નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ વિશે માતાપિતા માટે સામાન્ય પ્રશ્નો

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ અને સામાન્ય YouTube કે YouTube Music એકાઉન્ટમાં શું તફાવત છે?

તમારા બાળકનું નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ લગભગ સામાન્ય YouTube અથવા YouTube Music એકાઉન્ટ જેવું જ દેખાશે પણ ઉપલબ્ધ સુવિધાઓ અને સેટિંગમાં તફાવત હશે.

તમારું બાળક જે કન્ટેન્ટ ચલાવી શકે છે તે કન્ટેન્ટ સેટિંગ તમે તેમના નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે પસંદ કરો છો તેના પર આધાર રાખે છે. YouTube અને YouTube Music પર સામાન્ય રીતે ઉપલબ્ધ થતી કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં. અનુપલબ્ધ સુવિધાઓની સૂચિ મેળવવા માટે, YouTube પર નિરીક્ષિત અનુભવ શું છે? પર જાઓ.

સ્વ-અભિવ્યક્તિ અને સમુદાય એ YouTubeનો મહત્ત્વપૂર્ણ ભાગ હોવાથી અમે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ પર કઈ સુવિધાઓ લાગુ કરવી તે નક્કી કરતી વખતે માતાપિતા અને નિષ્ણાતો સાથે મળીને કામ કરીએ છીએ.

YouTube Kids શું છે? તે YouTube પર નિરીક્ષણ હેઠળના એકાઉન્ટથી કેવી રીતે અલગ છે?

YouTube Kids એ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી અમારી સમર્પિત ઍપ છે. નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ સાથે, માતાપિતા કન્ટેન્ટ સેટિંગ પસંદ કરે છે જે બાળકો YouTube અને YouTube Music પર શું શોધી અને ચલાવી શકે તે મર્યાદિત કરે છે.

YouTube Kids પર ઉપલબ્ધ વીડિયો વૈવિધ્યસભર હોય છે પરંતુ વીડિયો પસંદગી સામાન્ય YouTube પર ઉપલબ્ધ હોય તેના કરતાં ઓછી હોય છે. વીડિયોની પસંદગી ઘણા સંયોજનોમાંથી કરવામાં આવે છે. આ વીડિયોની પસંદગી માનવ રિવ્યૂઅર અને નિષ્ણાતોએ પસંદ કરેલા પ્લેલિસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઍલ્ગોરિધમ ફિલ્ટર કરવાથી પણ યોગ્ય વીડિયો પસંદ કરવામાં સહાય મળશે.

YouTube Kids અને નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ વચ્ચેના તફાવત વિશે વધુ જાણવા માટે, કુટુંબ તરીકે તમારી પસંદગીઓ સમજો પર જાઓ.

પ્રતિબંધિત મોડ શું છે? તે YouTube પર નિરીક્ષણ હેઠળના એકાઉન્ટથી કેવી રીતે અલગ છે?

પ્રતિબંધિત મોડ એ YouTube પર વૈકલ્પિક સેટિંગ છે. તે સંભવિત રીતે પુખ્ત લોકો માટેના એવા કન્ટેન્ટને સ્ક્રીન કરવામાં સહાય કરે છે કે જે તમે જોવા માગતા ન હોય અથવા તમે ઇચ્છતા ન હોય કે તમારા ડિવાઇસનો ઉપયોગ કરતા અન્ય લોકો તે જુએ. વધુ મર્યાદિત YouTube અનુભવ ઇચ્છતા હોય એવા વપરાશકર્તાઓ, જેમ કે લાઇબ્રેરી, સ્કૂલ અને સાર્વજનિક સંસ્થાઓ, સામાન્ય રીતે પ્રતિબંધિત મોડ ચાલુ રાખે છે.

13 વર્ષથી વધુ ઉંમરવાળા કિશોરોના માતાપિતા કે જેમણે કિશોરોના Google એકાઉન્ટમાં નિરીક્ષણ ઉમેરેલું છે તેઓ પણ સંભવિત રીતે વયસ્કો માટેના કન્ટેન્ટને સ્ક્રીન કરવામાં સહાય માટે પ્રતિબંધિત મોડનો ઉપયોગ કરી શકે છે.

