લાઇવ ચૅટ અને કૉમેન્ટ માટે મૉડરેશન ટૂલનો ઉપયોગ કરવાની રીત

મૉડરેટર વપરાશકર્તાઓ વીડિયો પર કરે છે તે કૉમેન્ટનો અથવા તમારા સ્ટ્રીમની લાઇવ ચૅટ દરમિયાન સહભાગીઓ મોકલે છે તે મેસેજનો રિવ્યૂ કરવામાં અને તેને મેનેજ કરવામાં સહાય કરી શકે છે. નિર્માતાઓ મૉડરેટર ઉમેરે ત્યારે તેઓ સ્ટૅન્ડર્ડ મૉડરેટર છે કે મેનેજિંગ મૉડરેટર તે પસંદ કરી શકે છે. મેનેજિંગ મૉડરેટર પાસે સ્ટૅન્ડર્ડ મૉડરેટરની સરખામણીએ વધુ વિકલ્પો ઉપલબ્ધ હોય છે.

કૉમેન્ટ મૉડરેશન અને લાઇવ ચૅટ મૉડરેશન વિશે વધુ જાણો. નિર્માતા મૉડરેટરને કાઢી ન નાખે ત્યાં સુધી તેમનું સ્ટેટસ જળવાયેલું રહે છે.

લાઇવ ચૅટ 

  1. YouTube.com પર જાઓ. 
  2. જોવાના પેજનો ઍક્સેસ મેળવવા માટે સૌથી ઉપર જમણા ખૂણામાં, શોધો પર ક્લિક કરો અને પછી ચૅનલનું નામ દાખલ કરો. 
  3. લાઇવ ચૅટમાં દાખલ થવા માટે, તમારું લાઇવસ્ટ્રીમ પસંદ કરો. 
  4. મૉડરેશનની ક્રિયા પસંદ કરવા માટે, મેસેજ કે કૉમેન્ટ આગળ દેખાતા સેટિંગ પર ક્લિક કરો. તમે ચૅટને થોભાવવા માટે Control + Alt કી પણ દબાવી રાખી શકો છો.

બે પ્રકારના મૉડરેટર હોય છે: એક, સ્ટૅન્ડર્ડ મૉડરેટર અને બીજા, મેનેજિંગ મૉડરેટર. સ્ટૅન્ડર્ડ મૉડરેટર આ ક્રિયાઓ કરી શકે છે:

  • ચૅનલ પર જવું: લાઇવ ચૅટમાં શામેલ થયેલા કોઈ સહભાગી સામે મૉડરેશનની ક્રિયા કરતા પહેલાં, તમે સીધા તેમની ચૅનલ પર જઈને તેમના વિશે જાણકારી મેળવી શકો છો.
  • કાઢી નાખવું: તમે કોઈપણ પ્રકારના અયોગ્ય કે દુરુપયોગ થવાની શક્યતા હોય એવા કે પછી અપમાનજનક કન્ટેન્ટને કાઢી નાખી શકો છો. જ્યારે તમે કોઈ મેસેજ ડિલીટ કરો, ત્યારે એ મેસેજ અને તેના પર આવેલા બધા જવાબો લાઇવ ચૅટમાંથી કાયમી રીતે કાઢી નાખવામાં આવે છે.
  • વપરાશકર્તાને આ ચૅનલથી છુપાવવા: જ્યારે તમે ચૅનલમાંથી કોઈ વ્યક્તિને છુપાવો, ત્યારે તેમના ચૅટ મેસેજ અને કૉમેન્ટ અન્ય દર્શકોને દેખાતા નથી. YouTube એ વ્યક્તિને જણાવતું નથી કે તમે તેમને ચૅનલ પરથી છુપાવી દીધા છે.
  • સંભવિત રીતે અયોગ્ય મેસેજનો રિવ્યૂ કરવો: તમારા સમુદાયના સેટિંગને આધારે તમે રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી કૉમેન્ટ કે મેસેજ બતાવી શકો છો અથવા તેમને છુપાવી શકો છો.

મેનેજિંગ મૉડરેટર ઉપર જણાવેલી બધી ક્રિયાઓ ઉપરાંત પણ બીજું ઘણું કરી શકે છે, જેમાં શામેલ છે:

  • સમુદાય માટે ડિફૉલ્ટ સેટિંગ સેટ કરવું: તમે કૉમેન્ટમાંથી સ્પામ, પોતાનું પ્રમોશન, અસ્પષ્ટ અને સંભવિત રીતે અનુચિત અન્ય કન્ટેન્ટની ભાળ ઑટોમૅટિક રીતે મેળવવા માટે વપરાતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા, આ સુવિધા ચાલુ કરી શકો છો. વધુ જાણો.
  • લાઇવ ચૅટની સુવિધા ચાલુ/બંધ કરવી: તમે ઇવેન્ટ ચાલુ થઈ ગઈ હોય ત્યારબાદ પણ કોઈપણ સમયે લાઇવ ચૅટની સુવિધા ચાલુ/બંધ કરી શકો છો.
  • સહભાગિતા મોડનો ઉપયોગ કરવો: તમે માત્ર સબ્સ્ક્રાઇબર, માત્ર સભ્યો કે લાઇવ કૉમેન્ટરીવાળા દર્શકો માટેનો મોડ પસંદ કરીને, લાઇવ ચૅટમાં સહભાગિતા મોડ બદલી શકો છો.
  • મેસેજ મોકલવામાં વિલંબની અવધિ નક્કી કરવી: તમે મેસેજ મોકલવાની અવધિ વચ્ચે સમય મર્યાદા સેટ કરીને એ મર્યાદિત કરી શકો છો કે દરેક વપરાશકર્તા કેટલી વાર ચૅટ મેસેજ મોકલી શકે છે.
  • બ્લૉક કરેલા શબ્દોનો ઉપયોગ કરવો: તમે બ્લૉક કરેલા શબ્દો કે તેને મેળ ખાતા કેટલાક ચોક્કસ શબ્દો શામેલ હોય એવા લાઇવ ચૅટ મેસેજ બ્લૉક કરી શકો છો.
  • સ્ટૅન્ડર્ડ મૉડરેટરને મેનેજ કરવા: તમે મંજૂર કરેલા વપરાશકર્તાઓને ઉમેરી શકો છો અને તેમને કાઢી નાખી શકો છો.

