નિરીક્ષિત અનુભવો માટે કન્ટેન્ટ સેટિંગ સેટ કરો

અમે માતાપિતાને તેમના બાળકની YouTube યાત્રા દરમિયાન માર્ગદર્શન કરવાની પસંદગીઓ આપી છીએ. અમારું માનવું છે કે બાળકો નવી રુચિઓ શોધી શકે છે, વિવિધ દ્રષ્ટિકોણથી નવી વસ્તુઓ શીખી શકે છે અને સમગ્ર YouTube પર વીડિયોની દુનિયા વિશે શોધખોળ કરીને તેમના જેવી રૂચિ ધરાવતા અન્ય લોકો હોવાનું અનુભવી શકે છે. જો તમે માનતા હો કે તમારું બાળક YouTube પર કન્ટેન્ટની વિશાળ દુનિયા વિશે શોધખોળ કરવા માટે તૈયાર છે, તો તે માટેના થોડા વિકલ્પો છે. તમે વધુ સુરક્ષિત અને વધુ સરળ અનુભવ માટે અમારી અલગ YouTube Kids ઍપનો ઉપયોગ કરવાનું અથવા YouTube પર નિરીક્ષિત અનુભવ બનાવવાનું અને મેનેજ કરવાનું પસંદ કરી શકો છો.

નિરીક્ષિત અનુભવોનો ઉપયોગ કરતા કુટુંબો માટે કન્ટેન્ટ સેટિંગ

YouTube ખાતે, અમારું માનવું છે કે વિવિધ પ્રકારનું કન્ટેન્ટ અને વિવિધ પ્રકારના અભિપ્રાયો અમને એકબીજાને સમજવામાં સહાય કરે છે. વિવિધતાનો અર્થ એવો પણ થાય છે કે તમારો સામનો એવા દૃષ્ટિકોણથી થાય છે કે જેનાથી તમે સંમત ન હો. દરેક માટે સુરક્ષિત જોવાનો અનુભવ સ્થાપિત કરવામાં સહાય કરવા માટે અમારા સમુદાયના દિશાનિર્દેશો છે. અમારી પાસે નિરીક્ષિત અનુભવમાં ખાસ કરીને યુવા દર્શકોને લાગુ થતી વધુ કન્ટેન્ટ પૉલિસીઓ પણ છે જે નીચે વર્ણવેલી છે. જો તમે તમારા બાળક માટે YouTube પર નિરીક્ષિત અનુભવ વિશે વિચારી રહ્યાં હો, તો અમે તમને શરૂ કરતા પહેલાં તમારા કુટુંબ સાથે આ માર્ગદર્શિકાનો રિવ્યૂ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

અમારો અભિગમ

YouTube દ્વારા કન્ટેન્ટ યોગ્યતા વિશેની પૉલિસીઓનો સેટ વિકસાવવામાં આવ્યો છે જે સામાન્ય રીતે ટીવી અને મૂવી કન્ટેન્ટ રેટિંગને અનુરૂપ હોય છે. આ પૉલિસીઓ કુટુંબો માટે ઉપલબ્ધ વિવિધ કન્ટેન્ટ સેટિંગમાં કયા વીડિયો બતાવવા યોગ્ય છે તે નક્કી કરવામાં સહાય કરે છે. આ પૉલિસીઓને બાળ વિકાસના, બાળકોના મીડિયા, ડિજિટલ શિક્ષણ અને નાગરિકતાના ક્ષેત્રોમાં કામ કરતા નિષ્ણાતોની સલાહ લઈને તૈયાર કરવામાં આવી છે. અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ, આ કન્ટેન્ટ પૉલિસીઓને ધ્યાનમાં લે છે, પછી પ્રત્યેક કન્ટેન્ટ સેટિંગ માટે યોગ્ય હોય એવા વીડિયો ઓળખે છે. અમે જાણીએ છીએ કે અમારી સિસ્ટમ ખામીરહિત નથી અને ભૂલો કરશે. અમારી સિસ્ટમમાં સતત સુધારો કરવા માટે અમારી પાસે એન્જિનિયર અને માનવ રિવ્યૂઅરની ભાગીદારીવાળી સાથે મળીને કામ કરતી એક ટીમ છે. અમે અમારી પૉલિસીઓનું નિયમિતપણે પુનઃમૂલ્યાંકન પણ કરીએ છીએ, એટલા માટે નીચે સૂચિબદ્ધ પૉલિસીઓ સંપૂર્ણ ન હોઈ શકે.

