બાળકો અને ફૅમિલી કન્ટેન્ટ માટેની શ્રેષ્ઠ પ્રણાલીઓ

YouTubeમાં અમે માનીએ છીએ કે, બાળકો જ્યારે ઑનલાઇન વીડિયો મારફતે વિશ્વમાં ડોકિયું કરે છે ત્યારે તેઓ રસના નવા વિષયો વિશે જાણી શકે, કંઈક શીખી શકે અને પોતાપણાંની ભાવના વિકસાવી શકે છે. બાળકો અને પરિવારો માટે તેમને સમૃદ્ધ કરતા, શામેલ કરતા અને પ્રેરતા વીડિયો કેવી રીતે બનાવવા તે સમજવામાં નિર્માતાઓની સહાય કરવાની દિશામાં અમે કાર્યરત છીએ.

બાળ અને ફૅમિલી કન્ટેન્ટ માટેની શ્રેષ્ઠ પ્રણાલીઓ (ઉચ્ચ અને નિમ્ન ક્વૉલિટીને લગતા સિદ્ધાંતો)

આ નિરંતર પ્રયાસોના ભાગરૂપે, અમે નીચે મુજબ ક્વૉલિટીના સિદ્ધાંતોનો સેટ વિકસાવ્યો છે, જેથી YouTubeના બાળ અને ફૅમિલી કન્ટેન્ટ બનાવતા નિર્માતાઓને માર્ગદર્શન આપવામાં સહાયરૂપ બની શકાય. આ સિદ્ધાંતો બાળ વિકાસ વિશેષજ્ઞો સાથે મળીને વિકસાવાયા છે અને તે વ્યાપક સંશોધન પર આધારિત છે.

નીચેની સૂચિનો ઉદ્દેશ તમને કયું કન્ટેન્ટ નિમ્ન કે ઉચ્ચ ક્વૉલિટીનું ગણી શકાય તેનો વધુ સારો ખ્યાલ આપવાનો છે, આ સૂચિ સંપૂર્ણ નથી. આ સિદ્ધાંતો અમારા સમુદાયના દિશાનિર્દેશોના પૂરક છે, જે દરેક માટે વીડિયો જોવાના અનુભવમાં સલામતી ઉમેરવામાં સહાય કરે છે અને લાંબા સ્વરૂપનું કન્ટેન્ટ તેમજ YouTube Shorts એમ બંનેને લાગુ થાય છે.

તમે બનાવેલા તમામ કન્ટેન્ટ પર અમારા સમુદાયના દિશાનિર્દેશો ફૉલો કરવાની તમારી જવાબદારી છે. અમે આ પેજ પરના સિદ્ધાંતોનું પુનઃમૂલ્યાંકન અને અપડેટ કરતા રહીશું.

નોંધ: અમારી YouTube Kids વીડિયોની કન્ટેન્ટ પૉલિસીઓ વિશે વધુ વાંચો.

ઉચ્ચ ક્વૉલિટી કન્ટેન્ટના સિદ્ધાંતો

ઉચ્ચ ક્વૉલિટી કન્ટેન્ટ ઉંમરને અનુકૂળ, સમૃદ્ધ કરતું, શામેલ કરતું અને પ્રેરક હોવું જરૂરી છે. આ કન્ટેન્ટ વિવિધ ફૉર્મેટમાં અને વિવિધ વિષયોને આવરી લેતું હોઈ શકે, જોકે તે નીચેની બાબતોનો પ્રચાર કરતું હોવું જરૂરી છે:

