YouTube ઑપરેશંસ ગાઇડ

પૉલિસી શું છે?

આ લેખમાં વર્ણવેલી સુવિધાઓ માત્ર YouTube Studio ના કન્ટેન્ટ મેનેજર વાપરનારા વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. સામાન્ય YouTube પૉલિસીઓ પરની માહિતી માટે, અહીં વધુ જાણો.

Studioના કન્ટેન્ટ મેનેજરમાં, પૉલિસી નિયમોનો સેટ છે, જે દાવા કરાયેલા વીડિયોને હૅન્ડલ કરવાની રૂપરેખા નક્કી કરે છે.

જ્યારે કોઈ વીડિયો પર દાવો કરવામાં આવે ત્યારે પૉલિસી આમાંથી એક અથવા વધુ નિયમો કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે નિર્ધારિત કરે છે: 

 કમાણી કરવી: વીડિયોને જાહેરાતો સાથે જોવા દે છે.

 ટ્રૅક: વીડિયોને જાહેરાતો વિના જોવા દે છે; વીડિયોના વ્યૂ વિશે આંકડા એકત્રિત કરે છે.

 બ્લૉક કરવું: વીડિયોને YouTube પર દૃશ્યતા આપતું નથી.

જો તમે કમાણી કરો પસંદ કરો છો, તો જાહેરાતો બતાવવામાં આવે તે પહેલાં દાવો કરેલા વીડિયો અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને અનુસરે તેની ખાતરી કરવા માટે તેનો રિવ્યૂ કરવામાં આવશે.
 
આ વિકલ્પ YouTubeને દાવો કરેલા વીડિયો સાથે જાહેરાતો બતાવવા માટે અધિકૃત કરે છે, પરંતુ તે સ્પષ્ટ કરતું નથી કે કયા પ્રકારની જાહેરાતો બતાવવામાં આવે છે. તમે જાહેરાત માટેના સેટિંગનો ઉપયોગ કરીને જાહેરાતના પ્રકારોનો ઉલ્લેખ કરી શકો છો.

તમે નીચે આપેલી 2 વિવિધ પ્રકારની પૉલિસી પર 3 ક્રિયાઓ (કમાણી કરવી, ટ્રૅક અથવા બ્લૉક કરવું) લાગુ કરી શકો છો:

  • અપલોડ કરવાની પૉલિસી: તમારા કન્ટેન્ટ મેનેજર સાથે લિંક કરેલી ચૅનલ દ્વારા અપલોડ કરાયેલા અને દાવો કરાયેલા વીડિયો પર પૉલિસી લાગુ કરવામાં આવે છે.
  • મેળ પૉલિસી: અન્ય YouTube વપરાશકર્તાઓ દ્વારા અપલોડ કરાયેલા વીડિયો પર જ્યારે તેઓ Content ID દ્વારા દાવો કરે છે ત્યારે દાવો કરાયેલા વીડિયો પર લાગુ થતી પૉલિસી.

અપલોડ કરવા અને મેળ પૉલિસી વિશે વધુ જાણો.

તમે તમારી દાવાની પૉલિસીમાં રિવ્યૂ માટે રૂટ  વિકલ્પ પણ લાગુ કરી શકો છો, જેનો અર્થ છે કે કોઈપણ દાવા સક્રિય થાય તે પહેલાં મેન્યુઅલ રિવ્યૂ જરૂરી છે. મેન્યુઅલ રિવ્યૂ માટે દાવાઓ રુટ કરવા વિશે વધુ જાણો.

દાવાની પૉલિસી કેવી રીતે કામ કરે છે

દાવાની પૉલિસી એક અથવા વધુ "જો અને તો"ના નિયમોથી બનેલી હોય છે. તે નિયમો જ્યારે અમુક શરતો પૂરી થાય ત્યારે કઈ ક્રિયા કરવી (કમાણી કરવી, ટ્રૅક અથવા બ્લૉક કરવું) તે નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના દર્શકો માટે વીડિયોની કમાણી કરવા માંગતા હો તો પૉલિસી આ હશે:

સ્થિતિ ક્રિયા
(1) જો વપરાશકર્તાનું લોકેશન યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડા હોય તો વીડિયો પર કમાણી કરો
(2) જો વપરાશકર્તાનું લોકેશન અન્યત્ર હોય તો વીડિયોને બ્લૉક કરો

 

એક જ પ્રદેશમાં એક જ વીડિયો પર એક કરતાં વધુ ભાગીદારો માન્ય દાવો કરી શકે છે. ઉદાહરણ તરીકે, એક ભાગીદાર વિઝ્યુઅલના ભાગનો દાવો કરી શકે છે અને અન્ય ભાગીદાર ઑડિયો ભાગનો દાવો કરી શકે છે.

જ્યારે એકથી વધુ ભાગીદારો પાસે વીડિયો પર માન્ય દાવાઓ હોય અને તે કારણે એકથી વધુ માન્ય પૉલિસી હોય ત્યારે જે પૉલિસી સૌથી પ્રતિબંધિત કાર્યવાહીમાં પરિણમે છે તે લાગુ કરવામાં આવશે. પૉલિસી કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે વિશે વધુ જાણો.

દાવો કરવાની પૉલિસી પસંદ કરવા માટે

દાવો કરવાની પૉલિસી માટે વપરાશકર્તાનું લોકેશન સૌથી સામાન્ય શરત છે, પરંતુ અન્ય શરતો પસંદ કરી શકાય છે. સામાન્ય રીતે, વિશ્વભરમાં લાગુ પડતી હોય એવી પૉલિસી બનાવવી શ્રેષ્ઠ છે. પ્રદેશ માટેના નિયમોને ફક્ત ત્યારે જ શામેલ કરવા જોઈએ જ્યારે તમારેતમારી માલિકીના અધિકારો ધરાવતા પ્રદેશોમાં દર્શકો સાથે અલગ રીતે વર્તન કરવાની જરૂર પડે.

નીચે ત્રણ અગાઉથી વ્યાખ્યાયિત પૉલિસી આપેલી છે જેમાંથી તમે પસંદ કરી શકો છો:

  • બધા દેશમાં કમાણી કરો
  • બધા દેશમાં ટ્રૅક કરો
  • બધા દેશમાં બ્લૉક કરો

તમે તમારા કન્ટેન્ટ પર વધુ નિયંત્રણ માટે કસ્ટમ પૉલિસી કેવી રીતે બનાવવી તે પણ શીખી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11676027647457827645
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false