નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સાઇટનો ઍક્સેસ

AdSense ક્રૉલરની સમસ્યાઓ ઉકેલો

તમારી સાઇટ સંપૂર્ણ રીતે ક્રૉલ કરી શકાતી હોવાની ખાતરી કરવાથી, તમને તમારા કન્ટેન્ટમાંથી વધુ આવક મેળવવામાં સહાય મળી શકે છે. જો AdSenseનું જાહેરાતો સંબંધી ક્રૉલર તમારું કન્ટેન્ટ ઍક્સેસ કરી શકતું ન હોય, તો સમસ્યા ઠીક કરવામાં તમારી સહાયતા માટે નીચે આપેલી ક્રૉલરની સમસ્યાઓની સૂચિનો સંદર્ભ લો.

અહીં જાઓ: ઍક્સેસ સંબંધી સમસ્યાઓ | સાઇટ સંબંધી સમસ્યાઓ | હોસ્ટિંગ સંબંધી સમસ્યાઓ

ઍક્સેસ સંબંધિત સમસ્યાઓનું આઇકન. ઍક્સેસ સંબંધી સમસ્યાઓ

સંભવિત કારણdo this શું ચેક કરવુંdo this ઠીક કરવાની રીત
તમારી સાઇટને કોઈ લૉગ ઇનની પાછળ છુપાવવામાં આવી છે.

જાહેરાતોનું ક્રૉલર કોઈ લૉગ ઇન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે, જેનો અર્થ છે કે તે તમારું કન્ટેન્ટ ક્રૉલ કરી શકાશે નહીં.

શું તમારું કન્ટેન્ટ ઍક્સેસ કરવા, મુલાકાતીઓ માટે લૉગ ઇનની વિગતો જરૂરી છે? લૉગ ઇન-સંરક્ષિત પેજ પર ડિસ્પ્લે જાહેરાતો ક્રૉલર માટે લૉગ ઇનની સુવિધાનું સેટઅપ કરો.
તમારા કન્ટેન્ટને કોઈ પ્રતિબંધિત નેટવર્ક કે IP રેંજની પાછળ છુપાવવામાં આવ્યું છે. શું તમે કોઈ એવા પ્રતિબંધો લાગુ કર્યા છે, જે તમારા કન્ટેન્ટને ઍક્સેસ કરવાથી ભૌગોલિક ક્ષેત્રો કે IP રેંજને મર્યાદિત કરી શકે? આ પ્રતિબંધો કાઢી નાખવા અથવા તમારા કન્ટેન્ટને સાર્વજનિક રીતે ઍક્સેસિબલ બનાવવા વિશે વિચારો, જેથી જાહેરાતોનું ક્રૉલર તમારા URLs ક્રૉલ કરી શકે.
તમે તમારી robots.txt ફાઇલમાં જાહેરાતોના ક્રૉલરને બ્લૉક કર્યું છે. શું તમારી robots.txt ફાઇલમાં જાહેરાતોના ક્રૉલરને નામંજૂર કરવામાં આવ્યું છે? તમારી robots.txt ફાઇલમાં જાહેરાતોના ક્રૉલરને ઍક્સેસ આપો.

સાઇટ સંબંધી સમસ્યાઓ

સંભવિત કારણdo this શું ચેક કરવુંdo this ઠીક કરવાની રીત

તમારી સાઇટ મળી રહી નથી.

જો Googleને મોકલવામાં આવેલું URL કોઈ સાઇટના એવા પેજ પર દોરી જાય જે અસ્તિત્વમાં જ ન હોય (અથવા હવે અસ્તિત્વમાં ન હોય) અથવા તો જેને કારણે 404 (મળ્યું નથી)ની ભૂલ આવે, તો જાહેરાતોનું ક્રૉલર તમારા કન્ટેન્ટને સફળતાપૂર્વક ક્રૉલ કરી શકશે નહીં.

શું તમારી સાઇટ યોગ્ય રીતે કામ કરી રહી છે? શું મુલાકાતીઓ વેબ પર તમારી સાઇટ ઍક્સેસ કરી શકે છે? ખાતરી કરો કે તમારી સાઇટ વેબ પર પબ્લિશ અને લાઇવ થઈ હોય.