જેમણે તેમના હાલના Google એકાઉન્ટમાં નિરીક્ષણ ઉમેર્યું છે તેવા, દેશ/પ્રદેશમાં લાગુ થતી સંબંધિત ઉંમરથી વધુ ઉંમરના કિશોરો માટે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ ઉપલબ્ધ હોતા નથી. નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ 13 વર્ષ (અથવા તેમના દેશ/પ્રદેશમાં લાગુ થતી સંબંધિત ઉંમરથી નાની ઉંમર)થી નાની ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ છે અને તેમના બાળકના YouTube અનુભવને મેનેજ કરવા માટે માતાપિતાના યોગ્ય નિયંત્રણો આપે છે.

જ્યારે હું મારા બાળક માટે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટનું સેટઅપ કરું ત્યારે કન્ટેન્ટ સેટિંગ માટે મને કઈ પસંદગી મળે છે?

3 પ્રકારના કન્ટેન્ટ સેટિંગ આપેલા છે જેમાંથી તમે પસંદ કરી શકો છો:

  • શોધખોળ કરો: સામાન્ય રીતે 9 વર્ષથી વધુ ઉંમરના દર્શકો માટે કન્ટેન્ટના રેટિંગ બતાવે છે. વીડિયોમાં વ્લૉગ, ટ્યૂટૉરિઅલ, ગેમિંગ વીડિયો, મ્યુઝિક વીડિયો, ન્યૂઝ વગેરેનો સમાવેશ થાય છે. પ્રિમિયર સિવાય કોઈપણ લાઇવ સ્ટ્રીમ નહીં. કેટલાક વીડિયોમાં મામૂલી હિંસા અપમાનજનક ભાષા અને નિયંત્રિત પદાર્થોના ઉદાહરણોનો સમાવેશ હોય છે. કેટલાક વીડિયોમાં શરીરના અંગોની છબી અને ફેરફારો તથા માનસિક અન જાતીય આરોગ્ય સંબંધિત શૈક્ષણિક કન્ટેન્ટનો સમાવેશ પણ હોઈ શકે છે.
  • વધુ શોધખોળ કરો: સામાન્ય રીતે 13 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્શકો માટેના કન્ટેન્ટના રેટિંગ બતાવે છે. આ સેટિંગમાં વીડિયોનો હજી વિશાળ સેટ હશે. વીડિયોમાં લાઇવ સ્ટ્રીમ, વ્લૉગ, ટ્યૂટૉરિઅલ, ગેમિંગ વીડિયો, મ્યુઝિક વીડિયો, ન્યૂઝ, શૈક્ષણિક વીડિયો, DIY, આર્ટ અને ક્રાફ્ટ, ડાન્સ જેવા બીજા ઘણાનો સમાવેશ હોય છે. કેટલાક વીડિયોમાં વાસ્તવિક દુનિયામાં થયેલી હિંસાના ઉદાહરણો, મર્યાદિત માત્રામાં અપશબ્દો અથવા નિયંત્રિત પદાર્થોનો સમાવેશ હોય છે. જાતીય સંબંધો વિનાના સંદર્ભો અને શારીરિક, માનસિક અને જાતીય આરોગ્ય તેમજ સુખાકારી સંબંધિત વિષયોનો સમાવેશ પણ હોઈ શકે છે.
  • YouTube પર સૌથી વધુ વીડિયો: આ સેટિંગમાં 18+ તરીકે માર્ક કરેલા વીડિયો અને નિરીક્ષિત અનુભવોનો ઉપયોગ કરતા દર્શકો માટે યોગ્ય ન હોય એવા અન્ય વીડિયો સિવાય, YouTube પરનું લગભગ બધું જ શામેલ હોય છે. વીડિયોમાં લાઇવ સ્ટ્રીમ, વ્લૉગ, ટ્યૂટૉરિઅલ, ગેમિંગ વીડિયો, મ્યુઝિક વીડિયો, ન્યૂઝ, શૈક્ષણિક વીડિયો, DIY, આર્ટ અને ક્રાફ્ટ, ડાન્સ જેવા બીજા ઘણાનો સમાવેશ હોય છે. કેટલાક વીડિયોમાં એવા સંવેદનશીલ વિષયોનો સમાવેશ હોઈ શકે છે જે માત્ર કિશોર વયના માટે જ યોગ્ય હોઈ શકે, જેમ કે ગ્રાફિક હિસા, પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ, નગ્નતા, એકદમ ગંદા અપશબ્દો અને માનસિક બીમારી, આહારમાં પરેજી પાળવી તથા જાતીય આરોગ્ય જેવા વિષયો.

