નોટિફિકેશન

If you’re reaching out about an error message or a blank screen in your Channel Analytics in YouTube Studio, we are aware and working on a fix. You can follow along here for updates. Our teams are currently experiencing high support volumes. Please expect longer than usual wait times for responses to questions from email, chat, and @TeamYouTube on Twitter. 

ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયા

YouTube પર વીડિયો માટે ગેમિંગ એ એક લોકપ્રિય વિષય છે. આ પેજ ગેમિંગ વીડિયોનાં નિર્માતાઓને લાગુ કરી શકાય તેવા વિવિધ કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસને સમજવામાં મદદ કરે છે. આ નવી પૉલિસીઓ નથી, પરંતુ તેના બદલે પ્રવર્તમાન માર્ગદર્શિકાઓ છે કે જે YouTubeની જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાઓમાંથી મેળવવામાં આવી છે. આ પેજ ગેમિંગ વીડિયો માટેનાં સામાન્ય થીમ પર ફોકસ કરે છે ત્યારે યાદ રાખો કે તમારા બધા જ વીડિયોને જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાઓ લાગુ થાય છે.

નીચેનાનું ઉલ્લંઘન કરવાથી તમારા કમાણી કરવા માટેનાં વીડિયો પર જાહેરાતકર્તાઓ મર્યાદિત જાહેરાતો બતાવવાનું કે કોઈ જાહેરાતો ન બતાવવાનું પસંદ કરી શકે છે. તમારા વીડિયો YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે છે કે નહીં એ તપાસવું હંમેશા શ્રેષ્ઠ રહે છે, જે તમારા કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસને પણ અસર કરી શકે છે.

ગેમિંગ વીડિયો વડે કમાણી કરવા માટેની ટિપ

નીચે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાઓમાંથી એવા કેટલાક ઉદાહરણો આપ્યા છે કે જે ગેમિંગના વિષયને સંબંધિત છે. જો ઑડિયો કે વિઝ્યુઅલ સ્વરૂપમાં કોઈ પ્રકારના પૉલિસીના ઉલ્લંઘન હોય, તો કમાણી કરવાની પ્રક્રિયા માટેના આઇકનમાં નીચેના બધા ફેરફારો વાસ્તવિક અને કમ્પ્યૂટર વડે જનરેટ કરેલા વિષયો બન્નેને દર્શાવતા વીડિયોને લાગુ થઈ શકે છે. તેમાં વીડિયો થંબનેલ અને શીર્ષક શામેલ છે.

અનુચિત ભાષા

ગેમિંગ વીડિયોની શરૂઆતમાં કે સમગ્ર વીડિયોમાં અપશબ્દો કે અભદ્રતા દર્શાવવાથી કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ બદલાઈ શકે છે. તમારા કન્ટેન્ટની અંદર ક્યારેક કે પ્રસંગોપાત અપશબ્દોનો ઉપયોગ કરવાથી (જેમ કે મ્યુઝિક વીડિયો, બૅકિંગ ટ્રૅક, પ્રસ્તાવના/સારાંશનું મ્યુઝિક કે બૅકગ્રાઉન્ડમાં ચલાવવામાં આવતા મ્યુઝિકમાં), તમારો વીડિયો જાહેરાત માટે અયોગ્ય બને તે જરૂરી નથી.

અહીં તેના કેટલાક ઉદાહરણ છે (અપૂર્ણ):

જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો

આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

શીર્ષક, થંબનેલ કે વીડિયોમાં ટૂંકાવેલા કે સેન્સર કરેલા અપશબ્દો અથવા “ભડવો” અથવા “ફટટૂ” જેવા શબ્દો હોય. વીડિયોમાં વારંવાર “રાંડ”, “ચુતીયો”, "ગાંડ તારી" અને “એની મા ને” જેવા સામાન્ય રીતે અયોગ્ય શબ્દો વાપરવા. મ્યુઝિક કે સ્ટૅન્ડ અપ કૉમેડીના વીડિયો કન્ટેન્ટમાં ઉપયોગમાં લેવાયેલા મોટા ભાગના અપશબ્દો.

વ્યાખ્યાઓ:

  • “સેન્સર કરેલા અપશબ્દો”નો અર્થ છે શબ્દને બ્લીપ કે મ્યૂટ કરવો તેમજ લખેલા શબ્દોને ઊભી કાળી લાઇન, ચિહ્નો કે પોસ્ટ-પ્રોડક્શનમાં ઉમેરેલા ટેક્સ્ટથી છુપાવવા જેવી બાબતો.
  • “ટૂંકાવેલા અપશબ્દો”નો અર્થ છે WTF (“શું ભે*દ છે”) જેવો ટૂંકો શબ્દ જેમાં મૂળ શબ્દને તેના પહેલા અક્ષરનો ઉપયોગ કરીને નાનો બનાવવામાં આવ્યો હોય.

આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

પહેલી 7 સેકન્ડમાં ભારે અપશબ્દો (જેમ કે ભે*દ) અથવા શીર્ષક કે થંબનેલમાં ઉપયોગમાં લેવાયેલા સામાન્ય રીતે અયોગ્ય શબ્દો (જેમ કે "એની મા ને").

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • પૂરા વીડિયોમાં અપશબ્દોનો મુખ્ય ઉપયોગ થયો હોય (જેમ કે મોટાભાગના વાક્યોમાં અપશબ્દોનો ઉપયોગ થયો હોય).
  • મ્યુઝિક અથવા સ્ટેન્ડ અપ કૉમેડી સંબંધિત કન્ટેન્ટના શીર્ષક અથવા થંબનેલમાં અપશબ્દોનો ઉપયોગ થયો હોય.

આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

થંબનેલ કે શીર્ષકોમાં ઉપયોગમાં લેવાયેલા ખૂબ ગંદા અપશબ્દો (જેમ કે ભે*દ). અત્યંત ગંદા અપશબ્દોનો કોઈપણ ઉપયોગ, જેમાં વીડિયો, થંબનેલ અથવા શીર્ષકમાં "કા*ડો" અથવા "ચો*રું" જેવી દ્વેષપૂર્ણ ભાષા અથવા અપમાનજનક ઉપનામોનો સમાવેશ થાય છે.

દ્વેષપૂર્ણ ભાષા અથવા અપમાનજનક ઉપનામો વિશે વધારાની માહિતી માટે, તમે અમારા સહાયતા કેન્દ્રમાં અમારા દ્વેષપૂર્ણ અને અપમાનજનક કન્ટેન્ટ સંબંધિત દિશાનિર્દેશનો સંદર્ભ પણ લઈ શકો છો.

પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ

જાહેરાતો માટે માર્ગદર્શન લૈંગિક રીતે સૂચક નગ્નતા પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો

આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

જાતીય રીતે આનંદ ન આપનાર વિષયો (જેમ કે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેવા અંગેની માહિતી).

નિયમિત પ્રેમ દ્રશ્યો (પાત્રો વચ્ચે ગાઢ ચુંબન).

જાતીય ટુચકા અને કટાક્ષનો ઉપયોગ (જેમ કે હાથ વડે મનોરંજક રીતે જાતીય ક્રિયાની નકલ કરવી) કે જેમાં અભદ્ર કે અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો ન હોય.

સંપૂર્ણ રીતે સેન્સર કરેલાં નગ્ન શરીરો કે જેમાં લાક્ષણિક્તાઓને ઓળખી ન શકાય.

યોગ્ય સેટિંગમાં મર્યાદિત કપડાનું ઉત્તેજક ન હોય તે રીતે ચિત્રણ, જેમ કે પૂલ (સ્ટોરીના ભાગ રીતે ગેમના પાત્રો બિકનીમાં તરતા હોય).

ફોકલ ન હોય તે રીતે, સંપૂર્ણપણે સેન્સર કરેલી નગ્નતા (જેમ કે સંપૂર્ણપણે સેન્સર કરેલા શરીરના નગ્ન અંગો).

રોમાન્સ અથવા ચુંબન; સંભોગના સંદર્ભ વિના રોમાન્ટિક સંબંધોની કે જાતીયતાની ચર્ચાઓ; સંપૂર્ણપણે સેન્સર થયેલી નગ્નતા કે જે સમજી ન શકાય તેવી અને ઑડિયન્સને ઉત્તેજિત કરવાના હેતુવાળી ન હોય; સ્તનપાન સંબંધિત નગ્નતા કે જેમાં બાળક હાજર હોય; ગ્રાફિક વિનાનું જાતીય શિક્ષણ; મોહક અથવા આકર્ષક દેખાવાના પ્રયાસમાં શરીરના સામાન્ય જાતીય અંગોની હિલચાલો શામેલ કરતું તાલબદ્ધ નૃત્ય; વ્યાવસાયિક સેટિંગમાં જાતીય રીતે ગ્રાફિક નૃત્ય, જેમ કે કોરિયોગ્રાફ કરેલું નૃત્ય અથવા મ્યુઝિક વીડિયો.

આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

ડાન્સ સ્ટુડિયો કે લાઇવ ઇવેન્ટ જેવા વ્યાવસાયિક સેટિંગમાં ઓછામાં ઓછા વસ્ત્રો પર ફોકસ સાથે કામુક નૃત્ય (જેમ કે ટ્વર્કિંગ) કરવું.

જરા પણ નહીં.

