YouTube કૌટુંબિક પ્લાન મેનેજ કરો

કૌટુંબિક ગ્રૂપના મેનેજર બનવા માટે YouTube કૌટુંબિક પ્લાનનું સેટઅપ કરો. કૌટુંબિક ગ્રૂપના મેનેજર તરીકે, તમે તમારી YouTube Premium અથવા YouTube Music Premiumની મેમ્બરશિપ શેર કરી શકો છો. તમે તમારા પરિવારમાં વધુમાં વધુ અન્ય 5 કુટુંબના સભ્ય સાથે તમારી મેમ્બરશિપ શેર કરી શકો છો. જો તમે કુટુંબના સભ્ય હો, તો YouTube કૌટુંબિક પ્લાન શેર કરવા માટે તમે ફૅમિલી ગ્રૂપમાં જોડાઈ શકો છો. 

નોંધ: જો તમે વર્તમાન Google ફૅમિલી ગ્રૂપના સભ્યો હો, તો તમે YouTube કૌટુંબિક પ્લાન ખરીદી શકતાં નથી. ફક્ત તમારા ફૅમિલી ગ્રૂપના મેનેજર ખરીદી કરી શકે છે.

તમે શરૂ કરો તે પહેલાં જાણવા જેવી કેટલીક બાબતો

  • YouTube કૌટુંબિક પ્લાન શેર કરી રહેલા કુટુંબના સભ્યોએ કૌટુંબિક ગ્રૂપના મેનેજર જે પરિવારમાં રહેતા હોય, ત્યાં જ રહેવું આવશ્યક છે. ફૅમિલી ગ્રૂપની આવશ્યકતાઓ વિશે વધુ જાણો અને જો તમને તમારા કૌટુંબિક પ્લાનનું સેટઅપ કરતી વખતે કોઈ ભૂલ આવે, તો શું કરવું. 
  • તમે 12 મહિનામાં માત્ર એકવાર ફૅમિલી ગ્રૂપ બદલી શકો છો.
  • કુટુંબના દરેક સભ્યનું નામ, ફોટો અને ઇમેઇલ ઍડ્રેસ ગ્રૂપ સાથે શેર કરવામાં આવશે.
  • જો તમને તમારા YouTube TVના કૌટુંબિક પ્લાન માટે કોઈ સહાય જોઈતી હોય, તો તમે કોઈપણ સમયે સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો. 

YouTube અને YouTube TV પર ફૅમિલી ગ્રૂપ બનાવવાની રીત

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

કૌટુંબિક ગ્રૂપના મેનેજર: સાઇન અપ કરો અને ફૅમિલી ગ્રૂપ બનાવો

YouTube Premium અથવા Music Premium ના નવા સભ્યો

શરૂ કરવા માટે, કૌટુંબિક ગ્રૂપના મેનેજરની પસંદગી કરો જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય. કૌટુંબિક ગ્રૂપના મેનેજર જ ફક્ત એવી વ્યક્તિ હોય છે જે કૌટુંબિક પ્લાન ખરીદી શકે છે અથવા મેમ્બરશિપ સંબંધિત નિર્ણયો લઈ શકે છે. YouTubeની સશુલ્ક મેમ્બરશિપ માટે સાઇન અપ કરવા વિશે વધુ જાણો.

YouTube Premium અથવા Music Premium ની મેમ્બરશિપ માટે સાઇન અપ કરવા અને ફૅમિલી ગ્રૂપ બનાવવા માટે:

