નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

તમારા AdSense એકાઉન્ટનો પ્રકાર તપાસો

AdSense એકાઉન્ટ બે પ્રકારના હોય છે: વ્યાવસાયિક અને વ્યક્તિગત. તમે તમારી ચુકવણી પ્રોફાઇલ ચેક કરીને તમારા એકાઉન્ટનો પ્રકાર જાણી શકો છો.

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. સેટિંગ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. તમે "ચુકવણી પ્રોફાઇલ" વિભાગમાં, "એકાઉન્ટનો પ્રકાર" વિકલ્પ હેઠળ તમારા એકાઉન્ટનો પ્રકાર જોઈ શકો છો.

તમારા એકાઉન્ટનો પ્રકાર બદલવો

તમે તમારા AdSense એકાઉન્ટને વ્યાવસાયિક અથવા વ્યક્તિગત તરીકે સક્રિય કરી દો તે પછી, તમારા એકાઉન્ટનો પ્રકાર બદલી શકશો નહીં. જો તમને કોઈ અલગ પ્રકારના એકાઉન્ટની જરૂર હોય, તો તમારે તમારું હાલનું AdSense એકાઉન્ટ રદ કરવું પડશે અને તમને પસંદ હોય તેવા પ્રકારનું નવું એકાઉન્ટ ખોલાવવું પડશે.

સામાન્ય પ્રશ્નો

એકાઉન્ટનો પ્રકાર

વ્યાવસાયિક અને વ્યક્તિગત એકાઉન્ટ વચ્ચે કોઈ તફાવત હોય છે?
વ્યક્તિગત એકાઉન્ટ અને વ્યાવસાયિક એકાઉન્ટને અપાતી સેવાઓ અથવા ચુકવણીની સંરચનામાં કોઈ તફાવત નથી હોતો. વ્યાવસાયિક એકાઉન્ટની ચુકવણીઓ કંપનીના નામે કરવામાં આવે છે, જ્યારે વ્યક્તિગત એકાઉન્ટને એકાઉન્ટ ધારકના નાણાં મેળવનારના નામે ચુકવણી કરવામાં આવે છે.

જો કે, કેટલાક અન્ય તફાવતો હોય છે:

  • જો તમે વ્યાવસાયિક એકાઉન્ટ ધરાવતા હો, તો તમે તમારી ચુકવણી પ્રોફાઇલમાં અન્ય વપરાશકર્તાઓને ઉમેરી શકો છો. વ્યક્તિગત એકાઉન્ટ ધરાવતા પબ્લિશર તેમની ચુકવણી પ્રોફાઇલમાં જોડાવા અથવા તેને મેનેજ કરવા માટે લોકોને આમંત્રિત કરી શકતા નથી.

ચુકવણીઓ અને ટેક્સ

શું મારે Googleને મારા ઇન્વૉઇસ મોકલવા પડશે અને તેમાં VAT ઓળખ નંબર શામેલ હોવો જોઈએ?
તમારે Googleને ઇન્વૉઇસ મોકલવા જરૂરી નથી, જો કે તમારા દેશના નિયમો અનુસાર જો અમને ઇન્વૉઇસ મોકલવા ફરજિયાત હોય, તો કૃપા કરીને તમારા કરાર કરનારા એકમની વિગતો અહીંથી મેળવો અને સંબંધિત એકમની ટેક્સ વિશેની માહિતી સબમિટ કરો. જો તમારે અમને તમારા ઇન્વૉઇસ મોકલવા જરૂરી હોય, તો કૃપા કરીને ભૂલ્યા વગર તમારો VAT ઓળખ નંબર શામેલ કરો.
હું મારી ટેક્સ વિશેની માહિતી કેવી રીતે બદલી શકું અથવા અપડેટ કરી શકું?
Googleને ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવા વિશે વધુ જાણો. કૃપા કરીને યાદ રાખો કે આ પ્રક્રિયા ફક્ત પસંદગીના દેશો માટે જ માન્ય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12126688737042139360
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false