YouTube પર ભૂલના મેસેજ "આ ઍપ પર નીચે આપેલું કન્ટેન્ટ ઉપલબ્ધ નથી"ને ઠીક કરવા માટે

જો તમને "આ ઍપ પર નીચે આપેલું કન્ટેન્ટ ઉપલબ્ધ નથી" કહેતો ભૂલનો મેસેજ મળે છે, તો તમે ઉપયોગ કરી રહ્યા છો તે ઍપ YouTube કન્ટેન્ટને સપોર્ટ કરતું નથી. YouTube પર કન્ટેન્ટ જોવા માટે, નીચે આપેલા પગલાંઓ અજમાવો.

YouTube ઍપ પર સ્વિચ કરો

જો તમે YouTube પર જવા માટે કોઈ ત્રીજા પક્ષની ઍપનો ઉપયોગ કરો, તો તમને કદાચ YouTube ઍપ પર સ્વિચ કરવાની જરૂર પડશે. YouTube ઍપ ડાઉનલોડ કરવાની રીત જાણો અથવા તમારા બ્રાઉઝર પર www.youtube.com ઍક્સેસ કરો. જાહેરાતમુક્ત અનુભવ માટે, તમે YouTube Premium માટે સાઇન અપ કરી શકો છો.

YouTube અને ત્રીજા પક્ષની ઍપ વિશે

અમે ત્રીજા પક્ષની ઍપને જ્યારે અમારી API સેવાઓની સેવાની શરતોનું પાલન કરે છે ફક્ત ત્યારેજ અમારા APIનો ઉપયોગ કરવાની મંજૂરી આપીએ છીએ. અમારી શરતો ત્રીજા પક્ષની ઍપને જાહેરાતો બંધ કરવાની મંજૂરી આપતી નથી, કારણ કે તે દર્શકોની સંખ્યા માટે નિર્માતાઓને તેમના રિવૉર્ડ મળવાથી અટકાવે છે. જ્યારે અમને અમારી શરતોનું ઉલ્લંઘન કરતી ઍપ મળે છે, ત્યારે અમે અમારા પ્લૅટફૉર્મ, નિર્માતાઓ અને દર્શકોને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લઈએ છીએ.

YouTube ઍપને અપડેટ કરો

જો તમે YouTube ઍપનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તે નવીનતમ વર્ઝન પર અપડેટ થયેલું છે. YouTube ઍપને અપડેટ કેવી રીતે કરવી તે જાણો.

નોંધ:

  • જો તમને હજુ પણ ભૂલનો મેસેજ મળે છે, તો ખાતરી કરો કે તમારા ડિવાઇસમાં Google Play Store અપ ટૂ ડેટ છે. Google Play Storeને અપડેટ કરવાની રીત જાણો.
  • ઍપને અપડેટ કર્યા વિના YouTubeનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે, તમારા મોબાઇલ બ્રાઉઝર પર, m.youtube.com પર જાઓ.

જૂના ડિવાઇસ

જો તમને હજુ પણ ભૂલનો મેસેજ મળે છે, તો તમારી પાસે જૂનું ડિવાઇસ અથવા જૂની ડિવાઇસની ગોઠવણી હોઈ શકે છે. તમારા ડિવાઇસને બદલ્યા વિના YouTube નો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે, તમારા મોબાઇલ બ્રાઉઝર પર, m.youtube.com પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14975084808714534105
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false