દૃષ્ટિગોચર થતો સંભોગ દર્શાવતી શાસ્ત્રીય કલા (જેમ કે જાતીય કૃત્યનું ચિત્ર) અથવા થંબનેલમાં જાતીય અંગો પર ફોકસ; ઍનિમેટ કરેલા જાતીય કૃત્યોવાળું બિન-ઉત્તેજક જાતીય શિક્ષણ; જાતીય થીમને શામેલ કરતી મજાક; એકદમ ઓછા વસ્ત્રો પર ફોકસ કરતું નૃત્યુ; નૃત્યમાં જાણીજોઈને શરીરના જાતીય અંગોને સ્પર્શવા અથવા તેમની પર ફોકસ કરવું.

આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

જોઈ શકાય તેવી જાતીય ક્રિયાઓ કે જાતીય અંગોના પ્રવાહીઓ.

વાર્તાના ભાગ રીતે જાતીયતાને સંબંધિત મનોરંજન દર્શાવતી ગેમની સ્ટોરી (જેમ કે સ્ટ્રિપ ક્લબ) (પછી ભલે તે ઝડપી સ્ટોપ/કાર્ય હોય).

જાતીય ઇચ્છાઓના ચિત્રણો કે તેના વિશે ચર્ચાઓ.

અયોગ્ય અને અભદ્ર શીર્ષકો કે થંબનેલ જેમ કે “hot s3x” (ઈરાદાપૂર્વક ખોટી જોડણી લખવા સહિત) અથવા “હસ્તમૈથુનનું સંકલન."

ભ્રામક મેટાડેટા (જાતીય કૃત્યનું વચન આપતા શીર્ષકો) પછી ભલે વીડિયોમાં પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ ન હોય.

જાતીય રીતે ખૂબ જ ઉત્તેજક શીર્ષકો કે થંબનેલ (જેમ કે “18+,” “માત્ર પુખ્ત વયના લોકો માટે”).

પુખ્ત વયના લોકોને ધ્યાનમાં રાખીને બનાવેલી જાતીય વીડિયો ગેમ અથવા ઑડિયન્સને ઉત્તેજિત કે સંતુષ્ટ કરવાના હેતુથી વીડિયો ગેમના પાત્રોને જાતીય પ્રવૃત્તિ આચરતા બતાવવામાં આવતા હોય.

અભદ્ર શબ્દો સહિત અશ્લીલ ભાષાનો ઉપયોગ (જેમ કે ચો-શબ્દની સ્પષ્ટ રીતે જોડણી લખી હોય અથવા તેને ગેમ દરમિયાન બોલવામાં આવે).

સેક્સ ટોય કે તેના જેવી આનંદ વધારનારી પ્રોડક્ટ (જેમ કે ગેમની આઇટમો કે બેકગ્રાઉન્ડમાં દેખાડવી).

સૂચિત જાતીય ક્રિયાઓ (જેમ કે ધાબળા હેઠળ હલનચલન) અથવા જાતીય ક્રિયાના અવાજો (જેમ કે કામુક અવાજો).

ગેમપ્લેમાં સંદર્ભ આપેલા વર્ણન કરેલા જાતીય વિષયો (જેમ કે હસ્તમૈથુન કે પાત્રના કે ગેમના દૃશ્યનાં આધારે જાતીય વિષયનું વર્ણન કરવું).

સંપૂર્ણપણે ખુલ્લા જાતીય અંગો (જેમ કે દૃશ્યમાન જાતીય અંગો).

પિક્સલેટ અથવા સેન્સર કરેલી નગ્નતા જ્યાં શરીરના જાતીય અંગો હજી પણ ઓળખી શકાતા હોય (જેમ કે દૃશ્યોમાં નગ્ન શરીર પર સ્ટાર આપેલા હોય કે તેને બ્લર કરેલા હોય પરંતુ હજી પણ તેને તેમની રેખાકૃતિઓ પરથી ઓળખી શકાતા હોય).

શરીરના જાતીય અંગોના ચિત્રણો જેમ કે બે સ્તન વચ્ચેના ભાગ અથવા ઉપસેલા અંગોના પુનરાવર્તિત કે ફોકલ શૉટ કે જેનો હેતુ ઑડિયન્સને જાતીય રીતે ઉત્તેજિત કરવાનો હોય (જેમ કે ગેમના પાત્રોના સ્તનના નજીકથી શૉટ કે જાતીય અંગોની ઉપસેલી આઉટલાઇનના શૉટ).

ઉઘાડા, ન્યૂનતમ ઢંકાયેલા શરીરના જાતીય અંગો અથવા સંપૂર્ણ નગ્નતા; સ્તનપાન સંબંધિત નગ્નતા કે જેમાં બાળક દૃશ્યમાં હાજર ન હોય; જાતીય કૃત્યો (તેને બ્લર કર્યા હોય અથવા તે ગર્ભિત હોય તો પણ), જાતીય વિષયોની ચર્ચા, જેમ કે જાતીય કલ્પનાઓ, ટિપ, અનુભવો; જાતીય કન્ટેન્ટવાળી વીડિયો થંબનેલ (ટેક્સ્ટ અથવા લિંક સહિત); જાતીય રીતે ઉત્તેજક દૃશ્યો અને સંકેતો; સેક્સ ટૉય કે ડિવાઇસનું પ્રદર્શન; દેહ વેપાર અને તેના કાર્યકરો સંબંધિત કન્ટેન્ટ; જાતીય અંગો અથવા મૈથુનના દૃશ્યો બતાવતી પ્રાણીની જાતીયતા; નૃત્યમાં જાતીય હિલચાલોની નકલ કરવી અથવા અનુકરણ કરવું; ઑડિયન્સને ઉત્તેજિત કરવાનો સ્પષ્ટ હેતુ ધરાવતા ઉત્તેજક નૃત્ય.

