તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટને ટૅગ કરો

જો તમે યોગ્યતા ધરાવતા હો, તો તમે તમારા કન્ટેન્ટમાં દર્શાવેલી પ્રોડક્ટને ટૅગ કરી શકો છો. તમે તમારા કન્ટેન્ટમાં દર્શાવેલી પ્રોડક્ટને ટૅગ કરો, ત્યારે તમારા કન્ટેન્ટના ખૂણામાં “પ્રોડક્ટ જુઓ ” લેબલ દેખાશે. તમે ટૅગ કરેલી પ્રોડક્ટની સૂચિને રિવ્યૂ કરવા માટે દર્શકો લેબલ પસંદ કરી શકે છે.

દર્શકોને આ સુવિધા માત્ર પસંદગીના દેશો કે પ્રદેશોમાં દેખાશે. દર્શકો કઈ રીતે બ્રાઉઝ કરે છે અને કેવી રીતે YouTube પર પ્રોડક્ટની ખરીદી કરે છે તેના વિશે વધુ જાણો.

ટૅગિંગની માર્ગદર્શિકા

જો તમે આ સુવિધા માટે યોગ્યતા ધરાવતા હો, તો તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટને તો જ ટૅગ કરો, જો:

  • તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ સહેલાઈથી ઓળખી શકાય તેવી અને વિશેષ રીતે દર્શાવેલી હોય.
  • પ્રોડક્ટ તમારા કન્ટેન્ટ સાથે અર્થપૂર્ણ રીતે સંબંધિત હોય.
  • તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટના દેખાવના આધારે, કોઈ દર્શકને તેના વિશે વધુ જાણકારી મેળવવાની અથવા તેને ખરીદવાની ઇચ્છા થાય.
  • પ્રોડક્ટનો તેના ઉદ્દેશ્ય પ્રમાણે ઉપયોગ થતો હોય. આનો અર્થ છે કે પ્રોડક્ટનો તમારો ઉપયોગ નિર્માતાએ તેને જે ઉદ્દેશ્યથી બનાવી હોય, એ જ પ્રમાણે થાય અને પ્રોડક્ટના સુરક્ષિત વપરાશનો પ્રચાર કરે.

દિશાનિર્દેશોનું પાલન કરવું

અમે પ્રોડક્ટ ટૅગનો રિવ્યૂ કરીએ છીએ અને આ દિશાનિર્દેશોનું પાલન ન કરતા હોય એવા ટૅગને કાઢી નાખીએ છીએ. અમે ખાતરી કરવા માગીએ છીએ કે સૌથી વધુ સુસંગત અનુભવ આપવા માટે તમારા કન્ટેન્ટમાં દર્શાવેલી પ્રોડક્ટને તમારા દર્શકો શોધે. જો અમને એવું જોવા મળે કે પ્રોડક્ટ ટૅગ વારંવાર કોઈ દિશાનિર્દેશનું ઉલ્લંઘન કરે છે, તો અમે તેને તમારા કન્ટેન્ટમાંથી કાઢી નાખી શકીએ છીએ અને તમારી ચૅનલ આનુષંગિક પ્રોગ્રામનો ઍક્સેસ ગુમાવી શકે છે.

પ્રોડક્ટ ટૅગ સંબંધિત સમસ્યાનું નિવારણ કરવું

ધ્યાન રાખો કે તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ ટૅગ દેખાશે નહીં, જો:

  • તમારા કન્ટેન્ટના ઑડિયન્સ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા છે.
  • તમારું કન્ટેન્ટ પહેલેથી જ ટિકિટનું વેચાણ અથવા ડોનેશન એમ બતાવે છે.
  • તમારું કન્ટેન્ટ તેની સામે કૉપિરાઇટનો દાવો ધરાવતું હોય.
  • તમારું કન્ટેન્ટ કમાણી કરવાની પ્રક્રિયા માટે મર્યાદિત અથવા અયોગ્ય હોવાની શક્યતા હોય.
  • તમારા કન્ટેન્ટમાં Creator Musicનો એવો કોઈ ટ્રૅક શામેલ હોય, જેમાંથી થતી આવકની વહેંચણી કરવામાં આવતી હોય.
  • તમારો દર્શક યોગ્ય દેશ/પ્રદેશમાં ન હોય.
  • તમારા દર્શક મોબાઇલ બ્રાઉઝર, સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર તમારું કન્ટેન્ટ જોઈ રહ્યાં હોય.
  • તમારી પાસે સ્ટૉકમાં, કોઈ મંજૂર કરેલી આઇટમ ન હોય.
નોંધ: પ્રોડક્ટને સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ ધરાવતા કન્ટેન્ટમાં ઉમેરતા પહેલાં, જો તમે કોઈ બંધનકારક કરાર કર્યો હોય તો તેનો રિવ્યૂ કરવાની ખાતરી કરો. તમારા કન્ટેન્ટમાં યોગ્ય સ્પષ્ટતાઓ ઉમેરો, જેમાં YouTube પર સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ અને સમર્થન સંબંધિત સ્પષ્ટતા શામેલ છે.
નોંધ: આ અપડેટ યુએસના નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે અને આગામી થોડા અઠવાડિયામાં તેને વિશ્વના અન્ય દેશોના નિર્માતાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Shorts માટે શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવો

