કાઢી નાખેલા વીડિયો ફરી અપલોડ થતા અટકાવવા

જો તમારા કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યને તમારા અધિકરણ વિના YouTube પર પોસ્ટ કરવામાં આવ્યું હોય, તો તમે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો છો. જો તમે આમ અમારા વેબફોર્મના ઉપયોગથી કરો, તો તમે એ જ કન્ટેન્ટની કૉપિને ફરીથી અપલોડ થતી અટકાવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

આ વિકલ્પ પસંદ કરવાનો અર્થ એ છે કે YouTube એવો પ્રયાસ કરશે કે જેથી તમે જે કન્ટેન્ટને કાઢી નાખવાની વિનંતી કરી રહ્યાં છો તે જ કન્ટેન્ટની કૉપિને ભવિષ્યમાં ફરીથી અપલોડ થવાથી ઑટોમૅટિક રીતે અટકાવી શકાય. ધ્યાન રાખો કે કોઈપણ વીડિયોને કાઢી નાખતા પહેલાં કે તેની કૉપિને ફરીથી અપલોડ થતા અટકાવતા પહેલાં, વીડિયો કાઢી નાખવાની તમારી વિનંતી પૂર્ણ અને માન્ય હોવાની અમને જાણ થાય એ આવશ્યક છે.

આ સુવિધાનો દુરુપયોગ કરવાનું પરિણામ એ આવી શકે છે કે ભવિષ્યમાં વીડિયો કાઢી નાખવા માટેની વિનંતીઓ કરવા માટે તમે તેનો ઉપયોગ કરવાની સુવિધા ગુમાવી દો. આ વેબફોર્મનો દુરુપયોગ કરવો, જેમ કે ખોટી માહિતી સબમિટ કરવાથી, તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે અથવા તમારી સામે અન્ય કાનૂની પગલાં લેવામાં આવી શકે છે.
તમે દૂર કરેલા વીડિયોને ફરીથી અપલોડ થતા અટકાવવાની રીત

કૉપિ અપલોડ થતી અટકાવવાનો વિકલ્પ પસંદ કરવા વિશે

કૉપિ અપલોડ થતી અટકાવો વિકલ્પ પસંદ કરતા પહેલાં, ખાતરી કરો કે કાઢી નાખવાની તમારી વિનંતીમાં તમે જે વીડિયોની જાણ કરી રહ્યાં હો, તેના વિશિષ્ટ વૈશ્વિક અધિકારો તમારી પાસે હોય. કૉપિ થતી અટકાવો વિકલ્પ પસંદ કરવા માટે:

  1. કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી કરવા માટે વેબફોર્મ ભરવાનું શરૂ કરો.
  2. કાઢી નાખવા સંબંધિત વિકલ્પો હેઠળ, "હવેથી આ વીડિયોની કૉપિને YouTube પર દેખાવાથી અટકાવો"ની પાસે આપેલા બૉક્સ પર ચેક માર્ક કરો.
  3. જ્યારે તમે ફોર્મ ભરવાનું પૂર્ણ કરી લો, ત્યારે સબમિટ કરો પર ક્લિક કરો.
    • નોંધ: અમારી સિસ્ટમ કૉપિ અપલોડ થતી શોધવાનું શરૂ કરે અને તેને અપલોડ થવાથી અટકાવે તે પહેલાં તમારી કાઢી નાખવાની વિનંતી મંજૂર થવી આવશ્યક છે.
  • તમને YouTube Studioના કૉપિરાઇટ પેજ પરથી પણ વેબફોર્મ પર લઈ જવામાં આવી શકે. કાઢી નાખવા માટેની વિનંતીઓ ટૅબમાં, કાઢી નાખવાની નવી વિનંતી પર ક્લિક કરો.
  • અમુક કેસમાં, ભલે તમે કૉપિ અપલોડ થતી અટકાવવાનો વિકલ્પ પસંદ કર્યો ન હોય, તેમ છતાં અમે કૉપિરાઇટના ઉલ્લંઘનને કારણે અગાઉ કાઢી નાખવામાં આવેલા કોઈ વીડિયોમાંના કન્ટેન્ટની કૉપિવાળો વીડિયો ફરી અપલોડ કરવા પર પણ પ્રતિબંધ મૂકી શકીએ છીએ.

