YouTube Premium અને Music Premiumના અપડેટ અને પ્રમોશન

બધી જ નવી પ્રમોશનલ ઑફર અને તમારા YouTube Premium અથવા YouTube Music Premiumની મેમ્બરશિપની નવી અપડેટ બાબતે અપ ટૂ ડેટ રહેવા માટે આ લેખનો ઉપયોગ કરો. YouTube (જાહેરાતો સાથે) વિશે અહીં વધુ જાણો.

નવીનતમ અપડેટ

છેલ્લા 2 અઠવાડિયાના અપડેટ

  • YouTube Premium અને YouTube Music Premium નવા દેશો/પ્રદેશોમાં ઉપલબ્ધ છે: YouTube Premium અને YouTube Music Premium હવે અઝરબૈજાન, જમૈકા, કઝાખસ્તાન, લિબિયા, મોરોક્કો, રીયુનિયન, તાન્ઝાનિયા, યુગાંડા, યેમેન અને ઝિમ્બાબ્વેમાં વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. Premium વડે, તમે જાહેરાતો વિના YouTube જોઈ શકો છો, YouTube Music ઍપમાં અમર્યાદિત મ્યુઝિકનો આનંદ માણી શકો છો, ઑફલાઇન વીડિયો સાચવી શકો છો અને બીજી ઘણી સુવિધાઓ મેળવી શકો છો. Music Premium વડે, તમે YouTube Music ઍપ પર જાહેરાતમુક્ત, ઑફલાઇન અને તમારી સ્ક્રીનને બંધ રાખીને પણ મ્યુઝિક સાંભળી શકો છો. Premium અથવા Music Premium માટે સાઇન અપ કરો અને Premiumના લાભ તથા Music Premiumના લાભ વિશે વધુ જાણો.

અગાઉના અપડેટ

છેલ્લા 6 મહિનાની અપડેટ

 

ડિસેમ્બર 2023

  • દક્ષિણ કોરિયામાં મેમ્બરશિપની કિંમત સંબંધિત અપડેટ: 8 ડિસેમ્બર, 2023 KST સમય અનુસાર YouTube Premium અને YouTube Music Premiumની કિંમતોમાં વધારો થશે. આવા નિર્ણયો લેવા અમારા માટે સરળ નથી તેમજ આ અપડેટને કારણે અમે Premiumને બહેતર બનાવવાનું અને તમે YouTube પર જોતા હો તે નિર્માતાઓ અને કલાકારોને સપોર્ટ આપવાનું ચાલુ રાખી શકીશું. હાલના સભ્યોને તેમની આગલી બિલિંગ સાઇકલમાં નવો માસિક રેટ મળશે. તમારી હાલની કિંમત જાણવા અથવા તમારી બિલની ગણતરીની રીત સમજવા માટે, તમારા એકાઉન્ટના ખરીદીઓ અને મેમ્બરશિપ પેજ પર જાઓ. કિંમતમાં આ ફેરફાર વિશે અહીં વધુ જાણો.
  • YouTube Premium અને YouTube Music Premium નવા દેશો/પ્રદેશોમાં ઉપલબ્ધ છે: YouTube Premium અને YouTube Music Premium હવે અલ્જીરિયા, કંબોડિયા, જ્યોર્જિયા, ઘાના, ઇરાક, જોર્ડન, કેન્યા, લાઓસ, ટ્યુનિશિયા અને સેનેગલમાં ઉપલબ્ધ છે. Premium થકી, તમે જાહેરાતો વિના YouTube જોઈ શકો, YouTube Music ઍપમાં અમર્યાદિત મ્યુઝિક માણી શકો, વીડિયોને ઑફલાઇન સાચવી શકો અને અન્ય સુવિધાઓ મેળવી શકો. Music Premium થકી, તમે જાહેરાતમુક્ત, ઑફલાઇન અને તમારી સ્ક્રીનને બંધ રાખીને પણ મ્યુઝિક સાંભળી શકો છો. Premium અથવા Music Premium માટે સાઇન અપ કરો અને Premiumના લાભ અને Music Premiumના લાભ વિશે વધુ જાણો.