હિંસા

જાહેરાતો માટે માર્ગદર્શન ગેમિંગ હિંસા પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો

આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

હિંસા દર્શાવતા ગ્રાફિક રહિત ગેમપ્લે. ગ્રાફિક વિનાના ગેમપ્લેમાં આ શામેલ છે:

  • વીડિયોમાં પહેલી 15 સેકન્ડ પછી ગ્રાફિક દૃશ્યો (જેમ કે કોઈ વ્યક્તિ પર લોહિયાળ હુમલો).

ગ્રાફિક હિંસાની સેન્સર કરેલી ક્લિપ (જેમ કે હત્યા કરવાની ક્ષણ અથવા બ્લર કરેલું શિરચ્છેદનું દૃશ્ય).

સામાન્ય ગેમ પ્લે જે ગ્રાફિક હિંસા ન ગણાતું હોય (ગ્રાફિક હિંસાની વ્યાખ્યા માટે નીચે “આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે” વિભાગ જુઓ).

હિંસા કે જે અવાસ્તવિક, ગમ્મત અને સામાન્ય રીતે બધી ઉંમરના લોકો માટે સ્વીકાર્ય હોય (જેમ કે કુટુંબ માટે અનુકૂળ વીડિયો ગેમ કે જેમાં રાક્ષસોથી બચવા માટે ભાગતા બતાવવામાં આવે).
નિયમિત ફરજ બજાવવી (જેમ કે બળજબરીથી ધરપકડ, ટોળાનું નિયંત્રણ, અધિકારી સાથે તકરાર, બળજબરીથી પ્રવેશ); ફેરફાર કર્યા વિનાના વીડિયો ગેમપ્લેના ભાગ તરીકે થતી હિંસા; ઓછામાં ઓછા રક્તપાતવાળી હળવી હિંસા; સંપૂર્ણ રીતે સેન્સર થયેલા, બ્લર કરેલા, દફનવિધિ માટે તૈયાર અથવા શૈક્ષણિક વીડિયોના ભાગ તરીકે યુદ્ધ જેવી ઐતિહાસિક ઇવેન્ટમાં બતાવાતા મૃતદેહો સહિત કાયદાનું અમલીકરણ.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

થંબનેલમાં અથવા વીડિયોની પહેલી 8થી 15 સેકન્ડમાં ગ્રાફિક ગેમની હિંસા.

  • “ગ્રાફિક ગેમમાં હિંસા”માં શરીરના પ્રવાહી અને અંગો પર ફોકસ કરતી ક્રૂર હત્યાઓ અથવા ગંભીર ઈજાઓ શામેલ છે, જેમ કે શિરચ્છેદ અને અંગ-વિચ્છેદ.
કાયદાનું ગ્રાફિક અમલીકરણ જેમ કે જોઈ શકાય તેવી ઈજાઓ; શૈક્ષણિક કે દસ્તાવેજી સેટિંગ (જેમ કે ઇતિહાસની જાણકારી આપતી ચૅનલ)માં દેખીતી ઈજા કે હાનિવાળા મૃતદેહો; થંબનેલ અથવા કન્ટેન્ટની શરૂઆતમાં જ ગ્રાફિક ગેમની હિંસા; ઈજાઓ વિના સશસ્ત્ર તકરારનો ફેરફાર કર્યા વિનાનો ફૂટેજ; કરૂણ ઘટનાઓની ગ્રાફિક વિગતોનું વર્ણન; ગંભીર અને આઘાતજનક ઈજાઓને નાટકીય રીતે બતાવવી.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

આઘાતજનક અનુભવ કરાવવા માટે બનાવવામાં આવેલા ગેમપ્લે પર ફોકસ. ઉદાહરણોમાં આ શામેલ છે:

  • રમવાયોગ્ય ન હોય તેવા પાત્રોને સામૂહિક હત્યાઓ માટે એકઠા કરવા.

થંબનેલમાં અથવા વીડિયોની પહેલી સાત સેકન્ડમાં ગ્રાફિક ગેમ હિંસા.

  • “ગ્રાફિક ગેમમાં હિંસા”માં શરીરના પ્રવાહી અને/અથવા લાંબા સમયની કે અતિશય પીડા આપતા અંગો પર ફોકસ કરતી ગંભીર ઈજાઓ (જેમ કે શિરચ્છેદ, અંગ-વિચ્છેદન) શામેલ છે.