જો તમને એવું કંઈ મળે જે તમને YouTube માટે અનુચિત લાગે, તો તમે તેની જાણ કરી શકો છો.

કન્ટેન્ટ સેટિંગ

શોધખોળ કરો સામાન્ય રીતે 9 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્શકો માટેના કન્ટેન્ટનું રેટિંગ ધરાવે છે
વધુ જાણકારી મેળવો સામાન્ય રીતે 13 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્શકો માટેના કન્ટેન્ટનું રેટિંગ ધરાવે છે
YouTube પર સૌથી વધુ વીડિયો આમાં 18+ તરીકે માર્ક કરેલા કન્ટેન્ટ અને નિરીક્ષિત અનુભવોનો ઉપયોગ કરતા દર્શકો માટે યોગ્ય ન હોય એવા અન્ય વીડિયો સિવાય YouTube પરનું લગભગ બધું જ શામેલ હોય છે

કન્ટેન્ટ પૉલિસીઓ

જ્યારે તમે તમારા બાળક માટે નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ સેટઅપ કરો ત્યારે અમારી કન્ટેન્ટ પૉલિસીઓના આધારે ઉપલબ્ધ થતા વિવિધ કન્ટેન્ટ સેટિંગમાં તફાવત હોય છે. અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ, આ કન્ટેન્ટ પૉલિસીઓને ધ્યાનમાં લે છે, પછી પ્રત્યેક કન્ટેન્ટ સેટિંગ માટે યોગ્ય હોય એવું કન્ટેન્ટ ઓળખે છે. અમે જાણીએ છીએ કે અમારી સિસ્ટમ ખામીરહિત નથી અને ભૂલો કરશે. 

શોધખોળ કરો

“શોધખોળ કરો” એવા કુટુંબો માટે છે કે જેઓ YouTube Kidsમાંથી આગળ વધીને YouTube પર કન્ટેન્ટની વિશાળ દુનિયાનું અન્વેષણ કરવાનું શરૂ કરવા માટે તૈયાર છે. આ સેટિંગ વીડિયોની વિશાળ શ્રેણી બતાવે છે જે સામાન્ય રીતે 9 વર્ષથી વધુ ઉંમરના દર્શકોને અનુરૂપ હોય છે. વીડિયોમાં વ્લૉગ, ટ્યૂટૉરિઅલ, ગેમિંગ વીડિયો, મ્યુઝિક વીડિયો, ન્યૂઝ, શૈક્ષણિક કન્ટેન્ટ, DIY, આર્ટ અને ક્રાફ્ટ, ડાન્સ અને બીજું ઘણું શામેલ હોય છે. કેટલાક વીડિયોમાં આનો સમાવેશ થાય છે:

પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ: રોમૅન્ટિક થીમ ધરાવતા વીડિયો, જેમાં સ્નેહ અને આકર્ષણનું ક્ષણિક દૃશ્ય બતાવવામાં આવ્યું હોય. જાતીય અને લિંગની ઓળખ તથા પ્રજનનક્ષમ અવસ્થા અને પ્રજનન જેવા જાતીય શિક્ષણના વિષયો અંગેના ઉંમરને અનુકૂળ એવા શૈક્ષણિક વીડિયો.

હિંસા: વર્તમાન અથવા ઐતિહાસિક ઘટનાઓ સંબંધિત એવા ઉંમરને અનુકૂળ વીડિયો જે શૈક્ષણિક હોય છે પણ તેમાં ઘટનાના સંદર્ભમાં મામૂલી હિંસા હોઈ શકે. સ્ક્રિપ્ટેડ અને ઍનિમેટેડ વીડિયોમાં ગ્રાફિક ન હોય એવી હિંસા જે સામાન્ય રીતે કાર્ટૂન, ગેમિંગ, ટેલીવિઝન શો અને મૂવીમાં બતાવવા આવે છે.

શસ્ત્રો: રમવાના રમકડા, ગેમિંગ, ઍનિમેશનના સંદર્ભમાં અવાસ્તવિક શસ્ત્રો અને ઐતિહાસિક સંદર્ભમાં કલાત્મક શસ્ત્રો બતાવતા વીડિયો. 