તમારી સાઇટ તાજેતરનું પબ્લિશ થયેલું કન્ટેન્ટ ધરાવે છે.

જ્યારે તમે કોઈ નવું પેજ પબ્લિશ કરો, ત્યારે Googleના ક્રૉલરને તમારું કન્ટેન્ટ ક્રૉલ કરવાનો કોઈ મોકો મળે એ પહેલાં તમે જાહેરાત માટે કોઈ વિનંતી કરી શકો છો. ઘણું બધું નવું કન્ટેન્ટ પોસ્ટ કરતી સાઇટના ઉદાહરણોમાં વપરાશકર્તા દ્વારા જનરેટ કરવામાં આવતું કન્ટેન્ટ ધરાવતી સાઇટ, સમાચાર સંબંધી લેખો, પ્રોડક્ટની વિશાળ ઇન્વેન્ટરી કે હવામાન સંબંધી સાઇટનો સમાવેશ થાય છે.

શું તમે તાજેતરમાં કોઈ નવું કન્ટેન્ટ પબ્લિશ કર્યું છે?

તમારું નવું કન્ટેન્ટ ક્રૉલ કરવા માટે જાહેરાતોના ક્રૉલરને થોડો વધુ સમય ફાળવો.

સામાન્ય રીતે, કોઈ નવા URL પર જાહેરાતની વિનંતી કરવામાં આવે પછી, થોડી મિનિટમાં કન્ટેન્ટ ક્રૉલ કરવામાં આવે છે. જોકે શરૂઆતની આ થોડી મિનિટોમાં તમારું કન્ટેન્ટ હજી પણ ક્રૉલ કરવામાં આવ્યું ન હોવાને કારણે તમને જાહેરાતોના ઓછા વૉલ્યૂમનો અનુભવ થઈ શકે છે.

તમારી સાઇટ એકથી વધુ રીડાયરેક્ટનો ઉપયોગ કરે છે.

જો તમારી સાઇટ રીડાયરેક્ટનો ઉપયોગ કરતી હોય, તો જાહેરાતોના ક્રૉલરને તેમને ફૉલો કરવામાં સમસ્યા સર્જાવાનું જોખમ રહેલું છે. ઉદાહરણ તરીકે, જો તમારા એકથી વધુ રીડાયરેક્ટ અને મધ્યવર્તી રીડાયરેક્ટ નિષ્ફળ રહે અથવા રીડાયરેક્ટની પ્રક્રિયા દરમિયાન કુકી જેવા મહત્ત્વપૂર્ણ પેરામીટર જો ડ્રોપ થઈ જાય, તો ક્રૉલિંગની ક્વૉલિટીમાં ઘટાડો થઈ શકે છે.

શું તમારી સાઇટ ઘણા વધુ રીડાયરેક્ટનો ઉપયોગ કરે છે? શું તમે જાહેરાતો બતાવી રહ્યાં હો, એવા પેજ પર રીડાયરેક્ટ માટે સેટઅપ કર્યું છે?

જાહેરાતનો કોડ ધરાવતા પેજ પર રીડાયરેક્ટનો ઉપયોગ ઓછામાં ઓછો કરવા વિશે વિચારો. ખાતરી કરો કે તમારા તમામ રીડાયરેક્ટનું અમલીકરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય.

તમે મનગમતા બનાવેલા પેજ URLsનો ઉપયોગ કરી રહ્યાં છો.

અમુક સાઇટ તેમના URLsમાં વધારાના પેરામીટર શામેલ કરે છે જે લૉગ ઇન કરેલા વપરાશકર્તાને સૂચવે છે (દા.ત., સત્રનું કોઈ ID) અથવા તો એવી અન્ય માહિતી જે પ્રત્યેક મુલાકાત વખતે વિશિષ્ટ હોય. જ્યારે આવું થાય, ત્યારે જાહેરાતોનું ક્રૉલર URLની ગણતરી કોઈ નવા પેજ તરીકે કરે છે, પછી ભલેને કન્ટેન્ટ એનું એ જ હોય. આને પરિણામે પેજ પરની જાહેરાતની પહેલી વિનંતી અને પેજ ક્રૉલ થવાની વચ્ચે અમુક મિનિટનો વિલંબ તેમજ તમારા સર્વર પર ક્રૉલરનું ભારણ વધી શકે છે.

