નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Code implementation guide

જાહેરાતના કોડના અમલીકરણ સાથે સંબંધિત સામાન્ય સમસ્યાઓ

તમે તમારી જાહેરાતનો કોડ મૂકી દો તે પછી, અમે સુઝાવ આપીએ છીએ કે તમારી જાહેરાતો યોગ્ય રીતે કામ કરી રહી છે તેની ખાતરી કરવા માટે, તમે જાહેરાતોને ચેક કરો. તમે તમારી AdSense જાહેરાતના કોડનો યોગ્ય રીતે અમલ કર્યો છે તે ચકાસવાની સારી રીત એ છે કે તમારા બ્રાઉઝરના સૉર્સ કોડ વ્યૂમાં જાહેરાતનો કોડ ચેક કરો:

  1. જાહેરાતનો કોડ ધરાવતું પેજ તમારા બ્રાઉઝરમાં ખોલો અને તે પછી તમારા પેજનો સૉર્સ કોડ જુઓ (દા.ત., Chromeમાં, પેજનો સૉર્સ જુઓ પર રાઇટ ક્લિક કરીને તેને પસંદ કરો અથવા CTRL + U દબાવો).
  2. તમારા પેજના સૉર્સ કોડમાંના જાહેરાતના કોડની સરખામણી તમારા AdSense એકાઉન્ટમાંના જાહેરાતના કોડ સાથે કરો.

    તમારા AdSense એકાઉન્ટમાં દેખાય છે, તે જ પ્રમાણે તમારી જાહેરાતનો કોડ દેખાવો જોઈએ.

ટિપ: WordPressના વપરાશકર્તા છો? AdSenseનો કોડ ઉમેરવા માટે સહાય મેળવો.

જાહેરાતના કોડના સાથે સંબંધિત સામાન્ય સમસ્યાઓ

જો તમને તમારા જાહેરાતના કોડમાં નીચેની કોઈપણ સમસ્યા જણાય, તો કદાચ તમારી સાઇટ પર જાહેરાતો દેખાશે નહીં:

  • તમારી જાહેરાતનો કોડ સંપૂર્ણ રીતે દેખાતો નથી, ઉદાહરણ તરીકે <script> અથવા <ins> ટૅગ ખૂટે છે.
  • તમારી જાહેરાતનો પૂરો કોડ એક લાઇન પર દેખાય છે.
  • તમારી જાહેરાતના કોડની અંદર વધારાના HTML ટૅગ છે.

જો તમને આમાંની કોઈપણ સમસ્યા જણાય, તો તમારે તૂટેલા જાહેરાતના કોડને તમારા AdSense એકાઉન્ટમાં જાહેરાતોના પેજ પરથી કૉપિ કરેલા નવા જાહેરાતના કોડ વડે બદલવો જોઈએ. જાહેરાતનો કોડ મેળવવાની અને કૉપિ કરવાની રીત જાણો.

ટિપ: જો તમે જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ લાગુ કરવા માટે સહાય શોધી રહ્યાં હો, તો અમારી જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટ માટેની ટેક્નિકલ વિચારણાઓ જુઓ.

વધુ સહાય મેળવવા વિશે

જો તમને તમારા પેજની ડિઝાઇનમાં જાહેરાતનો કોડ લાગુ કરવા માટે વધુ સહાયની જરૂર હોય, તો અમે નીચેના Google શોધ શબ્દોને અજમાવવાનું સૂચન આપીએ છીએ:

જો તમે હાલમાં WYSIWYG સૉફ્ટવેર અથવા અન્ય કોઈપણ HTML એડિટિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં હો, તો અમે તમારા સૉફ્ટવેર મેન્યુઅલનો સંદર્ભ લેવા અથવા સહાય માટે પ્રોડક્ટની ટેક્નિકલ સપોર્ટ ટીમનો સંપર્ક કરવાનું સૂચન આપીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13940797526824798841
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false