YouTube નિર્માતાની વસ્તી વિષયક માહિતી વિશે

નિર્માતા અને કલાકારનું સર્વેક્ષણ કે યુએસ, યુકે, બ્રાઝિલ, ભારતમાં રહેતા કલાકારો અને નિર્માતાઓની YouTube ચૅનલ માટે સ્વૈચ્છિક છે.

સર્વેક્ષણ, YouTube Studio સેટિંગ વિભાગમાં નિર્માતાની વસ્તી વિષયક માહિતીમાં શોધી શકાય છે. હાલમાં માત્ર યુએસ, યુકે, બ્રાઝિલ અને ભારતમાં રહેતા ચૅનલના માલિકો જ આ સેટિંગનો ઉપયોગ કરી શકે છે.

તમે YouTube Studio મોબાઇલ ઍપના સેટિંગ વિભાગમાં પણ નિર્માતાની વસ્તી વિષયક માહિતી શોધી શકો છો.

YouTube કલાકારો અને નિર્માતાઓ દ્વારા નિર્માતાની વસ્તી વિષયક માહિતીમાં જે ડેટા શેર કરવામાં આવે છે, તે અમને તેમને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે. અમારા દ્વારા એકત્ર કરવામાં આવતી અમુક ચોક્કસ પ્રકારની માહિતી પ્રદેશ અનુસાર અલગ-અલગ હોય છે, પરંતુ જો નિર્માતાઓ પોતે આ માહિતી આપવાનું પસંદ કરે, તો તેઓ હવે પોતાની વસ્તી વિષયક માહિતી અને ઓળખ સંબંધિત માહિતી YouTube સાથે શેર કરી શકે છે.

YouTube ચૅનલ વિશેની આ માહિતી અમને એ ખાતરી કરવામાં સહાય કરે છે કે અમારી સિસ્ટમ અજાણતા બાયસ કન્ટેન્ટ દર્શાવતી નથી.

અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે YouTube સમાવેશક છે અને દરેક જણ માટે કામ કરે છે. આજે, અમારી સિસ્ટમના મૂલ્યાંકનની પ્રક્રિયા મર્યાદિત છે કારણ કે અમારી પાસે YouTube પર ચૅનલની ઓળખ સંબંધિત માહિતી નથી. અમારી પાસે મોટા પાયે એ મૂલ્યાંકન કરવાની કોઈ રીત નથી કે અમારી પ્રોડક્ટ અને પૉલિસીઓ કોઈ ચોક્કસ વસ્તી વિષયક માહિતી કે ઓળખ ધરાવતા નિર્માતા અને કલાકારના સમુદાયોની ચૅનલ માટે કેવી રીતે કામ કરે છે.

નોંધ: અમે જાણીએ છીએ કે ઓળખ વ્યક્તિગત હોય છે; આ માહિતી શેર કરવાનું વૈકલ્પિક છે. આ સેટિંગ, અમે YouTube પર નિર્માતાઓ અને કલાકારોની ચૅનલ વિશે મોટે ભાગે જાણતા ન હોઈએ, એવો ઓળખ સંબંધિત ડેટા આપે છે. તમારા સર્વેક્ષણના જવાબની માહિતી તમારી YouTube ચૅનલમાં સ્ટોર કરવામાં આવશે અને Googleની અન્ય પ્રોડક્ટ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તમે જે માહિતી આપો છો, તેને YouTubeની સિસ્ટમમાં વ્યક્તિગત વીડિયો કે ચૅનલના પર્ફોર્મન્સને અસર કરવા માટે વાપરવામાં આવશે નહીં.

