તમારી ઇન-ફીડ જાહેરાતને કસ્ટમાઇઝ કરતી વખતે, તમારી ફીડમાંની છબીઓનું કદ જાણવું તમારા માટે ઉપયોગી બને છે જેનાથી તમે મેળ કરવા માટે તમારી જાહેરાતની છબીના કદને સેટ કરી શકો.
જો તમને તમારી છબીઓનું કદ ખબર નથી, તો તમે તેમના ચોક્કસ પરિમાણો શોધવા માટે તમારા બ્રાઉઝરના ડેવલપર ટૂલનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે Google Chromeનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે Chrome DevToolsમાં 'એલિમેન્ટને તપાસો' ટૂલનો ઉપયોગ કરી શકો છો.
Chromeનો ઉપયોગ કરીને છબીનું કદ નક્કી કરવા:
- Chromeમાં તમારા ફીડ સાથે પેજ ખોલો.
- તમે જે છબીનું કદ જાણવા માગો છો તેના પર રાઇટ ક્લિક કરો અને તપાસ કરો પસંદ કરો.
- Chrome DevToolsમાં બતાવેલી છબીની પહોળાઈ અને ઊંચાઈ જુઓ.
નોંધ: પ્રથમ નંબર હંમેશા પહોળાઈ હોય છે.
અને છબી ઉપર લઈ જાઓ.