ફરીથી અપલોડ થવાથી શું અટકાવવામાં આવ્યું છે, તે જોવા

જો તમે તમારી કાઢી નાખવાની વિનંતી પર કૉપિ અપલોડ થતી અટકાવો વિકલ્પ પસંદ કર્યો હોય અને તમારી કાઢી નાખવાની વિનંતીને મંજૂરી મળી ગઈ હોય, તો તમે જોઈ શકો છો કે કેટલી કૉપિને ફરી અપલોડ થવાથી ઑટોમૅટિક રીતે અટકાવવામાં આવી છે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ પસંદ કરો.
  3. કાઢી નાખવાની વિનંતીઓ ટૅબ પર ક્લિક કરો.
  4. એક પંક્તિ પર ક્લિક કરો. કાઢી નાખવા માટે વિનંતી કરેલા વીડિયો વિશે વધુ વિગતો બતાવવા માટે પંક્તિ મોટી થાય છે.
  5. ઑટોમૅટિક રીતે અટકાવ્યા કૉલમમાં તમે ફરી અપલોડ કરવાથી ઑટોમૅટિક રીતે અટકાવવામાં આવેલા વીડિયોની સંખ્યા જોઈ શકો છો.
    • જ્યારે આ કૉલમનું સ્ટેટસ સક્રિય હોય, ત્યારે તેનો અર્થ એ થાય છે કે YouTube અન્ય લોકોને આ વીડિયોની કૉપિ ફરી અપલોડ કરતા અટકાવવા માટે સક્રિયપણે તેનાથી બનતા બધા શ્રેષ્ઠ પ્રયાસો કરે છે.
મેળ શોધો કૉલમમાં બતાવવામાં આવતા વીડિયોનો રિવ્યૂ કરવા વિશે વધુ જાણો.

કૉપિ અપલોડ થતી અટકાવો વિકલ્પ બંધ કરો

જો તમે તમારી કાઢી નાખવાની વિનંતીમાં કૉપિ અપલોડ થતી અટકાવો વિકલ્પ પસંદ કર્યો હોય, તો તમે કોઈપણ સમયે આ વિકલ્પ બંધ કરી શકો છો. તેને બંધ કરવાથી કાઢી નાખેલા વીડિયોની કોઈપણ કૉપિ ભવિષ્યમાં અપલોડ કરવાની મંજૂરી મળશે. આ વિકલ્પ બંધ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ પસંદ કરો.
  3. કાઢી નાખવાની વિનંતીઓ ટૅબ પર ક્લિક કરો.
  4. એક પંક્તિ પર ક્લિક કરો. કાઢી નાખવા માટે વિનંતી કરેલા વીડિયો વિશે વધુ વિગતો બતાવવા માટે પંક્તિ મોટી થાય છે.
  5. કૉપિ થતી અટકાવોની પાસે આપેલા બૉક્સને અનચેક કરો.
નોંધ:
  • કૉપિ થતી અટકાવો વિકલ્પ બંધ કરવો ફક્ત તે પછી અપલોડ કરવામાં આવેલા વીડિયોને અસર કરે છે. પહેલેથી કાઢી નાખવામાં આવેલા વીડિયોને રિસ્ટોર કરવામાં આવશે નહીં.
  • તમારી કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચવાથી પણ આ સુવિધા ઑટોમૅટિક રીતે બંધ થઈ જશે.

સામાન્ય પ્રશ્નો

જો તમે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો, તો:

જ્યારે મેં મારી કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી ત્યારે મને “કૉપિ થતી અટકાવો” વિકલ્પ પસંદ કરવાનું યાદ ન રહ્યું. શું તે પસંદ કરવા માટે પાછા જઈ શકાય?

જો તમે અગાઉ કૉપિ અપલોડ થતી અટકાવવાનો વિકલ્પ પસંદ કર્યો ન હોય, તો તમે પહેલેથી સબમિટ કરેલી કાઢી નાખવાની વિનંતી માટે આ વિકલ્પ પસંદ કરી શકશો નહીં. જો તમને તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટવાળો કોઈ અન્ય વીડિયો મળી આવે, તો કાઢી નાખવાની કોઈ નવી વિનંતી સબમિટ કરવા માટે વેબફોર્મનો ઉપયોગ કરો. તમે સબમિટ કરો તે પહેલાં કૉપિ અપલોડ થતી અટકાવો વિકલ્પ પસંદ કર્યો હોવાની ખાતરી કરો.