યુકેના તમામ નિર્માતાઓને આમંત્રિત કરી રહ્યાં છીએ: નિર્માતાની વસ્તી વિષયક માહિતી માટે Studioનું સેટિંગ

નિર્માતાની વસ્તી વિષયક માહિતીના ડેટાનો ઉપયોગ કરવાની અમારી રીત

અમે વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનારા નિર્માતાઓ અને કલાકારોની ચૅનલ માટે YouTubeની કાર્ય કરવાની રીતનું મૂલ્યાંકન કરવા માટે એકત્ર કરેલા ડેટાનો ઉપયોગ કરીએ છીએ. તમે જે ડેટા શેર કરો છો તેનો ઉપયોગ અમે આ બાબતો માટે કરીએ છીએ:

  • અમારા ઍલ્ગોરિધમ અને સિસ્ટમ વિવિધ સમુદાયોના કન્ટેન્ટનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેની તપાસ કરવી
  • YouTube પર વિવિધ સમુદાયો કેવી રીતે વધી રહ્યા છે, તેની સમજ મેળવવા
  • ઉત્પીડન અને નફરત સહિત દુરુપયોગની સંભવિત પૅટર્નની ઓળખ કરવા
  • અમારા હાલનાં પ્રોગ્રામ, ઝુંબેશો અને ઑફરિંગને બહેતર કરવા

જો અમને અમારી સિસ્ટમમાં એવી સમસ્યાઓ મળે કે જે ચોક્કસ સમુદાયોને અસર કરે છે, તો તેને ઠીક કરવા હેતુ કામ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે આવા વર્તમાન પ્રયત્નો પર થનારી પ્રગતિને તમારી સાથે શેર કરવાનું ચાલુ રાખીશું.

જો તમે નિર્માતાની વસ્તી વિષયક માહિતીમાં તમારી માહિતી શેર કરવાનું પસંદ કરો, તો Google LLC તમારી માહિતીને Google પ્રાઇવસી પૉલિસી અનુસાર જાળવી રાખશે. તમે જે માહિતી શેર કરો છો, તેને તમારી YouTube ચૅનલમાં સ્ટોર કરવામાં આવે છે અને તેને Googleની અન્ય પ્રોડક્ટ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તમારી સંમતિ વિના તેને સાર્વજનિક કરવામાં આવશે નહીં અથવા જાહેરાતના હેતુસર તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

તમે શેર કરો છો, એ ડેટાનો ઉપયોગ કરવાની અમારી રીત વિશેની વધુ વિગતો આ રહી:

અમારા ઍલ્ગોરિધમ અને સિસ્ટમ વિવિધ સમુદાયોના કન્ટેન્ટનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેની તપાસ કરવી

આ ડેટા અમને વિવિધ સમુદાયના કન્ટેન્ટ સાથે અમારી સિસ્ટમ કેવી રીતે વર્તે છે, તે સમજવામાં મદદ કરશે.
અમારો લક્ષ્ય અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમમાં સંભવિત સમસ્યાઓની બહેતર રીતે ઓળખ કરવાનો છે. અમે એવી ભૂલો પણ હલ કરવા માગીએ છીએ કે જે અમને સિસ્ટમ સમાવેશક હોવાની ખાતરી કરવામાં મદદરૂપ લાગતી હોઈ.

YouTube પર વિવિધ સમુદાયો કેવી રીતે વધી રહ્યા છે, તેની સમજ મેળવવા

YouTube પર નિર્માતાના વિવિધ સમુદાયોની સંખ્યા કેવી રીતે વધી રહી છે, તે સમજવામાં સહાય કરવા માટે પણ આ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે.

અમે કેવી રીતે વૃદ્ધિનું મૂલ્યાંકન કરીએ છીએ તેનું એક ઉદાહરણ એ છે કે YouTube પર વિવિધ સમુદાયો કેવી રીતે કમાણી કરે છે તેનું પરીક્ષણ કરવું. કેટલાક એવા કેસ પણ છે કે જેમાં અમને નિર્માતાઓ અને કલાકારો પાસેથી એવો પ્રતિસાદ મળ્યો છે કે અમારી કમાણી કરવાની પ્રક્રિયા અપેક્ષા મુજબ કામ કરતી નથી. અમારી સિસ્ટમ અને પૉલિસીઓ બધા નિર્માતાઓ તથા બધા પ્રકારના કન્ટેન્ટ માટે સારી રીતે કામ કરતી હોવાની ખાતરી કરવાની દિશામાં અમે સતત કામ કરી રહ્યાં છીએ.

