નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Inventory management

Ads.txt માર્ગદર્શિકા

અધિકૃત ડિજિટલ વિક્રેતા અથવા ads.txt એ IAB Tech Labની પહેલ છે, જે એ ખાતરી કરવામાં સહાય કરે છે કે તમે જેમને અધિકૃત તરીકે માન્યતા આપી છે, માત્ર એવા જ વિક્રેતાઓ (જેમ કે AdSense) વતી તમારી ડિજિટલ જાહેરાત ઇન્વેન્ટરી વેચી શકાય છે.

તમારી પોતાની ads.txt ફાઇલ બનાવવાથી તમને તમારી સાઇટ પર જાહેરાતો વેચવાની મંજૂરી આપનારા લોકો પર વધુ નિયંત્રણ મળે છે અને જાહેરાતકર્તાઓને નકલી ઇન્વેન્ટરી પ્રસ્તુત કરવાનું ટાળવામાં તે સહાય કરે છે.

ads.txtનો ઉપયોગ કરવો ફરજિયાત નથી, પણ તેની ગંભીરતાપૂર્વક ભલામણ કરવામાં આવે છે. તે ખરીદનારાઓ માટે નકલી ઇન્વેન્ટરી ઓળખી શકવામાં તેમજ જાહેરાતકર્તા દ્વારા કરવામાં આવનારો સંભવિત ખર્ચ વધુ પ્રમાણમાં તમને મેળવવામાં સહાય કરી શકે છે, જે અન્યથા નકલી ઇન્વેન્ટરી દ્વારા પોતાની તરફ વાળવામાં આવ્યો હોત.

આ લેખમાં આ વિશેની માહિતી છે:

AdSenseમાં ads.txt સમસ્યાઓનું નિરાકરણ કરવું

જો તમારી સાઇટ પર ads.txt સંબંધિત સમસ્યા હશે, તો તમને તમારા AdSense એકાઉન્ટમાં અલર્ટ મળશે. તમારી આવકને કોઈપણ અસર થતી અટકાવવા માટે, સમસ્યાનું નિરાકરણ કરવા નીચે જણાવેલા સંબંધિત પગલાં અનુસરો.

નોંધ: AdSenseમાં તમારા ફેરફારો દેખાવામાં થોડા દિવસો લાગી શકે છે. જો તમારી સાઇટ તરફથી જાહેરાતની ઘણી વિનંતીઓ કરવામાં ન આવે, તો તેમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. તમે ફેરફારો કરો તે પછી, તમે તમારી ads.txtના સ્ટેટસ વિશે અપડેટ ચેક કરી શકો છો.

તમારી સાઇટ માટે ads.txt ફાઇલ બનાવવી

જો તમારી સાઇટમાં ads.txt ફાઇલ ન હોય, તો તમે તે બનાવી શકશો. તમારી ads.txt ફાઇલની ચકાસણી કરી શકાય એ માટે જરૂરી છે કે તેમાં તમારા પબ્લિશર IDનો સમાવેશ હોય અને યોગ્ય ફૉર્મેટમાં હોય.

  1. નોટપૅડ (Windows) અથવા TextEdit (Mac) જેવું સાદું ટેક્સ્ટ એડિટર ઉપયોગમાં લઈને ટેક્સ્ટ (.txt) ફાઇલ બનાવો.
  2. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  3. જો તમારા હોમપેજ પર અલર્ટ હોય, તો હમણાં જ સુધારો કરો પર ક્લિક કરો. અન્યથા, Sites પર ક્લિક કરો અને પછી ads.txtના સ્ટેટસમાં "ન મળ્યું" ધરાવતી સાઇટ પર ક્લિક કરો.
    નોંધ: તમારી સાઇટ અને તેમના ads.txt સ્ટેટસના આધારે, તમારી પાસે વિવિધ ચકાસણી વિકલ્પોમાંથી પસંદ કરવા માટેના વિકલ્પો હોઈ શકે છે. Ads.txt સ્નિપેટ વિકલ્પ પસંદ કરો.
  4. કૉપિ કરો પર ક્લિક કરો.
  5. તમારી દરેક ads.txt ફાઇલમાં લાઇન પેસ્ટ કરો.

    તમારી ads.txt ફાઇલ હવે આવી દેખાવી જોઈએ, જેમાં pub-0000000000000000 એ તમારું પોતાનું પબ્લિશર ID છે:

    google.com, pub-0000000000000000, DIRECT, f08c47fec0942fa0

  6. (વૈકલ્પિક) જો તમે બીજા જાહેરાત નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમારી ads.txt ફાઇલમાં એ નેટવર્ક ઉમેરવાનું યાદ રાખો. તેમની ads.txt માહિતી માટે તમારા જાહેરાત નેટવર્કનો સંપર્ક કરો.
  7. તમારી ads.txt ફાઇલને તમારી સાઇટની રૂટ ડિરેક્ટરીમાં અપલોડ કરો.

