સ્ટ્રીમિંગ અને વીડિયોની સમસ્યાઓના નિવારણ વિશે

જો તમારી મૂવી, શો કે માગ પરનું કન્ટેન્ટ બફર થતું રહે, લોડ ન થઈ શકે કે યોગ્ય રીતે ચાલી શકતું ન હોય, તો આ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમારા કમ્પ્યૂટર કે મોબાઇલ ડિવાઇસ પરથી આમાંથી કોઈ એક નિરાકરણ અજમાવી જુઓ. જો તમને તમારા ટીવીમાં આ સમસ્યાઓ હોય, તો આ પગલાં અજમાવી જુઓ. સમસ્યા નિવારણના આ પગલાં પ્લેબૅક સંબંધિત મોટાભાગની સમસ્યાઓ અને ભૂલો માટે સહાય કરી શકે છે.

જો તમે આ પગલાં અજમાવ્યા હોય અને તમારો વીડિયો હજી પણ બરાબર ચાલતો ન હોય, તો તમે કોઈ અલગ સપોર્ટેડ ડિવાઇસ પર જોઈને પરીક્ષણ કરી શકો છો.

તમારા Android પર વીડિયો સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવું

ભૂલના મેસેજના સામાન્ય ઉદાહરણો:
  • માફ કરશો, આ વીડિયોનું લાઇસન્સ આપતી વખતે કોઈ ભૂલ આવી હતી.
  • આ વીડિયો માટે ચુકવણી જરૂરી છે.
  • કોઈ ભૂલ આવી છે. કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.
  • અમને અમારા સર્વરમાં સમસ્યાઓ આવી રહી છે. કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.
  • કંઈક ખોટું થયું.

જો તમને ઉપર આપેલી ભૂલો જેવી કોઈ ભૂલ મળે, તો આ પગલાં અજમાવો:

  1. ખાતરી કરો કે YouTube ઍપના એકદમ નવીનતમ વર્ઝનનો ઉપયોગ તમારું ડિવાઇસ કરે છે.
  2. ઍપ બંધ કરો અને ફરીથી ખોલો.
  3. તમારું ડિવાઇસ ફરી શરૂ કરો.
  4. એકવાર સિસ્ટમ ફરી શરૂ થાય, તે પછી તમારો વીડિયો ફરીથી ચલાવો.

વીડિયો બફર અથવા લોડ થવા સંબંધિત સમસ્યાઓ ઠીક કરો

પગલું 1: અલગ ઇન્ટરનેટ કનેક્શન અજમાવો

તમારું ઇન્ટરનેટ કનેક્શન બદલો, પછી તમારો વીડિયો ફરીથી ચલાવો.

  • જો તમે તમારા મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટેડ હો, તો: વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરો.
  • જો તમે વાઇ-ફાઇ સાથે કનેક્ટેડ હો, તો: તમારા મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ કરો. નોંધ: ડેટા દરો લાગુ પડી શકે છે.

પગલું 2: ઍપની કૅશ મેમરી ડિલીટ કરો

  1. તમારા ડિવાઇસ પર, Settings ઍપ ખોલો.
  2. ઍપ અને નોટિફિકેશન અને પછી તમામ ઍપ જુઓ પર ટૅપ કરો.
  3. YouTube પર ટૅપ કરો.
  4. સ્ટોરેજ અને કૅશ મેમરી અને પછી કૅશ મેમરી સાફ કરો પર ટૅપ કરો.
  5. તમારો વીડિયો ફરીથી ચલાવો.

તમારી મૂવી અટકવાની સમસ્યાઓનું નિરાકરણ કરવું

મૂવીની ટાઇમલાઇન પર, મૂવી ફરીથી સામાન્ય રીતે ચાલવાનું શરૂ થશે કે નહીં તે જોવા માટે, ફાસ્ટ ફૉરવર્ડ પર ટૅપ કરીને આગલા થોડા દૃશ્યો પર જાઓ.

જો આ પગલું સહાય ન કરે, તો તમારી ઍપ બંધ કરીને ફરીથી ખોલવાનો પ્રયાસ કરી જુઓ. જો તમને હજી પણ સમસ્યા આવતી હોય, તો કોઈ ઍપ સંબંધિત અપડેટ છે કે નહીં તે ચેક કરો, પછી તમારો વીડિયો ફરીથી ચલાવવાનો પ્રયાસ કરો.

