નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

પૉલિસી કેન્દ્રનો ઓવરવ્યૂ

પૉલિસી કેન્દ્ર એક ટૂલ છે, જે અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવામાં તમારી સહાય કરે છે. તમારી સાઇટ પર જાહેરાત સેવાને અસર કરતી હોય એવી સમસ્યાઓ શોધવા, સમજવા અને તેમનું નિરાકરણ કરવા માટે પૉલિસી કેન્દ્રનો ઉપયોગ કરો.

પૉલિસી કેન્દ્ર ઍક્સેસ કરવા માટે: તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને પૉલિસી કેન્દ્ર પર ક્લિક કરો.

નીચેની બાબતો જોવા માટે પૉલિસી કેન્દ્રનો ઉપયોગ કરો:

  • તમારી કઈ સાઇટમાં સમસ્યાઓ છે, જે જાહેરાત સેવાને અસર કરે છે. આમાં એવા કિસ્સાઓનો સમાવેશ થાય છે, જેમાં સમસ્યાઓ ધરાવતી સાઇટમાં તમે શામેલ કરેલા તમારા પેજમાંથી જાહેરાતની વિનંતીઓ આવતી હોય.
  • સમસ્યાઓ વિશેની માહિતી, જેમાં સમસ્યાના વર્ણનો અને (જો ઉપલબ્ધ હોય તો) સ્ક્રીનશૉટ શામેલ છે
  • તમે સમસ્યાઓનું નિરાકરણ કરી લો, ત્યાર પછી તમારી સાઇટ માટે રિવ્યૂની વિનંતી કેવી રીતે કરવી
Policy Center Overview

પૉલિસી કેન્દ્રનો ઉપયોગ કરવા વિશે

તમારી સાઇટમાં પૉલિસી સંબંધિત કોઈપણ સમસ્યાની સાથે સાથે તમારા એકાઉન્ટની એકંદર સ્થિતિ જોવામાં પૉલિસી કેન્દ્ર તમારી સહાય કરે છે. જો અમને તમારી કોઈપણ સાઇટમાં પૉલિસીનું ઉલ્લંઘન કે અન્ય સમસ્યાઓની ભાળ મળે, તો તમને પૉલિસી કેન્દ્રમાં અને ઇમેઇલ મારફતે નોટિફિકેશન આપવામાં આવશે.

એક વાર તમે પૉલિસી કેન્દ્રનો ઍક્સેસ કરી લો, ત્યાર પછી તમને સમસ્યાઓને કારણે અસરગ્રસ્ત તમારી સાઇટની સૂચિ મળશે. સમસ્યાઓને તેમના દ્વારા અસર થઈ હોય એવી જાહેરાતની વિનંતીઓની સંખ્યા અનુસાર ઑટોમૅટિક રીતે સૉર્ટ કરવામાં આવે છે. તમે સાઇટના નામ, સ્ટેટસ, સમસ્યાના પ્રકાર અથવા જાણ કરવામાં આવી હોય એ તારીખ અનુસાર પણ સૉર્ટ કરી શકો છો. આમાંની કોઈપણ કૅટેગરી અનુસાર સૉર્ટ કરવા માટે, કૅટેગરીના નામ પર ક્લિક કરો.

CSV ડાઉનલોડ કરો પર ક્લિક કરો અને સમસ્યાઓ ધરાવતી તમારી સાઇટની વિગતો શામેલ હોય એવી CSV ફાઇલ બનાવવા માટે, બધી આઇટમ ડાઉનલોડ કરો પસંદ કરો અથવા ફિલ્ટર કરેલો વ્યૂ ડાઉનલોડ કરો પસંદ કરો.

Google AdSenseમાં પૉલિસી કેન્દ્રનું ઉદાહરણ.

પૉલિસી કેન્દ્રના મુખ્ય પેજની સૌથી ઉપર, તમે એકાઉન્ટની એકંદર સ્થિતિનો સારાંશ જોઈ શકો છો. આ સારાંશમાં બતાવવામાં આવ્યું હોય છે કે સમસ્યાઓને કારણે કેટલી સાઇટ અસરગ્રસ્ત થઈ છે, કેટલી એવી સમસ્યાઓ છે, જેમાં નિરાકરણ કરવું આવશ્યક છે અને તમારી કેટલા ટકા જાહેરાતની વિનંતીઓ પ્રતિબંધિત છે અથવા તો બંધ કરવામાં આવી છે. તમે આ કૅટેગરી પર ક્લિક કરીને સમસ્યાઓને ફિલ્ટર કરી શકો છો.

તમે એ પણ જોઈ શકો છો કે એકાઉન્ટનો કેટલા ટકા ટ્રાફિક, પ્રતિબંધો વિના કામ કરી રહ્યો છે. નોંધો કે આ નંબર પર ક્લિક કરવાથી કોઈ ફિલ્ટર બનતું નથી, કારણ કે ફિલ્ટર માત્ર સમસ્યાઓ ધરાવતી સાઇટ માટે જ ઉપલબ્ધ હોય છે.

સૂચિમાં આપવામાં આવેલી સમસ્યાઓ વિશે વધુ જાણવા માટે, "ક્રિયાઓ"ની કૉલમમાં નિરાકરણ કરો પર ક્લિક કરો. આમ કરવાથી તમે સમસ્યાની વિગતોના પેજ પર પહોંચશો, જ્યાં તમને સમસ્યાનું વર્ણન અને તેનું નિરાકરણ કેવી રીતે કરવું તેની સૂચનાઓ દેખાશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2969856242584492985
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false