YouTube Shoppingની સુવિધા ચાલુ કરી હોય એવા નિર્માતાઓ અને આધિકારિક કલાકાર ચૅનલ, શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરી શકે છે. તમે શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ શૉપિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને Shortsમાં ઉપયોગ કરી શકાય તેવા સાઉન્ડ શોધી શકો છો.

Shorts માટે શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે:

  1. તમારી YouTube મોબાઇલ ઍપમાં સાઇન-ઇન કરો.
  2. બનાવો  અને પછી  કોઈ Short બનાવો પર ટૅપ કરો.
  3. ઑડિયો લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે, કૅમેરા પેજ પર સૌથી ઉપરની બાજુએ દેખાતા સાઉન્ડ ઉમેરો પર અથવા એડિટર પેજની સૌથી નીચે દેખાતા સાઉન્ડ પર ટૅપ કરો.
  4. શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે, ઑડિયો લાઇબ્રેરીની સૌથી ઉપર દેખાતા બધા સાઉન્ડ બૅનર પર ક્લિક કરો.
  5. ઉપલબ્ધ હોય એવા બધા સાઉન્ડ બ્રાઉઝ કરો અને તેમાંથી કોઈ સાઉન્ડ પસંદ કરો.
  6. તમારા Short પરથી ખરીદી શકાય એ માટે, “ટૅગ કરેલી પ્રોડક્ટ" પસંદ કરો.
  7. તમારો Shorts વીડિયો પબ્લિશ કરો.

શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીનો ઉપયોગ, શૉપિંગની સુવિધાઓ દર્શાવતા લાંબી અવધિના વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાં કરી શકાતો નથી. તમે લાંબી અવધિના વીડિયો કે લાઇવ સ્ટ્રીમમાં શૉપિંગની સુવિધાઓ બતાવવા માટે, ઑડિયો લાઇબ્રેરીમાંથી રૉયલ્ટી-ફ્રી પ્રોડક્શન મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો.

નોંધ: શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે, YouTube મોબાઇલ ઍપના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરો અને તમે YouTube Shorts બનાવવા માટેના ટૂલ મારફતે આ સાઉન્ડ ઉમેર્યા હોવાની ખાતરી કરો. જો તમે YouTubeના Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ ન કરતા હો, તો તમારા કન્ટેન્ટ પર કૉપિરાઇટનો દાવો થઈ શકે છે. કૉપિરાઇટનો દાવો ધરાવતા કન્ટેન્ટ પર શૉપિંગની સુવિધાઓ દેખાશે નહીં. શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીમાંનું અમુક મ્યુઝિક, બધા દેશોમાં ટૅગ કરેલી પ્રોડક્ટ માટે યોગ્યતા ધરાવતું નથી. આવા મ્યુઝિકનો ઉપયોગ કરીને બનાવેલા Shortsમાં દર્શકોને શૉપિંગની સુવિધાઓ દેખાશે નહીં.