નવેમ્બર 2023

  • અમારી નવીનતમ Premium સુવિધાઓ ચેક કરો: વહેલા ઍક્સેસથી લઈને AI-સંચાલિત પ્રયોગાત્મક સુવિધાઓ, તમારી વૉચના અનુભવો પર વધુ નિયંત્રણો, જાહેરાતમુક્ત, ઑફલાઇન, બૅકગ્રાઉન્ડમાં ચલાવવું અને વિક્ષેપ વિના મ્યુઝિક સાંભળવાના અનુભવ સુધી, અહીં પ્રસ્તુત છે પ્રો વપરાશકર્તાઓ માટે અમારી નવીનતમ Premium સુવિધાઓ — તમે આજે જ અજમાવી શકો તે નવા અપડેટનો પણ આમાં સમાવેશ થાય છે. અમારો બ્લૉગ વાંચીને તેના વિશે વધુ માહિતી મેળવો.
  • આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, ચિલી, જર્મની, પોલૅન્ડ અને તુર્કિયેમાં મેમ્બરશિપની કિંમત સંબંધિત અપડેટ: 1 નવેમ્બર, 2023થી, YouTube Premium અને YouTube Music Premium વ્યક્તિગત, કૌટુંબિક અને વિદ્યાર્થી માટેના પ્લાનની કિંમતો વધશે. જર્મની અને તુર્કિયેમાં અમે વાર્ષિક પ્લાનની કિંમરો પણ વધારીશું. અમે આ નિર્ણયો હળવાશથી નથી લેતાં અને આ અપડેટ થકી અમને Premium અને Music Premiumને બહેતર બનાવવાનું ચાલુ રાખવાની અને તમે જે નિર્માતાઓને અને કલાકારોને YouTube પર જુઓ છો તથા સાંભળો છો તેમને સપોર્ટ આપવાની મંજૂરી મળશે.. હાલના સભ્યોને તેમની આગલી બિલિંગ સાઇકલમાં નવો માસિક રેટ મળશે. તમારી હાલની કિંમત જાણવા અથવા તમારી બિલની ગણતરીની રીત સમજવા માટે, તમારા એકાઉન્ટના ખરીદીઓ અને મેમ્બરશિપ પેજ પર જાઓ. YouTube સશુલ્ક પ્રોડક્ટ માટે કિંમતોના ફેરફાર વિશે અહીં વધુ જાણો.

ઑક્ટોબર 2023

  • HomePod અને Fitbit પર YouTube Music સાંભળવું: તમે YouTube Music Premium અથવા YouTube Premiumના સભ્ય હો, તો તમે સપોર્ટેડ Fitbits અને Apple HomePods પર ડાઉનલોડ કરેલું મ્યુઝિક અને પૉડકાસ્ટ સાંભળી શકો છો. વધુ જાણો.

સપ્ટેમ્બર 2023

  • YouTube Musicમાં પૉડકાસ્ટ સાંભળો: જો તમે યુરોપ, મધ્ય પૂર્વ કે આફ્રિકામાં હો, તો હવેથી પૉડકાસ્ટ YouTube Music ઍપમાં ઉપલબ્ધ રહેશે. મેમ્બરશિપનું તમારું સ્ટેટસ ભલે કંઈપણ હોય, તમારા મનગમતા પૉડકાસ્ટ શોધો અને તેને બૅકગ્રાઉન્ડમાં સાંભળો. YouTube Musicમાં પૉડકાસ્ટ શોધવાની રીત જાણો.
  • YouTube Musicમાં પૉડકાસ્ટ સાંભળવા: જો તમે કેનેડા, લેટિન અમેરિકા, એશિયા અથવા પેસિફિક આઇલૅન્ડ્સમાં હો, તો હવેથી પૉડકાસ્ટ YouTube Music ઍપમાં ઉપલબ્ધ રહેશે. મેમ્બરશિપનું તમારું સ્ટેટસ ભલે કંઈપણ હોય, તમારા મનગમતા પૉડકાસ્ટ શોધો અને તેને બૅકગ્રાઉન્ડમાં સાંભળો. YouTube Musicમાં પૉડકાસ્ટ શોધવાની રીત જાણો.
  • 1080p Premiumમાં વીડિયો જુઓ: YouTube Premium થકી, તમે કમ્પ્યૂટર, ટીવી અને મોબાઇલ ડિવાઇસમાં 1080p Premiumમાં વીડિયો જોઈ શકો છો.  તમારા વીડિયોની ક્વૉલિટી બદલવાની રીત વિશે અહીં વધુ જાણો.

જુલાઈ 2023

YouTube Premium નવા દેશો/પ્રદેશોમાં ઉપલબ્ધ છે: YouTube Premium હવે બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. Premium થકી, તમે જાહેરાતો વિના YouTube જોઈ શકો, YouTube Music ઍપમાં અમર્યાદિત મ્યુઝિક માણી શકો, વીડિયોને ઑફલાઇન સાચવી શકો અને અન્ય સુવિધાઓ મેળવી શકો. YouTube Premium માટે સાઇન અપ કરો અથવા Premiumના લાભ વિશે વધુ જાણો.

એપ્રિલ 2023

  • YouTube Musicમાં પૉડકાસ્ટ સાંભળવા: તમે યુએસમાં હો, તો પૉડકાસ્ટ હવે YouTube Music ઍપમાં ઉપલબ્ધ છે. સભ્ય તરીકે તમારા સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના, તમને ગમતા પૉડકાસ્ટ શોધો અને તેમને બૅકગ્રાઉન્ડમાં સાંભળો. YouTube Musicમાં પૉડકાસ્ટ શોધવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14482997449330452991
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false