નિરીક્ષિત અનુભવનો ઉપયોગ કરતાં કુટુંબો માટે કન્ટેન્ટ સેટિંગ લેખમાં વધુ જાણો.

શું હું YouTube Music અથવા YouTube TVને મારા બાળકના નિરીક્ષણ હેઠળના એકાઉન્ટનો ઍક્સેસ આપી શકું?

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ YouTube Music માટે સપોર્ટેડ છે. તમે તમારા બાળકના નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે તમે પસંદ કરશો તે કન્ટેન્ટ સેટિંગ જ્યારે તેઓ ઍપ અથવા વેબસાઇટ પર સાઇન ઇન કરશે ત્યારે YouTube Music કન્ટેન્ટ પર પણ લાગુ થશે.

હું મારા બાળકના iOS ડિવાઇસ પર YouTube અથવા YouTube Music ડાઉનલોડ ન કરી શકું તો શું કરવું?

YouTube અથવા YouTube Music ઍપ ડાઉનલોડ કરવા માટે, માતાપિતાએ તેમના બાળકના iOS ડિવાઇસ પર તેમના કન્ટેન્ટ અને પ્રાઇવસી પ્રતિબંધોના સેટિંગનો રિવ્યૂ કરવો જોઈએ.

જો મારું બાળક નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ ધરાવતું હોય, તો શું તે મારા ટીવી પર YouTubeનો ઉપયોગ કરી શકશે?

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ મોટાભાગના યોગ્ય સ્માર્ટ ટીવી, Microsoft Xbox, Nintendo Switch અને Sony PlayStation પર YouTubeનો ઉપયોગ કરી શકશે. નિરીક્ષણ હેઠળના એકાઉન્ટને જૂના Android TV ડિવાઇસ પર સપોર્ટ કરવામાં આવતો નથી.

Assistantની સુવિધા ધરાવનાર ડિવાઇસનો ઉપયોગ કરીને હું નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ કેવી રીતે સેટઅપ કરી શકું?

તમારા બાળકને ઉમેરવા માટે, તમારા બાળકને તમારા ડિવાઇસ પર Google Assistantનો ઉપયોગ કરવા દોમાં આપેલા પગલાં અનુસરો.  જો તમે ડિવાઇસમાં તમારા બાળકનું Google એકાઉન્ટ અને વૉઇસ ઉમેરશો, તો નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ શેર કરેલા ડિવાઇસ પર Google Assistantનો ઉપયોગ કરી શકશે.

YouTube અનુચિત કન્ટેન્ટને કેવી રીતે ફિલ્ટર કરે છે?

અમારા સમુદાયના દિશાનિર્દેશોમાં YouTube પર શું મંજૂર છે અને શું મંજૂર નથી તે જણાવ્યું છે. આ માર્ગદર્શિકાઓ, ઉંમરને ધ્યાનમાં લીધા વિના દરેક પર લાગુ થાય છે. જો તમે તમારા બાળક માટે નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ સેટઅપ કરો છો, તો અલગ-અલગ કન્ટેન્ટ સેટિંગ માટે કયું કન્ટેન્ટ યોગ્ય હોય છે તે જાણવા માટે પૉલિસીઓ છે.

અમે અમારા વપરાશકર્તાઓની અત્યંત કાળજી રાખીએ છીએ અને અનુચિત કન્ટેન્ટને બાકાત કરવા માટે સખત મહેનત કરીએ છીએ, પરંતુ ફિલ્ટરની ઑટોમૅટિક રીતે ચાલતી કોઈપણ સિસ્ટમ ખામી રહિત હોતી નથી. તમે કોઈપણ સમયે તમારા બાળક માટે ઍપ પરવાનગી અને કન્ટેન્ટ સેટિંગ બદલી શકો છો. જો તમને એવું કંઈ મળે જે તમને YouTube માટે અનુચિત લાગે, તો તમે તેની જાણ કરી શકો છો.

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ પર જાહેરાતો કેવી રીતે કાર્ય કરે છે?

બાળકોને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે, અમુક કૅટેગરીની જાહેરાતો પ્રતિબંધિત છે અને મનગમતી બનાવેલી જાહેરાતો બંધ કરેલી છે. "બાળકો માટે યોગ્ય" કન્ટેન્ટના દર્શકો વીડિયો જાહેરાત બતાવવામાં આવે તે પહેલાં અને પછી જાહેરાત બમ્પર જોઈ શકે છે. જ્યારે જાહેરાત શરૂ અને સમાપ્ત થાય ત્યારે આ બમ્પર તેમને અલર્ટ કરવામાં સહાય કરે છે. જો તમારી પાસે કોઈ YouTube Premium કૌટુંબિક પ્લાન હોય, તો તમારું બાળક જાહેરાતમુક્ત કન્ટેન્ટ અને મેમ્બરશિપના શેર કરેલા અન્ય લાભ માટે યોગ્યતા ધરાવે છે.

