નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

તમારા રિપોર્ટનો સમય ઝોન બદલો

તમારાથી સંબંધિત હોય તેવા કોઈપણ સમય ઝોનમાં રિપોર્ટ જોવા માટે, તમે તમારા એકાઉન્ટનો સમય ઝોન બદલી શકો છો. આમ કરવાથી તમારા વીકએન્ડના રિપોર્ટને શુક્રવાર અથવા સોમવારના ટ્રાફિકથી પ્રભાવિત થતાં રોકવામાં આ સહાય મળી શકે છે. તમે તમારા રિપોર્ટને બિલિંગ સમય ઝોનમાં પણ જોઈ શકો છો (દા.ત., પેસિફિક સમય, PST).

તમે તમારા એકાઉન્ટનો સમય ઝોન બદલો તે પહેલાં

તમારો સમય ઝોન બદલતા હોય ત્યારે આ વાત યાદ રાખો:

  • એકાઉન્ટના સમય ઝોનમાં ફેરફારો માત્ર તમે જેમાં ફેરફાર કરો છે તે સમયના ડેટા પર જ લાગુ થાય છે. જો તમે 3 એપ્રિલના રોજ તમારો સમય ઝોન બદલીને ESTમાંથી PST કરો છો અને પછી 1 એપ્રિલથી 5 એપ્રિલ સુધીનો રિપોર્ટ ચલાવો છો, તો 3 એપ્રિલ પહેલાંના તમારા રિપોર્ટનો તમામ ડેટા ESTમાં રહેશે. 3 એપ્રિલ પછીનો ડેટા નવા પસંદ કરેલા એકાઉન્ટના સમય ઝોનમાં અથવા PSTમાં રહેશે.
  • તમે એકાઉન્ટનો સમય ઝોન બદલ્યો હતો તે દિવસનો જેમાં સમાવેશ થતો હોય તે કોઈપણ રિપોર્ટ ડેટામાં ફ્લેટ સ્પોટ અથવા સ્પાઇક બતાવી શકે છે. આ વિસંગતતા સમયમાં થતા ફેરફારને કારણે આવે છે અને તમારી ચુકવણીઓને અસર કરતી નથી. બિલિંગ સમય ઝોન (PST)માં રિપોર્ટ જોતી વખતે તમને આ વિસંગતતા નહીં આવે.
  • તમારા હાલના સાચવેલા અને શેડ્યૂલ કરેલા રિપોર્ટ નવા સમય ઝોનમાં ઑટોમૅટિક રીતે સ્થાનાંતરિત થઈ જાય છે. આગળ જતા, તમારા સાચવેલા અને શેડ્યૂલ કરેલા રિપોર્ટ, તેને સાચવતી વખતે જે સમય ઝોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે સમય ઝોન બતાવશે.
  • તમારા હોમ પેજ પરના રિપોર્ટ, તમારા એકાઉન્ટના સમય ઝોનમાં બતાવવામાં આવે છે. તમારી ચુકવણીઓની બિલિંગ સમય ઝોન (PST)માં ગણતરી કરવામાં અને તેમાં બતાવવામાં આવે છે.

તમારા એકાઉન્ટનો સમય ઝોન બદલો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ અને પછી સેટિંગ અને પછી એકાઉન્ટ વિશેની માહિતી પર ક્લિક કરો.
  3. "એકાઉન્ટ વિશેની માહિતી"ના વિભાગમાં, "સમય ઝોન"ની બાજુમાં આવેલી નીચેની ઍરો કી Down Arrow પર ક્લિક કરો.
  4. ડ્રૉપ-ડાઉન સૂચિમાંથી તમારો સમય ઝોન પસંદ કરો.
  5. સાચવો પર ક્લિક કરો.
    ટિપ: હવે, તમે તમારા રિપોર્ટનો રિવ્યૂ કરતા હોય, ત્યારે તમને તમારા રિપોર્ટના સેટિંગમાં તમારા એકાઉન્ટના સમય ઝોન અને AdSense બિલિંગ સમય ઝોન, દા.ત., PST/PDT વચ્ચે સ્વિચ કરવાનો વિકલ્પ મળશે.

રિપોર્ટમાં સમય ઝોન વચ્ચે સ્વિચ કરો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, પેજની સૌથી ઉપરની બાજુએ આપેલા સેટિંગ સેટિંગ પર ક્લિક કરો.
  2. સમય ઝોન પર ક્લિક કરો.
  3. ડ્રૉપ-ડાઉન સૂચિમાંથી એકાઉન્ટનો સમય ઝોન અથવા બિલિંગ સમય ઝોન પસંદ કરો.
નોંધ: ઉનાળાના મહિનાઓ દરમિયાન કેટલાક દેશો તેમના સત્તાવાર સમય માટે વાર્ષિક ગોઠવણો કરે છે. જો તમે તમારા એકાઉન્ટ માટે પસંદ કરેલો એકાઉન્ટ સમય ઝોન ડેલાઇટ સેવિંગ ટાઇમનો ઉપયોગ કરે છે, તો પછી તમારા AdSense એકાઉન્ટના આંકડા ઑટોમૅટિક રીતે ગોઠવાશે (જે પ્રમાણે તેઓ AdSense બિલિંગ સમય ઝોન માટે PST અને PDT વચ્ચે ગોઠવાતા હોય).

તમારા એકાઉન્ટનો સમય ઝોન ઉનાળાના અંતે પાછો નિયમિત સમયમાં ગોઠવવામાં આવશે. જે દિવસે આ ગોઠવણ થાય તે દિવસ 23 કે 25 કલાક લાંબો હશે અને તમને તમારી કમાણીઓમાં મામૂલી વધારો અથવા ઘટાડો જોવા મળશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1215549190186492456
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false