મને શા માટે કૉપિ ઑટોમૅટિક રીતે અપલોડ કરવાથી અટકાવવામાં આવ્યો હોય એવો કોઈપણ વીડિયો જોવા મળતો નથી?

તમને કદાચ ઑટોમૅટિક રીતે ફરી અપલોડ કરવાથી અટકાવવામાં આવ્યું હોય એ જ કન્ટેન્ટની કોઈ કૉપિ જોવા ન મળે, જો:

  • તમારી કાઢી નાખવાની વિનંતી મંજૂર કરવામાં આવી ન હોય.
  • કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટની કોઈ કૉપિ ઓળખી શકાઈ ન હોય.

મેં “કૉપિ અપલોડ થતી અટકાવો” વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ મારા વીડિયોની કોઈ એવી કૉપિ મળી આવી છે જેને ઑટોમૅટિક રીતે ફરી કાઢી નાખવામાં આવી ન હતી. આમ થવાનું કારણ શું?

કૉપિ થતી અટકાવો સુવિધા, કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટની કૉપિને ફરીથી અપલોડ થતી અટકાવવાનો પ્રયાસ કરે છે. તમારી કાઢી નાખવાની વિનંતી મંજૂર થાય પછી જ આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. શક્ય છે કે તમને જે વીડિયો મળ્યો તે વિનંતી મંજૂર થવા પહેલાં અપલોડ કરવામાં આવ્યો હોય.

તમારા કન્ટેન્ટની નાની-નાની ક્લિપ અપલોડ થવાથી કદાચ અટકાવી ન શકાય. અમારી સિસ્ટમ તેને કાઢી નાખેલા કન્ટેન્ટની કૉપિ ન માને એવું બની શકે છે.

જો તમને કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટની કોઈ કૉપિ મળી હોય, તો તમે અમારા વેબફોર્મનો ઉપયોગ કરીને તેની જાણ કરી શકો છો. તમને મળેલો વીડિયો તમારા મેળ ટૅબમાં દેખાય છે કે કેમ તે પણ તમે ચેક કરી શકો છો અને ત્યાંથી કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો છો.

"ઑટોમૅટિક રીતે અટકાવેલા" કૉલમ અને "મેળ શોધો" કૉલમ વચ્ચે શું તફાવત છે?

ઑટોમૅટિક રીતે અટકાવેલા કૉલમમાં કાઢી નાખેલા કન્ટેન્ટની કૉપિની સંખ્યા બતાવવામાં આવે છે. આ એવા વીડિયો છે જેને કોઈ વપરાશકર્તાએ અપલોડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને YouTube પર દેખાવાથી ઑટોમૅટિક રીતે અટકાવવામાં આવ્યા હતા.

જ્યારે ઑટોમૅટિક રીતે અટકાવેલા સ્ટેટસ સક્રિય હોય, ત્યારે તેનો અર્થ થાય છે કે YouTube અન્ય વ્યક્તિઓને આ કૉપિ ફરીથી અપલોડ કરવાથી અટકાવવાનો સક્રિયપણે પ્રયાસ કરી રહ્યું છે.

મેળ શોધો કૉલમ સૂચવે છે કે YouTube કાઢી નાખેલા કન્ટેન્ટની સંભવિત કૉપિ શોધી રહ્યું છે કે નહીં.

જ્યારે મેળ શોધો સ્ટેટસ સક્રિય હોય, ત્યારે તેનો અર્થ થાય છે કે YouTube કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટની સંભવિત કૉપિ સક્રિયપણે શોધી રહ્યું છે. કાઢી નાખેલા કન્ટેન્ટની આ સંભવિત કૉપિને અપલોડ થવાથી ઑટોમૅટિક રીતે એટલા માટે અટકાવવામાં આવી નથી કે તેની ઓળખ કૉપિ તરીકે કરવામાં આવી હતી, પરંતુ એટલા માટે કે તેમની ગણતરી સંભવિત કૉપિ તરીકે કરવામાં આવી છે.