લાઇબ્રેરીમાં ખૂટતી ખરીદીઓની સમસ્યાઓને ઠીક કરો

જો તમે મૂવી અથવા શો ખરીદ્યા હોય, પણ તે તમારી લાઇબ્રેરીમાં ન દેખાતા હોય, તો તમે બ્રાંડ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું હોય એવું બની શકે છે. તમારી મૂવી અને શો જોવા માટે, તમે તમારા વ્યક્તિગત એકાઉન્ટ પર સ્વિચ કરી શકો છો. તમે તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ છે કે નહીં તે જોવા માટે ચેક પણ કરી શકો છો. 

તમે મેનેજ કરતા હો, તેવી બીજી ચૅનલ પર સ્વિચ કરવા માટે:

  1. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ.
  2. તમારા નામની બાજુમાં ઍરો પર ટૅપ કરો.
  3. તે એકાઉન્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરવા માટે, સૂચિમાંની ચૅનલ પર ટૅપ કરો.

તમારા ટીવી પરની વીડિયોની સમસ્યાઓનું નિરાકરણ કરવા

તમારું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરો

HD સ્ટ્રીમિંગ માટે ઓછામાં ઓછા 7 Mbpsના કનેક્શનની સ્પીડનો સુઝાવ આપવામાં આવે છે. તમે તમારા કનેક્શનની સ્પીડનું પરીક્ષણ અહીં કરી શકો છો.
અમે આને ટીવીની બાજુમાંથી જ કરવાનો સુઝાવ આપીએ છીએ. જો તમારી ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોય, તો તમારું ડિવાઇસ કે સ્માર્ટ ટીવી તમારા રાઉટરની રેંજમાં હોય તેમજ ઓછામાં ઓછો અવરોધ ધરાવતું હોય (દા.ત. દીવાલના કોઈ બાકોરામાં ન હોય, ધાતુ વડે બ્લૉક થતું ન હોય, વગેરે)ની ખાતરી કરવાનો સુઝાવ આપીએ છીએ. તમારા ડિવાઇસને અહીંતહીં ખસેડીને જુઓ કે શું એનાથી કનેક્ટિવિટી બહેતર બને છે. તમે તમારા નેટવર્કથી કનેક્ટેડ અન્ય ડિવાઇસ ઘટાડવાનો પ્રયાસ પણ કરી શકો છો.

તમારી સ્ટ્રીમિંગ ક્વૉલિટી ચેક કરવા

ક્વૉલિટીને મેન્યુઅલી ગોઠવવાનો પ્રયાસ કરી જુઓ.
  1. વીડિયો પ્લેયરમાં સેટિંગ  પસંદ કરો.
  2. ક્વૉલિટી પસંદ કરો અને ચેક કરો કે મેન્યુઅલ ગોઠવણીનો તમે કોઈ વિકલ્પ ધરાવો છો કે નહીં.

YouTube ઍપમાંથી બહાર નીકળવા અને તેને ફરીથી ખોલવા

  1. તમારા રિમોટ પર હોમ બટન દબાવો.
  2. YouTube ઍપ ફરીથી ખોલો.
  3. તમારો વીડિયો ફરીથી ચલાવી જુઓ.

YouTube ઍપમાંથી સાઇન આઉટ કરો અને ફરીથી સાઇન ઇન કરો

  1.  YouTube ઍપ ખોલો.
  2. તમારી પ્રોફાઇલને મેનેજ કરવા માટે, પહેલાં તમારા પ્રોફાઇલ ફોટા ને પછી તેની નીચેના આઇકનને પસંદ કરો.
  3. ચાલુ રાખવા માટે આગળને પસંદ કરો અને સાઇન આઉટ કરો.
  4. સેટિંગ પર પાછા જાઓ અને સાઇન ઇન કરો પસંદ કરો. તમને કોડ દાખલ કરવાની જરૂર પડી શકે છે.
  5. તમારો વીડિયો ફરીથી ચલાવી જુઓ.

તમારું ડિવાઇસ ફરી શરૂ કરો

  1. તમારા ડિવાઇસને પાવરથી ડિસ્કનેક્ટ કરો.
  2. થોડી સેકન્ડ રાહ જુઓ.
  3. તમારું ડિવાઇસ ફરી કનેક્ટ કરો.
  4. YouTube ઍપ પર પાછા ફરો અને તમારો વીડિયો ફરીથી ચલાવવાનો પ્રયાસ કરો.