YouTube પર નિરીક્ષણ હેઠળના એકાઉન્ટને એવા વીડિયો બતાવવામાં આવશે કે જે નિર્માતાઓએ અમને કહ્યું છે કે તેમના વીડિયોમાં સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ અથવા સમર્થન છે. આ વીડિયો બાળકો માટે યોગ્ય હોય તે વીડિયો પરની જાહેરાતની પૉલિસીનું પણ પાલન કરવું આવશ્યક છે.

YouTube મારા બાળકની પ્રાઇવસીનું રક્ષણ કેવી રીતે કરે છે?

YouTube એ Googleનો એક ભાગ છે અને Googleની પ્રાઇવસી પૉલિસી અને સિદ્ધાંતોનું પાલન કરે છે. અમે જાણીએ છીએ કે તમારા માટે એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે તમારા બાળકના Google એકાઉન્ટ સાથે સંબંધિત કઈ વ્યક્તિગત માહિતી અમે એકત્ર કરીએ છીએ. અમે એ પણ જાણીએ છીએ કે અમે તેને શા માટે એકત્ર કરીએ છીએ અને તમે તે માહિતીને કેવી રીતે નિયંત્રિત અને ડિલીટ કરી શકો છો તે તમારે જાણવાની આવશ્યકતા છે. 13 વર્ષ (અથવા પોતાના દેશ/પ્રદેશમાં લાગુ થતી સંબંધિત ઉંમર)થી ઓછી ઉંમરના બાળકો માટેના Google એકાઉન્ટ માટેની Google પ્રાઇવસી પૉલિસી અને અમારી પ્રાઇવસી નોટિસ અમારી પ્રાઇવસી પ્રૅક્ટિસ વિશે સમજાવે છે.

તમારું બાળક તેમના YouTube પ્રાઇવસી સેટિંગ અને તેમના એકાઉન્ટમાં "તમારો YouTubeનો ડેટા" હેઠળના નિયંત્રણોને મેનેજ કરી શકે છે અને તેના વિશે વધુ જાણી શકે છે. આ પેજમાં તેમના વીડિયોનો સારાંશ અને પ્રવૃત્તિનો ડેટા, આ ડેટાને મેનેજ કરવા માટેના સેટિંગનો સમાવેશ હોય છે. આ પેજમાં તેમના YouTube અનુભવને બહેતર બનાવવા વિશેની વિગતવાર માહિતીનો સમાવેશ પણ હોય છે, જેમ કે તેમણે શું જોયું તે યાદ કરાવવું અને સુઝાવો આપવા.

તમારા બાળકના Google એકાઉન્ટના મુખ્ય મેનેજર તરીકે, તમે Family Linkમાંથી તેમની શોધ અને જોવાયાનો ઇતિહાસ થોભાવી અથવા સાફ કરી શકો છો. તમે YouTubeના તમારા માતાપિતા માટેના સેટિંગ પેજમાંથી પણ ઇતિહાસને સાફ કરી શકો છો.

શું શાળાઓ અથવા શૈક્ષણિક સંસ્થાઓ માટે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ ઉપલબ્ધ છે?

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ હાલમાં વ્યક્તિગત એકાઉન્ટ માટે ઉપલબ્ધ છે. નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ શાળાઓ અથવા શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ નથી. તમારા ડિવાઇસમાં સાઇન ઇન કરવાની રીત કદાચ YouTubeનો ઉપયોગ કરી શકાય કે કેમ તેના પર અસર કરી શકે છે. નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ વિશે વધુ જાણો.

YouTube પર નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે કોણ યોગ્યતા ધરાવે છે?

તમે 13 વર્ષ (અથવા પોતાના દેશ/પ્રદેશમાં લાગુ થતી સંબંધિત ઉંમર)થી ઓછી ઉંમરના તમારા બાળક માટે YouTube પર નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ સેટઅપ કરી શકો છો.

તમે YouTube પર નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે યોગ્યતા ધરાવતા નથી જો:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14455805884741565324
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false