નોંધ: જ્યારે તમારી કાઢી નાખવાની વિનંતી નિષ્ક્રિય થઈ જાય, ત્યારે આ કૉલમનું સ્ટેટસ નિષ્ક્રિય તરીકે બતાવવામાં આવી શકે છે. જો તમે તમારી કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચી લીધી હોય અથવા પ્રતિવાદના પરિણામે જો વીડિયો ફરી બતાવવાનું શરૂ કરવામાં આવ્યું હોય તો આવું બની શકે છે.

કૉપિ તરીકે ઓળખ કરવામાં આવી ન હોય એવા વીડિયો સહિતના મારા કન્ટેન્ટનો ઉપયોગ કરતા દરેક વીડિયોને અપલોડ થવાથી કેમ અટકાવવામાં આવતો નથી?

જરૂરી નથી કે તમારા કન્ટેન્ટનો ઉપયોગ દરેક વખતે તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતું હોય. ઉચિત ઉપયોગ જેવા કૉપિરાઇટ સંબંધિત અપવાદો છે, જેનો અર્થ એ થઈ શકે કે તમારા કન્ટેન્ટનો ઉપયોગ માન્ય હોઈ શકે છે.

અમારી સિસ્ટમ તમને કાઢી નાખેલા કન્ટેન્ટની સંભવિત કૉપિ બતાવશે, પણ શું પગલું લેવું તે નક્કી કરવું તમારા પર નિર્ભર છે. જો તમે માનતા હો કે કન્ટેન્ટની સંભવિત કૉપિથી તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તમે એ સંભવિત કૉપિને કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો છો.

મને એ વાતની જાણ કેમ થતી નથી કે કયા વીડિયોની કઈ કૉપિ અપલોડ કરવાથી ઑટોમૅટિક રીતે અટકાવવામાં આવી હતી?

આ વીડિયો અપલોડ કરાયો નથી, તેથી તમારે કોઈ પગલું લેવાની જરૂર નથી. ઑટોમૅટિક રીતે અટકાવેલા કૉલમમાં બતાવેલી વીડિયોની સતત થતી ગણતરી તમને કેટલી કૉપિને ફરી અપલોડ થવાથી અટકાવવામાં આવી હતી તેનો અંદાજ આપશે.

જો કાઢી નાખેલા કન્ટેન્ટની કોઈ કૉપિને ખાનગી તરીકે સેટ કરવામાં આવે, તો શું તેને અપલોડ થતી અટકાવવામાં આવશે?

પ્રાઇવસી સેટિંગને ધ્યાનમાં લીધા વિના, અમારી સિસ્ટમ કાઢી નાખેલા કન્ટેન્ટની કૉપિ ઓળખવાનો પ્રયાસ કરશે તેમજ તેને ઑટોમૅટિક રીતે ફરીથી અપલોડ થતા અટકાવશે.

તમારા રિવ્યૂની જરૂર હોય એવા મેળ માટે, અમે માત્ર સાર્વજનિક રીતે ઉપલબ્ધ વીડિયો જ બતાવીશું.

શું "કૉપિ અપલોડ થતી અટકાવો" સુવિધા એવા વીડિયોને ઑટોમૅટિક રીતે અટકાવશે કે જેમાં મારા કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કરેલા વીડિયો સિવાયના કન્ટેન્ટનો સમાવેશ છે, જેમ કે છબી?

હા, કૉપિ અપલોડ થતી અટકાવો સુવિધા કાઢી નાખેલા વીડિયોની કૉપિને અપલોડ થતા અટકાવી શકે છે અને જો વીડિયોમાં તમારા કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કરેલા વીડિયો સિવાયના કન્ટેન્ટનો સમાવેશ હોય તો સંભવિત કૉપિ બતાવી શકે છે.

ધ્યાનમાં રાખો કે, અમારી સિસ્ટમ માત્ર YouTube પર અપલોડ કરેલા હોય એ જ વીડિયો ચેક કરે છે. જો વર્ણન કે થંબનેલ છબીમાં અથવા વીડિયો ન હોય એવી કોઈપણ વસ્તુમાં તમારું વીડિયો સિવાયનું કન્ટેન્ટ હોય, તો અમારી સિસ્ટમ તેને ઓળખી શકશે નહીં.