  • ઉમદા વ્યક્તિ બનવું: આ કન્ટેન્ટ આદર, ઉમદા વર્તણૂક અને સ્વાસ્થ્યપ્રદ આદતો દર્શાવે છે અથવા તેને પ્રોત્સાહન આપે છે. વહેંચણી કે પછી ઉમદા મિત્ર બનવા વિશેનું કન્ટેન્ટ આના ઉદાહરણ છે. તમારા દાંતને બ્રશ કરવા વિશેના કે બાળકોને શાકભાજી ખાવા પ્રેરવા વિશેના વીડિયો પણ હોઈ શકે.
  • અધ્યયન અને આતુરતા પ્રેરક: આ કન્ટેન્ટ ટીકાત્મક વિચારણા, પરસ્પર સંકળાયેલા ખ્યાલોની ચર્ચા અને નવીન વિશ્વમાં ડોકિયું કરવાનો પ્રચાર કરે છે. કન્ટેન્ટ ઉંમરને અનુકૂળ હોવું જોઈએ અને યુવા ઑડિયન્સ માટે રચાયેલું હોવું જોઈએ. તે પરંપરાગતથી બિન-પરંપરાગત અધ્યયનમાં વિસ્તરેલું હોઈ શકે (ઉદાહરણ તરીકે, શૈક્ષણિક, અનૌપચારિક અધ્યયન, રુચિ-આધારિત શોધખોળ, અને ટ્યૂટૉરિઅલ).
  • સર્જનાત્મકતા, રમત અને કલ્પનાશક્તિ: આ કન્ટેન્ટ વિચાર-પ્રેરક કે કલ્પનાશીલ હોય છે. તે બાળકોને અર્થસભર અને નવીન રીતે કંઈક નવું રચવા, બનાવવા અને તેમાં સંકળાવા માટે પણ પ્રેરી શકે છે. કાલ્પનિક સૃષ્ટિ બનાવવી, વાર્તા કહેવાની કલા, સૉકરની યુક્તિઓ, સાથે ગાવું તેમજ કળા અને ક્રાફટ જેવી પ્રવૃત્તિઓ તેના ઉદાહરણો છે.
  • વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા: આ કન્ટેન્ટમાં જીવનોપયોગી પાઠ અને સુદૃઢ ચારિત્ર્યનો સમાવેશ થાય છે અથવા તે સામાજિક-ભાવનાત્મક કૌશલ્યો, સમસ્યા નિવારણ તેમજ સ્વતંત્ર વિચારણાને પ્રેરે છે. તેમાં મોટા ભાગે સંપૂર્ણ વર્ણનાત્મક વાતનો (જેમ કે ચારિત્ર્ય ઘડતર, વિષયવસ્તુ, નિરાકરણ) તેમજ એક સ્પષ્ટ સંદેશ કે પાઠનો સમાવેશ થતો હોય છે.
  • વૈવિધ્ય, સમાનતા અને સમાવેશન: આ કન્ટેન્ટ લોકોના વિવિધ અભિગમો અને જૂથોના પ્રતિનિધિત્વ તેમજ સહભાગિતાને વખાણે છે તથા પ્રેરે છે. તે વિવિધ વય, જાતિ, રેસ, ધર્મ અને જાતીય અભિગમોનો વ્યાપ રજૂ કરે છે. તે આ બધા ભેદભાવને સમાન ગણવાની પણ હિમાયત કરે છે. વૈવિધ્ય અને સમાવેશનના લાભની ચર્ચા કરતું, આ થીમ દર્શાવાઈ હોય તેવી વાતો/પાત્રો દર્શાવતું કન્ટેન્ટ તેના ઉદાહરણ છે.

નિમ્ન-ક્વૉલિટી કન્ટેન્ટના સિદ્ધાંતો

નિમ્ન-ક્વૉલિટીનું કન્ટેન્ટ બનાવવાનું ટાળો. નિમ્ન-ક્વૉલિટી કન્ટેન્ટ એટલે:

