YouTube પર મૂવી અને શોનું રિફંડ મેળવવું

તમે તમારા એકાઉન્ટમાંથી ખરીદી હોય એવી મૂવી અને શો સંબંધિત રિફંડની પૉલિસીઓ તથા રિફંડની વિનંતી કરવા વિશે વધુ જાણો.

YouTube પર મૂવી અથવા ટીવી શો માટે રિફંડની વિનંતી કરવી

મૂવી અને શો માટે રિફંડની પૉલિસીઓ

જો તમે YouTube પર કરેલી ખરીદી સંબંધિત વીડિયો કે સુવિધાઓ કામ કરતી ન હોય, તો તમે રિફંડ મેળવવાને પાત્ર હોઈ શકો છો. રિફંડની વિનંતી મંજૂર કરવામાં આવે, પછી અમે કન્ટેન્ટનો ઍક્સેસ કાઢી નાખીશું અને અહીં સૂચિબદ્ધ ટાઇમલાઇન અનુસાર તમને તમારા નાણાં પાછા મળી જશે.

  • જો તમે ખરીદી કરેલા તમારા શો કે મૂવી જોઈ ન હોય તો ખરીદીના 7 કામકાજી દિવસમાં તમે રિફંડની વિનંતી કરી શકો છો.
  • YouTube Android ઍપ પર ખરીદી કરવામાં આવેલી કે ભાડા પર લેવામાં આવેલી મૂવી અને ટીવી શોનું બિલ તમને Google Play મારફતે આપવામાં આવશે. નવા શુલ્ક જાણવા અને તમને કેવી રીતે બિલ આપવામાં આવે છે તે સમજવા માટે, pay.google.com પર જાઓ. Google Play મારફતે કરવામાં આવેલી ખરીદીઓ તેની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે.

YouTube પર મૂવી અને શો માટે રિફંડની વિનંતી કરો

જો તમે Google Play મારફતે મૂવી કે શોની ખરીદી કરી હોય, તો તમારે Play Store દ્વારા રિફંડની વિનંતી કરવી જરૂરી રહેશે. નવા શુલ્ક જાણવા અને તમને કેવી રીતે બિલ આપવામાં આવે છે તે સમજવા માટે, pay.google.com પર જાઓ.

જો તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, તો રિફંડની વિનંતી કરવા માટે સાઇન ઇન કરો.

Apple Store મારફતે YouTube પર કરવામાં આવેલી ખરીદીઓ માટે Apple તરફથી અધિકરણ જરૂરી હોય છે અને તે તેની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે.

તેથી, અમે Apple ડિવાઇસ પરથી કે પછી Appleની બિલિંગ સિસ્ટમ મારફતે કરવામાં આવેલી ખરીદીઓ માટે રિફંડ આપી શકતા નથી. રિફંડની વિનંતી કરવા માટે Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11814805426396076800
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false