હું જે કન્ટેન્ટને કાઢી નાખવાની વિનંતી કરું છું તેના વિશ્વવ્યાપી વિશિષ્ટ અધિકારો ધરાવવાનો અર્થ શું છે? 

વિશ્વવ્યાપી વિશિષ્ટ અધિકારો ધરાવવાનો અર્થ એ છે કે કન્ટેન્ટના વિશ્વવ્યાપી ઉપયોગ અને ડિસ્ટ્રિબ્યૂશનનું સંપૂર્ણ નિયંત્રણ માત્ર તમારી અથવા તમારું પ્રતિનિધિત્વ કરતા ક્લાયન્ટ પાસે છે.

હું શા માટે Content IDનો ઍક્સેસ ન મેળવી શકું?

YouTubeના કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલ પ્રાસંગિક અપલોડકર્તાથી લઈને અનુભવી મીડિયા કંપની સુધીના વિવિધ પ્રકારના નિર્માતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. Content ID એ સૌથી જટિલ કૉપિરાઇટ મેનેજમેન્ટ જરૂરિયાતોવાળા કૉપિરાઇટના માલિકો માટે ઉપલબ્ધ છે.

Content ID માટે યોગ્યતા મેળવવા, કૉપિરાઇટ માલિકો પાસે YouTube પર નિયમિતપણે અપલોડ કરવામાં આવતી મૂળ સામગ્રીના નોંધપાત્ર ભાગના વિશિષ્ટ અધિકારો હોવા આવશ્યક છે. અન્ય માપદંડોમાં, તેમની પાસે કૉપિરાઇટ અને Content ID મેનેજ કરવા માટે જરૂરી સંસાધનોનું વિગતવાર જ્ઞાન હોવું પણ આવશ્યક છે. Content IDની યોગ્યતા વિશે વધુ જાણો.

હું એક સંગીતકાર છું. શું હું મારા ગીતોના ફરીથી કરવામાં આવતા અપલોડને અટકાવવા માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકું?

હા. એકવાર તમે વેબફોર્મમાં કાર્યનો પ્રકાર, "ઑરિજિનલ ગીત"નો ઉપયોગ કરીને કોઈ વીડિયોને સફળતાપૂર્વક કાઢી નાખો, તે પછી YouTube એ જ વીડિયોની કૉપિને ફરીથી અપલોડ થવાથી અટકાવવાનો પ્રયાસ કરશે. 

આ ઉપરાંત, Copyright Match Tool તમારા ગીત કે ઑડિયો કન્ટેન્ટ સાથે સંભવિત રીતે મેળ ખાતો હોય એવો ઑડિયો ધરાવતો વીડિયો બતાવશે. ધ્યાનમાં રાખો કે જો કોઈ વ્યક્તિ તેમના વીડિયોમાં તમારા ગીત કે ઑડિયો કન્ટેન્ટનો ઉપયોગ કરે, તો Copyright Match Tool તે બતાવશે નહીં.

જો તમારો વીડિયો અપલોડ થવાથી અટકાવવામાં આવ્યો હોય, તો:

મારો વીડિયો અપલોડ થવાથી કેમ અટકાવવામાં આવ્યો, તેના વિશે વધુ માહિતી મને ક્યાંથી મળી શકે?

તમે YouTube Studioમાં વધુ માહિતી શોધી શકો છો:

  1. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  2. પ્રતિબંધો કૉલમમાં, શરતો અને પૉલિસીઓ પર કર્સર લઈ જાઓ. પૉપ-અપ તમને જણાવશે કે તમારો વીડિયો અપલોડ કરી શકાયો નથી કારણ કે તેમાં અમે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીને કારણે પહેલેથી જ કાઢી નાખ્યો હતો એવા કોઈ વીડિયોમાંના કન્ટેન્ટની કૉપિ છે. તે તમને બતાવશે કે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી કોણે કરી હતી, વિનંતી ક્યારે પ્રાપ્ત થઈ હતી અને દાવેદારના કૉપિરાઇટ-સંરક્ષિત કાર્યનું શીર્ષક શું.

જ્યારે તમારો વીડિયો અપલોડ થવાથી અટકાવવામાં આવશે, ત્યારે અમે તમને ઇમેઇલ પણ મોકલીશું, જેમાં આ માહિતી હશે.

