નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Code implementation guide

તમારી WordPress સાઇટમાં જાહેરાત યુનિટનો કોડ મૂકો

WordPressમાં જાહેરાતો મૂકવા માટે તમે પ્લગ-ઇન, થીમ અથવા વિજેટનો ઉપયોગ કરી શકો છો. #wordpress

તમારી WordPress સાઇટમાં AdSenseનો જાહેરાત યુનિટનો કોડ મૂકવાની ઘણી રીતો છે. નીચે, તમને આ કરવાની કેટલીક રીતો વિશેની માહિતી મળશે.

ટિપ: ખાતરી કરો કે તમે પહેલેથી તમારા AdSense એકાઉન્ટમાં તમારા માટે જરૂરી જાહેરાત યુનિટ બનાવ્યાં છે.

પ્લગ-ઇન

જો તમે કોડિંગથી પરિચિત ન હો, પણ તે છતાં તમારે તમારી સાઇટ પર વિશિષ્ટ સ્થાનમાં તમારી જાહેરાતો મૂકવી હોય, તો જાહેરાત પ્લગ-ઇનનો ઉપયોગ કરવાનું તમને ઉપયોગી લાગી શકે છે. તમને WordPress પ્લગ-ઇન ડિરેક્ટરીમાં પ્લગ-ઇન મળી શકશે.

જાહેરાત પ્લગ-ઇનમાં વધારાની એવી સુવિધાઓ હોઈ શકે છે જે તમને કોડ લખ્યા વિના કે તેમાં ફેરફાર કર્યા વિના જાહેરાતો મૂકવામાં સહાય કરે.

પ્લગ-ઇનની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો આ પ્રમાણે છે:

  • ખાતરી કરો કે તમારી થીમ અને પ્લગ-ઇન સુસંગત છે.

  • તમામ પ્લગ-ઇન વિવિધ સુવિધાઓ પ્રસ્તુત કરે છે. અમે ભલામણ કરીએ છીએ કે તમારા માટે અને તમારી સાઇટ માટે સૌથી યોગ્ય પ્લગ-ઇન મેળવવા માટે તમે કેટલાક પ્લગ-ઇનનું પરીક્ષણ કરો.

  • Google સિવાયના પ્લગ-ઇનની ક્રિયાઓ માટે Google જવાબદાર નથી.

નોંધ: તમે પ્લગ-ઇન મારફત જાહેરાતના કેટલાક ફૉર્મેટને કદાચ અમલમાં ન મૂકી શકો. જો તમને પ્લગ-ઇન સંબંધી સહાય જોઈતી હોય, તો પ્લગ-ઇનના ડેવલપરનો સીધો સંપર્ક કરો.

WordPress થીમ

જો તમને તમારી સાઇટ પર જાહેરાત યુનિટનું સ્થાન નિયોજન મેનેજ કરવાની સરળ રીત જોઈતી હોય તો થીમ એક સારો વિકલ્પ છે. અમે તમને AdSense માટે "ઑપ્ટિમાઇઝ કરેલી" WordPress થીમ પસંદ કરવાની સલાહ આપીએ છીએ. આ થીમ પૂર્વ-વ્યાખ્યાયિત જગ્યાઓ અને સ્થાનો આપે છે, જ્યાં તમે પેજ પર જાહેરાતનો કોડ મૂકી શકો અથવા તમારી WordPress સાઇટના ઘટકો પોસ્ટ કરી શકો.

યાદ રાખો કે પૂર્વ-વ્યાખ્યાયિત જગ્યાઓ અને સ્થાનોનો ઉપયોગ કરતી થીમ તમારે જાહેરાત યુનિટ બરાબર જ્યાં મૂકવાં હોય તેનાથી અટકાવી શકે છે. વધુમાં, આ થીમ કદાચ તમારા કન્ટેન્ટ માટે સૌથી વધુ યોગ્ય હોય તે લેઆઉટને સપોર્ટ ન કરે.

થીમ અને તેમનો ઉપયોગ કરવા વિશેની વધુ માહિતી માટે, WordPress.orgનું આધિકારિક દસ્તાવેજીકરણ જુઓ.

કેટલીક થીમની અંદર જ "જાહેરાત વિભાગ" બનાવેલો હોય છે, પણ જો તમારી થીમ એ ન હોય, તો તમારા જાહેરાત યુનિટ ઉમેરવાની સૌથી સરળ રીત છે ટેક્સ્ટ વિજેટનો ઉપયોગ કરવો.

નોંધ: તમે થીમ મારફત જાહેરાતના કેટલાક ફૉર્મેટને કદાચ અમલમાં ન મૂકી શકો.

ટેક્સ્ટ વિજેટ

ટેક્સ્ટ વિજેટ તમને તમારી WordPress સાઇટમાં, તમારી સાઇટની થીમમાંથી ઉપલબ્ધ પૂર્વ-વ્યાખ્યાયિત જગ્યાઓ અને સ્થાનોમાં જાહેરાત યુનિટ ઉમેરવાની મંજૂરી આપે છે.

ટેક્સ્ટ વિજેટ અને તેમનો ઉપયોગ કરવા વિશેની વધુ માહિતી માટે, WordPress.orgનું આધિકારિક દસ્તાવેજીકરણ જુઓ.

નોંધ: તમે ટેક્સ્ટ વિજેટ મારફત જાહેરાતના કેટલાક ફૉર્મેટને કદાચ અમલમાં ન મૂકી શકો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14595544087430346147
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false