નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

તમારા પેજ પર ફીડમાંની જાહેરાતનો કોડ મૂકવાની રીત

તમે ફીડમાંની જાહેરાત બનાવો, તે પછી આગલું પગલું તમારી ફીડના HTMLમાં કોડ મૂકવો છે.

નોંધ: તમારો ફીડમાંની જાહેરાતનો કોડ તમારી ફીડમાં જ મૂકાય તેની ખાતરી કરો. તમારો ફીડમાંની જાહેરાતનો કોડ તમારી ફીડની બહાર મૂકવાથી જાહેરાતનું કાર્યપ્રદર્શન નબળું થઈ શકે છે અને તમારા દ્વારા AdSense પૉલિસીઓનું ઉલ્લંઘન થઈ શકે છે.

તમારો ફીડમાંની જાહેરાતનો કોડ ક્યાં મૂકવો

તમારા ફીડના કન્ટેન્ટની વચ્ચે અથવા જ્યાં તમારું ફીડ શરૂ કે સમાપ્ત થાય ત્યાં તમારો ફીડમાંની જાહેરાતનો કોડ મૂકો. તમે સીધા તમારા ફીડના HTML કોડમાં ફેરફાર કરીને આમ કરી શકો છો અથવા જો તમે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS)નો ઉપયોગ કરતા હોય, તો તમે કદાચ તમારા માટે કોડ શામેલ કરવા પ્લગ-ઇનનો ઉપયોગ કરી શકો છો.

ઉદાહરણ ફીડમાંની જાહેરાતનું સેટઅપ આવું દેખાય શકે:

 

કન્ટેન્ટ બ્લૉક 1:

કન્ટેન્ટ બ્લૉકનું ઉદાહરણ.

 

કન્ટેન્ટ બ્લૉક 2:

કન્ટેન્ટ બ્લૉકનું ઉદાહરણ.

 

મૂળ ફીડમાંની જાહેરાત:

 

કન્ટેન્ટ બ્લૉક 3:

કન્ટેન્ટ બ્લૉકનું ઉદાહરણ.

 

કન્ટેન્ટ બ્લૉક 4:

કન્ટેન્ટ બ્લૉકનું ઉદાહરણ.
જો તમે તમારા ફીડમાં એક કરતાં વધુ જાહેરાતો મૂકવા માગતા હો, તો તમે કાંતો એકથી વધુ ફીડમાંની જાહેરાતો બનાવો અથવા તો તમારા ફીડમાં ફીડમાંની જાહેરાતનો એકથી વધુ વખત સમાન કોડ બનાવો.

તમારી ફીડમાંની જાહેરાત કેવી મૂકવી

સામાન્ય રીતે, તમારા CMSમાં 1) એક ડેટાબેઝ હશે કે જેમાં તમારું કન્ટેન્ટ શામેલ હોય અને 2) કોડનો એક ભાગ હશે જે લૂપ મારફતે તમારું કન્ટેન્ટ ચલાવે છે, જે તમારું ફીડ બનાવે છે. તમે કોડનો આ ભાગ તમારી નમૂના ફાઇલમાં શોધી શકો છો, જે તમારા CMSના નમૂનાનાં ફોલ્ડર (કેટલીક વખત થીમ ફોલ્ડર કહેવાય છે)માં સ્ટોર થશે.

તમારી નમૂના ફાઇલમાં આપેલા કોડમાં ફેરફાર કરો

તમારી ફીડમાંની જાહેરાત મૂકવા માટે, તમારી નમૂના ફાઇલમાં આપેલા કોડમાં આ રીતે ફેરફાર કરો:

  1. જ્યાં તમારું ફીડ છે ત્યાં પેજની નમૂના ફાઇલને ખોલો.
  2. તમારા ફીડ બનાવે તે લૂપ શોધો. (હિન્ટ: લૂપ કોડમાં "while" અથવા "for each" આદેશનો સમાવેશ હોવાની સૌથી વધુ સંભાવના રહે છે.)
  3. તમારી ફીડમાંની જાહેરાતને તમારા ફીડમાં શામેલ કરવા માટે, લૂપ કોડમાં ફેરફાર કરો, ખાસ કરીને:
    • જો તમારા લૂપમાં કોઈ કાઉન્ટર ન હોય, તો તમે તમારી ફીડમાંની જાહેરાત કેટલી વખત શામેલ કરવા માગો છો તે સંખ્યા સેટ કરવા માટે કાઉન્ટર ઉમેરો.
    • કાઉન્ટરમાં તમે નક્કી કરેલી ફ્રિકવન્સી મુજબ તમારી ફીડમાંની જાહેરાત બતાવવામાં આવે તે માટે, લૂપમાં "if" સ્ટેટમેન્ટ ઉમેરો.
તમારા CMS માટેની વિશેષ સૂચનાઓ, અમે તમને Google પર શોધવાનો સુઝાવ આપીએ છીએ.

અમે નીચે કેટલાક સ્યૂડો કોડ આપ્યા છે. તમારા કોડની રચના આ સ્યૂડો કોડ જેવી જ હશે, પણ તમે કઈ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છો તેના આધારે, તમારા વાસ્તવિક અમલીકરણમાં તફાવત સંભવિત છે.

Posts[] posts;
Var count=1; // If your code does not include a counter define one
While (count < posts.length) // Increase the value of "count" by 1 until the final post in the database
{

   If (count%3=0) //If the value of "count" equals 3 or 6 or 9 insert the ad
   {
   <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous">
   </script>
   <ins class="adsbygoogle" style="display:block"
   data-ad-format="fluid"
   data-ad-client="ca-pub-1234567890123456"
   data-ad-slot="1234567890"></ins>
   <script>
   (adsbygoogle = window.adsbygoogle || []).push({});
   </script>
   }

   <h3>{{ post.title }}</h3> // for all count values insert the content block title
   <p>{{ post.body }}<p> //Insert the content block body
   <img src="{{ post.thumbnail}}"> //Insert the content block image

}

મહત્ત્વપૂર્ણ

ખાતરી કરો કે તમે તમારા જાહેરાતના કોડને એવા પેરેન્ટ કન્ટેનર (<div>, <iframe> વગેરે)માં મૂકો છો કે જેમાં નીચે આપેલા ઘટકો છે:

  • માન્ય પહોળાઈ. જો તમે તમારો જાહેરાતનો કોડ એવા પેરેન્ટ કન્ટેનરમાં મૂકો છો જેમાં પહોળાઈ સ્પષ્ટપણે સેટ થયેલી નથી, દા.ત. ફ્લોટિંગ ઘટકમાં, તો તમારી જાહેરાતો બતાવવામાં આવશે નહીં. અમે તમારી જાહેરાતોની પહોળાઈની ગણતરી કરવા માટે પેરેન્ટ કન્ટેનરની પહોળાઈનો ઉપયોગ કરીએ છીએ. નોંધો કે ફીડમાંની જાહેરાતો માટે ઓછામાં ઓછી પહોળાઈ 250px છે.
  • બદલાતી ઊંચાઈ. જો તમે નિયત ઊંચાઈવાળા પેરેન્ટ કન્ટેનરમાં તમારો જાહેરાતનો કોડ મૂકો, તો તમારી જાહેરાત કદાચ વિકૃત થઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15730240933820853490
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false