અધિકારોની મંજૂરીની ગોઠવણો

નિર્માતાઓ YouTube પર જે કન્ટેન્ટ અપલોડ કરે તે માટેના બધા જરૂરી અધિકારો તેમની પાસે હોવા જોઈએ અથવા કન્ટેન્ટના અધિકાર ધારકો પાસેથી બધી જરૂરી પરવાનગીઓ મળેલી હોવી જોઈએ. Creator Music સાથે, યોગ્યતાપ્રાપ્ત નિર્માતાઓ પાસે તેમના લાંબા વીડિયોમાં ઉપયોગમાં લેવા માટે મ્યુઝિકના સદા વિકસતા રહેતા કૅટલૉગનો ઍક્સેસ હોય છે, જે તેઓ તેનું લાઇસન્સ મેળવીને અથવા મ્યુઝિકના અધિકાર ધારકો સાથે આવકની વહેંચણી કરીને મેળવી શકે છે. પ્રત્યક્ષ લાઇસન્સ ખરીદાતા ન હોય ત્યારે યોગ્યતાપ્રાપ્ત નિર્માતાઓ તેને બદલે મ્યુઝિકના અધિકાર ધારકો સાથે આવકની વહેંચણી કરી શકે છે.

આવકની વહેંચણી ચાલુ કરવા માટે YouTube મ્યુઝિકના અધિકાર ધારકો પાસેથી કાર્યપ્રદર્શનના અધિકારો જેવા મ્યુઝિકના વધારાના અધિકારોની મંજૂરી મેળવી શકે છે. મ્યુઝિકના વધારાના અધિકારો બાબતે પરવાનગી મેળવવાના ખર્ચને આવરી લેવા માટે નિર્માતાના આવકના હિસ્સામાંથી થતી કપાત અધિકારોની મંજૂરી મેળવવા માટેની ગોઠવણ તરીકે ઓળખાય છે.

અધિકારોની મંજૂરીની ગોઠવણો ક્યારે લાગુ થાય છે?

અધિકારોની મંજૂરીની ગોઠવણોનો આધાર જે દેશ/પ્રદેશમાં અધિકારોની માલિકી હોય તેના પર રહે છે. અધિકારોની મંજૂરીની ગોઠવણો ખાસ કરીને લાંબા વીડિયો જે દેશ/પ્રદેશમાં આવક કરતા હોય ત્યાં જ લાગુ થાય છે.

કયા ગીતો આવકની વહેંચણી માટે યોગ્ય ઠરે છે તે જોવા માટે, યોગ્યતાપ્રાપ્ત નિર્માતાઓ Creator Musicમાં ટ્રૅકના વપરાશની વિગતો બ્રાઉઝ કરી શકે છે. એક વાર વીડિયો પબ્લિશ થઈ જાય એટલે વીડિયો કયા દેશ/પ્રદેશમાં આવકની વહેંચણી કરે છે તે તપાસવા માટે નિર્માતાઓ YouTube Studioનો ઉપયોગ કરી શકે છે.

યાદ રાખો: અધિકારોની મંજૂરીની ગોઠવણો માત્ર લાંબા વીડિયોને લાગુ થાય છે, લાઇવ સ્ટ્રીમ અથવા Shortsને નહીં. લાઇવ સ્ટ્રીમ અને Shorts માટે કમાણી કરવાની પ્રક્રિયા વિશે વધુ જાણો.

અધિકારોની મંજૂરીની ગોઠવણો લાગુ ન થતી હોય ત્યારે શું થાય છે?

આ પેજ પર વિગતે આપેલી અધિકારોની મંજૂરીની ગોઠવણો લાગુ ન થાય પરંતુ એક કે વધુ ત્રીજા પક્ષ દ્વારા YouTubeને જાણ કરાઈ હોય કે નિર્માતાઓએ બધા જરૂરી અધિકારો મેળવ્યા ન હોવાની સંભાવના છે, ત્યારે તેની અસર હેઠળનું કન્ટેન્ટ YouTubeમાંથી કાઢી નાખવું જરૂરી હોય તેમજ નિર્માતાઓ તેની સાથે સંબંધિત આવક મેળવવા માટે યોગ્ય ન રહે તેમ બની શકે છે. 

ખાસ કરીને, Content ID સિસ્ટમ મારફતે એક કે વધુ પક્ષો કમાણી કરવાની પ્રક્રિયા માટે કોઈપણ કન્ટેન્ટના હિસ્સા બાબતે દાવો કરે ત્યારે નિર્માતાને મળવાપાત્ર આવક દાવો કરનારા પક્ષને ચૂકવવાપાત્ર બનશે. દાવો કરનારા એકથી વધુ પક્ષ હોય, ત્યારે એ આવક તેમની વચ્ચે પ્રો રેટા આધારે વહેંચાશે, જેમાં તે પ્રો રેટા હિસ્સો YouTube દ્વારા તેની વાજબી વિવેકબુદ્ધિ પ્રમાણે નક્કી કરાશે. 

Content IDના દાવા વિશે વધુ જાણો.

અધિકારોની મંજૂરીની ગોઠવણોની ગણતરી કેવી રીતે થાય છે?

Creator Music વડે, જો લાંબો વીડિયો આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા ટ્રૅકનો ઉપયોગ કરે, તો નીચેના ઉદાહરણોમાં બતાવ્યા પ્રમાણે મ્યુઝિકના અધિકારો મેળવવાની કિંમતોને આવરી લેવા માટે, આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની ગોઠવણ કરવામાં આવે છે. આ આના પર આધાર રાખે છે:

  • ઉપયોગમાં લીધેલા ટ્રૅકની સંખ્યા: નિર્માતા તેમના વીડિયોમાં આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા કેટલા ટ્રૅકનો ઉપયોગ કરે છે (નીચે ઉદાહરણો જુઓ).
  • મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો: કાર્યપ્રદર્શનના અધિકારો જેવા મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતોને આવરી લેવા માટે કપાત. આ કપાત 5% સુધીની હોઈ શકે છે અને તે Creator Musicના, આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા તમામ ટ્રૅકમાં મ્યુઝિકના આ વધારાના અધિકારોની મિશ્રિત કિંમત દર્શાવશે.
આવકની વહેંચણીની ગણતરીના ઉદાહરણો

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની અડધી રકમ (27.5%) કમાય છે. ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2.5%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 25%ની કમાણી કરશે (27.5% - 2.5%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 2 27.5%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 25%

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 2 ટ્રૅકનો અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સામાંથી 1/3 કમાય છે (18.33%). ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 16.33%ની કમાણી કરશે (18.33% - 2%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 3 18.33%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 15.83%

અધિકારોની મંજૂરીની ગોઠવણોને પડકારી શકાય?

અધિકારોની મંજૂરીની ગોઠવણ સામે મતભેદ ઊભો કરવા માટે નિર્માતા પાસે, વિવાદાસ્પદ કન્ટેન્ટના બધા જ જરૂરી અધિકારોની માલિકી હોવા જેવું, માન્ય કારણ હોય તો તેઓ Content IDના દાવા સામે મતભેદ ઊભો કરવાનું પસંદ કરી શકે.

Content IDના દાવા પર મતભેદ ઊભો કરાય તો Content IDના મતભેદ દરમિયાન કમાણી કરવાની પ્રક્રિયાનું શું થાય છે તેની સમજ હોવાની નિર્માતાઓએ ખાતરી રાખવી જોઈએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1635463215750034312
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false