તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટને ટૅગ કરો

જો તમે યોગ્યતા ધરાવતા હો, તો તમે તમારા કન્ટેન્ટમાં દર્શાવેલી પ્રોડક્ટને ટૅગ કરી શકો છો. તમે તમારા કન્ટેન્ટમાં દર્શાવેલી પ્રોડક્ટને ટૅગ કરો, ત્યારે તમારા કન્ટેન્ટના ખૂણામાં “પ્રોડક્ટ જુઓ ” લેબલ દેખાશે. તમે ટૅગ કરેલી પ્રોડક્ટની સૂચિને રિવ્યૂ કરવા માટે દર્શકો લેબલ પસંદ કરી શકે છે.

દર્શકોને આ સુવિધા માત્ર પસંદગીના દેશો કે પ્રદેશોમાં દેખાશે. દર્શકો કઈ રીતે બ્રાઉઝ કરે છે અને કેવી રીતે YouTube પર પ્રોડક્ટની ખરીદી કરે છે તેના વિશે વધુ જાણો.

ટૅગિંગની માર્ગદર્શિકા

જો તમે આ સુવિધા માટે યોગ્યતા ધરાવતા હો, તો તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટને તો જ ટૅગ કરો, જો:

  • તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ સહેલાઈથી ઓળખી શકાય તેવી અને વિશેષ રીતે દર્શાવેલી હોય.
  • પ્રોડક્ટ તમારા કન્ટેન્ટ સાથે અર્થપૂર્ણ રીતે સંબંધિત હોય.
  • તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટના દેખાવના આધારે, કોઈ દર્શકને તેના વિશે વધુ જાણકારી મેળવવાની અથવા તેને ખરીદવાની ઇચ્છા થાય.
  • પ્રોડક્ટનો તેના ઉદ્દેશ્ય પ્રમાણે ઉપયોગ થતો હોય. આનો અર્થ છે કે પ્રોડક્ટનો તમારો ઉપયોગ નિર્માતાએ તેને જે ઉદ્દેશ્યથી બનાવી હોય, એ જ પ્રમાણે થાય અને પ્રોડક્ટના સુરક્ષિત વપરાશનો પ્રચાર કરે.

દિશાનિર્દેશોનું પાલન કરવું

અમે પ્રોડક્ટ ટૅગનો રિવ્યૂ કરીએ છીએ અને આ દિશાનિર્દેશોનું પાલન ન કરતા હોય એવા ટૅગને કાઢી નાખીએ છીએ. અમે ખાતરી કરવા માગીએ છીએ કે સૌથી વધુ સુસંગત અનુભવ આપવા માટે તમારા કન્ટેન્ટમાં દર્શાવેલી પ્રોડક્ટને તમારા દર્શકો શોધે. જો અમને એવું જોવા મળે કે પ્રોડક્ટ ટૅગ વારંવાર કોઈ દિશાનિર્દેશનું ઉલ્લંઘન કરે છે, તો અમે તેને તમારા કન્ટેન્ટમાંથી કાઢી નાખી શકીએ છીએ અને તમારી ચૅનલ આનુષંગિક પ્રોગ્રામનો ઍક્સેસ ગુમાવી શકે છે.

પ્રોડક્ટ ટૅગ સંબંધિત સમસ્યાનું નિવારણ કરવું

ધ્યાન રાખો કે તમારા કન્ટેન્ટમાં પ્રોડક્ટ ટૅગ દેખાશે નહીં, જો:

  • તમારા કન્ટેન્ટના ઑડિયન્સ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા છે.
  • તમારું કન્ટેન્ટ પહેલેથી જ ટિકિટનું વેચાણ અથવા ડોનેશન એમ બતાવે છે.
  • તમારું કન્ટેન્ટ તેની સામે કૉપિરાઇટનો દાવો ધરાવતું હોય.
  • તમારું કન્ટેન્ટ કમાણી કરવાની પ્રક્રિયા માટે મર્યાદિત અથવા અયોગ્ય હોવાની શક્યતા હોય.
  • તમારા કન્ટેન્ટમાં Creator Musicનો એવો કોઈ ટ્રૅક શામેલ હોય, જેમાંથી થતી આવકની વહેંચણી કરવામાં આવતી હોય.
  • તમારો દર્શક યોગ્ય દેશ/પ્રદેશમાં ન હોય.
  • તમારા દર્શક મોબાઇલ બ્રાઉઝર, સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર તમારું કન્ટેન્ટ જોઈ રહ્યાં હોય.
  • તમારી પાસે સ્ટૉકમાં, કોઈ મંજૂર કરેલી આઇટમ ન હોય.
નોંધ: પ્રોડક્ટને સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ ધરાવતા કન્ટેન્ટમાં ઉમેરતા પહેલાં, જો તમે કોઈ બંધનકારક કરાર કર્યો હોય તો તેનો રિવ્યૂ કરવાની ખાતરી કરો. તમારા કન્ટેન્ટમાં YouTube પર સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ અને સમર્થન સંબંધિત સ્પષ્ટતાઓ સહિત યોગ્ય સ્પષ્ટતાઓ ઉમેરો.