નવું કન્ટેન્ટ અપલોડ કરતી વખતે પ્રોડક્ટને ટૅગ કરો, કાઢી નાખો અને ફરી ગોઠવો

નવું કન્ટેન્ટ અપલોડ કરતી વખતે પ્રોડક્ટને ટૅગ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. વીડિયો અથવા Short અપલોડ કરો.
  3. જ્યારે તમે "વીડિયોના ઘટકો" પેજ પર પહોંચો, ત્યારે પ્રોડક્ટને ટૅગ કરો પર જાઓ અને ઉમેરો પર ક્લિક કરો.
  4. તમારે શોધ બૉક્સમાં જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તેનું નામ દાખલ કરો.
  5. પ્રોડક્ટ પસંદ કરો અને તેને ટૂલમાં સૂચિત એરિયામાં ખેંચો. તમે વધુમાં વધુ 30 પ્રોડક્ટને ટૅગ કરી શકો છો.

તમારી ટૅગ કરેલી પ્રોડક્ટમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો

તમારા દર્શકોને તમારા વીડિયોમાં ટૅગ કરેલી પ્રોડક્ટ યોગ્ય સમયે ખરીદવામાં સહાય કરવા માટે, તમારી ટૅગ કરેલી પ્રોડક્ટમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો:

  1. ‘પ્રોડક્ટને ટૅગ કરો’ વિભાગમાં, તમારી ટૅગ કરેલી પ્રોડક્ટની બાજુમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો પર ક્લિક કરો.
  2. તમારે જેના માટે ટાઇમસ્ટેમ્પ ઉમેરવી હોય તે વ્યક્તિગત પ્રોડક્ટની બાજુમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો પર ક્લિક કરો.
  3. પ્રોડક્ટ દેખાય ત્યારે તમારા વીડિયોમાં સમય ઉમેરો. 
    1. તમે તમારા વીડિયોની પહેલી 30 સેકન્ડમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરી નહીં શકો અને તમારી બધી ટાઇમસ્ટેમ્પની વચ્ચે ઓછામાં ઓછી 30 સેકન્ડનો સમય હોવો જરૂરી છે.
  4. પૂર્ણ થયું and then સાચવો પર ક્લિક કરો.

નોંધ:

  • માત્ર કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને જ તમારી ટૅગ કરેલી પ્રોડક્ટમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરી શકાશે.
  • ઓછામાં ઓછા 1 મિનિટ લાંબા હોય તેવા લૉંગ-ફોર્મ વીડિયો માટે જ ટાઇમસ્ટેમ્પ ઉપલબ્ધ છે.

પ્રોડક્ટ કાઢી નાખવા માટે:

  1. તમે ટૅગ કરી ચૂક્યા હો તે પ્રોડક્ટ શોધો.
  2. તેને સૂચિમાંથી કાઢી નાખવા માટે, પ્રોડક્ટની બાજુમાં ડિલીટ કરો પર ક્લિક કરો.

બે કે તેથી વધારે પ્રોડક્ટ ફરી ગોઠવવા માટે:

  1. તમે ટૅગ કરી ચૂક્યા હો તે પ્રોડક્ટ શોધો.
  2. તેને ઇચ્છિત સ્થિતિ પર ખેંચી લાવો.
  3. ફેરફાર સાચવવા માટે આગળ વધો પસંદ કરો.

હાલના કન્ટેન્ટમાં પ્રોડક્ટને ટૅગ કરો, કાઢી નાખો અને ફરી ગોઠવો

હાલના કન્ટેન્ટમાં પ્રોડક્ટને ટૅગ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયોના શીર્ષક અથવા થંબનેલ પર ક્લિક કરો.
  4. 'પ્રોડક્ટને ટૅગ કરો' વિભાગ ખોલવા માટે પ્રોડક્ટ પર ક્લિક કરો.
  5. તમારે શોધ બૉક્સમાં જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તેનું નામ દાખલ કરો.
  6. પ્રોડક્ટ પસંદ કરો અને તેને ટૂલમાં સૂચિત એરિયામાં ખેંચો. તમે વધુમાં વધુ 30 પ્રોડક્ટને ટૅગ કરી શકો છો.

 તમારી ટૅગ કરેલી પ્રોડક્ટમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો

તમારા દર્શકોને તમારા વીડિયોમાં ટૅગ કરેલી પ્રોડક્ટ યોગ્ય સમયે ખરીદવામાં સહાય કરવા માટે, તમારી ટૅગ કરેલી પ્રોડક્ટમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો:

  1. ‘પ્રોડક્ટને ટૅગ કરો’ વિભાગમાં, તમારી ટૅગ કરેલી પ્રોડક્ટની બાજુમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો પર ક્લિક કરો.
  2. તમારે જેના માટે ટાઇમસ્ટેમ્પ ઉમેરવી હોય તે વ્યક્તિગત પ્રોડક્ટની બાજુમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરો પર ક્લિક કરો.
  3. પ્રોડક્ટ દેખાય ત્યારે તમારા વીડિયોમાં સમય ઉમેરો. 
    1. તમે તમારા વીડિયોની પહેલી 30 સેકન્ડમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરી નહીં શકો અને તમારી બધી ટાઇમસ્ટેમ્પની વચ્ચે ઓછામાં ઓછી 30 સેકન્ડનો સમય હોવો જરૂરી છે.
  4. પૂર્ણ થયું and then સાચવો પર ક્લિક કરો.

