હૅન્ડલનો ઓવરવ્યૂ

હૅન્ડલ, તમારા માટે YouTube પર નિર્માતાઓને શોધવાની અને તેમની સાથે કનેક્ટ થવાની એક રીત છે. હૅન્ડલ કોઈ ચૅનલના વિશિષ્ટ અને ટૂંકા ઓળખકર્તાઓ હોય છે, જે ચૅનલના નામથી અલગ હોય છે અને તે “@” પ્રતીકથી શરૂ થાય છે. ઉદાહરણ તરીકે, @youtubecreators.

દરેક ચૅનલ સાથે સંકળાયેલું હૅન્ડલ હશે જેનો ઉપયોગ અન્ય વપરાશકર્તાઓ– નિર્માતાઓ અને દર્શકો એમ બંનેને શોધવા અને તેમની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે થઈ શકે છે. તમારું હૅન્ડલ તમારી ચૅનલ માટે ઑટોમૅટિક રીતે નવું YouTube URL પણ બનશે, જેના થકી લોકો તમને સરળતાથી શોધી શકશે. ઉદાહરણ તરીકે, youtube.com/@youtubecreators. લોકો જ્યારે YouTube પર ન હોય ત્યારે તેમને તમારી ચૅનલ પર લઈ જવા માટે તમે આ URLનો ઉપયોગ કરી શકો છો. દરેક ચૅનલનું માત્ર એક હૅન્ડલ હોઈ શકે.

તમને કૉમેન્ટ, ઉલ્લેખો જેવી જગ્યાઓએ અને Shortsમાં હૅન્ડલ જોવા મળશે. સમય જતાં તમારું હૅન્ડલ વધુ જગ્યાઓએ જોવા મળશે. તમે તમારી ચૅનલનો પ્રચાર કરવા માટે YouTubeની બહાર પણ તમારા હૅન્ડલનો ઉપયોગ કરી શકો છો.

તમારું કોઈ જૂનું મનગમતું બનાવેલું URL હશે તો તે ચાલુ રહેશે.

YouTube પર હૅન્ડલ

હૅન્ડલનું નામ આપવાના દિશાનિર્દેશો

નોંધ: YouTube કોઈપણ સમયે કોઈ હૅન્ડલ બદલવા, પાછું મેળવવા કે કાઢી નાખવાનો અધિકાર આરક્ષિત રાખે છે.

તમારું હૅન્ડલ આ દિશાનિર્દેશોનું પાલન કરે તે જરૂરી છે:

  • તે 3-30 અક્ષરનું હોય
  • તે આલ્ફાન્યૂમેરિક અક્ષરો (A–Z, a–z, 0–9)નું બનેલું હોય
    • તમારા હૅન્ડલમાં આનો પણ સમાવેશ થઈ શકે: અન્ડરસ્કોર (_), હાયફન (-), પૂર્ણવિરામ (.)
  • તે URL જેવું અથવા ફોન નંબર જેવું ન હોય
  • તે પહેલેથી ઉપયોગમાં ન હોવું જોઈએ
  • YouTubeના સમુદાયના દિશાનિર્દેશો અનુસરતું હોય

હૅન્ડલ પસંદ કરવાની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ

એવું હૅન્ડલ પસંદ કરો જે YouTube પર તમારી સાર્વજનિક ઓળખનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતું હોય. નોંધ કરજો કે હૅન્ડલ કેસ સેન્સિટિવ હોય છે.

અમે આની મંજૂરી આપતા નથી:

  • હિંસક, અપમાનજનક, જાતીય સ્વરૂપ આપેલા અથવા સ્પામ રચતા હૅન્ડલ
  • હૅન્ડલનું વેચાણ અને ટ્રાન્સફર

જો તમારું હૅન્ડલ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોવાનું જાણવા મળે, તો YouTube હૅન્ડલને રદ કરશે અને તમારી ચૅનલ માટે કોઈ નવું હૅન્ડલ જનરેટ કરશે.

નોંધ: મોબાઇલ પર કૉમેન્ટ પોસ્ટ કરવા જેવી પદ્ધતિ વડે તમે ચૅનલ બનાવી હોય તેવા અમુક કિસ્સાઓમાં, તમે પસંદ કરેલા ચૅનલના નામના આધારે YouTube ઑટોમૅટિક રીતે તમને હૅન્ડલ ફાળવે તેમ બની શકે છે. એવા કિસ્સા પણ હોઈ શકે છે જેમાં ચૅનલના પસંદ કરેલા નામને હૅન્ડલમાં ન ફેરવી શકાતું હોય, તો હૅન્ડલ રેન્ડમલી ફાળવવામાં આવે. તમે ગમે ત્યારે Studioમાં અથવા youtube.com/handle પર જઈને હૅન્ડલ જોઈ અને તેમાં ફેરફાર કરી શકો છો.

તમારું હૅન્ડલ છુપાવવું

જો તમે તમારું હૅન્ડલ છુપાવવા માગતા હો, તો તમે તમારી ચૅનલ ડિલીટ કરી અથવા છુપાવી શકો છો. 

 હૅન્ડલ જોવું અથવા બદલવું

નોંધ: 14 દિવસના સમયગાળાની અંદર તમે તમારું હૅન્ડલ બે વાર બદલી શકો છો. જો તમે આમ કરો, તો અમે તમારું અગાઉનું હૅન્ડલ 14 દિવસ સુધી હોલ્ડ પર રાખીએ છીએ, જેથી તમે ઇચ્છો તો ફરી તેના પર સ્વિચ કરી શકો. આ 14 દિવસના સમયગાળા દરમિયાન, તમારા અગાઉના હૅન્ડલનું URL અને તમારું અપડેટ કરેલું URL, બંને ચાલશે. ત્યાર બાદ, તે હૅન્ડલ અન્ય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે, જેથી તેઓ તેને તેમના હૅન્ડલ તરીકે પસંદ કરી શકે.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી મૂળભૂત માહિતી પસંદ કરો.
  3. હૅન્ડલ હેઠળ, તમે તમારા હૅન્ડલનું URL જોઈ અથવા તેમાં ફેરફાર કરી શકો છો.
  4. ​તમે તમારું હૅન્ડલ બદલો, તો તેને કન્ફર્મ કરવા માટે પબ્લિશ કરો પર ક્લિક કરો.
તમારી પસંદગીનું હૅન્ડલ ઉપલબ્ધ ન હોય તો તમે પૂર્ણવિરામ, અંકો કે અન્ડરસ્કોર ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો.

તમારી પસંદગીનું હૅન્ડલ ઉપલબ્ધ ન હોય તો તે સામાન્ય રીતે આ કારણે થઈ શકે:

  • અન્ય ચૅનલે તે હૅન્ડલ પહેલેથી પસંદ કરી લીધું હોય.

અથવા

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6450525627256357022
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false