વીડિયો ગેમપ્લે જેમાં જાતીય હિંસા બતાવી હોય (જેમ કે પાત્રનું જાતીય શોષણ કરવું જ્યાં યાતના અનુભવી શકાતી હોય).

વીડિયો ગેમપ્લે જેમાં સંરક્ષિત ગ્રૂપને લક્ષિત કરતી હિંસા અથવા દ્વેષ દ્વારા પ્રેરિત હિંસા બતાવી હોય. (જેમ કે, દ્વેષભાવથી ચોક્કસ ધાર્મિક ગ્રૂપની હત્યા કરવી).

વીડિયો ગેમપ્લે જેમાં ગ્રાફિક ત્રાસ બતાવ્યો હોય.

વીડિયો ગેમપ્લે જેમાં સગીરોને લક્ષિત કરતી ગ્રાફિક હિંસા બતાવી હોય (જેમ કે સગીર પાત્રને મારવું).

વીડિયો ગેમપ્લે જેમાં વાસ્તવિક નામવાળી વ્યક્તિઓને લક્ષિત કરતી ગ્રાફિક હિંસા બતાવી હોય (જેમ કે સાર્વજનિક પ્રખ્યાત વ્યક્તિના નામવાળા પાત્રની હત્યા કરવી).

બિન-શૈક્ષણિક વીડિયોમાં મૃતદેહોનો ગ્રાફિક; પ્રતિબંધિત થીમ બતાવનાર વીડિયો ગેમપ્લે (જેમ કે બળાત્કાર).

અલ્ટ્રા ગ્રાફિકવાળી હિંસક ક્રિયાઓ (કાયદાના પાલન માટેની ક્રિયાઓ સહિત) અને ઈજાઓ.

હિંસાની ઉશ્કેરણી અથવા તેનું મહિમાગાન.

વિવાદાસ્પદ મુદ્દા

જાહેરાતો માટે માર્ગદર્શન વિવાદાસ્પદ મુદ્દા પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો

આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

'કોઈ જાહેરાત નહીં મળે' કૉલમમાં સૂચિબદ્ધ કોઈપણ વિષય કે ઇવેન્ટના ક્ષણિક, ગ્રાફિક વિનાના અને વર્ણનાત્મક ન હોય તેવા સંદર્ભો.

  • વીડિયો ગેમના સંદર્ભમાં “આત્મહત્યા” શબ્દનો ઉપયોગ કરવો (જેમ કે ગેમ ફરી શરૂ કરવા માટે ગેમના પાત્રની હત્યા કરવી).
  • “હું પોતાને મારી નાખીશ" એવું કહેતા પાત્રો અથવા ગેમ રમનારા.

વિવાદાસ્પદ મુદ્દાને ટાળવા સંબંધિત કન્ટેન્ટ. કોઈ વીડિયોમાં વિવાદાસ્પદ મુદ્દાઓનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેમજ તે ગ્રાફિક અને વર્ણનાત્મક ન હોય તેવું કન્ટેન્ટ. ઘરેલું હિંસા, આત્મઘાત, પુખ્ત વ્યક્તિના જાતીય શોષણ, ગર્ભપાત અને જાતીય ઉત્પીડન સંબંધિત ગ્રાફિક અને વર્ણનાત્મક ન હોય તેવું કન્ટેન્ટ.

આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

કન્ટેન્ટ કે થંબનેલમાં બાળ શોષણ સિવાયના વિવાદાસ્પદ મુદ્દાના ગ્રાફિક ચિત્રણો કે વર્ણનો.

  • થંબનેલમાં કોઈને લાત મરાતી હોય તેવી છબી.
વિવાદાસ્પદ મુદ્દા વિશેનું કન્ટેન્ટ કે જે વિઝ્યુઅલ રીતે વિચલિત કરે તેવું ન હોય, પણ જેમાં વર્ણનાત્મક ભાષા હોય. વિવાદાસ્પદ મુદ્દાઓની નાટકીય, કલાત્મક, શૈક્ષણિક, દસ્તાવેજી અથવા વૈજ્ઞાનિક ઢબે રજૂઆત. બાળ શોષણ સંબંધિત ગ્રાફિક અને વર્ણનાત્મક ન હોય તેવો મુખ્ય વિષય. પુખ્ત વ્યક્તિનું શારીરિક શોષણ, જાતીય ઉત્પીડન કે ઘરેલું હિંસા સંબંધિત ગ્રાફિક ન હોય, પરંતુ વર્ણનાત્મક હોય તેવું કન્ટેન્ટ.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

ગ્રાફિક ચિત્રણ (જેમ કે લોહીયાળ ઈજા) અથવા વિવાદાસ્પદ મુદ્દાઓનું વિગતવાર ચિત્રણ.

