નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

રિવૉર્ડ ઑફર કરતા જાહેરાત યુનિટની પૉલિસીઓ

રિવૉર્ડ ઑફર કરતા જાહેરાત યુનિટ એ પબ્લિશર અને વપરાશકર્તાઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની કાર્યપદ્ધતિ છે, જેનાથી પબ્લિશર અને વપરાશકર્તાઓ બન્નેને લાભ થાય છે. પબ્લિશર, વપરાશકર્તાઓ અને જાહેરાતકર્તાઓને સકારાત્મક અનુભવ આપવાની ખાતરી કરવા માટે, અમે Google દ્વારા બતાવવામાં આવતી જાહેરાતો ("રિવૉર્ડ મેળવનારી જાહેરાતો") મારફતે રિવૉર્ડની ઑફર કરતા જાહેરાત યુનિટના સ્વરૂપ અને અમલીકરણ સંબંધિત નીચે મુજબની આવશ્યકતાઓ સેટ કરી છે.

આ પૉલિસીઓના હેતુઓ માટે:

  • "સીધે સીધું આપવામાં આવતું નાણાકીય વળતર" એટલે કોઈપણ પ્રકારનું કાનૂની ટેન્ડર અથવા ચુકવણી કરવા માટેની એવી કોઈપણ અન્ય પદ્ધતિ કે જેનો ઉપયોગ વાસ્તવિક દુનિયામાં માલસામાન કે સેવાઓ ખરીદવા માટે કરી શકાય છે.

    ઉદાહરણો: રોકડ રકમ, ક્રિપ્ટોકરન્સી, ગિફ્ટ કાર્ડ

  • "અપ્રત્યક્ષ કે બિન-નાણાકીય આઇટમ" એટલે એવી કોઈપણ વસ્તુ જે નાણાકીય મૂલ્ય તો ધરાવે છે પરંતુ વાસ્તવિક દુનિયામાં સીધે સીધી ચુકવણી કરવા માટેની પદ્ધતિ નથી અથવા વાસ્તવિક દુનિયામાં નાણાકીય મૂલ્ય ધરાવતી ન હોય એવી કોઈ વસ્તુ.

    ઉદાહરણો: ડિસ્કાઉન્ટ, લૉયલ્ટિ રિવૉર્ડ કે પૉઇન્ટ, પ્રોડક્ટ માટે મફત શિપિંગ, પ્રોડક્ટ કે સેવાની મફત અજમાયશ, ગેમના કોઈ પાત્ર માટે વધારાની લાઇફ, ગેમના પાત્રની ત્વચા

  • "ટ્રાન્સફર ન કરી શકાતું" એટલે એવો રિવૉર્ડ જેને માત્ર એ જ વપરાશકર્તા રિડીમ કરી શકે અને તેનો ઉપયોગ કરી શકે, જેને તે મળ્યો હોય સાથે જ સીધે સીધા નાણાકીય વળતરમાં રૂપાંતરિત કરી શકાય નહીં એવી આઇટમ કે પછી એવી આઇટમ કે જેને ત્રીજા પક્ષને ટ્રાન્સફર કરી શકાય નહીં.

    ઉદાહરણો: કોઈ ડિસ્કાઉન્ટ કોડ, લૉયલ્ટિ પૉઇન્ટ કે એવી કોઈ ગેમ આઇટમ જે ફક્ત ચોક્કસ વપરાશકર્તા દ્વારા લૉગ-ઇન કરેલા તેમના એકાઉન્ટ દ્વારા રિડીમ કરી શકાય અને તેનો ઉપયોગ કરી શકાય તેવી હોય સાથે જ તેને સીધે સીધી રોકડ રકમમાં રૂપાંતરિત કરી શકાતી ન હોય અથવા અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય તેવી કોઈપણ આઇટમ ખરીદવા માટે ઉપયોગમાં લઈ શકાતી ન હોય

રિવૉર્ડ સંબંધિત આવશ્યકતાઓ

  1. સીધે સીધું નાણાકીય વળતર આપતી આઇટમ, કોઈપણ સંજોગોમાં રિવૉર્ડ તરીકે ઑફર કરી શકાતી નથી.
  2. રિવૉર્ડ તરીકે અપ્રત્યક્ષ કે બિન-નાણાકીય આઇટમ ઑફર કરી શકાય છે, શરત એ છે કે:
    • રિવૉર્ડને માત્ર પબ્લિશરના પ્લૅટફૉર્મ, વેબસાઇટ કે ઍપમાં કોઈ આઇટમ અથવા સેવા માટે રિડીમ કરી શકાશે અને તેનો ઉપયોગ કરી શકાશે;
    • રિવૉર્ડ ટ્રાન્સફર કરી શકાશે નહીં (ઉદાહરણ તરીકે, અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય તેવી ભૌતિક આઇટમ કે લૉયલ્ટિ પૉઇન્ટની પરવાનગી નથી) અને
    • ભૌતિક આઇટમ ખરીદવા માટે ડિસ્કાઉન્ટ કે વાઉચર તરીકે આપવામાં આવતા રિવૉર્ડનું મૂલ્ય, આઇટમના કુલ મૂલ્યના 25%થી વધારે હશે નહીં.
  3. કોઈપણ ક્રમમાં રિવૉર્ડ આપવાની મંજૂરી છે, શરત એ છે કે:
    • રિવૉર્ડ મેળવનારી જાહેરાતો બતાવવામાં આવે તે પહેલાં વપરાશકર્તાને કોઈપણ ક્રમમાં રિવૉર્ડ આપવાની તક વિશે જાણ કરવામાં આવી હોય (જેમ કે "કોઈપણ ક્રમમાં રિવૉર્ડ મેળવવાની તક માટે હવે આ જાહેરાત જુઓ" સૂચવીને),
    • વપરાશકર્તા માટે સંભવિત બધા રિવૉર્ડની વિગતો સરળતાથી ઍક્સેસ કરી શકાય એવી બનાવવામાં આવી હોય (જેમ કે સ્પષ્ટતામાં સંભવિત રિવૉર્ડ સૂચવીને, કર્સર લઈ જઈને અથવા વિગતો ધરાવતા પેજની કોઈ લિંક શામેલ કરીને). આમાં એ જણાવવું શામેલ છે કે રિવૉર્ડ નહીં મળવાનું સંભવિત પરિણામ પણ છે અને
    • રિવૉર્ડ મેળવવાની તક 0 કરતાં વધુ હોવી જોઈએ.

