YouTubeની સશુલ્ક પ્રોડક્ટ માટેની કિંમતમાં ફેરફારો વિશે જાણો

બજારમાં થતા ફેરફારો સાથે તાલ મિલાવવા માટે અમે ક્યારેક અમારી મેમ્બરશિપની કિંમતને અપડેટ કરીએ છીએ, જેમાં ફુગાવા અને લોકલ ટેક્સ સંબંધિત ફેરફારોનો સમાવેશ થઈ શકે છે.

તમારી વર્તમાન કિંમત શોધવા માટે અથવા તમારૂં બિલ કઈ રીતે બનાવવામાં આવે છે તે સમજવા માટે, તમારા એકાઉન્ટમાંથી ખરીદી અને મેમ્બરશિપ પેજ પર જાઓ. તમે કોઈપણ સમયે મેમ્બરશિપને રદ અથવા બદલી પણ શકો છો.

મને કેવી રીતે ખબર પડશે કે મારી કિંમત બદલાઈ રહી છે કે નહીં?

તમારા દેશ/પ્રદેશમાં કિંમતમાં વધારો થવાના ઓછામાં ઓછા 30 દિવસ અગાઉ અમે તમને ઇમેઇલ દ્વારા જાણ કરીશું.

નોંધ લો કે લોકલ ટેક્સમાં ફેરફારો થઈ શકે છે અને તમારી કુલ કિંમતમાં વધારો થઈ શકે છે. તમારી પુનરાવર્તન પામતી મેમ્બરશિપની વર્તમાન કિંમત વિશે અપ ટૂ ડેટ રહેવા માટે, તમારા એકાઉન્ટના ખરીદી અને મેમ્બરશિપ પેજ પર જાઓ.

શું મારી સેવામાં વિક્ષેપ આવશે?

તમે જ્યાં સુધી તમે તમારી મેમ્બરશિપને રદ ન કરો ત્યાં સુધી, આ ફેરફાર દ્વારા તમારી Premium સેવામાં વિક્ષેપ આવશે નહીં. જો કે, કેટલાક દેશો/પ્રદેશોમાં, તમારે તમારી મેમ્બરશિપ ચાલુ રાખવા માટે કિંમતમાં થયેલા ફેરફારોને સ્વીકૃતિ આપવાની અને તેને સ્વીકારવાની જરૂર પડી શકે છે.
તમારી મેમ્બરશિપનું સ્ટેટસ તપાસવા માટે, તમારા ખરીદી અને મેમ્બરશિપ પેજ પર જાઓ. જો કિંમતમાં ફેરફારને સ્વીકારવા માટે કોઈ પગલું લેવાની જરૂર પડે, તો તમને તમારી મેમ્બરશિપની વિગતોની અંદર એક નોટિસ દેખાશે.
જો તમારી મેમ્બરશિપને રદ કરવામાં આવી હોય, તો તમે youtube.com/premiumપર ફરીથી સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

તમે મારી પાસેથી નવી કિંમત લેવાનું ક્યારે શરૂ કરશો?

નવા સભ્ય પાસેથી સાઇનઅપ કરવાની સાથે તેમની ઑફરમાં દર્શાવ્યા મુજબની કિંમત લેવામાં આવશે.

હાલના સભ્યો માટે, તમારા નવા માસિક દરને અમે પ્લાનની કિંમતમાં વધારો કરીએ તેના ઓછામાં ઓછા 30 દિવસ પછી, ઉદ્ભવતી પ્રથમ બિલિંગ સાઇકલ દરમિયાન શુલ્ક વસૂલ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો અમે 1લી સપ્ટેમ્બરના રોજ નવા વપરાશકર્તાઓ માટેની કિંમતમાં વધારો કરીએ છીએ, તો ઓક્ટોબરમાં તમારી આગામી બિલિંગ સાઇકલ સુધી તમારી પાસેથી ઉચ્ચતર દરનો શુલ્ક વસૂલ કરવામાં આવશે નહીં.

જો તમારી મેમ્બરશિપ હાલમાં અટકાવવામાં આવી હોય, તો જ્યાં સુધી તમે તમારી મેમ્બરશિપ ફરી શરૂ ન કરો ત્યાં સુધી તમારી પાસેથી ફરીથી શુલ્ક વસૂલ કરવામાં આવશે નહીં. તમને તમારી અગાઉની કિંમતે એક વખત બિલ આપવામાં આવશે, અને પછીની બિલિંગ સાઇકલમાં નવી કિંમતે બિલ આપવામાં આવશે.

હું મારી હાલની કિંમત ક્યાંથી શોધી શકું?

તમારી હાલની કિંમત શોધવા માટે અથવા તમને કેવી રીતે બિલ આપવામાં આવે છે તે સમજવા માટે, તમારા એકાઉન્ટમાંથી ખરીદી અને મેમ્બરશિપ પેજ પર જાઓ.

શું હું મારો પ્લાન બદલી શકું?

તમે કોઈ પણ સમયે તમારી મેમ્બરશિપને જોઈ શકો છો, મેનેજ કરી શકો છો અથવા રદ કરી શકો છો. તમારો પ્લાન બદલવા માટે, તમારા એકાઉન્ટના ખરીદી અને મેમ્બરશિપ પેજ પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16721643051341384236
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false