  • બાળ શોષણ
  • બાળ યૌનશોષણ
  • બાળ લગ્ન
  • આત્મઘાત
  • આત્મહત્યા
  • ઘરેલું હિંસા
  • ઇચ્છા મૃત્યુ

ગેમમાં કોઈ પાત્રને પોતાના કાંડા કાપીને મૃત્યુ ન થાય ત્યાં સુધી લોહી વહાવીને આત્મઘાત કરતા બતાવવું.

કન્ટેન્ટ, શીર્ષક અથવા થંબનેલમાં વિવાદાસ્પદ મુદ્દાને પ્રોત્સાહન આપવું કે તેની પ્રશંસા કરવી.

  • "હું મારી પત્નીને મારવાનો છું, તે એને જ લાયક છે” એવા ઉલ્લેખો.

વિવાદાસ્પદ મુદ્દાનું ઍનિમેટેડ ચિત્રણ સનસનાટીભરી રીતે રજૂ કરવામાં આવ્યું હોય.

  • અન્ય લોકોને ધમકાવતા પાત્રો દર્શાવવા.

મુખ્ય વિષય તરીકે વિવાદાસ્પદ મુદ્દાના ગ્રાફિક ચિત્રણો અથવા વિગતવાર વર્ણનો; ભોજન સંબંધી વિકારોનો અયોગ્ય સંદર્ભ જેની સાથે નીચેનામાંથી કોઈપણ સંદર્ભ કે સંબંધ હોય:

  • ન્યૂનતમ BMI અથવા વજન.
  • વધુ પડતું પાતળું અથવા ક્ષીણ શરીર બતાવવું.
  • વજન અથવા શરીરના આધારે શરમાવવું અથવા ધમકાવવું.
  • ભોજન લાંબો સમય ખાવાનો, છુપાવવાનો અથવા સંગ્રહ કરવાનો સંદર્ભ.
  • કૅલરીની ઉણપ ઊભી કરવા માટે વ્યાયામ કરવો.
  • ઊલટી કરવી અથવા જુલાબનો દુરુપયોગ કરવો.
  • વજન ઘટાડવાની પ્રગતિ ચેક કરવી.
  • ઉપરના કોઈપણ વર્તનને છુપાવવાનો સંદર્ભ.

ઉપયોગી વ્યાખ્યાઓ:

  • ફોકસ અથવા ફોકલનો અર્થ છે કે સેગમેન્ટ કે આખો વીડિયો આપેલા વિષય વિશેનો છે અને તેમાં વિષયનો વારંવાર સંદર્ભ આપ્યો છે અને તેને ફોકસ કરેલો છે. વિવાદાસ્પદ અથવા સંવેદનશીલની સૂચિમાં શામેલ હોય તેવા વિષયોનો ટૂંકમાં સંદર્ભ આપવો એ 'કોઈ જાહેરાત નથી' માટેનું કારણ નથી. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ અથવા સંવેદનશીલ વિષય (દા.ત. "આવતા અઠવાડિયાના વીડિયોમાં આપણે આત્મહત્યાના ઘટતા દરો પર ચર્ચા કરીશું.")ને ટૂંકમાં સ્વીકારવાને ફોકલ માનવામાં આવશે નહીં, પણ વીડિયોનું જે સેગ્મેન્ટ આવા વિષય પર વિશેષ રીતે વાત કરતું હોય, તેને ફોકલ માનવામાં આવશે. ફોકસ શાબ્દિક હોવું જરૂરી નથી. જો એવી કોઈ છબી કે ટેક્સ્ટ હોય કે જે સંવેદનશીલ મુદ્દા પર ફોકસ કરતી હોય, તો તેને પણ ફોકસ માનવામાં આવશે. કેટલાક ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:

    • આત્મઘાત કરવા પર ફોકસ કરતા હોય એવા વીડિયો.
    • કન્ટેન્ટ કે જેનું ફોકસ અન્ય સંદર્ભ કે કારણ વિના ફક્ત ખૂબ ગંદા અપશબ્દોનો ઉપયોગ કરવા પર હોય.
  • ક્ષણિકનો અર્થ એવી ક્ષણો છે કે જે કન્ટેન્ટનું ફોકસ નથી (મુખ્ય ન હોય એવું) અને તેમાં વિવાદસ્પદ કે સંવેદનશીલની તરીકે સૂચિત વિષયોનો ક્ષણિક સંદર્ભ આપવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ અથવા સંવેદનશીલ વિષય (દા.ત. “આવતા અઠવાડિયાના વીડિયોમાં આપણે આત્મહત્યાના ઘટતા દરો પર ચર્ચા કરીશું.”)ને ટૂંકમાં સ્વીકારવાને ફોકલ નહીં, પરંતુ ક્ષણિક માનવામાં આવશે.

અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની સમગ્ર માર્ગદર્શિકામાં ઉપયોગમાં લેવાયેલા મહત્ત્વનાં શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું કોષ્ટક જુઓ.