નોંધ: મેનેજિંગ મૉડરેટરને લાઇવ નિયંત્રણ રૂમ કે YouTube Studioનો ઍક્સેસ હોતો નથી. મેનેજિંગ મૉડરેટર, કોઈ અન્ય મૉડરેટરને સોંપણી કરી શકતા નથી.

લાઇવ ચૅટ ફીડમાંથી ચૅનલની પ્રવૃત્તિને ઍક્સેસ કરવા વિશે:

તમે અને તમારા મૉડરેટર મેનૂમાંથી ચૅનલની પ્રવૃત્તિ પર ક્લિક કરીને લાઇવ ચૅટ ફીડમાંથી વપરાશકર્તાના સાર્વજનિક ઇતિહાસને ઍક્સેસ કરી શકો છો. વધુ જાણો.  

લાઇવ ચૅટના સહભાગીઓ

લાઇવ ચૅટમાં, અમુક ચોક્કસ સહભાગીઓને વિઝ્યુઅલી ઓળખવા માટે આઇકન અને રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિના વપરાશકર્તાના નામની આગળ, એક સમયે 1થી વધુ આઇકન દેખાઈ શકે છે.

આઇકન અર્થ
નિર્માતા / ચૅનલના માલિક
ચકાસાયેલું એકાઉન્ટ ધરાવતા નિર્માતા
ચકાસાયેલું એકાઉન્ટ ધરાવતા સહભાગી
ચૅનલના સભ્ય
ચૅનલના મૉડરેટર

કૉમેન્ટ

YouTube મોબાઇલ ઍપમાં કૉમેન્ટ મૉડરેશન ટૂલ ઍક્સેસ કરવા માટેની કેટલીક રીત છે.

કૉમેન્ટના સેટિંગમાંથી મૉડરેટ કરવું

તમે ચૅનલના માલિક અથવા મૉડરેટર હો, તો કોઈપણ વીડિયો પર જાઓ અને કૉમેન્ટ અને પછી સેટિંગ પર ટૅપ કરો. ત્યાંથી તમે ચૅનલ માટેના કૉમેન્ટ સેટિંગ મેનેજ કરી શકો, જેમાં સમાવિષ્ટ છે:

ઍક્શન ચૅનલના માલિક મેનેજિંગ મૉડરેટર સ્ટૅન્ડર્ડ મૉડરેટર
વીડિયો પર કૉમેન્ટ કરવાના સેટિંગ  હા હા ના
બધા બ્લૉક કરેલા શબ્દો ઉમેરો, ડિલીટ કરો અથવા કૉપિ કરો હા હા ના
લિંક બ્લૉક કરવાની સુવિધા ચાલુ અથવા બંધ કરો હા હા ના

કોઈ કૉમેન્ટને જોવાના પેજમાંથી મૉડરેટ કરવી

તમે ચૅનલના માલિક અથવા મૉડરેટર હો, તો મૉડરેશનના વિકલ્પો જોવા માટે વીડિયો પર કોઈ કૉમેન્ટની બાજુમાં વધુ '' પર ટૅપ કરો. ત્યાંથી તમે જે-તે કૉમેન્ટ મેનેજ કરી શકો, જેમાં સમાવિષ્ટ છે: 

ઍક્શન ચૅનલના માલિક મેનેજિંગ મૉડરેટર સ્ટૅન્ડર્ડ મૉડરેટર
કૉમેન્ટને પિન કરો અથવા અનપિન કરો હા ના ના
કૉમેન્ટને ડિલીટ કરો અથવા રિવ્યૂ માટે હોલ્ડ પર રાખો હા - ડિલીટ કરો હા - રિવ્યૂ માટે હોલ્ડ પર રાખો  હા - રિવ્યૂ માટે હોલ્ડ પર રાખો
કૉમેન્ટની જાણ કરો હા હા હા
મેનેજિંગ મૉડરેટરને ઉમેરો અથવા કાઢી નાખો હા ના ના
સ્ટૅન્ડર્ડ મૉડરેટરને ઉમેરો અથવા કાઢી નાખો હા હા ના
મંજૂર કરેલા વપરાશકર્તાઓને ઉમેરો અથવા કાઢી નાખો હા હા ના
છુપાવેલા વપરાશકર્તાઓને ઉમેરો અથવા કાઢી નાખો હા હા હા

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11775971986374101744
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false