YouTube પર સ્કૂલ એકાઉન્ટમાં થયેલા ફેરફારો સમજવા

Google Workspace for Education એકાઉન્ટ, તમારી સ્કૂલ દ્વારા તમને આપવામાં આવેલું ઇમેઇલ ઍડ્રેસ હોય છે. આ પ્રકારના એકાઉન્ટમાં, તમારી સ્કૂલના ઍડમિનિસ્ટ્રેટર, Google પ્રોડક્ટનો તમારો ઍક્સેસ મેનેજ કરે છે, જેમ કે YouTube.

જો તમારા સ્કૂલ ઍડમિનિસ્ટ્રેટર દ્વારા 1 સપ્ટેમ્બર, 2021 સુધી તમારી ઉંમર '18 વર્ષથી ઓછી ઉંમરના' તરીકે માર્ક કરવામાં આવી હોય તો તમારી સ્કૂલનું YouTube એકાઉન્ટ, YouTubeના મર્યાદિત વર્ઝન પર ખસેડવામાં આવશે. ત્યાર પછી તમારી YouTube ચૅનલને તમારા સ્કૂલ એકાઉન્ટ સાથે સંકળાયેલી રાખવામાં આવશે નહીં તેમજ પછી તમે તે ચૅનલ પર કોઈ નવો વીડિયો પણ અપલોડ કરી શકશો નહીં. આ ફેરફારોની અસર માત્ર Google Workspace for Education દ્વારા મેનેજ કરવામાં આવતા તમારા સ્કૂલ એકાઉન્ટના YouTube માટેના અનુભવ પર થશે, તમારા વ્યક્તિગત એકાઉન્ટના YouTube માટેના અનુભવ પર થશે નહીં.

18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓના એકાઉન્ટ પર લાગુ થનારા પ્રતિબંધો

જો તમે પ્રાથમિક કે માધ્યમિક સ્કૂલમાં હો અને તમારા સ્કૂલ ઍડમિનિસ્ટ્રેટર દ્વારા તમારી ઉંમર '18 વર્ષથી ઓછી ઉંમરના' તરીકે માર્ક કરવામાં આવી હોય તો જ્યારે તમે તમારા Google Workspace for Education એકાઉન્ટમાં સાઇન કરો ત્યારે તમારા YouTube કન્ટેન્ટ અને સુવિધાઓ પર પ્રતિબંધો લાગુ થશે.

જો તમારા સ્કૂલ ઍડમિનિસ્ટ્રેટર દ્વારા તમારી ઉંમર '18 વર્ષથી ઓછી ઉંમરના' તરીકે માર્ક કરવામાં આવી હોય, તો આ રહી એવી કેટલીક સુવિધાઓ કે જે તમારા માટે ઉપલબ્ધ નહીં રહે:

જોવાની સુવિધા

  • લાઇવ સ્ટ્રીમ વીડિયો

એંગેજ

  • નોટિફિકેશન (આમાં પ્રવૃત્તિની હાઇલાઇટવાળા મનગમતા બનાવેલા નોટિફિકેશન અપવાદ છે)
  • કૉમેન્ટ
  • લાઇવ ચૅટ
  • બનાવો
  • ચૅનલ
  • લાઇવ સ્ટ્રીમ
  • પોસ્ટ
  • સાર્વજનિક અને ફક્ત લિંક સાથે દેખાતા પ્લેલિસ્ટ
  • સ્ટોરી
  • Shorts
  • વીડિયો અપલોડ કરવા

ખરીદો

  • ચૅનલની મેમ્બરશિપ
  • નિર્માતાનો વ્યાપારી સામાન
  • YouTube ડોનેશન પર ડોનેશનની સુવિધા
  • મૂવી અને ટીવી શો
  • Super Chat અને Super Stickers

YouTube ઍપ

  • YouTube Music
  • YouTube Studio
  • YouTube TV
  • YouTube VR

અન્ય સુવિધાઓ

  • ટીવી પર કાસ્ટ કરવાની સુવિધા
  • કનેક્ટ કરેલા ગેમિંગ એકાઉન્ટ
  • છૂપો મોડ
  • મનગમતી બનાવેલી જાહેરાતો
  • પ્રતિબંધિત મોડ

તમારું કન્ટેન્ટ ડાઉનલોડ કરવા અને તેને સાચવવા વિશે

જો તમે 18 વર્ષથી વધુ ઉંમરના હો, તો:

તમારા સ્કૂલ ઍડમિનિસ્ટ્રેટરના સંપર્કમાં રહો:

  • તમારા સ્કૂલ ઍડમિનિસ્ટ્રેટરને કહો કે તમારા એકાઉન્ટને '18 વર્ષથી મોટી ઉંમરના' તરીકે માર્ક કરે.

તમારા ઍડમિનિસ્ટ્રેટર તમારા સેટિંગ અપડેટ કરી લે, પછી:

  • YouTube પર સાઇન ઇન કરો.
  • ચૅનલ બનાવો પર જાઓ અને વર્કફ્લો પૂર્ણ કરો. તમારા એકાઉન્ટને દૃશ્યક્ષમ કરવામાં આવશે અને તમે તમારી સ્કૂલના એકાઉન્ટની YouTube ચૅનલ પર વીડિયો બનાવવાનું ચાલુ રાખી શકશો.

જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના હો, તો:

  • તમારા વીડિયો અને YouTube પરનો તમારો અન્ય ડેટા (જેમ કે કૉમેન્ટ અને શોધ ઇતિહાસ) ડાઉનલોડ કરવા અને સાચવવા માટે, Google Takeoutનો ઉપયોગ કરો. જો તમારું એકાઉન્ટ સપ્ટેમ્બર, 2021 પછી બનાવવામાં આવ્યું હોય તો તમારા સ્કૂલ ઍડમિનિસ્ટ્રેટર દ્વારા તમને '18 વર્ષથી ઓછી ઉંમરના' તરીકે માર્ક કરવામાં આવ્યા હોય એ તારીખથી લઈને ત્યાર પછીના 60 દિવસ સુધીમાં તમે તમારો ડેટા ડાઉનલોડ કરી શકો છો.
નોંધ: જો તમારા સ્કૂલ ઍડમિનિસ્ટ્રેટર દ્વારા તમારા એકાઉન્ટ માટે Google Takeout સક્રિય કરવામાં આવે, તો તે ઉપલબ્ધ થાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3517106361036632819
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false