નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચેક દ્વારા ચુકવણીઓ મેળવવી

તમારા સ્થાનના આધારે તમે ચેક દ્વારા તમારી AdSenseની ચુકવણીઓ પ્રાપ્ત કરી શકશો. ચેક મોકલવાની અને ચેકને વટાવવાની રીત વિશે નીચે વધુ જાણો.
હું મારો ચેક ક્યાં વટાવી શકું?
ડિલિવરીના વિકલ્પો
ચેકને વટાવવાની સમયસીમા

હું મારો ચેક ક્યાં વટાવી શકું?

બધી બેંકની પૉલિસીઓ અલગ-અલગ હોવાને કારણે, અમે એ નક્કી કરી શકતા નથી કે કોઈ ચોક્કસ બેંક તમારા AdSense ચેક સ્વીકારી શકે છે કે નહીં. ચેક દ્વારા કરવામાં આવતી બધી ચુકવણીઓ Citibank દ્વારા જારી કરાય છે. જો તમને યુએસ ડોલરમાં ચેક મળે, તો કૃપા કરીને તમારી બેંકમાં તપાસ કરો કે તેમનો Citibank સાથે પત્રવ્યવહારનો સંબંધ છે કે નહીં. અમારા યુએસ ડૉલરના ચેક પર પ્રક્રિયા કરવા માટે આ સંબંધ જરૂરી છે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે Google AdSense ચેક માત્ર ડિપોઝિટ કરવા માટે હોય છે અને તેને રોકડ રકમમાં વટાવી શકાતા નથી.

વધુમાં, કૃપા કરીને આ વાતથી વાકેફ રહો કે વિવિધ બેંક દ્વારા કોઈપણ ચેક ક્લિઅર કરવા માટે લેવામાં આવતો સમય ઘણીવાર અલગ-અલગ હોય છે. વધુ માહિતી માટે અમે તમને સીધો તમારી બેંકનો સંપર્ક કરવાનું સૂચવીએ છીએ.

ડિલિવરીના વિકલ્પો

બધા ચેક સામાન્ય ટપાલ મારફતે મોકલવામાં આવે છે. પ્રકાશકો સામાન્ય રીતે મેઇલ કરવાની તારીખ પછી લગભગ 2-4 અઠવાડિયામાં તેમના ચેક મેળવે છે. જોકે, આમાં તમારા સ્થાનની ટપાલ સેવાના આધારે વધુ સમય પણ લાગી શકે છે.

નીચે સૂચિબદ્ધ દેશોમાં સામાન્ય ટપાલ મારફતે મોકલવામાં આવેલી ચુકવણીઓ સ્થાનિક કુરિયર સેવા દ્વારા ટપાલથી મોકલવામાં આવશે. આ રીતે ટપાલ મારફતે મોકલવામાં આવતી ચુકવણીઓ માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ચુકવણીઓ ચેક ઉપર લખેલી તારીખના 10-30 દિવસમાં પહોંચી જશે.

  • આર્જેન્ટિના
  • બોલિવિયા
  • ચિલી
  • કોલંબિયા
  • એક્વાડોર
  • મેક્સિકો
  • પેરાગ્વે
  • ઉરુગ્વે
  • વેનેઝુએલા

લેટિન અમેરિકા (ઉપર સૂચિબદ્ધ)ના પસંદગીના દેશોમાં સ્થાનિક કુરિયર સેવા Ocasa મારફતે કોઈપણ વધારાના શુલ્ક વિના AdSense પ્રકાશકોને સામાન્ય ટપાલથી ચુકવણીઓ કરવામાં આવશે. Ocasa મારફતે ચેક દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ માટે ટ્રૅકિંગ નંબર ઉપલબ્ધ નથી.

નોંધ: તમારા ચેકની ડિલિવરી કરવાનું સરનામું, તમારી ચુકવણી માટેનાં સેટિંગમાં ઉપલબ્ધ હોય તે જ દેશનું હોવું જરૂરી છે. ચેક વિવિધ દેશોમાં ડિલિવર કરી શકાતા નથી.

ચેકને વટાવવાની સમયસીમા

જો તમને 60 દિવસ પછી તમારો ચેક મળ્યો ન હોય, તો તમે તમારા AdSense એકાઉન્ટમાંથી સીધો નવો ચેક ફરીથી જારી કરી શકો છો. ચુકવણીની મૂળ તારીખ અને તેનું વર્તમાન સ્ટેટસ જોવા માટે, તમારા "વ્યવહારો"ના પેજની મુલાકાત લો. જો 60 દિવસ પછી પણ ચેક વટાવવામાં આવ્યો ન હોય, તો તમને તમારા "વ્યવહારો"ના પેજમાં તમારા ચેકના સ્ટેટસની બાજુમાં "ચુકવણી ફરી જારી કરો" લિંક જોવા મળશે. ચુકવણી ફરી જારી કરો પર ક્લિક કરો અને થોડા સમય પછી તમને કોઈ નવી લાઇન આઇટમ દેખાશે, જે દર્શાવતી હશે કે ચેક રોકવામાં આવ્યો છે અને તમારા રિફંડની પ્રક્રિયા ચાલુ છે.

જો ચેક જારી કર્યાને 60થી વધુ દિવસ વીતી ગયા હોય, તો જ તમે તમારા એકાઉન્ટમાંથી કોઈ ચેકને ફરીથી જારી કરી શકો છો.

તમારો ચેક જારી થયા પછી જો તમે તેને 12 મહિનાની અંદર તમારા એકાઉન્ટમાં જમા ન કરો, તો તમારી કમાણીઓને પાછી તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે અને તમારી ચુકવણીઓ પર રોક લગાવવામાં આવશે.

એકવાર જો સમયસીમા સમાપ્ત થયેલા કોઈ ચેક પર રોક લગાવવામાં આવે તે પછી, તમારા ચુકવણી માટેનાં સેટિંગ પર જાઓ અને તમારા ચેકની ડિલિવરી કરવાનું સરનામું અપડેટ કરો. તમે તમારા ચેકની ડિલિવરી કરવાનું સરનામું અપડેટ કરો કે ન કરો, તો પણ તમારે ચુકવણીના પ્રકારના વિજેટમાં 'ફરી ચાલુ કરો' બટન પર ક્લિક કરવાની (અથવા ચુકવણીનો કોઈ નવો પ્રકાર પસંદ કરવાની) જરૂર રહેશે. તમે તમારા ચુકવણીના પ્રકારમાં ફેરફાર કરો અને/અથવા તેને ફરીથી ચાલુ કરો તે પછી, તમારી ચુકવણી પરની રોક કાઢી નાખવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9261726031364754564
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false