે. કાનૂની રીતે, YouTube આ ખર્ચ કવર કરી શકે નહીં. આમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • આર્મેનિયા
  • અઝરબૈજાન
  • બેલારુસ
  • કિર્ગિસ્તાન
  • મોલ્ડોવા
  • રશિયા
  • યૂક્રેઇન
  • ઉઝબેકિસ્તાન 

હું એક કલાકાર છું અને આધિકારિક કલાકાર ચૅનલ ધરાવું છું. નિર્માતા અવૉર્ડ માટે હું યોગ્યતા ધરાવું છું?

આધિકારિક કલાકાર ચૅનલ (OAC) તરીકે, તમે સબ્સ્ક્રાઇબર માઇલસ્ટોન અને આ પેજમાં ઉપર બતાવેલી પાત્રતાની જરૂરિયાતો પૂરી કરશો ત્યારે તમને નિર્માતા અવૉર્ડ મળશે. માઇલસ્ટોન દીઠ દર કલાકારને માત્ર એક મફત અવૉર્ડ અપાય છે.

તમે અગાઉ અવૉર્ડ મળ્યો હોય તેવી ઑટોમૅટિક રીતે જનરેટ થયેલી ટૉપિક ચૅનલ અથવા ભાગીદાર દ્વારા અપાયેલી ચૅનલ ધરાવતા હો, તો તમારી OAC સાથે તમારી સબ્સ્ક્રાઇબરની સંખ્યા મર્જ થશે ત્યારે તમને તે અવૉર્ડ ફરી મળશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10781885322530415780
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false