ક્યા પ્રકારો લાગુ પડે છે

અમારી ગેમિંગ વડે કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ માટે ક્યા પ્રકારના વીડિયો સુસંગત છે, તેની વિગતો જુઓ.

વીડિયોના લાગુ પ્રકારો

ગેમ કટસિન કે સિનેમેટિકમાં

વાસ્તવિક ગેમપ્લેની વચ્ચે ઉમેરેલો ઍનિમેશનવાળો અનુક્રમ પણ અમારી પૉલિસી ગાઇડલાઇનનાં કાર્યક્ષેત્રમાં આવે છે. મુખ્ય ગ્રાફિક દૃશ્ય શેર કરવા માટે અથવા કઢંગી ક્લિપવાળા આ દ્રશ્યોમાંથી જટિલતાઓ ઊભી કરવા માટે તેમાં ફેરફાર કરવો પીળા આઇકનને અધિન રહેશે.

પ્રતિક્રિયાના વીડિયો

જો તમારા પ્રતિક્રિયાના વીડિયોમાં અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરનારી ઑરિજિનલ ક્લિપ શામેલ કરેલી હોય, તો તે હજી પણ અમારી માર્ગદર્શિકાઓ અને તેના પાલનના કાર્યક્ષેત્રમાં આવે છે; આથી તમે ઑરિજિનલ ઉલ્લંઘન કરનારી ક્લિપ ન બનાવી હોવા છતાં તેના પર પીળુ આઇકન લાગી શકે છે.

વાતચીત / વૉઇસઓવર ધરાવનાર ગેમપ્લે

ઑડિયો ગેમમાંથી ન આવતો હોય પરંતુ તમે તેને બનાવ્યો હોય, ગેમપ્લે પર દર્શાવવા (વૉઇસઓવર) માટેની સુવિધા પણ જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાઓનું પાલન કરે તે જરૂરી છે.

વીડિયોમાં શામેલ કરેલા ટેક્સ્ટ કે ગ્રાફિક

જો વીડિયોમાં કોઈ પણ ટેક્સ્ટમાં બ્રાંડ માટે અસુરક્ષિત કન્ટેન્ટ હોય (જેમ કે જાતે બનાવેલા ઉપશીર્ષકો કે સબટાઇટલ વીડિયોમાં શામેલ કર્યા હોય), ઑડિયો હોય (મુખ્ય પ્રારંભિક ગીત, વગેરે) અથવા ગ્રાફિક ચિત્રો ઉમેરેલા હોય (જેમ કે તમારી બ્રાંડનું આઇકન, સૂત્ર, વગેરે), તો તેનાથી પીળું આઇકન લાગશે.

તમારા વીડિયો પર કૉમેન્ટ કૅપ્ચર કરેલી અને સુવાચ્ય હોય

દર્શક દ્વારા જનરેટ કરેલી કૉમેન્ટ (જેમ કે, ઝડપથી સ્ક્રોલ થતી કૉમેન્ટ, વપરાશકર્તા માટે ડોનેશનનાં પૉપ-અપ, વગેરે) કે જેને વીડિયો કન્ટેન્ટની અંદર બતાવવામાંં આવે, તે અમારા રિવ્યૂનાં કાર્યક્ષેત્રમાં નથી આવતા, સિવાય કે તેને અયોગ્ય રીતે દર્શાવવામાં આવે (જેમ કે, વીડિયોમાં તેનું વાંચન કે મોટું કરીને તેને હાઇલાઇટ કરવું). આવી જ રીતે, વીડિયો સાથે સંકળાયેલા કૉમેન્ટ વિભાગોમાંનું કન્ટેન્ટ જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને આધીન નથી અને જો તમને અયોગ્ય કૉમેન્ટ જોવા મળે, તો તેને મૉડરેટ કરવાની જવાબદારી તમારી છે (વધુ વિગતો માટે અહીં જુઓ).

ગેમપ્લેને સંબંધિત જુગાર માટેનું કન્ટેન્ટ

જુગાર રમવા માટેની સાઇટની ઉપયોગ કરવાની રીત બતાવતો વીડિયો, ટ્યૂટૉરિઅલ અને તેની સીધી લિંક (જેમ કે ચલણના પ્રકાર તરીકે ડિજિટલ કન્ટેન્ટનો ઉપયોગ કરીને મેચ પર શરતો લગાવવી) અથવા ગેમમાં વપરાતા ચલણ વડે શરતો લગાવવી એ અમારા “ગેરકાનૂની કન્ટેન્ટ સંબંધિત પૉલિસીના ઉલ્લંઘનોના કાર્યક્ષેત્રમાં આવે છે. સામાન્ય ગેમપ્લે બહાર વર્ચ્યુઅલ આઇટમ મેળવવી એ પણ પૉલિસીનું ઉલ્લંઘન કરે છે (તેમાં નિર્માતાના કોડનો સમાવેશ થતો નથી, જેમ કે આનુષંગિક પ્રોગ્રામ). YouTube વપરાશકર્તાઓ માટે અમારી પૉલિસીઓના નિયમો બંધનકર્તા છે અને આમ ન કરવાનું પરિણામ વપરાશને લગતા પ્રતિબંધો આવશે. પેજ પર વધુ માહિતી જુઓ.