તમારા ડિવાઇસ માટે સિસ્ટમ સૉફ્ટવેર અપડેટ કરવા

તમારા ડિવાઇસની સિસ્ટમમાં કોઈપણ ઉપલબ્ધ અપડેટ માટે ચેક કરો. તમે તમારા ડિવાઇસ સેટિંગના સિસ્ટમ અપડેટ વિભાગમાં જોઈને અપડેટ છે કે નહીં તે ચેક કરી શકો છો. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, તો સિસ્ટમને અપડેટ કરવા માટે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો, પછી તમારા વીડિયો માટે ફરી પ્રયાસ કરો.

જો તમને ઘણી વિવિધ સેવાઓ પર અપડેટ કરવામાં સમસ્યા આવતી હોય અથવા સ્ટ્રીમિંગ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય, તો સમસ્યાના નિવારણમાં સહાય માટે તમારા ડિવાઇસના નિર્માતાની સપોર્ટ સાઇટ ચેક કરો.

તમે તમારા ટીવી પર તે શીર્ષક ચલાવવા માટે કોઈ અન્ય પદ્ધતિનો ઉપયોગ પણ અજમાવી શકો છો:

  • જો તમે કોઈ Chromecast ધરાવતા હો, તો કોઈ અન્ય ડિવાઇસ પર ચલાવો અને તેને તમારા ટીવી પર કાસ્ટ કરો.
  • જો તમે કોઈ HDMI કેબલ ધરાવતા હો, તો કોઈ લૅપટૉપથી ચલાવો અને તેને તમારા ટીવીથી કનેક્ટ કરો.

તે રીતે જ, તે સમસ્યા ચાલુ રહે છે કે નહીં તે જોવા માટે, કોઈ અન્ય ડિવાઇસ પર જોવાનું અજમાવી જુઓ.

Primetime ચૅનલ માટે, તમારા ટીવી પર બ્રોડકાસ્ટમાં વિલંબ ઓછો કરવા

બ્રોડકાસ્ટમાં વિલંબ એ કૅમેરાને કોઈ ઇવેન્ટ કૅપ્ચર કરવામાં અને તમે તમારા ટીવી પર જોતા હો ત્યારે ઇવેન્ટ પ્રદર્શિત થવા વચ્ચેનો વિલંબ છે. 

બ્રોડકાસ્ટમાં વિલંબ જેટલો ઓછો હશે, વીડિયો પ્લેયર તેટલું ઓછું બફર થશે. બ્રોડકાસ્ટમાં ઓછા વિલંબ સાથે, તમને પ્લેબૅકમાં વિક્ષેપનો અનુભવ થવાની વધુ સંભાવના રહે છે.

ઇન્ટરનેટ ટ્રાફિકમાં ધસારો અને અન્ય પરિબળો પણ લાઇવ પ્રોગ્રામિંગમાં સમસ્યાઓનું કારણ બની શકે છે અને તેના કારણે સ્ટ્રીમ થવામાં વિલંબ થઈ શકે છે. તમારું નેટવર્ક ઉત્તમ હોય, તો પણ વિલંબ થઈ શકે છે.

તમારા ટીવી પર YouTube ઍપમાં તમારા બ્રોડકાસ્ટમાં વિલંબ અપડેટ કરવા

  1. સૌથી નીચે જમણેથી સેટિંગ પસંદ કરો.
  2. બ્રોડકાસ્ટમાં વિલંબ પસંદ કરો.
  3. ઘટાડો અથવા ડિફૉલ્ટ પસંદ કરો.

પ્લેબૅકમાં વિક્ષેપોને ઓછા કરવા માટે “ડિફૉલ્ટ” શ્રેષ્ઠ વિકલ્પ છે. લાઇવ સ્પોઇલર ઘટાડવા માટે, “ઘટાડો” શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમને પ્લેબૅકમાં મામૂલી વિક્ષેપો સાથે બ્રોડકાસ્ટમાં ઓછો વિલંબ જોઈતો હોય, તો “ઘટાડો” વિકલ્પ પસંદ કરો.

પ્રતિસાદ મોકલો

તમારા પ્લેબૅકમાં સમસ્યા આવે તે પછી સીધા તમે તમારા પ્રોફાઇલ આઇકન અને પછી સહાય અને પ્રતિસાદ અને પછી પ્રતિસાદ મોકલો પર જઈને YouTube ઍપ પર વીડિયો જોવામાં આવતી સમસ્યાઓ વિશે પ્રતિસાદ સબમિટ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7208627373703698662
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false