ઉત્પીડન અને નફરત સહિત સંભવિત રીતે હાનિકારક વર્તનની પૅટર્નની ઓળખ કરવી

જો કન્ટેન્ટ અમારી નફરત અને ઉત્પીડન પૉલિસીઓનું ઉલ્લંઘન કરતું હોય, તો અમે તેને કાઢી નાખીએ છીએ. પરંતુ, અમને એવો પ્રતિસાદ મળ્યો છે કે અપમાનજનક અને હાનિકારક કન્ટેન્ટ તથા કૉમેન્ટ કરવા જેવી વર્તણૂક હજી પણ ઘણા નિર્માતાઓ પર અસર કરતી રહે છે. આ ડેટા, આ પ્રકારની વર્તણૂક નિર્માતાના વિવિધ સમુદાયોને કેવી રીતે અસર કરી શકે છે તે સમજવામાં અમારી સક્રિય રીતે સહાય કરશે. સમયાંતરે, તે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમને પણ બહેતર કરશે.

અમારા હાલનાં પ્રોગ્રામ, ઝુંબેશો અને ઑફરિંગને બહેતર કરવા

નિર્માતાની વસ્તી વિષયક માહિતી હેઠળ, તમે અમને પ્રોગ્રામ અને ઇવેન્ટના આમંત્રણો વધારવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરવાની સંમતિ આપી શકો છો. આ માહિતી અમને અમારા હાલના પ્રોગ્રામ, ઝુંબેશો અને ઑફરોને બહેતર રીતે સમજવામાં સહાય કરી શકે છે. આ ઑફરોમાં ઉભરતા નિર્માતાઓને વિકાસમાં સહાય કરવા માટેના વિવિધ પ્રોગ્રામ શામેલ હોય છે, જેમ કે નિર્માતાની ઇવેન્ટ અને પ્રોગ્રામ. અમે નિર્માતાઓ સાથે ફોકસ ગ્રૂપ, રૂબરૂ પ્રતિસાદ માટેનાં સત્રો, સર્વેક્ષણો અને અન્ય પ્રકારનાં સંશોધનો જેવા નિર્માતાઓ સાથે પણ સંશોધન કરીએ છીએ. આ કામગીરી વડે, અમે અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમ સુધી નિર્માતાઓના દૃષ્ટિકોણ લાવી શકીએ છીએ. નિર્માતાની વસ્તી વિષયક માહિતી અમને સંશોધન માટે વધુ નિર્માતાઓને આમંત્રણો મોકલવાની મંજૂરી આપે છે, જે YouTube પર સમુદાયોની વિવિધતાને દર્શાવે છે.

તમારા જવાબની માહિતીમાં ફેરફાર કરવા કે તેને ડિલીટ કરવા માટેનો વિકલ્પ

તમારા જવાબ સંબંધિત માહિતી ડિલીટ કરવાની રીત વિશેની સૂચનાઓ માટે નીચે આપેલો લેખ વાંચો. તમે શેર કરતા હો એ માહિતીમાં 45 દિવસની અંદર એક વખત ફેરફાર કરી શકો છો. માહિતી મોકલવા માટે તમે ફરી ક્યારે પ્રયાસ કરી શકો તેની આગલી સંભવિત તારીખ Studioમાં દેખાશે. તમે ગમે ત્યારે તમારા જવાબો સંપૂર્ણપણે ડિલીટ કરી શકો છો.

નોંધ: જો તમે આ માહિતીમાં ફેરફાર કરવાનું કે તેને ડિલીટ કરવાનું પસંદ કરો, તો તેની અસર YouTube પરના તમારા કન્ટેન્ટના પર્ફોર્મન્સ પર થશે નહીં.

YouTube Studioમાં નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબોમાં ફેરફાર કરવા:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુએ સેટિંગ પર ક્લિક કરો.
  3. નિર્માતાની વસ્તી વિષયક માહિતી પસંદ કરો.
  4. સર્વેક્ષણમાં ફેરફાર કરો પસંદ કરો.
  5. તમારા જવાબોમાં ફેરફાર કરો.
  6. સબમિટ કરો પસંદ કરો.

