નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

દૃશ્યતા અને સક્રિય વ્યૂ

અમે અમારા ભાગીદારોને તેમની સાઇટની દૃશ્યતા સમજવા માટે જરૂરી માહિતી પ્રદાન કરવા માટે અમારી જાહેરાતની પ્રોડક્ટમાં સક્રિય વ્યૂ મેટ્રિક શામેલ કરવાનું કામ કરી રહ્યાં છીએ. આ લેખ તમને તે સમજવામાં મદદ કરશે કે જોઈ શકાય તેવી છાપ શું છે, તમારી સાઇટ માટે તેનો અર્થ શું છે અને તમારી સાઇટ જે જનરેટ કરે છે તે જોઈ શકાય તેવી છાપની સંખ્યાને સુધારવા માટે કેટલાક સૂચનો આપશે.

જોઈ શકાય તેવી છાપ અને દૃશ્યતા શું છે?

સક્રિય વ્યૂ એ Googleની જાહેરાતની દૃશ્યતાના માપનું નિરાકરણ છે. તે AdSense દ્વારા આપવામાં આવતી જાહેરાતોની દૃશ્યતાને ટ્રૅક કરે છે: જેમ કે, માપવામાં આવેલી જાહેરાતોની કુલ સંખ્યામાંથી જોઈ શકાય તરીકે માનવામાં આવતી જાહેરાતોની ટકાવારી.

કોઈ એક છાપને જોઈ શકાય તેવી છાપ ત્યારે માનવામાં આવે છે જ્યારે તે વપરાશકર્તાના બ્રાઉઝર પર પ્રદર્શિત થઈ હોય અને તેને વપરાશકર્તા દ્વારા જોવાઈ હોય. અમે એવી જોઈ શકાય તેવી છાપને જાહેરાત તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ જે નીચેના માપદંડોને પૂર્ણ કરે છે: જાહેરાતના 50% પિક્સેલ ઓછામાં ઓછી એક સેકન્ડ સુધી સતત સ્ક્રીન પર હોવા જરૂરી છે. સક્રિય વ્યૂ રિપોર્ટિંગ પ્રકાશકોને તેમની સાઇટે જનરેટ કરેલી જોઈ શકાય તેવી છાપની સંખ્યાની માહિતી આપવા માટે માપનો ડેટા પ્રદાન કરે છે. પ્રકાશકો તેમની સાઇટની દૃશ્યતાને સમજવા અને તેને બહેતર બનાવવા માટે આ ડેટાનો ઉપયોગ કરી શકે છે. 

મારા માટે દૃશ્યતા શા માટે મહત્ત્વપૂર્ણ છે?

દૃશ્યતાનો ડેટા પ્રકાશકોને તેમની ડિસ્પ્લે ઇન્વેન્ટરીના લાંબા ગાળાના મૂલ્યમાં વધારો કરવામાં સહાય કરી શકે છે. જાહેરાતકર્તા વિશેષ જાહેરાત યુનિટની દૃશ્યતા જોઈ શકે છે અને તેમની દૃશ્યતાના રેટના આધારે બિડિંગ અંગેના નિર્ણયો લઈ શકે છે. જાહેરાતકર્તા વધુને વધુ જોઈ શકાય તેવી છાપ ખરીદવાનું કહે છે અને સૌથી વધુ જોઈ શકાય તેવી ઇન્વેન્ટરીવાળા પ્રકાશકો આ વલણથી વધુ આવક મેળવવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં હશે. તમારી સાઇટ પર જોઈ શકાય તેવી છાપની સંખ્યા મહત્તમ બનાવવાથી વધારાની ઇન્વેન્ટરી Google Display Network પર જોઈ શકાય તેવી છાપ ખરીદનારા બ્રાંડ જાહેરાતકર્તાઓ માટે પાત્ર બનશે

તમારી જાહેરાતની દૃશ્યતામાં સુધારો કેવી રીતે કરવો?

એકવાર તમે દૃશ્યતાના આંકડાથી પરિચિત થઈ જાઓ, પછી તમારા પરિણામો સુધારવા માટે ત્રણ ફેરફારો છે જે તમે કરી શકો છો:

મનમોહક કન્ટેન્ટ બનાવો

દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે મનમોહક કન્ટેન્ટ બનાવવા પર ફોકસ કરો. આ એક સફળ સાઇટ માટે ખૂબ જ જરૂરી છે. અમે સંશોધન કર્યું અને જાણવા મળ્યું છે કે કન્ટેન્ટ કૅટેગરી કે જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે જાણીતી છે — જેવી કે, ગેમ, કળા અને મનોરંજન તથા શોપિંગ — વધુ દૃશ્યતાનું વલણ ધરાવે છે, અને આ કન્ટેન્ટ કૅટેગરીની જાહેરાતોમાં વધુ રુચિ સૂચવે છે.
અમારા જાહેરાતની દૃશ્યતાની સ્થિતિના રિપોર્ટમાં વધુ જાણો. અમે સુઝાવ આપીએ છીએ કે જ્યારે તમે તમારું કન્ટેન્ટ બનાવો ત્યારે તમે આ તારણો વિશે વિચારો. 

જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટનો ઉપયોગ કરો 

જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટને જેના પર જાહેરાત જોવાઈ રહી હોય તે સ્ક્રીન/ડિવાઇસની પ્રોપર્ટી અનુસાર તેના કાર્યપ્રદર્શનને  મહત્તમ બનાવવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે. રિસ્પૉન્સિવ જાહેરાતોનો ઉપયોગ કરો જેથી તે જાહેરાતો જોવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિશેષ બ્રાઉઝરને ફિટ થઈ શકે. વપરાશકર્તાઓ તમારું કન્ટેન્ટ અને જાહેરાતો જોવા માટે કયા ડિવાઇસ (મોબાઇલ, ટૅબ્લેટ અથવા ડેસ્કટૉપ)ને પસંદ કરે છે તેને ધ્યાનમાં લીધા વિના, આ એક સારો વપરાશકર્તા અનુભવ પ્રદાન કરે છે. રિસ્પૉન્સિવ જાહેરાતો વિશે વધુ જાણો. તમે વધારે જોવામાં આવતા જાહેરાતના યુનિટનો ઉપયોગ કરવાનો પ્રયાસ પણ કરી શકો છો: ઑટોમૅટિક જાહેરાતોના ફોર્મેટ, મોબાઇલની વિગ્નેટ અને એન્કર જાહેરાત. 

જાહેરાતના સ્થાનો બદલો

તમારા AdSenseના જાહેરાત યુનિટના સ્થાનને ફરીથી ધ્યાનમાં લેવાથી પણ તમારા દૃશ્યતાના રેટમાં સુધારો કરવામાં સહાય મળી શકે છે. જાહેરાતોને જ્યાં તેને જોઈ શકાય તે માટેની વધુ તકો હોય ત્યાં મૂકો.
સૌપ્રથમ, તમારી સાઇટ પર દર્શકો ક્યાં વધુ સમય ગાળે છે તે ઓળખો અને તે વિભાગોમાં જાહેરાતો મૂકો.
સૌથી વધુ જોઈ શકાય તેવું જાહેરાતનું સ્થાન પેજની ટોચ પર નહીં, પરંતુ ખરેખર ગડીથી ઉપરનું છે, તેથી તમારા વપરાશકર્તાના વર્તનને ખરેખર સમજવા માટે સમય આપો. ગડીની નીચેની જાહેરાતોને પણ નકારી ન કાઢશો. 47% ડિસ્પ્લે જાહેરાતો ગડીની નીચે જોઈ શકાય તેવી હોય છે.
બીજું, દર્શકો ચોક્કસ પેજ પર ક્યાં સમય ગાળે છે તે ઓળખવા અને તે સ્થાનો પર જાહેરાત યુનિટ મૂકવાનું વિચારો.
આનું પરીક્ષણ કરવા માટે, તમે દૃશ્યતાના રેટમાં ફેરફાર થાય છે કે નહીં તે સમજવા માટે તમારા પેજ પર જાહેરાત યુનિટને વધુ ઊંચાઈએ ખસેડવાનો પણ પ્રયાસ કરી શકો છો. કૃપા કરીને નોંધ લો કે વ્યક્તિગત જાહેરાત યુનિટના આધારે કરેલા ફેરફારો જો પેજ પરનાં અન્ય જાહેરાત યુનિટને અસર કરે તો તે ફેરફારો એકંદરે નકારાત્મક રહેશે. તમારી સાઇટ પર શું શ્રેષ્ઠ રીતે કામ કરે છે તેના માટે ધ્યાનપૂર્વક પ્રયોગ કરો.
તમારા સક્રિય વ્યૂ નંબર પર વધુ ધ્યાન આપવાથી તમને તમારા મુલાકાતીઓને લક્ષિત જાહેરાતો બતાવવામાં અને અસ્પષ્ટ જાહેરાતોની આસપાસની અનિશ્ચિતતાને કાઢી નાખવામાં સહાય મળશે. વધુ માહિતી માટે તમે દૃશ્યતાની શ્રેષ્ઠ પદ્ધતિઓચેક કરી શકો છો. 

સક્રિય વ્યૂ અને દૃશ્યતા વિશે વધુ જાણો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11503667895708209429
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false