YouTube Studioમાં સબટાઇટલ એડિટરનો ઍક્સેસ ઉમેરો અથવા મેળવો

સબટાઇટલ એડિટર YouTube Studioમાં નવી ચૅનલની પરવાનગી છે જેના થકી નિર્માતાઓ તેમની ચૅનલ પર સબટાઇટલ બનાવવાનો અધિકાર અન્ય કોઈને સોંપી શકે છે. તમારી YouTube ચૅનલમાં ઍક્સેસ કેવી રીતે ઉમેરવો અથવા કાઢી નાખવો તે વિશે વધુ જાણો.

તમે બ્રાંડ એકાઉન્ટનો ઉપયોગ કરતા હો તો સબટાઇટલ એડિટરની ભૂમિકા ઉપલબ્ધ નથી. બ્રાંડ એકાઉન્ટમાંથી ચૅનલની પરવાનગીઓ પર કેવી રીતે જવું તે વિશે વધુ જાણો.
ચૅનલની પરવાનગીઓ વડે અપાયેલી સબટાઇટલ એડિટરની ભૂમિકા

ચૅનલના માલિક અથવા મેનેજર તરીકે સબટાઇટલ એડિટરની ભૂમિકાનો ઍક્સેસ આપવો

મહત્ત્વપૂર્ણ: તમને જેમના પર વિશ્વાસ હોય તેવા જ વપરાશકર્તાઓને ઍક્સેસ આપો. 
  1. કમ્પ્યુટર પર YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પર ક્લિક કરો.
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. આમંત્રણ આપો પર ક્લિક કરો અને તમે જે ચૅનલને આમંત્રણ આપવા માગો છો તેનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
    1. આમંત્રિત ચૅનલ Google એકાઉન્ટ સાથે સંકળાયેલી હોવી જરૂરી છે.
  5. ઍક્સેસ પર ક્લિક કરો અને સબટાઇટલ એડિટરની ભૂમિકા પસંદ કરો.
  6. થઈ ગયું પર ક્લિક કરો.
  7. આમંત્રણ મોકલવા માટે સાચવો પર ક્લિક કરો.

ચૅનલના માલિક અથવા મેનેજર તરીકે વીડિયોની ભાષા સેટ કરવી

તમે વીડિયોની ભાષા સેટ કરી હોય તે વીડિયો પર જ સબટાઇટલ એડિટર સબટાઇટલ ઉમેરી કે તેમાં ફેરફાર કરી શકે છે.

  1. કમ્પ્યુટર પર YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાં, કન્ટેન્ટ પર ક્લિક કરો.
  3. તમારે સબટાઇટલ ઉમેરવા હોય તે બધા વીડિયોની બાજુમાં ચેકબૉક્સ પર ક્લિક કરો.
  4. ઉપરના બાર પર ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. નીચેની ઍરો કીમાંથી, વીડિયોની ભાષા પસંદ કરો.
  6. વીડિયો માટે તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  7. વીડિયો અપડેટ કરો પર ક્લિક કરો.
ભવિષ્યના બધા અપલોડ માટે વીડિયોની ડિફૉલ્ટ ભાષા સેટ કરવા, YouTube Studioમાં સેટિંગ પર જાઓ. વિગતવાર સેટિંગ ટૅબ હેઠળ વીડિયોની તમારી પસંદગીની ભાષા પસંદ કરો.

ચૅનલના માલિક/મેનેજર ન હો ત્યારે સબટાઇટલ એડિટરની ભૂમિકાનો ઍક્સેસ મેળવવો

  1. પહેલા, કોઈ નિર્માતાએ તેમના YouTube Studioના સેટિંગમાં તમને સબટાઇટલ એડિટર બનવા માટે આમંત્રણ આપ્યું હોવું જરૂરી છે.
  2. નિર્માતા તમને આમંત્રણ આપે એટલે, "[ચૅનલનું નામ] ઍક્સેસ કરવા માટેનું આમંત્રણ" શીર્ષક ધરાવતા મેસેજ બાબતે તમારું ઇમેઇલ તપાસો.
  3. YouTube Studioમાં આવી શકો તે માટે આમંત્રણ સ્વીકારો પર ક્લિક કરો.
    1. તમે જે ચૅનલ માટે સબટાઇટલ લખી રહ્યા હો તેનું નામ અને ચૅનલમાં તમારી ભૂમિકા એક પૉપઅપમાં બતાવાશે.
  4. સબટાઇટલ એડિટર તરીકે Studioમાં આગળ વધવા બંધ કરો પર ક્લિક કરો.
નોંધ: સબટાઇટલ એડિટરને YouTube Studioના સબટાઇટલ વિભાગનો જ ઍક્સેસ છે. પરવાનગીનું આ લેવલ ધરાવતા વપરાશકર્તાઓ ચૅનલની અન્ય માહિતી કે આવકનો ડેટા જોઈ શકતા નથી. સબટાઇટલ એડિટર માટેની પરવાનગીઓ વિશે વધુ જાણો.

સબટાઇટલ એડિટર તરીકે સબટાઇટલ ઉમેરો

  1. કમ્પ્યુટર પર YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂ પર તમે સબટાઇટલ વિભાગમાં હોવાની ચકાસણી કરો.
  3. સબટાઇટલ ઉમેરવા માટેનો વીડિયો શોધવા, તમામ, ડ્રાફ્ટ અથવા પબ્લિશ થયેલ ટૅબમાં ક્લિક કરો.
  4. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયો પર ક્લિક કરો.
  5. ભાષા ઉમેરો પર ક્લિક કરો અને તમારી ભાષા પસંદ કરો.
  6. સબટાઇટલ હેઠળ, ઉમેરો પર ક્લિક કરો.

સબટાઇટલ અને કૅપ્શન ઉમેરવા, તથા સબટાઇટલ ઉમેરવા અને તેમાં ફેરફાર કરવાની રીત વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13823105393638072960
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false