Xbox સીરિઝ X|S પર YouTube જુઓ

તમે હવે Xbox સીરિઝ X|S પર YouTube વીડિયો જોઈ શકો છો. YouTube ઍપમાં તમે તમારી સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલો જોઈ શકો છો, કન્ટેન્ટ શોધી શકો છો અને તમારા મોબાઇલ ડિવાઇસને રિમોટ તરીકે વાપરી શકો છો.

Xbox One S, Xbox One X, Xbox સીરિઝ S, અને Xbox સીરિઝ X મૉડલમાં YouTube 4Kમાં ઉપલબ્ધ છે. ઑરિજિનલ Xbox One કન્સોલ માટે ન્યૂનતમ રિઝોલ્યુશન 1080p છે. HDR પ્લેબૅકને Xbox One S, Xbox One X, Xbox સીરિઝ S, અને Xbox સીરિઝ X મૉડલમાં સપોર્ટ કરવામાં આવે છે.

 YouTube ઍપ ડાઉનલોડ કરો

 YouTube પર સાઇન ઇન કે સાઇન આઉટ કરો

તમે જ્યારે પ્રથમ વખત YouTube ઍપ ખોલો છો ત્યારે તમે તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરી શકો છો. સાઇન ઇન કર્યું હોય ત્યારે તમે YouTubeની વધુ સુવિધાઓને ઍક્સેસ કરી શકો છો, જેમ કે તમારા પ્લેલિસ્ટ અને સબ્સ્ક્રિપ્શન. સાઇન ઇન કરવા માટે આ પગલાં અનુસરો:

તમારા Xbox સીરિઝ X|S પર:

  1. સાઇન ઇન અને સેટિંગ પર નૅવિગેટ કરો
  2. સાઇન ઇન પસંદ કરો. હવે તમને સક્રિયકરણનો કોડ દેખાવો જોઈએ.

તમારા કમ્પ્યુટર પર:

  1. www.youtube.com/activate પર જાઓ અને Xbox સીરિઝ S કે X પર સક્રિયકરણનો કોડ દાખલ કરો.
  2. ઍક્સેસની પરવાનગી આપો પર ક્લિક કરો, જે સાઇન ઇન કરવાની પ્રક્રિયા પૂરી કરે છે.

તમારા Xbox સીરિઝ X|S પરથી તમારું એકાઉન્ટ કેવી રીતે અનલિંક કરવું, તેના વિશે જાણો.

વીડિયો અને વૉઇસ નિયંત્રણો

તમે પ્લે કરવા માટે કોઈ વીડિયો પસંદ કરો એટલે પ્લેયરના નિયંત્રણોનું બાર દેખાશે, જે તમને નીચેની ક્રિયાઓ કરવા દેશે:

  • રીવાઇન્ડ કરો - રીવાઇન્ડની ઝડપ વધારવા માટે A દબાવો.
  • થોભાવો/ફરી શરૂ કરો - વીડિયો થોભાવે છે અથવા ફરી શરૂ કરે છે.
  • ઝડપથી ફૉરવર્ડ કરો - વધુ ઝડપથી ફૉરવર્ડ કરવા માટે A દબાવો.
  • ઉપશીર્ષક - જો વીડિયોમાં કૅપ્શન હોય, તો વીડિયોનાં ઉપશીર્ષક જોવા માટે આ પસંદ કરો.

બ્રાઉઝિંગ વીડિયોમાં પાછા જવા માટે B બટન વાપરો.

નોંધ: વીડિયોને પ્રતિ સેકન્ડ 60 ફ્રેમ પર વધુમાં વધુ 4K સુધી પ્લે કરી શકાય છે.

તમે તમારા વૉઇસ વડે પણ YouTube ઍપને નિયંત્રિત કરી શકો છો. વૉઇસ નિયંત્રણ ચાલુ કરવા માટે, "Xbox પસંદ કરો" બોલો. હવે તમે સ્ક્રીન પર હાઇલાઇટ કરેલો કોઈ પણ શબ્દ કે શબ્દસમૂહ બોલીને તે આઇટમ ખોલી શકો છો.

તમારા મોબાઇલ ડિવાઇસનું જોડાણ કરો
તમારા મોબાઇલ ડિવાઇસને રિમોટ કન્ટ્રોલ તરીકે વાપરો. m.youtube.com, Android ઍપ માટે YouTube અથવા iOS ઍપ માટે YouTube વડે તમારા Xbox સીરિઝ X|Sનું કેવી રીતે જોડાણ કરવું તે વિશે જાણો.

Xboxનો ભૂલનો મેસેજ

જો તમને “YouTube અત્યારે ઉપલબ્ધ નથી” ભૂલનો મેસેજ દેખાય, તો તમારું ઇન્ટરનેટ કનેક્શન ધીમું હોઈ શકે છે.

સમસ્યા ઠીક કરવામાં મદદ માટે અમારી સમસ્યા નિવારણ માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15669820320400142085
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false