જો મારા વીડિયોમાંના કોઈ એક વીડિયોને અપલોડ થવાથી અટકાવવામાં આવ્યો હોય, તો શું એનો અર્થ એ થાય કે મને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી છે?

ના, જો વીડિયોને ઑટોમૅટિક રીતે અપલોડ થવાથી અટકાવવામાં આવે, તો તેની અસર તમારી ચૅનલ પર થતી નથી અને તેના પરિણામે કૉપિરાઇટ સ્ટ્રાઇક અથવા સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળતી નથી.

જો મને લાગે કે મારો વીડિયો અપલોડ થવો જોઈએ, તો તેના માટે હું શું કરી શકું?

જો તમને લાગે કે તમારો વીડિયો અપલોડ થવો જોઈએ, તો તેના માટે તમે પૉપઅપમાં દેખાતી લિંકનો ઉપયોગ કરીને અપીલ ફાઇલ કરી શકો છો.

તમારી અપીલમાં, તમારે અમને નીચે મુજબની માહિતી આપવી જોઈએ:

  1. તમારી સંપર્ક માહિતી

જો YouTube તમારી અપીલ સ્વીકારે તો અમે તેને તમારી વ્યક્તિગત માહિતી સહિત કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરનારા દાવેદારને ફૉરવર્ડ કરીશું. તેઓ તમારી અપીલને લઈને તમારો સંપર્ક કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરી શકે છે. જો તમે દાવેદાર સમક્ષ તમારી વ્યક્તિગત માહિતી શેર કરવા અંગે ચિંતિત હો, તો તમે તમારા વતી અપીલ સબમિટ કરવા માટે કોઈ અધિકૃત પ્રતિનિધિ (જેમ કે વકીલ) નિયુક્ત કરી શકો છો. અધિકૃત પ્રતિનિધિએ વિનંતી સબમિટ કરવા માટે તેમના પોતાના YouTube એકાઉન્ટનો ઉપયોગ કરવો આવશ્યક છે. ઉપરાંત, તેમણે તમારી સાથેના તેમના સંબંધોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

  1. અપલોડ થવાથી અટકાવવામાં આવ્યો હોય એવા વીડિયોનું માન્ય વીડિયો URL

અપીલ ફાઇલ કરવા માટેના પૉપઅપમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કર્યા બાદ ઑટોમૅટિક રીતે આ દેખાવું જોઈએ.

  1. તમને શા માટે એમ લાગે છે કે તમારી પાસે વીડિયો અપલોડ કરવાના બધા જરૂરી અધિકારો છે

તમારા પોતાના શબ્દોમાં સ્પષ્ટ કરો કે કેવી રીતે તમારી પાસે વીડિયો અપલોડ કરવાના બધા જરૂરી અધિકારો છે અને પછી તેને સપોર્ટ કરતા દસ્તાવેજો જોડો. આ કન્ટેન્ટ રિવ્યૂ માટે દાવેદારને મોકલવામાં આવશે.

  1. સ્ટેટમેન્ટ

તમારે નીચે આપેલા આ 2 વિધાનો સાથે સંમત થવું આવશ્યક છે:

  • હું જાહેર કરું છું કે મારી પાસે YouTube પર વિવાદિત કન્ટેન્ટને અપલોડ કરવાના બધા જરૂરી અધિકારો છે.
  • હું જાહેર કરું છું કે આ અપીલમાંની માહિતી સાચી અને સંપૂર્ણ છે. હું સમજું છું કે ખોટી માહિતી ધરાવતી અપીલ ફાઇલ કરવાથી મારું YouTube એકાઉન્ટ સમાપ્ત કરવામાં આવી શકે છે.
  1. તમારી સહી

તમારું કે તમારા અધિકૃત પ્રતિનિધિ (જ્યાં લાગુ થતું હોય ત્યાં)નું પૂરું કાનૂની નામ ટાઇપ કરવાથી, તે ડિજિટલ સહી તરીકે કામ કરશે. પૂરા કાનૂની નામમાં કંપની કે ચૅનલનું નામ નહીં, પણ નામ અને અટક હોવા જોઈએ.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10538483702899154534
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false