  1. YouTube ઍપમાં, તમારા પ્રોફાઇલ ફોટા અને પછી ખરીદીઓ અને મેમ્બરશિપ પર ટૅપ કરો.
  2. તમને YouTube Music Premium અને YouTube Premium માટે સશુલ્ક મેમ્બરશિપના વિકલ્પો જોવા મળશે. તમને જ સબ્સ્ક્રિપ્શન ખરીદવામાં રૂચિ હોય, તો માટે વધુ જાણો પર ક્લિક કરો.
  3. અથવા ફૅમિલી મેમ્બરશિપ સાથે નાણાંની બચત કરો પર ક્લિક કરો.
  4. કૌટુંબિક પ્લાન મેળવો પર ક્લિક કરો.
  5. જો તમે વર્તમાન Google ફૅમિલી ગ્રૂપના કૌટુંબિક મેનેજર છો, તો તમને તમારા ફૅમિલી ગ્રૂપને કન્ફર્મ કરતો સંવાદ જોવા મળશે. ખરીદી સાથે આગળ વધવા માટે ચાલુ રાખો પસંદ કરો અને તમારા વર્તમાન ફૅમિલી ગ્રૂપના સભ્યો સાથે તમારો કૌટુંબિક પ્લાન શેર કરો. જો પગલું 5 તમને લાગુ ન પડતું હોય, તો પગલાં 6 પર જાઓ.
  6. જો તમે પહેલેથી Google ફૅમિલી ગ્રૂપ ન ધરાવતા હો, તો પહેલા તમારું સબ્સ્ક્રિપ્શન ખરીદવા માટે આ પગલાં અનુસરો. પછી તમને ફૅમિલી ગ્રૂપ બનાવવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શિત કરવામાં આવશે.

YouTube Premium અથવા Music Premium ના વર્તમાન સભ્યો

  1. YouTube ઍપમાં, તમારા પ્રોફાઇલ ફોટા અને પછી ખરીદીઓ અને મેમ્બરશિપ પર ટૅપ કરો.
  2. કૌટુંબિક પ્લાન મેળવો પર ટૅપ કરો.
  3. ફરીથી કૌટુંબિક પ્લાન મેળવો પર ટૅપ કરો.
  4. ખરીદી કન્ફર્મ કરો.
  5. તમારા Google ફૅમિલી ગ્રૂપનું સેટઅપ કરો.

કૌટુંબિક ગ્રૂપના મેનેજર: કુટુંબના સભ્યોને ઉમેરો કે કાઢી નાખો

કુટુંબના સભ્યોને ઉમેરો

જો તમે કૌટુંબિક ગ્રૂપના મેનેજર હો, તો તમે તમારા કુટુંબના વધુમાં વધુ 5 સભ્યોને તમારા ફૅમિલી ગ્રૂપમાં જોડાવા માટે આમંત્રિત કરી શકો છો.
  1. તમારી YouTube સશુલ્ક મેમ્બરશિપ સાથે સંકળાયેલા Google એકાઉન્ટ માં સાઇન ઇન કરો.
  2. YouTube ઍપમાં, તમારા પ્રોફાઇલ ફોટા અને પછી ખરીદીઓ અને મેમ્બરશિપ પર ટૅપ કરો.
  3. ફૅમિલી શેરિંગ સેટિંગની એકદમ બાજુમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. કુટુંબના સભ્યોને આમંત્રિત કરો પર ટૅપ કરો.
  5. તમે જેને આમંત્રિત કરવા માગતા હો તે વ્યક્તિનું ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબર દાખલ કરો.
  6. મોકલો પસંદ કરો. જ્યારે કોઈ વ્યક્તિ તમારા કુટુંબમાં જોડાય, ત્યારે તમને ઇમેઇલ નોટિફિકેશન મળશે.

કુટુંબના સભ્યોને કાઢી નાખો

જો તમે કૌટુંબિક ગ્રૂપના મેનેજર હો, તો તમે ગમે ત્યારે તમારા ફૅમિલી ગ્રૂપમાંથી લોકોને કાઢી શકો છો.
  1. તમારી YouTube સશુલ્ક મેમ્બરશિપ સાથે સંકળાયેલા Google એકાઉન્ટ માં સાઇન ઇન કરો.
  2. YouTube ઍપમાં, તમારા પ્રોફાઇલ ફોટા અને પછી ખરીદીઓ અને મેમ્બરશિપ પર ટૅપ કરો.
  3. ફૅમિલી શેરિંગ સેટિંગની એકદમ બાજુમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. તમે કાઢી નાખવા માગતા હો તે વ્યક્તિનું નામ પસંદ કરો.
  5. સભ્યને કાઢી નાખો પર ક્લિક કરો.

