તમારા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટને સુરક્ષિત કરો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
નોંધ: Studioના કન્ટેન્ટ મેનેજરને ઍક્સેસ કરવા માટે, તમે Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરવા માટે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તેના પર તમારે 2-પગલાંમાં ચકાસણી ચાલુ કરવી જરૂરી છે.

તમારા YouTube એકાઉન્ટને સુરક્ષિત કરવાથી તમારા YouTube એકાઉન્ટ અને ચૅનલને હૅક, હાઇજૅક થતી અથવા તેમાં ચેડાં થતા રોકવામાં સહાય મળે છે.

YouTube Studioના કન્ટેન્ટ મેનેજરના વપરાશકર્તાઓ તેમના કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટને અનધિકૃત ઍક્સેસથી સુરક્ષિત રાખવા માટે, કદાચ આ વધારાના પગલાં લેવા માગે:

  સાઇન ઇન કરવા માટે વ્યક્તિગત ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો

એકાઉન્ટ લૉકઆઉટ થતું ટાળવા માટે, ખાતરી કરો કે દરેક વપરાશકર્તા તેમના પોતાના ઇમેઇલ ઍડ્રેસ વડે YouTube Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરે છે.

 પરવાનગીઓનો રિવ્યૂ કરો અને અજાણ્યા વપરાશકર્તાઓને કાઢી નાખો

તમારા કન્ટેન્ટ મેનેજરની વપરાશકર્તાની સૂચિનો નિયમિત રીતે રિવ્યૂ કરો અને કન્ફર્મ કરો કે વપરાશકર્તાઓ પાસે યોગ્ય લેવલની પરવાનગીઓ છે.

જો તમે વપરાશકર્તાઓને ઓળખતા ન હો, તો એવું બની શકે કે તમારું એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હોય. વપરાશકર્તાઓને કાઢી નાખવાની અથવા તેમનો રોલ બદલવાની રીત વિશે વધુ જાણો.

  નોટિફિકેશનના ઇમેઇલ ચેક કરો

નવા દાવાઓ, રિપોર્ટ અથવા માલિકીના વિવાદો જેવી કન્ટેન્ટ મેનેજરની પ્રવૃત્તિ વિશેના ઇમેઇલ નોટિફિકેશન ખોલતા પહેલાં, ખાતરી કરો કે તે youtube.com ડોમેન પરથી મોકલવામાં આવ્યા છે.

  વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ વિશે જાણો

જો શક્ય હોય, તો વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ પર અપગ્રેડ કરો. આ પ્રોગ્રામ 2-પગલાંમાં ચકાસણીની પદ્ધતિ તરીકે ફિઝિકલ સિક્યુરિટી કીનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓનું સંરક્ષણ કરે છે.

  Google Chromeમાં Safe Browsingમાં વધારેલું સંરક્ષણ ચાલુ કરો

જો તમે Google Chromeનો ઉપયોગ કરતા હો, તો Safe Browsingમાં વધારેલું સંરક્ષણ ચાલુ કરવાથી તમને અનિચ્છનીય સૉફ્ટવેર, જોખમી એક્સ્ટેન્શન, ફિશિંગ અથવા સંભવિત અસુરક્ષિત વેબસાઇટ વિશે અલર્ટ મોકલવામાં આવશે.

  તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવો

અજાણી ઍપ અથવા અજાણ્યા સૉર્સની ઍપ ઇન્સ્ટૉલ કરવાનું ટાળો. કનેક્ટ કરેલા તમારા ડિવાઇસમાંથી તમને જરૂર ન હોય તેવી કોઈપણ ઍપ કાઢી નાખો.

તમારી YouTube ચૅનલને સુરક્ષિત કરવા વિશે વધુ જાણો અથવા એકાઉન્ટની સુરક્ષા માટેની વધુ ટિપ માટે અમારા નિર્માતા સુરક્ષા કેન્દ્ર પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16316790603598190929
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false