તમારી Premiumની મેમ્બરશિપનું બિલિંગ સમજો

તમારી YouTube Premium અથવા YouTube Premium Music મેમ્બરશિપ વિશે કોઈ પ્રશ્ન છે? ચુકવણી પદ્ધતિ, બિલિંગની તારીખ અને વ્યવહારની રસીદો જેવી તમારી મેમ્બરશિપની વિગતો કેવી રીતે ચેક કરવી તેની વિગતો માટે નીચેનું વાંચો.

તમારી મેમ્બરશિપનો પ્રકાર અને સ્ટેટસ ચેક કરો

તમારી મેમ્બરશિપનો પ્રકાર જુઓ

તમે હાલમાં કયા પ્રકારની મેમ્બરશિપને સબ્સ્ક્રાઇબ કર્યું છે (અજમાયશ, વ્યક્તિગત, કૌટુંબિક, વિદ્યાર્થી માટેની), તે જોવા માટે:

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. “મેમ્બરશિપ” વિભાગ હેઠળ તમારી YouTube મેમ્બરશિપ અને સબ્સ્ક્રિપ્શન સૂચિબદ્ધ કરવામાં આવશે.
  3. દરેક મેમ્બરશિપના નામની નીચે, તમારી મેમ્બરશિપનો પ્રકાર અને કિંમત સૂચિબદ્ધ કરવામાં આવશે.

જો તમે Apple મારફતે Premiumની મેમ્બરશિપ માટે સાઇન અપ કર્યું હોય, તો તમને તમારી મેમ્બરશિપની વિગતો હેઠળ “Apple દ્વારા બિલિંગ કરવામાં આવ્યું છે” જોવા મળશે. તમારે Apple મારફતે તમારી મેમ્બરશિપ મેનેજ કરવી જરૂરી રહેશે.

તમારી મેમ્બરશિપનું સ્ટેટસ ચેક કરો

તમારી મેમ્બરશિપનું સ્ટેટસ (સક્રિય અથવા થોભાવેલું) કન્ફર્મ કરવા માટે:

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. મેમ્બરશિપ મેનેજ કરો પર ક્લિક કરો.​
  3. જો તમે માસિક મેમ્બરશિપ માટે સબ્સ્ક્રાઇબ કર્યું હોય, તો તમને તમારી આગામી બિલિંગ સાઇકલની તારીખ, (જો તમે હાલમાં અજમાયશ અવધિમાં હો, તો) તમારી અજમાયશ સમાપ્ત થવાની તારીખ અથવા (જો તમારી મેમ્બરશિપ થોભાવેલી હોય, તો) તમારી મેમ્બરશિપ થોભાવવાનું રદ કરવાનો વિકલ્પ જોવા મળશે.

તમારા બિલિંગની વિગતો ચેક કરો

તમારી સક્રિય ચુકવણી પદ્ધતિ જુઓ અથવા બદલો

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. તમારી મેમ્બરશિપની વિગતો મોટી કરવા માટે, મેમ્બરશિપ મેનેજ કરોની બાજુમાં ઍરો પર ક્લિક કરો.
  3. તમને તમારી સક્રિય ચુકવણી પદ્ધતિ અને તમે ઉમેરેલી કોઈપણ બૅકઅપ ચુકવણી પદ્ધતિ જોવા મળશે.
  4. તમે ચુકવણીનો બીજો પ્રકાર ઉમેરવા માટે “બૅકઅપ ચુકવણી પદ્ધતિ”ની બાજુમાં ફેરફાર કરો પર ક્લિક કરી શકો છો. બૅકઅપ ચુકવણી પદ્ધતિ ખાતરી કરે છે કે તમારી મેમ્બરશિપ અને લાભ ચાલુ રહેશે પછી ભલેને તમારી પહેલી ચુકવણી પદ્ધતિથી કોઈ કારણસર શુલ્ક ન વસૂલી શકાતું હોય.

તમારી આગામી બિલિંગ તારીખ અને રકમ જુઓ

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. તમારી મેમ્બરશિપની વિગતો મોટી કરવા માટે, મેમ્બરશિપ મેનેજ કરોની બાજુમાં ઍરો પર ક્લિક કરો.
  3. તમને તમારી “આગામી બિલિંગ તારીખ“ અને તમારી મેમ્બરશિપની કિંમત સૂચિબદ્ધ થયેલી જોવા મળશે.