નોંધ:

  • માત્ર કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને જ તમારી ટૅગ કરેલી પ્રોડક્ટમાં ટાઇમસ્ટેમ્પ ઉમેરી શકાશે.
  • ઓછામાં ઓછા 1 મિનિટ લાંબા હોય તેવા લૉંગ-ફોર્મ વીડિયો માટે જ ટાઇમસ્ટેમ્પ ઉપલબ્ધ છે.

પ્રોડક્ટ કાઢી નાખવા માટે:

  1. તમે ટૅગ કરી ચૂક્યા હો તે પ્રોડક્ટ શોધો.
  2. તેને સૂચિમાંથી કાઢી નાખવા માટે, પ્રોડક્ટની બાજુમાં ડિલીટ કરો પર ક્લિક કરો.

બે કે તેથી વધારે પ્રોડક્ટ ફરી ગોઠવવા માટે:

  1. તમે ટૅગ કરી ચૂક્યા હો તે પ્રોડક્ટ શોધો.
  2. તેને ઇચ્છિત સ્થિતિ પર ખેંચી લાવો.
  3. ફેરફાર સાચવવા માટે આગળ વધો પસંદ કરો.

તમારી પ્રોડક્ટને બલ્કમાં ટૅગ કરવી

બલ્ક ટૅગિંગ વડે એકથી વધુ વીડિયો પર સૂચવેલી પ્રોડક્ટને ટૅગ કરીને સમય બચાવો. બલ્ક ટૅગિંગની સુવિધાનો ઉપયોગ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. શૉપિંગ ટૅબ પર ક્લિક કરો.
  3. પ્રોડક્ટને ટૅગ કરો પર ક્લિક કરો.
  4. વીડિયોના વર્ણનમાં જોવા મળેલી પ્રોડક્ટને ટૅગ કરવા માટે, સૂચવેલી પ્રોડક્ટ સાથે વીડિયોનો રિવ્યૂ કરો.
  5. અમુક ચોક્કસ પ્રોડક્ટને ટૅગ કરવા માટે:
    1. પ્રોડક્ટની છબી પર ક્લિક કરો.
    2. સંબંધિત પ્રોડક્ટની બાજુમાં ટૅગ કરો પર અથવા તમામ પ્રોડક્ટ માટે તમામ ટૅગ કરો પર ક્લિક કરો.
  6. એક અથવા વધુ વીડિયો માટે પ્રોડક્ટને ટૅગ કરવા માટે: 
    1. સંબંધિત વીડિયો પસંદ કરો અથવા તમામ વીડિયો પસંદ કરો.
    2. ટૅગ કરો પર ક્લિક કરો.

લાઇવ સ્ટ્રીમમાં પ્રોડક્ટને ટૅગ કરવા

એકવાર તમે પ્રોગ્રામના ભાગ બની જાઓ, ત્યારબાદ તમે તમારા લાઇવ સ્ટ્રીમમાં પ્રોડક્ટ ટૅગ કરવાનું શરૂ કરી શકો છો. દર્શકો Shopping  પસંદ કરીને તમે ટૅગ કરી હોય એવી પ્રોડક્ટની સૂચિનો રિવ્યૂ કરી શકે છે. તમારા લાઇવ સ્ટ્રીમમાં પ્રોડક્ટ ટૅગ કરવાની રીત જાણો

Shopping સંબંધી પર્ફોર્મન્સ અને આવક

તમારી ટૅગ કરેલી પ્રોડક્ટ સાથે જોડાણને માપવા અને તમારો કેટલો ટ્રાફિક પ્રોડક્ટ પેજ પરથી આવે છે તે જાણવા માટે YouTube Analyticsમાં વિસ્તૃત રિપોર્ટનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17280969510495238153
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false