તમારું પ્રિમિયર કસ્ટમાઇઝ કરો

તમે પ્રિમિયરને કસ્ટમાઇઝ કરીને તેનો વધુ લાભ મેળવી શકો છો. કોઈ અલગ કાઉન્ટડાઉન થીમ પસંદ કરો, તમારા પ્રિમિયરથી કમાણી કરો અથવા ટ્રેલર બતાવો.

કાઉન્ટડાઉન થીમ પસંદ કરો

તમારું પ્રિમિયર શરૂ થાય તેની બે મિનિટ પહેલાં, જ્યારે તમારો વીડિયો પ્રિમિયર થાય ત્યારે તમને અને તમારા દર્શકોને એક લાઇવ વીડિયો કાઉન્ટડાઉન થતો દેખાશે. તમે કાઉન્ટડાઉન થીમની સૂચિમાંથી પસંદ કરી શકો છો. 

  1. YouTube Studio માંથી વીડિયો અપલોડ કરો.
  2. “દૃશ્યતા” પગલાંમાંથી, તમારા અપલોડને પ્રિમિયર તરીકે શેડ્યૂલ કરો.
  3. પ્રિમિયરનું સેટઅપ કરો પર ક્લિક કરો.
  4. “કાઉન્ટડાઉન થીમ પસંદ કરો” હેઠળ, કાઉન્ટડાઉન ટાઇમર પસંદ કરો.

ટ્રેલર બતાવો

તમારા પ્રિમિયર પેજ પર તેનું ટ્રેલર બતાવીને તમારા આગામી વીડિયો વિશે તમારા લાઇવ ઑડિયન્સને ઉત્સાહિત કરો. પ્રિમિયર શરૂ થાય તે પહેલાં દર્શકો માટે તમારું ટ્રેલર જોવાના પેજ પર ચલાવવામાં આવશે.

  1. તમારું ટ્રેલર તમારી YouTube ચૅનલ પર અપલોડ કરો જેમ તમે નિયમિત રીતે અપલોડ કરો છો એ જ રીતે.
  2. YouTube Studioમાંથી, તમે પ્રિમિયર કરવા માગતા હો તે વીડિયો અપલોડ કરો.
  3. “દૃશ્યતા” પગલાંમાંથી, પ્રિમિયર તરીકે શેડ્યૂલ કરો.
  4. પ્રિમિયરનું સેટઅપ કરો પર ક્લિક કરો.
  5. “ટ્રેલર ઉમેરો” હેઠળ, ઉમેરો પર ક્લિક કરો અને તમારું ટ્રેલર પસંદ કરો.
યોગ્યતા

આ સુવિધા એવા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે કે જેઓ 1,000 કરતાં વધારે સબ્સ્ક્રાઇબર ધરાવે છે અને તેમની પાસે કોઈ સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક ન હોય. 

આવશ્યકતાઓ
  • વીડિયોનો પ્રકાર: કોઈપણ YouTube દ્વારા સપોર્ટ કરાતા વીડિયો પ્રકારનો ઉપયોગ કરો.
  • વીડિયોની લંબાઈ: 15 સેકન્ડ – 3 મિનિટ.
  • સાપેક્ષ ગુણોત્તર અને રિઝોલ્યુશન: અમે પ્રિમિયર કરવામાં આવી રહેલા વીડિયો જેટલા જ સાપેક્ષ ગુણોત્તર અને રિઝોલ્યુશનનો સુઝાવ આપીએ છીએ.
  • ઑડિયો અને વીડિયો અધિકારો: ખાતરી કરો કે ટ્રેલર અન્ય કન્ટેન્ટના કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતું નથી.
  • ખાતરી કરો કે એવું કોઈ કન્ટેન્ટ શામેલ કરેલું નથી કે જે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોય.

તમારા પ્રિમિયરથી કમાણી કરો

તમે તમારા વીડિયો પ્રિમિયરથી કમાણી કરી શકો તે માટેની થોડી રીતો અહીં આપેલી છે:

જાહેરાતો

જો તમારી ચૅનલ જાહેરાત આવક માટે યોગ્યતા ન ધરાવતી હોય, તો પ્રિમિયર દરમિયાન શરૂઆતની જાહેરાતો આપવા માટે તમે જાહેરાતો ચાલુ કરી શકો છો. પ્રિમિયર દરમિયાન વીડિયોના મધ્યભાગની અને છેવટે બતાવવામાં આવતી જાહેરાતો ઉપલબ્ધ હોતી નથી.

એકવાર પ્રીમિયર સમાપ્ત થઈ જાય, તે પછી અમે જાહેરાતો માટે તમારી ચૅનલના અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગને અનુસરીએ છીએ.

તમારા વીડિયો માટે જાહેરાતો ચાલુ કરવાની રીત અથવા તમારા અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગમાં ફેરફાર કરવાની રીત જાણો.

Super Chat અને Super Stickers

Super Chat અને Super Stickers એ લાઇવ ચૅટ દરમિયાન ચાહકોને નિર્માતાઓ સાથે કનેક્ટ કરવાની રીતો છે. દર્શકો તેમના મેસેજ લાઇવ ચૅટમાં હાઇલાઇટ કરવા માટે Super Chats ખરીદી શકે છે. તમે પ્રિમિયર પહેલાં અને દરમિયાન દર્શકો માટે Super Chat અને Super Stickers ચાલુ કરી શકો છો.

તમે Super Chat અને Super Stickers માટે યોગ્યતા ધરાવો છો કે કેમ તે જાણો.

ચૅનલની મેમ્બરશિપ

જો યોગ્યતા ધરાવતા હો, તો તમે ચૅનલની મેમ્બરશિપનાં લાભ મેળવી શકો છો જેમ કે માત્ર સભ્યો માટે ચૅટ. તમે કસ્ટમ ઇમોજીનાં અને લૉયલ્ટિ બૅજ જેવા લાભ પણ મેળવી શકો છો.

ચૅનલની મેમ્બરશિપ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
219569480776842817
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false