અપડેટ કરેલી સેવાની શરતો વિશે સામાન્ય પ્રશ્નો

અમારી સેવાની શરતોના સૌથી તાજેતરના અપડેટમાં આ વિશિષ્ટ વિષયોનો સમાવેશ થાય છે: ચહેરાની ઓળખનો ડેટા, YouTubeનો કમાણી કરવાનો અધિકાર અને યુએસની ટેક્સ સંબંધિત ફરજો. આ શરતો યુનાઇટેડ સ્ટેટ્સમાં નવેમ્બર, 2020થી અને યુએસની બહાર 1 જૂન, 2021થી અમલમાં છે.

તમે સેવાની શરતોમાં શા માટે ફેરફાર કર્યો?

YouTube ખાતે, અમે સમયાંતરે અમારી સેવાની શરતોને અપડેટ કરીએ છીએ જેથી ખાતરી કરી શકાય કે તે સ્પષ્ટ, સમજવામાં સરળ છે અને અમારા ભાગીદારો, જાહેરાતકર્તાઓ અને દર્શકોની જરૂરિયાતો પૂરી કરે છે.

સેવાની શરતોના આ અપડેટ દ્વારા, અમે ચહેરાની ઓળખના ડેટાના એકત્રીકરણ સંબંધિત પ્રતિબંધો વિશે ખુલાસો કરીએ છીએ. અમે અમારા પ્લૅટફૉર્મના વિવિધ વિસ્તારમાં જાહેરાતો ચલાવવા માટે અમે જે અધિકારો લઈએ છીએ તેના વિશે પણ તમારી સાથે પારદર્શક રહેવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે વીડિયોમાં, હોમપેજના માસ્ટહેડ પર અને વિવિધ શોધ પરિણામોમાં જાહેરાતો ચલાવીએ છીએ. આ અપડેટ એ ખુલાસો પણ કરે છે કે YouTubeની આવક ચુકવણીઓ કઈ રીતે યુએસના ટેક્સના પરિપ્રેક્ષ્યથી રૉયલ્ટી ચુકવણીઓ ગણાશે અને તે કે Google આ બધી ચુકવણીઓમાંથી કાયદા દ્વારા આવશ્યક હોય તે ટેક્સ વિથ્હોલ્ડ કરશે.

મુખ્ય ફેરફારો કયા છે?

ફેરફારોનો સારાંશ આ પ્રમાણે છે:

  • ચહેરાની ઓળખ પરના પ્રતિબંધો. સેવાની શરતોમાં પહેલેથી નિવેદન કરવામાં આવ્યું છે કે તમે એવી કોઈપણ માહિતી એકત્ર નહીં કરી શકો જે કોઈ વ્યક્તિની, તેમની પરવાનગી વિના, ઓળખ આપી શકે. જોકે ચહેરાની ઓળખ વિશેની માહિતીમાં હંમેશાંથી આનો સમાવેશ રહ્યો છે, છતાં નવી શરતોમાં આ વાતને પૂર્ણ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. 
     
  • YouTubeનો કમાણી કરવાનો અધિકાર. અમે ધીમે-ધીમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં ન હોય અથવા કમાણી કરવાના કરાર હેઠળ ન હોય તેવી ચૅનલ પર બ્રાંડ-સુરક્ષિત વીડિયોના મર્યાદિત સેટ પર જાહેરાતો આપવાની શરૂઆત કરી રહ્યાં છીએ. તેમાં આ જાહેરાતોમાંથી થતી આવકની વહેંચણી નહીં થાય, પણ છતાં નિર્માતાઓ એકવાર યોગ્યતાના માપદંડની, કે જે બદલાતાં નથી તેની, પૂર્તિ કરે તે પછી તેઓ YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે.
     
  • રૉયલ્ટીની ચુકવણીઓ અને ટેક્સ વિથ્હોલ્ડિંગ. જો તમે તમારી અને YouTube વચ્ચેના કોઈપણ અન્ય કરાર મારફત (ઉદાહરણ તરીકે, YouTube પાર્ટનર પ્રોગ્રામ મારફત) ચુકવણી મેળવવાનો અધિકાર ધરાવતા હો, તો આ પ્રકારની બધી ચુકવણીઓને 1 જૂન, 2021થી રૉયલ્ટી માનવામાં આવશે. Google આ પ્રકારની ચુકવણીઓમાંથી કાયદા દ્વારા આવશ્યક હોય તે ટેક્સ વિથ્હોલ્ડ કરશે.

આ મારી YPP કમાણી કરવાની પ્રક્રિયાને કઈ રીતે અસર કરશે?

સેવાની શરતોની અપડેટમાંના ફેરફારો તમારા YouTube પાર્ટનર પ્રોગ્રામની (YPP) કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગને અસર નહીં કરે.

યુનાઇટેડ સ્ટેટ્સની બહારના પાર્ટનરએ તેમની ચુકવણીઓ પર કોઈ ટેક્સ વિથ્હોલ્ડિંગ લાગુ પડે છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે YouTube માટે AdSenseમાં ટેક્સ વિશેની સંપૂર્ણ માહિતી સબમિટ કરવી જોઈએ. જો કોઈ વિથ્હોલ્ડિંગ ટેક્સ લાગુ થતા હશે, તો Google (જૂનની કમાણી આવરી લઈને) જુલાઈ 2021ની ચુકવણીઓથી શરૂ થતી ચુકવણીઓ પરના ટેક્સ વિથ્હોલ્ડ કરવાની શરૂઆત કરી શકે છે. વધુ જાણવા માટે સહાયતા કેન્દ્રમાંના અમારા સારાંશની મુલાકાત લો: YouTube કમાણી માટે યુએસ ટેક્સની આવશ્યકતાઓ

શું આને યુરોપિયન યુનિયન કૉપિરાઇટના આદેશ સાથે અથવા GDPR સાથે કોઈ સંબંધ છે?

ના, આને યુરોપિયન યુનિયન કૉપિરાઇટના આદેશ સાથે અથવા GDPR સાથે કોઈ સંબંધ નથી.

મારી પ્રાઇવસી અથવા ડેટા માટે આનો શું અર્થ છે?

તમારી માહિતી સાથે કાર્ય કરવાની અમારી રીતમાં અમે કોઈ ફેરફાર કર્યો નથી. તમે Google પ્રાઇવસી પૉલિસી અને YouTube Kids પ્રાઇવસી નોટિસને રિવ્યૂ કરીને અમારી પ્રાઇવસી પ્રૅક્ટિસ વિશે વાંચી શકો છો. રિમાઇન્ડર તરીકે જણાવીએ છીએ કે, તમે તમારા Google એકાઉન્ટની મુલાકાત લઈને કોઈપણ સમયે તમારા પ્રાઇવસી સેટિંગને રિવ્યૂ કરી શકો છો અને તમારા ડેટા તથા મનપસંદગીઓને મેનેજ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14196652801975869834
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false