YouTube Studio ઍપમાં નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબોમાં ફેરફાર કરવા:

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
  3. મેનૂમાં જઈને સેટિંગ  પર ટૅપ કરો.
  4. ચૅનલ હેઠળ, નિર્માતાની વસ્તી વિષયક માહિતી પર ટૅપ કરો.
  5. સર્વેક્ષણમાં ફેરફાર કરો પસંદ કરો.
  6. તમારા જવાબોમાં ફેરફાર કરો.
  7. સબમિટ કરો પસંદ કરો.

YouTube Studioમાં નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબો ડિલીટ કરવા:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુએ સેટિંગ પર ક્લિક કરો.
  3. નિર્માતાની વસ્તી વિષયક માહિતી પસંદ કરો.
  4. ડેટા ડિલીટ કરો પસંદ કરો.
  5. જ્યારે કન્ફર્મેશન વિન્ડો પૉપ-અપ થાય ત્યારે ડિલીટ કરો પસંદ કરો.

YouTube Studio ઍપમાં નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબો ડિલીટ કરવા:

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
  3. મેનૂમાં જઈને સેટિંગ પર ટૅપ કરો.
  4. ચૅનલ હેઠળ, નિર્માતાની વસ્તી વિષયક માહિતી પર ટૅપ કરો.
  5. ડેટા ડિલીટ કરો પસંદ કરો.
  6. જ્યારે કન્ફર્મેશન વિન્ડો પૉપ-અપ થાય ત્યારે ડિલીટ કરો પસંદ કરો.

નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબો ડાઉનલોડ કરવા:

તમારી નિર્માતાની વસ્તી વિષયક માહિતીનો ડેટા ડાઉનલોડ કરવા માટે, આ સૂચનાઓનું પાલન કરો. જો તમે તમારી YouTube ચૅનલ કે બીજી ઘણી ચૅનલનો ડેટા ડાઉનલોડ કરવા માગતા હો, તો તમારે કોઈ બ્રાંડ એકાઉન્ટ વડે નહીં, પરંતુ તમારા વ્યક્તિગત Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરવું આવશ્યક છે.

નિર્માતાની વસ્તી વિષયક માહિતી વિશે વધુ જાણકારી

હું આ સેટિંગ ક્યારે વાપરી શકું?

અમે યુએસના કલાકારો અને નિર્માતાઓ માટે વર્ષ 2021માં, નિર્માતા અને કલાકારની વસ્તી વિષયક માહિતીના સર્વેક્ષણની સુવિધા સાર્વજનિક રીતે રિલીઝ કરી હતી, જેને જુલાઈ 2023માં યુકે અને સપ્ટેમ્બર 2023માં બ્રાઝિલમાં ઉપલબ્ધ કરાવ્યા બાદ હવે ભારતમાં ઉપલબ્ધ કરાવી છે. આ પ્રશ્નોને હવે કમ્પ્યૂટર પર તમારા YouTube Studioના સેટિંગ વિભાગમાં નિર્માતાની વસ્તી વિષયક માહિતી હેઠળ શોધી શકો છો.

જો તમે આ સેટિંગ પર જવા માગતા હો, તો તમે ચૅનલના માલિક હો એ આવશ્યક છે. જો તમે બ્રાંડ એકાઉન્ટ વાપરી રહ્યાં હો, તો તમે પ્રાથમિક માલિક હો તે જરૂરી છે. જો તમે YouTube ચૅનલની પરવાનગીઓ વાપરી રહ્યાં હો, તો તમે માલિક હો તે જરૂરી છે.

તમે બીજા દેશો કે પ્રદેશોમાં અને વધુ ઓળખકર્તાઓને આ સેટિંગ ક્યારે આપશો?

