નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

ચાર્ટમાં તમારો ડેટા પ્રસ્તુત કરો

ચાર્ટ તમારા ડેટાની ગ્રાફિકલ પ્રસ્તુતિ પ્રદાન કરે છે. સમય જતાં તમારા મેટ્રિકમાં થતા ફેરફારો બતાવવા માટે તમે ચાર્ટનો ઉપયોગ કરી શકો છો.

ચાર્ટના પ્રકાર

દરેક ચાર્ટ પ્રકાર ડેટાને અલગ રીતે હૅન્ડલ કરે છે. તમારે તમારા રિપોર્ટમાંથી તમે શું જાણવા માગો છો તેના આધારે તમારો ચાર્ટ પ્રકાર પસંદ કરવો જોઈએ. દરેક ચાર્ટ પ્રકારનો ઉપયોગ ક્યારે કરવો તેના વિશે કેટલાક દિશાનિર્દેશો અહીં આપેલા છે:

ચાર્ટનો પ્રકાર ત્યારે શ્રેષ્ઠ ઉપયોગી છે કે જ્યારે તમે...
ટાઇમલાઇન સમય (તારીખો)ની તુલના કરતા હોય. ટાઇમલાઇન બે અલગ-અલગ તારીખ શ્રેણીઓ સુધી અથવા એક જ તારીખ શ્રેણી માટે એકથી વધારે મેટ્રિક માટે, એક જ મેટ્રિક (દા.ત., અંદાજીત કમાણીઓ)માં વધારો-ઘટાડો બતાવે છે.
બાર ચાર્ટ એકથી વધારે કૅટેગરીની તુલના કરતા હોય. બાર ચાર્ટ એક કૅટેગરી બીજી કૅટેગરીની તુલનામાં કેવું પ્રદર્શન કરી રહી છે તેની તુલના બતાવે છે.
પાઇ ચાર્ટ ટકાવારીના રૂપમાં એકથી વધુ કૅટેગરીની તુલના કરતા હોય. પાઇ ચાર્ટ કુલ કૅટેગરીની તુલનામાં ભાગો વચ્ચેનો ટકાવારી સંબંધ બતાવે છે.

ચાર્ટના પ્રકારો વચ્ચે સ્વિચ કરો

જ્યારે તમે કોઈ રિપોર્ટ ચલાવો, ત્યારે અમે ઑટોમૅટિક રીતે તમારા ડેટા માટેનો ડિફૉલ્ટ ચાર્ટ પ્રકાર બતાવીએ છીએ. કેટલીક વખત તમે જેનું વિશ્લેષણ કરી રહ્યાં હોય તે પ્રકારની માહિતી સાથે બંધબેસતા એકથી વધારે ચાર્ટ પ્રકારો હોય છે.

  • કોઈ અલગ ચાર્ટ પ્રકાર પર સ્વિચ કરવા માટે, ચાર્ટના વિકલ્પો Chart options પર ક્લિક કરો અને નવો ચાર્ટ પ્રકાર પસંદ કરો.

ચાર્ટનો ડેટા બદલો

મેટ્રિક

તમે રિપોર્ટમાં ચાર્ટમાં બતાવેલા મેટ્રિકમાં ફેરફાર કરી શકો છો.

  • મેટ્રિક બતાવવા માટે, ચાર્ટની ઉપરના વિસ્તારમાં મેટ્રિકના નામ પર ક્લિક કરો. તે મેટ્રિક બતાવવાનું રોકવા માટે, ફરીથી મેટ્રિકના નામ પર ક્લિક કરો.

જ્યારે તમે ચાર્ટમાં એકથી વધારે મેટ્રિક બતાવો, ત્યારે દરેક મેટ્રિક અલગ રંગનો ઉપયોગ કરે છે.

નોંધ: જો તમે ચાર્ટમાં બે કરતાં વધુ મેટ્રિક બતાવો છો, તો ચાર્ટમાં વર્ટિકલ સ્કેલ હશે નહીં, પરંતુ તમે પસંદ કરેલા મેટ્રિકના મૂલ્યો જોવા માટે ડેટા પૉઇન્ટ પર હોવર કરી શકો છો.

Google AdSenseમાં ચાર્ટના ડેટાનું ઉદાહરણ, જે અંદાજીત કમાણી અને પેજ વ્યૂ બતાવે છે.

ડેટા શ્રેણીઓ

કોષ્ટકમાં ડેટાની દરેક પંક્તિમાં એક નિયંત્રણ હોય છે જેની મદદથી તમે ડેટા શ્રેણીઓને ચાર્ટમાં ઉમેરી અથવા તેમાંથી કાઢી નાખી શકો છો. ચાર્ટ પર કઈ ડેટા શ્રેણી પ્રદર્શિત થાય તે ઝડપથી બદલવા માટે, તમે આ નિયંત્રણોનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ટોપ 3 દેશનો ડેટા જોવા માગતા હોય, તો તમે દેશો માટેનો રિપોર્ટ ચલાવી શકો છો અને પછી કોષ્ટકમાં પહેલા 3 દેશની બાજુમાં આપેલા ટૉગલ પર ક્લિક કરો.

  • ડેટા શ્રેણી ઉમેરવા માટે, આંખના ચિહ્ન પર ક્લિક કરો જે કોષ્ટકમાં તેની પંક્તિની બાજુના આપેલું છે. તે ડેટા શ્રેણીને કાઢી નાખવા માટે, આંખના ચિહ્ન પર ફરી ક્લિક કરો.
નોંધ: તારીખ જેવા કેટલાક બ્રેકડાઉન માટે આંખનું ચિહ્ન ઉપલબ્ધ હોતું નથી.
AdSenseમાં ડેટા શ્રેણીના કોષ્ટકનું ઉદાહરણ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17745944682651524092
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false