નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારી સાઇટ પર જાહેરાત સંબંધિત અનુભવ વડે સમસ્યાઓનું નિરાકરણ કરો

તમારી એક અથવા વધારે સાઇટમાં બહેતર જાહેરાતોના માનકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે

જો તમને નોટિફિકેશન પ્રાપ્ત થાય કે તમારી સાઇટમાંની કોઈ એક સાઇટનું સ્ટેટસ "નિષ્ફળતા" અથવા "ચેતવણી" છે, તો તેનો અર્થ છે કે Googleની સિસ્ટમને તમારી સાઇટ પર જાહેરાત સંબંધિત એવા અનુભવો મળ્યા છે જે બહેતર જાહેરાતોના માનકોનું પાલન કરતા નથી. પ્રકાશકોને જાહેરાત સંબંધિત તેમના અનુભવો બહેતર બનાવવામાં સહાય માટે, અમે રોજ સાઇટનો રિવ્યૂ કરીએ છીએ અને પૉલિસીનું પાલન ન કરતા હોય એવા જાહેરાત સંબંધિત અનુભવોના વીડિયો રેકોર્ડ કરીએ છીએ. જો તમારી સાઇટનું સ્ટેટસ "નિષ્ફળતા" અથવા "ચેતવણી" હશે, તો તમારા જાહેરાત સંબંધિત અનુભવના રિપોર્ટમાં આ વિઝ્યુઅલ શામેલ કરવામાં આવશે, આ ઉપરાંત બહેતર જાહેરાતોના માનકો અને આ સમસ્યાઓ તમારી સાઇટ પર કેવી અસર કરી શકે છે, તેના વિશેની માહિતી પણ હશે.

Google વૈશ્વિક, ઉદ્યોગવ્યાપી Coalition for Better Adsનું સભ્ય છે અને બહેતર જાહેરાતોના માનકોને સંપૂર્ણપણે સપોર્ટ કરે છે. Google Publisher પૉલિસી અનુસાર બહેતર જાહેરાતોના માનકોનું પાલન કરવું જરૂરી છે. અમે AdSenseના પ્રકાશકોને મુખ્યત્વે એ માટે પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ તેમના જાહેરાત સંબંધિત અનુભવનો રિપોર્ટ જોતા રહે અને તેમાં ઓળખવામાં આવેલી કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરે. કેવી રીતે તે જુઓ:

  1. રિપોર્ટ ઍક્સેસ કરવો

    જાહેરાત સંબંધિત અનુભવનો રિપોર્ટGoogle Search કન્સોલનો ભાગ છે, જેનો અર્થ છે કે સાઇટનો ઍક્સેસ કરવા માટે તમારે સાઇટના માલિક હોવાની ચકાસણી કરવી જરૂરી છે. તમે તમારા વેબમાસ્ટરને માલિક અથવા વપરાશકર્તા તરીકે તમને ઉમેરવા માટે કહી શકો છો અથવા તમે પોતે માલિક હોવાની ચકાસણી કરાવી શકો છો. વધુ જાણો.

  2. રિપોર્ટ સમજવો

    જો તમારી સાઇટનો રિવ્યૂ પૂરો થયો હોય અને તેનું સ્ટેટસ "ચેતવણી" અથવા "નિષ્ફળતા" હોય, તો રિપોર્ટમાં જાહેરાત સંબંધિત અનુભવોના એ વીડિયો બતાવવામાં આવશે, જેને કારણે તમારા મુલાકાતીઓ નારાજ થઈ શકે છે અથવા ગેરમાર્ગે દોરાઈ શકે છે. ઓળખવામાં આવેલા વિશિષ્ટ અનુભવો જોવા માટે ડેસ્કટૉપ અથવા મોબાઇલ રિપોર્ટ પર ક્લિક કરો.

    નોંધ: જો 30 કરતાં વધારે દિવસ સુધી તમારી સાઇટના રિવ્યૂનું સ્ટેટસ "નિષ્ફળતા" રહેશે, તો તેના પરની જાહેરાતોને Chrome ફિલ્ટર કરશે. નોંધો કે ડેસ્કટૉપ અને મોબાઇલના રિવ્યૂ અલગ-અલગ મેનેજ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો રિપોર્ટ સૂચવે કે મોબાઇલ પરની જાહેરાતના અનુભવો માટે તમારી સાઇટનું સ્ટેટસ "નિષ્ફળતા" છે (પરંતુ ડેસ્કટૉપ પરની જાહેરાતના અનુભવો માટે નહીં) અને તમે નોટિસ મળ્યાના 30 દિવસની અંદર સમસ્યાઓનું નિરાકરણ કરતા નથી, તો મોબાઇલના ડિવાઇસ પર (પરંતુ ડેસ્કટૉપ પરના ડિવાઇસ પર નહીં) Chromeમાં જાહેરાતો ફિલ્ટર કરવામાં આવશે.
  3. સમસ્યાઓનું નિરાકરણ કરવું અને રિવ્યૂ માટે વિનંતી કરવી

    એક વાર તમને ઉલ્લંઘન કરતા અનુભવોની ભાળ મળી જાય, તે પછી તમે તેમને કાઢી નાખવા માટે પગલાં લઈ શકો છો. ત્યાર પછી, "રિવ્યૂની વિનંતી કરો" વિસ્તારમાં તમે દરેક સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કર્યું તેનું વર્ણન કરો અને મેં આનું નિરાકરણ કર્યું પર ક્લિક કરો. તમારો રિવ્યૂ પ્રક્રિયામાં છે એ જણાવતો કન્ફર્મેશન ઇમેઇલ તમને પ્રાપ્ત થશે. વધુ જાણો.

તમે જાહેરાત સંબંધિત અનુભવના રિપોર્ટમાં બધી સમસ્યાઓનું નિરાકરણ કરી લો, ત્યાર પછી તમારા AdSense એકાઉન્ટમાંનું નોટિફિકેશન નીકળી જશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16445797553938057764
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false