અમે વર્ષ 2023માં ભારતમાં આ સેટિંગ ઉપલબ્ધ કરાવ્યા છે અને ટૂંક સમયમાં જ તે વધુ દેશો કે પ્રદેશોમાં ઉપલબ્ધ કરાવવાના પ્લાન છે. અમે જાણીએ છીએ કે લોકો વિશ્વ ભરમાં તેમની ઓળખ બતાવવા માટે જે વિવિધ રીતો અપનાવે છે, તે બધી રીતો સર્વેક્ષણની કૅટેગરી અને પસંદગીઓમાં દર્શાવવામાં આવતી નથી. અમે ભવિષ્યમાં આ કૅટેગરી અને પસંદગીઓ સંબંધિત સુવિધાઓનું વિસ્તરણ કરવાનું વિચારી રહ્યાં છીએ.

આ સેટિંગ બધા નિર્માતાઓ અને દર્શકો માટે બહેતર અનુભવ પૂરો પાડવામાં અમારી સહાય માટેના અન્ય પ્રયાસોમાંનો વધુ એક પ્રયાસ છે. ઉદાહરણ તરીકે, YouTube દિવ્યાંગ દર્શકો અને નિર્માતાઓ માટે પ્લૅટફૉર્મને ઍક્સેસ કરવાનું વધુ સરળ બનાવવા માટે અને દરેકને YouTube પર સમાવેશક અનુભવ મળી રહે તેની ખાતરી કરવા માટે, તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

શું મારે નિર્માતાની વસ્તી વિષયક માહિતીમાં દરેક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે?

ના, જો તમે નિર્માતાની વસ્તી વિષયક માહિતી ભરવાનું પસંદ કરો, તો દરેક પ્રશ્ન વૈકલ્પિક છે. તમે કેટલાક પ્રશ્નો કોરા છોડી શકો છો અથવા “જવાબ ન આપવાનું પસંદ કરું છું” પસંદ કરી શકો છો.

શું આ સેટિંગથી મારી ચૅનલના પર્ફોર્મન્સ પર અસર થશે?

તમે જે માહિતી શેર કરો છો, તેને YouTubeની સિસ્ટમમાં કોઈ વ્યક્તિના કન્ટેન્ટના પર્ફોર્મન્સ પર અસર કરવા માટે વાપરવામાં આવશે નહીં.

અમે ખાતરી કરવા માગીએ છીએ કે અમારી સિસ્ટમ અજાણતા બાયસ કન્ટેન્ટ દર્શાવતી નથી. નિર્માતાની વસ્તી વિષયક માહિતીના ડેટાને અમારી શોધ, વિસ્તૃત શોધ અને કમાણી કરવાની પ્રક્રિયાની સિસ્ટમ જેવા YouTubeના ભાગોનું મૂલ્યાંકન કરવા માટે વાપરવામાં આવશે. જો અમને ચોક્કસ સમુદાયોને અસર કરે તેવી ભૂલો મળતી નથી, તો અમે અમારી સિસ્ટમને વધુ સચોટ અને સમાવેશક બનાવવા માટે તેની તાલીમ બહેતર કરવા પર ફોકસ કરીશું.

તમે નિર્માતાની વસ્તી વિષયક માહિતીની પ્રશ્નાવલી કેવી રીતે બનાવી હતી?

અમે વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનારા નાગરિક અને માનવ અધિકારોનાં નિષ્ણાતો અને નિર્માતાઓ સાથે નજીકથી કામ કરીએ છીએ.

શું મારા જવાબો YouTubeની બહાર શેર કરવામાં આવશે?

નિર્માતા અને કલાકારના સર્વેક્ષણ અથવા નિર્માતાની વસ્તી વિષયક માહિતીના સેટિંગમાં તમે જે માહિતી શેર કરો છો, તે તમારી YouTube ચૅનલમાં સ્ટોર કરવામાં આવશે અને Googleની અન્ય પ્રોડક્ટ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તમારી વધારાની સંમતિ વિના તેને સાર્વજનિક કરવામાં આવશે નહીં અને તેને જાહેરાતના હેતુસર વાપરવામાં આવશે નહીં. અમે જાહેરાતકર્તાઓ સાથે આ માહિતી શેર કરીશું નહીં અથવા તેને જાહેરાતના લક્ષ્યીકરણ માટે વાપરીશું નહીંં.