Shorts માટે Shopping સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવો

YouTube Shoppingની સુવિધા ચાલુ કરી હોય એવા નિર્માતાઓ અને આધિકારિક કલાકાર ચૅનલ, Shopping સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરી શકે છે. તમે Shopping સાઉન્ડ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ શૉપિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને Shortsમાં ઉપયોગ કરી શકાય તેવા સાઉન્ડ શોધી શકો છો.

Shorts માટે Shopping સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે:

  1. તમારી YouTube મોબાઇલ ઍપમાં સાઇન-ઇન કરો.
  2. બનાવો  અને પછી  કોઈ Short બનાવો પર ટૅપ કરો.
  3. ઑડિયો લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે, કૅમેરા પેજ પર સૌથી ઉપરની બાજુએ દેખાતા સાઉન્ડ ઉમેરો પર અથવા એડિટર પેજની સૌથી નીચે દેખાતા સાઉન્ડ પર ટૅપ કરો.
  4. શૉપિંગ સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે, ઑડિયો લાઇબ્રેરીની સૌથી ઉપર દેખાતા બધા સાઉન્ડ બૅનર પર ક્લિક કરો.
  5. ઉપલબ્ધ હોય એવા બધા સાઉન્ડ બ્રાઉઝ કરો અને તેમાંથી કોઈ સાઉન્ડ પસંદ કરો.
  6. તમારા Short પરથી ખરીદી શકાય એ માટે, “ટૅગ કરેલી પ્રોડક્ટ" પસંદ કરો.
  7. તમારો Shorts વીડિયો પબ્લિશ કરો.
નોંધ: શૉપિંગની સુવિધાઓ બતાવવા માટે, અમે વૉલ્યૂમને સાંભળી શકાય એ લેવલ પર સેટ કરવાનો સુઝાવ આપીએ છીએ, જેથી સિસ્ટમ તેને બરાબર રજિસ્ટર કરી શકે.

Shopping સાઉન્ડ લાઇબ્રેરીનો ઉપયોગ, શૉપિંગની સુવિધાઓ દર્શાવતા લાંબી અવધિના વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાં કરી શકાતો નથી. તમે લાંબી અવધિના વીડિયો કે લાઇવ સ્ટ્રીમમાં શૉપિંગની સુવિધાઓ બતાવવા માટે, ઑડિયો લાઇબ્રેરીમાંથી રૉયલ્ટી-ફ્રી પ્રોડક્શન મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો.

નોંધ: Shopping સાઉન્ડ લાઇબ્રેરીનો ઍક્સેસ કરવા માટે, YouTube મોબાઇલ ઍપના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરો અને તમે YouTube Shorts બનાવવા માટેના ટૂલ મારફતે આ સાઉન્ડ ઉમેર્યા હોવાની ખાતરી કરો. જો તમે YouTubeના Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ ન કરતા હો, તો તમારા કન્ટેન્ટ પર કૉપિરાઇટનો દાવો થઈ શકે છે. કૉપિરાઇટનો દાવો ધરાવતા કન્ટેન્ટ પર શૉપિંગની સુવિધાઓ દેખાશે નહીં. Shopping સાઉન્ડ લાઇબ્રેરીમાંનું અમુક મ્યુઝિક, બધા દેશોમાં ટૅગ કરેલી પ્રોડક્ટ માટે યોગ્યતા ધરાવતું નથી. આવા મ્યુઝિકનો ઉપયોગ કરીને બનાવેલા Shortsમાં દર્શકોને શૉપિંગની સુવિધાઓ દેખાશે નહીં.

પ્રોડક્ટ ટૅગિંગની સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમે YouTube મોબાઇલ ઍપનું નવીનતમ વર્ઝન ધરાવતા હોવાની ખાતરી કરો.

નવું કન્ટેન્ટ અપલોડ કરતી વખતે પ્રોડક્ટને ટૅગ કરવા માટે:

YouTube iPhone અને iPad ઍપ
  1. તમારા વીડિયો અથવા Short અપલોડ કરવા માટે YouTube ઍપનો ઉપયોગ કરો.
  2. અપલોડ કરતી વખતે, પ્રોડક્ટને ટૅગ કરો અને પછી ઉમેરો પર ટૅપ કરો.
  3. તમારે શોધ બૉક્સમાં જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તેનું નામ દાખલ કરો.
  4. તમારે જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તે પસંદ કરો. તમે વધુમાં વધુ 30 પ્રોડક્ટને ટૅગ કરી શકો છો.