    કોઈ સાઇટની રૂટ ડિરેક્ટરી, ઉચ્ચ લેવલના ડોમેનના છેવટના ભાગ, દા.ત. (example.com/ads.txt)માં આવતી ડિરેક્ટરી અથવા ફોલ્ડર હોય છે. (example.com/ads.txt માટે, example.com એ એવી રૂટ ડિરેક્ટરી અથવા ફોલ્ડર હોય છે, જ્યાં તમે તમારી ads.txt ફાઇલ અપલોડ કરી શકશો.)

    ટિપ: જો તમને ખાતરી ન હોય કે તમારી ads.txt ફાઇલ ક્યાં ઉમેરવાની છે, તો, ચોક્કસ સૂચનાઓ માટે તમારા સાઇટ બિલ્ડર અથવા એડિટર પર જાઓ. તમારી સાઇટ માટે રૂટ ડિરેક્ટરી અપલોડ કરવાની રીત વિશે જાણવા માટે તમે તમારી વેબ હોસ્ટિંગ સેવાનો પણ સંપર્ક કરી શકો છો. જો તમે રૂટ ડિરેક્ટરી વિશે વધુ જાણવા માગતા હો.
  8. તમે તમારી ફાઇલ યોગ્ય રીતે પબ્લિશ કરી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચેક કરો તે તમારી ads.txt ફાઇલોનું કન્ટેન્ટ ઉપલબ્ધ છે કે નહીં. તમારા વેબ બ્રાઉઝરમાં, તમારું ads.txt URL (દા.ત., https://example.com/ads.txt) દાખલ કરો. જો તમારા વેબ બ્રાઉઝરમાં ads.txt ફાઇલ બતાવવામાં આવે છે, તો પછી એની શક્યતા વધારે છે કે AdSense સફળતાપૂર્વક તેને શોધી લેશે.

ads.txt ફાઇલમાં તમારું પબ્લિશર ID ઉમેરવું

જો તમારી ads.txt ફાઇલમાં તમારું પબ્લિશર ID ખૂટતું હોય, તો તમે તમારા એકાઉન્ટમાંથી કૉપિ કરીને તેને તમારી ads.txt ફાઇલમાં ઉમેરી શકો છો.

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જો તમારા હોમપેજ પર અલર્ટ હોય, તો હમણાં જ સુધારો કરો પર ક્લિક કરો. અન્યથા, Sites પર ક્લિક કરો અને પછી ads.txtના સ્ટેટસમાં "અનધિકૃત" ધરાવતી સાઇટ પર ક્લિક કરો.
  3. કૉપિ કરો પર ક્લિક કરો.
  4. તમારી દરેક ads.txt ફાઇલમાં લાઇન પેસ્ટ કરો.

    તમારી ads.txt ફાઇલ હવે આવી દેખાવી જોઈએ, જેમાં pub-0000000000000000 એ તમારું પોતાનું પબ્લિશર ID છે:

    google.com, pub-0000000000000000, DIRECT, f08c47fec0942fa0

નોંધ: તમારી ads.txt ફાઇલની ચકાસણી કરાવવા માટે તે IAB Tech Lab દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલા ફૉર્મેટમાં હોવી આવશ્યક છે. જો તમને વધારાની સહાયની જરૂર હોય, તો ads.txt સંબંધિત સ્પષ્ટીકરણનો રિવ્યૂ કરો.

તમારા ads.txt સ્ટેટસ વિશે અપડેટ ચેક કરવી

જો તમે તમારી ads.txt ફાઇલમાં ફેરફારો કર્યા હોય અને તમારા ફેરફારો તમારા એકાઉન્ટમાં ન દેખાતા હોય, તો તમે AdSenseને તમારી ads.txt ફાઇલને ફરીથી ચેક કરવા માટે કહી શકો છો.

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. Sites પર ક્લિક કરો.
  3. તમારે અપડેટ માટે જે સાઇટ ચેક કરવી હોય, તેના પર ક્લિક કરો.
  4. અપડેટ માટે ચેક કરો પર ક્લિક કરો.

    તમારા "Sites" પેજ પર ads.txtનું સ્ટેટસ અપડેટ કરેલું છે.

    આગળના પગલાં

    • જો તમારી ads.txtનું સ્ટેટસ હવે "અધિકૃત" હોય પણ તમારી સાઇટને રિવ્યૂની જરૂર હોય, તો રિવ્યૂની પ્રક્રિયા શરૂ કરવા માટે રિવ્યૂની વિનંતી કરો પર ક્લિક કરો.
    • જો તમારી ads.txtનું સ્ટેટસ હવે "અધિકૃત" હોય, તમારી સાઇટનું સ્ટેટસ "તૈયાર" હોય અને તમે તમારી સાઇટ પર જાહેરાતોનું સેટઅપ કર્યું હોય, તો જાહેરાતો દેખાવાનું શરૂ થશે. નોંધ કરશો કે તમારા પેજ પર જાહેરાતો દેખાવામાં એક કલાક સુધીનો સમય લાગી શકે છે.
    • જો તમને હજી પણ તમારા ads.txt સંબંધિત સમસ્યાઓ આવતી હોય, તો ads.txt સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરવું વાંચો.

Ads.txt સમસ્યાનિવારક

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4388859182467309408
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false