  • અતિશય વ્યાવસાયિક કે પ્રચારાત્મક: એવું કન્ટેન્ટ જેનું મુખ્ય ધ્યેય પ્રોડક્ટ ખરીદવા અથવા બ્રાંડ અને લોગોના પ્રચારનું હોય (જેમ કે રમકડાં અને ખોરાક). તેમાં એવા કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે જે વધુ પડતા ઉપભોક્તાવાદની આસપાસ કેન્દ્રિત હોય.
  • નકારાત્મક વર્તણૂક અથવા વલણને પ્રોત્સાહન આપવું: એવું કન્ટેન્ટ જે જોખમી પ્રવૃત્તિઓ, બગાડવૃત્તિ, ધમકી, અપ્રમાણિકતા અથવા અન્ય પરત્વે આદરના અભાવને પ્રોત્સાહન આપતું હોય. ઉદાહરણ તરીકે, આ કન્ટેન્ટમાં જોખમી/બિનસલામત મજાક, આહારની બિનસ્વાસ્થ્યપ્રદ આદતોનો સમાવેશ થઈ શકે છે.
  • શૈક્ષણિક હોવાનો ભ્રમ રચતું: એવું કન્ટેન્ટ જેના શીર્ષક અથવા થંબનેલમાં તે શૈક્ષણિક હોવાનો દાવો કરાતો હોય, પરંતુ તેમાં કોઈ માર્ગદર્શન કે સ્પષ્ટતાનો અભાવ હોય અથવા તે બાળકોને સંબંધિત ન હોય. ઉદાહરણ તરીકે, શીર્ષક કે થંબનેલ દર્શકોને "રંગો શીખવા" અથવા "અંક શીખવા"માં સહાય કરવાનું વચન આપતું હોય પણ તેને બદલે વીડિયોમાં ખોટી માહિતી આપેલી હોય.
  • ગ્રહણશક્તિને અવરોધતું: વિચારશૂન્ય, સંયોજક વર્ણનના અભાવવાળું અથવા અગ્રાહ્ય કન્ટેન્ટ, જેમ કે સાંભળી ન શકાય તેવો ઑડિયો ધરાવતું. આ પ્રકારનો વીડિયો મોટે ભાગે સમૂહ પ્રોડક્શન કે ઑટોજનરેશનનું પરિણામ હોય છે.
  • સનસનાટીભર્યું કે ગેરમાર્ગે દોરતું: એવું કન્ટેન્ટ જે ખોટું, અતિશયોક્તિ ભરેલું, વિચિત્ર અથવા મંતવ્ય-આધારિત હોય અને જે યુવા ઑડિયન્સને મૂંઝવણમાં મૂકી શકે તેમ હોય. તેમાં "કીવર્ડ સ્ટફિંગ"નો અથવા બાળકોના રસના હોય તેવા લોકપ્રિય કીવર્ડનો પુનરાવર્તિત, બદલી નાખેલો કે અતિશયોક્તિયુક્ત ઉપયોગ કરવાની પ્રણાલીનો પણ સમાવેશ થઈ શકે છે. કીવર્ડનો ઉપયોગ કંઈ અર્થ સરતો ન હોય તે રીતે પણ થઈ શકે.
  • બાળકોના પાત્રોનો વિચિત્ર ઉપયોગ: એવું કન્ટેન્ટ જે બાળકોના લોકપ્રિય પાત્રોને (ઍનિમેશન કે લાઇવ ઍક્શન) વાંધાજનક પરિસ્થિતિમાં મૂકે.

ચૅનલના પર્ફોર્મન્સ પર અસર

બાળ અને ફૅમિલી કન્ટેન્ટ માટેના ક્વૉલિટી સિદ્ધાંતોની તમારી ચૅનલના પર્ફોર્મન્સ પર અસર પડી શકે છે. ઉચ્ચ ક્વૉલિટીનું “બાળકો માટે યોગ્ય” કન્ટેન્ટ સુઝાવોમાં ઉપર આવે છે. YouTube Kidsમાં સમાવેશન અને ચૅનલ તથા વીડિયોમાંથી કમાણી એમ બંને નિર્ણયોને પણ તે અસર કરે છે. કોઈ ચૅનલનું મુખ્ય ધ્યેય નિમ્ન-ક્વૉલિટી "બાળકો માટે યોગ્ય" કન્ટેન્ટ પર હોય, તો તેને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી સ્થગિત કરી દેવાય તેમ બની શકે. કોઈ ચોક્કસ વીડિયો ક્વૉલિટીના આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતો જોવા મળે, તો તેને સીમિત જાહેરાતો મળે કે કોઈ જાહેરાત ન મળે તેમ બની શકે.

YouTube પર બાળકો તથા પરિવારો માટે સમૃદ્ધ બનાવતું અને પ્રેરક કન્ટેન્ટ રચવામાં તમે દરેક સહાય કરો તેવી અમારી અપેક્ષા છે.

નોંધ: યાદ રાખો કે બાળ અને ફૅમિલી કન્ટેન્ટ માટેના આ ક્વૉલિટી સિદ્ધાંતો લાંબા સ્વરૂપના વીડિયો અને YouTube Shorts એમ બંનેને લાગુ પડે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7286110754811379572
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false