જોખમી કન્ટેન્ટ: એવા સ્ટન્ટ, મજાકો અને ચૅલેન્જ બતાવતા વીડિયો કે જેનું સગીરો સરળતાથી અનુકરણ કરી શકે તેવા ન હોય અથવા જેમાં સલામતીની યોગ્ય જાહેરાતો સાથે અગ્રણી અસ્વીકાર શામેલ હોય. વીડિયો કે જેમાં થોડીવાર માટે દારૂ અથવા તમાકુનો ઉપયોગ બતાવવામાં આવ્યા હોય. 

અનુચિત ભાષા: મામૂલી અપમાનજનક ભાષાનો અસામાન્ય ઉપયોગ કરતા બતાવતા વીડિયો, જેમ કે "દુષ્ટ" અથવા "ત્રાસજનક" જે ઉત્પીડન ન કરવાના સંદર્ભમાં હોય.

આહાર, તન્દુરસ્તી અને સૌન્દર્ય: બ્યૂટિ પ્રોડક્ટના રિવ્યૂ, ઉંમરને અનુકૂળ મેક-અપના ટ્યૂટૉરિઅલ અને સુખાકારી વિશે શૈક્ષણિક કન્ટેન્ટ બતાવતા વીડિયો. આ કન્ટેન્ટમાં સ્વાસ્થ્યપ્રદ ભોજન અને વ્યાયામનો સમાવેશ થાય છે. 

સંવેદનશીલ વિષયો: ઉંમરને અનુકૂળ વીડિયો કે જેમાં માનસિક સ્વાસ્થ્ય, વ્યસન, ભોજન વિકારો અને ખોટ અને પીડા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય. આ સેટિંગ અંતર્ગત આવતા વીડિયો ગ્રાફિક છબી બતાવતા નથી અને સકારાત્મક સામનો કરવાની અને રિકવરી માટેની પદ્ધતિઓ તેમજ સહાય મેળવવાના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મ્યુઝિક વીડિયો: મ્યુઝિક વીડિયોમાં મામૂલી અપમાનજનક ભાષાવાળા ગીતના બોલનો સમાવેશ અથવા દારૂ અથવા તમાકુના ઉલ્લેખો હોઈ શકે છે. જાતીય રીતે ઉત્તેજક નૃત્ય કરતા બતાવતા વીડિયો જેમાં દારૂ કે તમાકુ અનાવશ્યક અને અસામાન્ય રીતે બતાવવાનો સમાવેશ નથી હોતો.

વધુ જાણકારી મેળવો

“વધુ શોધ ખોળ કરો” એવા બાળકો માટે છે કે જે YouTubeની વિશાળ દુનિયાની સફર ખેડવા તૈયાર છે. આ સેટિંગમાં શોધખોળ કરો સેટિંગમાં જે છે તે બધાનો સમાવેશ થાય છે અને એવા વીડિયોની પણ વ્યાપક શ્રેણી હોય છે કે જે સામાન્ય રીતે 13 વર્ષથી વધુ ઉંમરના દર્શકો માટેના કન્ટેન્ટનું રેટિંગને અનુરૂપ હોય. વીડિયોમાં લાઇવ સ્ટ્રીમ, વ્લૉગ, ટ્યૂટૉરિઅલ, ગેમિંગ વીડિયો, મ્યુઝિક વીડિયો, સમાચાર, શૈક્ષણિક કન્ટેન્ટ, DIY, આર્ટ અને ક્રાફ્ટ, ડાન્સ અને બીજું ઘણું શામેલ હોય છે. કેટલાક વીડિયોમાં આનો સમાવેશ થાય છે:

પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ: જાતીય થીમ ધરાવતા વીડિયો, જેમાં જાતીય સંબંધો વિનાના અનુભવોનું નિરૂપણ હોય અને શારીરિક સંપર્ક બતાવેલા હોય. જાતીય અને લિંગની ઓળખ અને જાતીય શિક્ષણના વિષયો અંગેના ઉંમરને અનુકૂળ એવા વીડિયો, જેમ કે જાતીય વિકાસ, પ્રજનનક્ષમ આરોગ્ય અને રોગચાળાની રોકથામ. 

હિસા: વર્તમાન અથવા ઐતિહાસિક ઘટનાઓ સંબંધિત ગ્રાફિક વિનાના શૈક્ષણિક વીડિયો. સ્ક્રિપ્ટેડ અને ઍનિમેટેડ વીડિયોમાં ક્ષણિક ગ્રાફિક હિંસા અને ઍનિમેટ કરેલા વીડિયો જે સામાન્ય રીતે ગેમિંગ, ટેલીવિઝન શો અને મૂવીમાં બતાવવા આવે છે.