શું તમારી સાઇટ અતિરિક્ત પેરામીટર ધરાવતા URLs કે ડાયનેમિક રીતે જનરેટ કરેલા URL પથનો ઉપયોગ કરે છે? સામાન્ય રીતે, જો કોઈ પેજ પરના કન્ટેન્ટમાં કોઈ બદલાવ થતો ન હોય, તો URLમાંથી તે વધારાના પેરામીટર કાઢી નાખવા અંગે વિચારો અને તે માહિતી કોઈ અન્ય રીતે જણાવો. URLની સીધી સાદી સંરચના તમારી સાઇટને વધુ સરળતાથી ક્રૉલ કરવા યોગ્ય બનાવવામાં સહાય કરે છે.

તમે 'પોસ્ટના ડેટા'નો ઉપયોગ કરી રહ્યાં છો.

જો તમારી સાઇટ URLsની સાથે 'પોસ્ટનો ડેટા' મોકલી રહી હોય (ઉદાહરણ તરીકે, પોસ્ટની કોઈ વિનંતી મારફતે ફોર્મનો ડેટા પાસ કરી રહ્યાં હો), તો એવી શક્યતા છે કે તમારી સાઇટ પોસ્ટના ડેટા વિનાની વિનંતીઓ નકારતી હોઈ શકે છે. નોંધો કે જાહેરાતનું ક્રૉલર કોઈ 'પોસ્ટનો ડેટા' પ્રદાન કરશે નહીં, તેથી આ પ્રકારનું સેટઅપ ક્રૉલરને તમારા પેજને ઍક્સેસ કરવાથી રોકી શકે છે.

શું તમારી સાઇટ URLsની સાથે 'પોસ્ટનો ડેટા' પણ મોકલે છે? જો વપરાશકર્તા દ્વારા કોઈ ફોર્મમાં ઇનપુટ કરવામાં આવેલા ડેટાથી તમારા પેજનું કન્ટેન્ટ નક્કી થતું હોય, તો કોઈ 'મેળવો' વિનંતીનો ઉપયોગ કરવાનું વિચારો.

હોસ્ટિંગ સંબંધી સમસ્યાઓ

સંભવિત કારણdo this શું ચેક કરવુંdo this ઠીક કરવાની રીત

તમારી સાઇટના નેમ સર્વરમાં કોઈ સમસ્યા છે.

શું તમારા નેમ સર્વરનું સેટઅપ યોગ્ય રીતે થયું છે? વિનંતીઓ ક્યાંથી આવી શકે, શું એના પર તમે કોઈ પ્રતિબંધ ધરાવો છો? ખાતરી કરો કે તમારા ડોમેન કે સબડોમેન માટે નેમ સર્વર તમારા કન્ટેન્ટ માટે, જાહેરાતોના ક્રૉલરને યોગ્ય દિશાનિર્દેશ આપી રહ્યું હોય.

તમારી સાઇટના સર્વરમાં કોઈ સમસ્યા છે.

અમુક સમયે જ્યારે જાહેરાતોનું ક્રૉલર સાઇટના કન્ટેન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે, ત્યારે સાઇટનું સર્વર સમયસર પ્રતિસાદ આપી શકતું નથી. જ્યારે સર્વર ડાઉન, ધીમું કે વિનંતીઓનું વધુ પડતું ભારણ ધરાવતું હોય, ત્યારે આવું થઈ શકે છે.

શું તમારી સાઇટનું સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે? અમે સુઝાવ આપીએ છીએ કે તમારી સાઇટને કોઈ વિશ્વસનીય સર્વર પર અથવા તો કોઈ વિશ્વસનીય સેવા પ્રદાતા વડે હોસ્ટ કરવામાં આવે, એની ખાતરી કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8509605742952224036
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false