નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

તમારા રિપોર્ટનો ડેટા ફિલ્ટર કરો

મેટ્રિક અને બ્રેકડાઉનની સાથે ફિલ્ટર જોડવાથી, તમારા રિપોર્ટમાં કયો ડેટા બતાવવામાં આવે તે પણ નક્કી કરે છે. તે તમને તમારો રિપોર્ટિંગ ડેટા સમજવામાં, વલણો શોધવામાં અને તમને ખરેખર જેની જરૂર છે તે માહિતી મેળવવામાં સહાય કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમે ઉલ્લેખિત તારીખની શ્રેણી પર વિશિષ્ટ જાહેરાત યુનિટ, દેશો અથવા જાહેરાતનાં ફૉર્મેટ પર નજર કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા ડેટાને વધુ રિફાઇન કરવા માટે, તમારા રિપોર્ટમાં એકથી વધારે ફિલ્ટર ઉમેરી શકો છો.

ફિલ્ટર શું કામ કરે છે?

ફિલ્ટર તમારા રિપોર્ટમાંથી બિનજરૂરી અથવા વણજોઈતા ડેટાને છુપાવે છે. જ્યારે તમે કોઈ ફિલ્ટર ઉમેરો, ત્યારે તમે એ નક્કી કરતા હોય છે કે તમે રિપોર્ટમાં શું જોવા માગો છો અને AdSense તેના ફિલ્ટરમાં આપેલા માપદંડથી મેળ ન ખાતી હોય તેવી કોઈપણ વસ્તુને છુપાવશે.

રિપોર્ટમાં ફિલ્ટર ક્યાં હોય છે?

તમારા રિપોર્ટનાં ચાર્ટ વિસ્તારની ઉપર આપેલા ફિલ્ટર બૉક્સમાં ફિલ્ટર ઉમેરી, તેમાંથી કાઢી નાખી અથવા તેની ગોઠવણી કરી શકાય છે. જ્યારે તમે રિપોર્ટમાં કોઈ ફિલ્ટર ઉમેરો ત્યારે તેને તે જ રિપોર્ટમાં આપેલા ચાર્ટ અને કોષ્ટક પર લાગુ કરવામાં આવે છે.

તમારું ડેટા ફીલ્ડ શોધવા કે ફિલ્ટર કરવાનું ઉદાહરણ.

ફિલ્ટર ઉમેરો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, ફિલ્ટર Filter પર ક્લિક કરો.
  2. ડ્રૉપ-ડાઉન સૂચિમાં બ્રેકડાઉન પર ક્લિક કરો.
  3. તમે જેને ફિલ્ટર કરવા માગતા હોય તે આઇટમ પસંદ કરો.
  4. લાગુ કરો પર ક્લિક કરો.
ટિપ: તમારે જેમાંથી ફિલ્ટર બનાવવું છે તે આઇટમનું નામ ફિલ્ટર બૉક્સમાં ટાઇપ કરીને તમે તે આઇટમ પણ શોધી શકો છો.

ફિલ્ટર બદલો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, તમે બદલવા માગતા હો તે ફિલ્ટર પર ક્લિક કરો.
  2. તમે ફિલ્ટરમાં ઉમેરવા અથવા તેમાંથી કાઢી નાખવા માગતા હોય તે આઇટમ પસંદ કરો.
  3. લાગુ કરો પર ક્લિક કરો.

ફિલ્ટર કાઢી નાખો

એક જ ફિલ્ટર કાઢી નાખવા માટે, તમે કાઢી નાખવા માગતા હો તે ફિલ્ટરની બાજુમાં કાઢી નાખો Remove પર ક્લિક કરો. રિપોર્ટમાંથી તમામ ફિલ્ટર કાઢી નાખવા માટે, ફિલ્ટર બૉક્સનાં અંતે આપેલા તમામ ફિલ્ટર કાઢી નાખો Remove પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6834303373414997309
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false