શસ્ત્રો: ટેલિવિઝન શો અને મૂવીમાં સામાન્ય હોય એવા, સ્ક્રિપ્ટેડ વીડિયોમાં અસલી અથવા વાસ્તવિક શસ્ત્રો બતાવતા વીડિયો. વાસ્તવિક બંદૂક બતાવતા વીડિયો, પછી ભલે તેનો ઉપયોગ રમતગમત કે બંદૂકની સલામતી અંગેના શૈક્ષણિક સંદર્ભમાં થયો હોય.

જોખમી કન્ટેન્ટ: એવા સ્ટન્ટ, મજાકો અને ચૅલેન્જ બતાવતા વીડિયો જે ગંભીર શારીરિક નુકસાનમાં પરિણમી શકે એવા હોય પરંતુ સગીરો સરળતાથી તેનું અનુકરણ કરતા હોય. વીડિયો કે જે દારૂ અથવા તમાકુ વારંવાર પ્રદર્શિત કરતા કે બતાવતા હોય. 

અનુચિત ભાષા: વીડિયો કે જેમાં અપમાનજનક ભાષા અથવા અપશબ્દોનો વારંવાર ઉપયોગ થયો હોય, જેમ કે "કૂતરી" કે "ગધેડો" કે જે ઉત્પીડન અથવા જાતીય સંદર્ભમાં ન હોય. જો અસામાન્ય હોય અને ઉત્પીડન કરવાના સંદર્ભમાં ઉપયોગ થયો ન હોય, તો અપમાનજનક ટિપ્પણીઓ સખત શૈક્ષણિક અથવા મ્યુઝિક વીડિયોના સંદર્ભમાં દેખાઈ શકે છે. 

આહાર, તન્દુરસ્તી અને સૌન્દર્ય: મેક-અપ ટ્યૂટૉરિઅલ, સૌન્દર્યલક્ષી ટિપ અને લાઇફ હૅક બતાવતા વીડિયો અને સ્વાસ્થ્યપ્રદ ભોજન અને વ્યાયામ સંબંધિત વીડિયો.

સંવેદનશીલ વિષયો: માનસિક સ્વાસ્થ્ય, આત્મહત્યા, આત્મઘાત, વ્યસન, ભોજન વિકારો અને ખોટ અને પીડા જેવા સંવેદનશીલ મુદ્દાઓથી સંબંધિત ગ્રાફિક વિનાના વીડિયો. આ વીડિયો સકારાત્મક સામનો કરવાની અને રિકવરી માટેની પદ્ધતિઓ તેમજ સહાય મેળવવાના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મ્યુઝિક વીડિયો: મ્યુઝિક વીડિયો કે જેમાં જાતીય સંદર્ભો સાથે ગીતના બોલ, એકદમ ગંદા અપશબ્દો અથવા ઉત્પીડન ન કરતા અથવા દ્વેષપૂર્ણ સંદર્ભમાં અપમાનજનક ટિપ્પણીઓનો સમાવેશ હોઈ શકે છે. જાતીય રીતે ઉત્તેજક નૃત્ય કરતા અને દારૂ તમાકુ અથવા ગાંજાનો ઉપયોગ કરતા બતાવતા વીડિયો પણ હોઈ શકે. 

YouTube પર સૌથી વધુ વીડિયો
“YouTube પર સૌથી વધુ વીડિયો'' સેટિંગ એવા બાળકો માટે છે કે જેઓ કિશોર વયથી મોટી ઉંમરના દર્શકો માટેના કન્ટેન્ટ સહિત, YouTubeની વિશાળ દુનિયાની સફર ખેડવા તૈયાર છે. આ સેટિંગમાં 18+ તરીકે માર્ક કરેલા વીડિયો અને નિરીક્ષિત અનુભવોનો ઉપયોગ કરતા દર્શકો માટે યોગ્ય ન હોય એવા અન્ય વીડિયો સિવાય YouTube પરનું લગભગ બધું જ શામેલ હોય છે. વીડિયોમાં લાઇવ સ્ટ્રીમ, વ્લૉગ, ટ્યૂટૉરિઅલ, ગેમિંગ વીડિયો, ન્યૂઝ, શૈક્ષણિક વીડિયો, DIY, આર્ટ અને ક્રાફ્ટ, ડાન્સ અને બીજું ઘણું.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10402327735076022155
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false