તમે પ્રોગ્રામ અને ઇવેન્ટના આમંત્રણો વધુ લોકોને મોકલવા માટે અમને તમારી માહિતી વાપરવાની સંમતિ આપવી કે નહીં, તે પસંદ કરી શકો છો. આમાં તમારી ચૅનલ કે હાઇલાઇટ કરેલું કન્ટેન્ટ અથવા વર્કશોપ, વપરાશકર્તા વિશે સંશોધન કે અન્ય ઝુંબેશોનો સમાવેશ થઈ શકે છે.

શું હું મારી સબમિટ કરેલી માહિતીને અપડેટ કરી શકું/તેમાં ફેરફાર કરી શકું?

તમે 45 દિવસના સમયગાળામાં એક વખત તમારી નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબોમાં ફેરફાર કરી શકો છો. માહિતી મોકલવા માટે તમે ફરી ક્યારે પ્રયાસ કરી શકો તેની આગલી સંભવિત તારીખ Studioમાં દેખાશે. તમે ગમે ત્યારે તમારા જવાબો સંપૂર્ણપણે ડિલીટ કરી શકો છો.

નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબોમાં ફેરફાર કરવા:

  1. કમ્પ્યૂટર પર YouTubeમાં સાઇન ઇન કરો અથવા તમારી ચૅનલના માલિકના એકાઉન્ટ વડે YouTube Studio ઍપ વાપરો.
  2. YouTube Studio સેટિંગ પર જાઓ અને નિર્માતાની વસ્તી વિષયક માહિતી પસંદ કરો.
    • YouTube Studio ઍપમાં જઈને, પહેલા તમારા પ્રોફાઇલ ફોટો Profile પર અને પછી સેટિંગ પર ટૅપ કરીને નિર્માતાની વસ્તી વિષયક માહિતી શોધો.
  3. સર્વેક્ષણમાં ફેરફાર કરો પસંદ કરો.
  4. તમારા જવાબોમાં ફેરફાર કરો.
  5. સબમિટ કરો પસંદ કરો.

નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબો ડિલીટ કરવા:

  1. કમ્પ્યૂટર પર YouTubeમાં સાઇન ઇન કરો અથવા તમારી ચૅનલના માલિકના એકાઉન્ટ વડે YouTube Studio ઍપ વાપરો.
  2. YouTube Studio સેટિંગ પર જાઓ અને નિર્માતાની વસ્તી વિષયક માહિતી પસંદ કરો.
    • YouTube Studio ઍપમાં, પહેલા તમારા પ્રોફાઇલ ફોટો Profile પર અને પછી સેટિંગ પર ટૅપ કરીને નિર્માતાની વસ્તી વિષયક માહિતી શોધો.
  3. ડેટા ડિલીટ કરો પસંદ કરો.
  4. જ્યારે કન્ફર્મેશન વિન્ડો પૉપ-અપ થાય ત્યારે ડિલીટ કરો પસંદ કરો.

નિર્માતાની વસ્તી વિષયક માહિતીના જવાબો ડાઉનલોડ કરવા:

તમારી નિર્માતાની વસ્તી વિષયક માહિતીનો ડેટા ડાઉનલોડ કરવા માટે, આ સૂચનાઓનું પાલન કરો. જો તમે તમારી YouTube ચૅનલ કે બીજી ઘણી ચૅનલનો ડેટા ડાઉનલોડ કરવા માગતા હો, તો તમારે કોઈ બ્રાંડ એકાઉન્ટ વડે નહીં, પરંતુ તમારા વ્યક્તિગત Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરવું આવશ્યક છે.

શું આ ફેરફાર મારા Google એકાઉન્ટ વિશેની કોઈ માહિતીને બદલે છે?

નિર્માતા અને કલાકારના સર્વેક્ષણ અથવા નિર્માતાની વસ્તી વિષયક માહિતીના સેટિંગમાં તમે જે માહિતી શેર કરો છો, તે તમારી YouTube ચૅનલમાં સ્ટોર કરવામાં આવશે. Googleની અન્ય પ્રોડક્ટ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5904350687034429231
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false