તમારી મેમ્બરશિપ રદ કરવા કે થોભાવવા માટે, અહીં આપેલા પગલાં અનુસરો. જ્યારે તમે તમારી મેમ્બરશિપ રદ કરો, ત્યારે જો તમે ફરીથી સબ્સ્ક્રાઇબ નહીં કરો, તો તમારી પાસેથી ફરીથી શુલ્ક વસૂલવામાં આવશે નહીં. YouTubeની તમારી સશુલ્ક મેમ્બરશિપના લાભ બિલિંગ અવધિના અંત સુધી ચાલુ રહેશે.

તમારી રસીદો જુઓ

તમારી YouTube Premium અથવા YouTube Music Premiumની મેમ્બરશિપની રસીદો જોવા માટે, payments.google.com અને પછી ઍક્ટિવિટીની મુલાકાત લો.

તમને તમારી YouTube મેમ્બરશિપના શુલ્ક સહિત તમારા તમામ વ્યવહારોની સૂચિ જોવા મળશે. તે શુલ્ક વિશેની વિગતો જોવા માટે કોઈપણ વ્યવહાર પર ક્લિક કરો, જેમાં આ શામેલ છે:

  • બિલિંગ કરેલી કુલ રકમ
  • શુલ્કની તારીખ અને સમય
  • વ્યવહારનું સ્ટેટસ
  • કઈ ચુકવણી પદ્ધતિથી શુલ્ક વસૂલવામાં આવ્યું હતું

જો એવું કોઈ શુલ્ક હોય કે જેની તમને જાણકારી ન હોય અથવા તે હોવું જોઈએ તેના કરતા વધારે લાગતું હોય, તો અણધાર્યા શુલ્ક માટેના સામાન્ય કારણોની આ સૂચિ ચેક કરો. જો તમને લાગતું હોય કે કોઈ અન્ય દ્વારા શુલ્ક વસૂલવામાં આવ્યું છે, તો તમે અનધિકૃત શુલ્કની જાણ કરી શકો છો.

જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયામાં રહેતા હો, તો Google પાસેથી કરેલી અમુક ખરીદીઓ પર તમારી પાસેથી મૂલ્યવર્ધિત વેરો (VAT) વસૂલવામાં આવશે. આ ખરીદીઓ માટે, તમે VAT ઇન્વૉઇસની વિનંતી કરી શકો છો.

તમે ખરીદી કરવા માટે Googleની કઈ સેવાનો ઉપયોગ કરો છો તેના આધારે, તમને જે ચલણમાં બિલ આપવામાં આવે છે તે કદાચ તમારા દેશનું ચલણ ન પણ હોઈ શકે. ચલણના રૂપાંતરણો વિશે વધુ જાણો.

ભારતમાંના પુનરાવર્તિત શુલ્ક

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની ઇ-મૅન્ડેટની જરૂરિયાતોને કારણે, તમારી પુનરાવર્તિત મેમ્બરશિપનો ઍક્સેસ જાળવી રાખવા માટે તમારે તમારી ચુકવણીની વિગતોની ચકાસણી કરવી અથવા ફરી દાખલ કરવી ફરજિયાત છે. આમ કરવા માટે, YouTube ઍપમાંની અથવા youtube.com પરની સૂચનાઓને અનુસરો. નોંધ કરો કે તમારી બેંક આ સમયે પુનરાવર્તિત ચુકવણીઓને કદાચ સપોર્ટ આપતી ન હોય તેવું બની શકે છે. પુનરાવર્તિત ચુકવણીઓને સપોર્ટ કરતી બેંકની સૂચિ ચેક કરો અથવા વધુ જાણો.
જો તમને Pixel Passના સબ્સ્ક્રિપ્શન મારફતે YouTube Premium મળ્યું હોય, તો તમારું એકાઉન્ટ મેનેજ કરવાની રીત વિશે અહીં વધુ જાણો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7052490840282226857
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false