કૌટુંબિક ગ્રૂપના મેનેજર: કૌટુંબિક ગ્રૂપના મેનેજરના અન્ય કામ

તમારી ચુકવણી પદ્ધતિ બદલો

તમારી ચુકવણી પદ્ધતિ સહિત તમારી YouTubeની સશુલ્ક મેમ્બરશિપ અપડેટ કરવાની રીત વિશે વધુ જાણો.

તમારી સશુલ્ક મેમ્બરશિપ રદ કરો

તમે કોઈપણ સમયે તમારી YouTubeની સશુલ્ક મેમ્બરશિપ રદ કરી શકો છો. જ્યારે તમે રદ કરો છો, ત્યારે તમારી પાસે તમારા માસિક બિલિંગ સાઇકલના અંત સુધી હજી પણ તમારી YouTubeની સશુલ્ક મેમ્બરશિપનો ઍક્સેસ રહે છે. ત્યાર પછી, કુટુંબના બધા સભ્યો YouTubeની સશુલ્ક મેમ્બરશિપનો ઍક્સેસ ગુમાવશે, પણ તેમનું Google એકાઉન્ટ ચાલુ રહેશે.

કુટુંબના સભ્યો: ફૅમિલી ગ્રૂપમાં જોડાઓ અથવા છોડી દો

કોઈ ફૅમિલી ગ્રૂપમાં જોડાઓ

જો YouTubeની સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા કૌટુંબિક ગ્રૂપના મેનેજરે તમને ફૅમિલી ગ્રૂપમાં જોડાવા માટે આમંત્રિત કર્યા હોય, તો તમને ઇમેઇલ કે ટેક્સ્ટ આમંત્રણ પ્રાપ્ત થશે. ફૅમિલી ગ્રૂપમાં જોડાવા માટે આમંત્રણમાં આપેલી સૂચનાઓ અનુસરો.

ફૅમિલી ગ્રૂપ છોડી દો અથવા YouTubeની વ્યક્તિગત સશુલ્ક મેમ્બરશિપ મેળવો

તમે તમારા Google એકાઉન્ટ સેટિંગના પેજની અંદર તમારું ફૅમિલી ગ્રૂપ છોડી શકો છો. પછી, તમારો પ્રોફાઇલ ફોટો અને પછી ખરીદીઓ અને મેમ્બરશિપ પસંદ કરીને તમારી YouTube ઍપમાં તમારી પોતાની YouTubeની સશુલ્ક મેમ્બરશિપ માટે સાઇન અપ કરો.
નોંધ: જો તમે તમારું ફૅમિલી ગ્રૂપ છોડો છો, તો તમે કોઈ બીજા ફૅમિલી ગ્રૂપમાં જોડાવા માટે આમંત્રણ સ્વીકારી શકો છો અથવા તમારું પોતાનું નવું ગ્રૂપ બનાવી શકો છો. તમે 12 મહિનામાં માત્ર એકવાર કુટુંબ સ્વિચ કરી શકો છો. જો તમે કોઈ એક ફૅમિલી ગ્રૂપ છોડીને બીજામાં જોડાઓ તો 12 મહિના માટે તમે અન્ય કોઈ ફૅમિલી ગ્રૂપમાં જોડાઈ શકતા નથી.

કૌટુંબિક પ્લાન માટે લોકેશનની આવશ્યકતાઓ

કૌટુંબિક પ્લાન માટે લોકેશનની આવશ્યકતાઓ
YouTube ફૅમિલી મેમ્બરશિપ શેર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, કૌટુંબિક ગ્રૂપના મેનેજરનું જે નિવાસી સરનામું હોય એ જ સરનામું કુટુંબના પ્રત્યેક સભ્યનું હોવું આવશ્યક છે. દર 30 દિવસે, ઇલેક્ટ્રોનિક ચેક ઇન આ આવશ્યકતા કન્ફર્મ કરશે.

જો તમને તમારા YouTubeના કૌટુંબિક પ્લાન માટે કોઈ સહાય જોઈતી હોય, તો તમે કોઈપણ સમયે સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1153601773736945314
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false