અમલીકરણ સંબંધિત આવશ્યકતાઓ

  1. રિવૉર્ડ મેળવનારી દરેક જાહેરાતો બતાવતા પહેલાં, પબ્લિશરે આવશ્યક ક્રિયા(ક્રિયાઓ) અને રિવૉર્ડ સંબંધિત સ્પષ્ટ, સચોટ અને સુસ્પષ્ટ સ્પષ્ટતા પ્રદાન કરવી આવશ્યક છે.
    • આઇકનનો ઉપયોગ ક્રિયા(ક્રિયાઓ) અથવા રિવૉર્ડનું વર્ણન કરવા માટે થઈ શકે છે, જોકે આ આઇકન વપરાશકર્તાઓ માટે સ્પષ્ટ અને સમજી શકાય એવા હોવા જોઈએ.
    • રિવૉર્ડ મેળવનારી જાહેરાતો જો કોઈ બંડલમાં બતાવવામાં આવી હોય અથવા કોઈ રિવૉર્ડ મેળવવા માટે વપરાશકર્તાઓને ચોક્કસ સંખ્યામાં રિવૉર્ડ મેળવનારી જાહેરાતો જોવાની આવશ્યકતા હોય, તો આવી વિગતો વપરાશકર્તાને સ્પષ્ટપણે જાહેર કરવી જરૂરી છે (જેમ કે "100 ગોલ્ડ કૉઇન મેળવવા માટે હવે 3 જાહેરાત જુઓ" સૂચવીને).
  2. રિવૉર્ડ મેળવનારી જાહેરાતો, રિવૉર્ડ મેળવનારા મધ્યવર્તી ફૉર્મેટ મારફતે અમલી બનાવેલી જાહેરાતો સિવાય, વપરાશકર્તા હકારાત્મક રીતે અને સ્પષ્ટપણે પસંદ કરે તે પછી જ બતાવવામાં આવવી જોઈએ (જેમ કે "હા" અથવા "સ્વીકાર કરો" દર્શાવતા બટન પર ટૅપ કરીને). આ ઉપરાંત:
    • રિવૉર્ડ મેળવનારી જાહેરાતોએ વપરાશકર્તાઓને તેમની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે દબાણ કરવું જોઈએ નહીં (ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ તેમને છોડવા કે નકારવા માટે સક્ષમ હોવા જોઈએ). 
    • રિવૉર્ડ મેળવનારા મધ્યવર્તી ફૉર્મેટ મારફતે અમલી બનાવેલી રિવૉર્ડ મેળવનારી જાહેરાતોએ વપરાશકર્તાને નાપસંદ કરવા માટેના પૂરતા સમય સાથે, "ના" અથવા "સ્વીકારશો નહીં" દર્શાવતો કોઈ વિકલ્પ ધરાવતી પ્રારંભિક સ્ક્રીન બતાવવી જરૂરી છે. આ વિકલ્પ છુપાવેલો, અવરોધિત કે બિન-કાર્યક્ષમ ન હોવો જોઈએ.
    • રિવૉર્ડ મેળવનારી જાહેરાત છોડવાથી કે "ના" અથવા "સ્વીકારશો નહીં" વિકલ્પ પસંદ કરવાથી, પ્લૅટફૉર્મ, વેબસાઇટ કે ઍપના સામાન્ય વપરાશમાં કોઈ અવરોધ ઊભો થવો જોઈએ નહીં.
    • પબ્લિશરે વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરવા કે ચોક્કસ પસંદગી (જેમ કે "અમારા વ્યવસાયને સપોર્ટ આપવા માટે આ જાહેરાત જુઓ" સૂચવીને) તરફ પ્રોત્સાહિત કરવા માટે, ઑફર કરેલા રિવૉર્ડનું વર્ણન સિવાય અન્ય કોઈપણ ટેક્સ્ટ કે આઇકન શામેલ કરવા જોઈએ નહીં.
  3. જરૂરી ક્રિયા(ક્રિયાઓ) પૂર્ણ કર્યા પછી પબ્લિશરે વચન આપેલો રિવૉર્ડ વપરાશકર્તાને ડિલિવર કરવો જરૂરી છે.
  4. રિવૉર્ડ આપવાની જવાબદારી સંપૂર્ણપણે અને એકમાત્ર પબ્લિશરની છે અને તેમણે એવું જણાવવું કે સૂચિત કરવું ન જોઈએ કે રિવૉર્ડ Google દ્વારા ચકાસાયેલા કે સમર્થિત છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15162219424142582056
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false