કન્ટેન્ટની લંબાઈ

વીડિયોની લંબાઈ મહત્ત્વની છે, પરંતુ વીડિયોનો ઈરાદો અને સંદર્ભ સૌથી વધુ મહત્ત્વના છે. જો વીડિયોમાં અપમાનજનક એલિમેન્ટ હોય, તો તેને જાહેરાતકર્તાને અનુકૂળ માનવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, એક કલાક જેટલા લાંબા ગેમિંગ વીડિયો માટે પણ જો તેમાં નફરતકારક વંશીય ટિપ્પણીઓ હોય, તો તેના પર પીળું આઇકન લાગશે.

મુખ્ય વિષય તરીકે હિંસા દર્શાવવી

જો ઉલ્લંઘન કરતું એલિમેન્ટ નીચેનામાંથી કોઈ એક કૅટેગરીમાં આવે, તો અમે તેને ફોકલ માનીએ છીએ:

  • ઑડિયન્સને આઘાત પહોંચાડે તેવી કોઈ બાબતનો ઉલ્લેખ કે ચિત્રણ (જેમ કે ગેમમાં ગંભીર ઈજા અને લોહીવાળા હિંસક હુમલાના દૃશ્યને બિનજરૂરી રીતે મોટું કરવું).
  • ઉલ્લંઘન કરતું એલિમેન્ટ વીડિયોનો મુખ્ય વિષય હોય (જેમ કે ગેમમાં શિરચ્છેદની ઘટનાઓનું સંકલન).

જો તમારા માટે તમારા વીડિયોમાં આવા દૃશ્યો શામેલ કરવાનું ટાળી શકાય એમ ન હોય, તો, તમારે તમારા વીડિયોને સ્વૈચ્છિક રીતે પીળું આઇકન આપવું જોઈએ.

થંબનેલ અને શીર્ષકો

દર્શકોને આકર્ષવા માટે માટા ભાગે થંબનેલ કે શીર્ષકોમાં આઘાતજનક કે ઉત્તેજક શબ્દ સમૂહો ઉમેરવામાં આવે છે. જોકે, વીડિયો કન્ટેન્ટની જેમ થંબનેલ કે શીર્ષકોમાં ઓળખ થયેલા ઉલ્લંઘન કરનારા એલિમેન્ટને પણ મર્યાદિત જાહેરાતો મળશે અથવા કોઈ જાહેરાત નહીં મળે.

થંબનેલના કેટલાક ઉદાહરણમાં આ શામેલ છે (આ સૂચિ અપૂર્ણ છે):

  • ઘેરી લેવું અથવા ધ્યાન દોરવું (જેમ કે બ્લર કરેલા જાતીય અંગોને હાઇલાઇટ કરવા)
  • જાતીય ક્રિયાઓને લગતા અશ્લીલ ટેક્સ્ટ (જેમ કે “આ પાત્રને સ્ખલન કરતા જુઓ”)
  • આઘાતજનક ચિત્રો, જેમ કે અયોગ્ય જાતીય ક્રિયાઓ કે હિંસાવાળું ગ્રાફિક

શીર્ષકોના કેટલાક ઉદાહરણમાં આ શામેલ છે (આ સૂચિ અપૂર્ણ છે):

  • આખી જોડણી સાથે, સેન્સર કરેલા કે ઈરાદાપૂર્વક ખોટી જોડણીવાળા અપશબ્દો (જેમ કે “એની f#%kને”)
  • ગેરમાર્ગે દોરતું આશાસ્પદ જાતીય કન્ટેન્ટ
  • માત્ર પુખ્ત વયના લોકોનાં સંદર્ભોવાળા શીર્ષકો (જેમ કે 19+ અથવા માત્ર પુખ્ત વયના લોકો માટે)
  • ધ્યાન આકર્ષિત કરવા માટે શીર્ષકમાં 'ઑલ કેપ'નો ઉપયોગ કર્યો હોય (જેમ કે “EXTREME FATALITY WINS”)

વધુ જાણો

પૉલિસીને લગતી અપડેટ માટે સબ્સ્ક્રાઇબ કરવા માગો છો? અમે જ્યારે પણ પૉલિસી અપડેટ કરીએ ત્યારે ઇમેઇલ દ્વારા અલર્ટ મેળવવા માટે અહીં અમારા YouTube સામુદાયિક ચર્ચામંચ પર સબ્સ્ક્રાઇબ કરો. તમે અમને @teamyoutube કે @youtubecreators વડે X પર પણ ફૉલો કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15836897120480933106
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false