પ્રોડક્ટ કાઢી નાખવા માટે:

YouTube iPhone અને iPad ઍપ
  1. પૅનલ ખોલવા માટે, "પસંદ કરેલી" પર ટૅપ કરો.
  2. તમારે કાઢી નાખવી હોય તે પ્રોડક્ટની બાજુમાં ડિલીટ કરો પર ટૅપ કરો.

બે કે તેથી વધારે પ્રોડક્ટ ફરી ગોઠવવા માટે:

YouTube iPhone અને iPad ઍપ
  1. પૅનલ ખોલવા માટે, "પસંદ કરેલી" પર ટૅપ કરો.
  2. સૂચિનો ક્રમ ફરીથી ગોઠવવા માટે પ્રોડક્ટની બાજુમાં ઉપર અથવા નીચે પર ટૅપ કરો.

હાલના કન્ટેન્ટમાં પ્રોડક્ટને ટૅગ કરો, કાઢી નાખો અને ફરી ગોઠવો

હાલના કન્ટેન્ટમાં પ્રોડક્ટને ટૅગ કરવા માટે:

YouTube iPhone અને iPad ઍપ

  1. YouTube ઍપ ખોલો.
  2. લાઇબ્રેરી અને પછી તમારા વીડિયો પર ટૅપ કરો.
  3. તમારે જેમાં ફેરફાર કરવો હોય તે કન્ટેન્ટની બાજુમાં, વધુ અને પછી ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. 'પ્રોડક્ટને ટૅગ કરો' વિભાગ ખોલવા માટે ટૅગ કરેલી પ્રોડક્ટ પર ટૅપ કરો.
  5. તમારે શોધ બૉક્સમાં જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તેનું નામ દાખલ કરો.
  6. તમારે જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તે પસંદ કરો. તમે વધુમાં વધુ 30 પ્રોડક્ટને ટૅગ કરી શકો છો.

iPhone અને iPad માટે YouTube Studio ઍપ

  1. YouTube ઍપ ખોલો.
  2. કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. તમારે જેમાં ફેરફાર કરવો હોય તે કન્ટેન્ટની બાજુમાં, વધુ અને પછી ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. 'પ્રોડક્ટને ટૅગ કરો' વિભાગ ખોલવા માટે ટૅગ કરેલી પ્રોડક્ટ પર ટૅપ કરો.
  5. તમારે શોધ બૉક્સમાં જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તેનું નામ દાખલ કરો.
  6. તમારે જે પ્રોડક્ટને ટૅગ કરવી હોય તે પસંદ કરો. તમે વધુમાં વધુ 30 પ્રોડક્ટને ટૅગ કરી શકો છો.

પ્રોડક્ટ કાઢી નાખવા માટે:

  1. પૅનલ ખોલવા માટે, "પસંદ કરેલી" પર ટૅપ કરો.
  2. તમારે કાઢી નાખવી હોય તે પ્રોડક્ટની બાજુમાં ડિલીટ કરો પર ટૅપ કરો.

બે કે તેથી વધારે પ્રોડક્ટ ફરી ગોઠવવા માટે:

  1. પૅનલ ખોલવા માટે, "પસંદ કરેલી" પર ટૅપ કરો.
  2. સૂચિનો ક્રમ ફરીથી ગોઠવવા માટે પ્રોડક્ટની બાજુમાં ઉપર અથવા નીચે પર ટૅપ કરો.

લાઇવ સ્ટ્રીમમાં પ્રોડક્ટને ટૅગ કરવા

એકવાર તમે પ્રોગ્રામના ભાગ બની જાઓ, ત્યારબાદ તમે તમારા લાઇવ સ્ટ્રીમમાં પ્રોડક્ટ ટૅગ કરવાનું શરૂ કરી શકો છો. દર્શકો Shopping  પસંદ કરીને તમે ટૅગ કરી હોય એવી પ્રોડક્ટની સૂચિનો રિવ્યૂ કરી શકે છે. તમારા લાઇવ સ્ટ્રીમમાં પ્રોડક્ટ ટૅગ કરવાની રીત જાણો

Shopping સંબંધી પર્ફોર્મન્સ અને આવક

તમારી ટૅગ કરેલી પ્રોડક્ટ સાથે જોડાણને માપવા અને તમારો કેટલો ટ્રાફિક પ્રોડક્ટ પેજ પરથી આવે છે તે જાણવા માટે YouTube Analyticsમાં વિસ્તૃત રિપોર્ટનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6488411629812366297
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false