નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

રિસ્પૉન્સિવ જાહેરાતના ટૅગના પેરામીટરનો ઉપયોગ કરવાની રીત જાણો

રિસ્પૉન્સિવ જાહેરાતના ટૅગના પેરામીટર તમને તમારા રિસ્પૉન્સિવ પ્રદર્શન જાહેરાતના યુનિટનું વર્તન બદલવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, એક સામાન્ય આકાર ઉલ્લેખિત કરવો કે જે તમારી જાહેરાતના યુનિટ સાથે અનુકૂળ હોય. રિસ્પૉન્સિવ જાહેરાતના ટૅગના પેરામીટરનો ઉપયોગ કરવા માટે, તમે સામાન્ય રીતે તમારી રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં નાનો ફેરફાર કરો છો. ઉદાહરણ તરીકે, તમે data-ad-format પેરામીટરના મૂલ્યને બદલીને "auto"માંથી "rectangle" કરી શકો છો. રિસ્પૉન્સિવ જાહેરાત કોડની વિગતવાર સુવિધાઓથી વિપરીત, તમારે કોડમાં વધુ ફેરફાર કરવાની કે CSS મીડિયા ક્વેરીનો ઉપયોગ કરવાની જરૂર નથી.

નોંધ: આ લેખમાં વર્ણવવામાં આવેલા ઉદાહરણો AdSense જાહેરાત કોડના સ્વીકાર્ય ફેરફારો છે. મંજૂર કરાયેલી આ રીતો વડે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરવાથી, તમે AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરશો નહીં.

સામાન્ય આકારનો ઉલ્લેખ કરો (ફક્ત ડેસ્કટૉપ માટે)

તમે જેના પર તમારું જાહેરાત યુનિટ અનુકૂળ રીતે ગોઠવાઈ શકે તેવા સામાન્ય આકાર (આડો, ઊભો અને/અથવા લંબચોરસ)નો ઉલ્લેખ કરવા માટે તમારા જાહેરાત કોડમાં ફેરફાર કરી શકશો. નીચેનું ઉદાહરણ તમને બતાવે છે કે આ ફેરફારો કેવી રીતે કરવા:

આડા આકાર માટેનું ઉદાહરણ

આ ઉદાહરણ તમને તમારા જાહેરાત યુનિટ માટે સામાન્ય આડા આકારનો ઉલ્લેખ કરવા માટે, તમારા રિસ્પૉન્સિવ જાહેરાત કોડમાં ફેરફાર કરવાની રીત બતાવે છે:

<ins class="adsbygoogle"
    style="display:block;"
    data-ad-client="ca-pub-1234567890123456"
    data-ad-slot="5678"
    data-ad-format="horizontal"></ins>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<script>(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

ડિફૉલ્ટ તરીકે, અમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં "auto"ના મૂલ્યવાળા data-ad-format ટૅગનો સમાવેશ હોય છે જે જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટ માટે ઑટોમૅટિક રીતે કદ ગોઠવવાનું વર્તન ચાલુ કરે છે. જોકે, તમે data-ad-formatના મૂલ્યને નીચે આપેલા કોઈ મૂલ્યમાં બદલીને તમારા જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટ માટે સામાન્ય આકાર સેટ કરી શકો છો: "rectangle", "vertical", "horizontal" અથવા આના અલ્પવિરામ દ્વારા વિભાજિત કરેલા સંયોજનમાં બદલીને, દા.ત. "rectangle, horizontal".

મોબાઇલ ડિવાઇસ પર સંપૂર્ણ પહોળાઈવાળી રિસ્પૉન્સિવ જાહેરાતોના વર્તનને સેટ કરો

data-full-width-responsive પેરામીટર એ નક્કી કરે છે કે તમારા મુલાકાતીના મોબાઇલ ડિવાઇસની સ્ક્રીનની સંપૂર્ણ પહોળાઈનો ઉપયોગ કરવા માટે તમારું જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ મોટું થાય કે નહીં. data-full-width-responsive પેરામીટરનો ઉપયોગ કરવાની તમારી રીતના આધારે, તમારું જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ વિભિન્ન રીતે વર્તન કરે તે માટે તમે તેને સેટ કરી શકો છો.

data-full-width-responsive="true"

અમે તમને data-full-width-responsive પેરામીટરને "true" પર સેટ કરવાનો સુઝાવ આપીએ છીએ. આમ કરવાથી તમારું જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ વપરાશકર્તાના મોબાઇલ ડિવાઇસની સ્ક્રીનની સંપૂર્ણ પહોળાઈ પર વધુ વખત મોટું થાય તે રીતે સેટ કરવામાં આવશે. આ સેટિંગથી આવક વધવાની વધુમાં વધુ સંભાવના રહે છે.

પેરામીટરને "true" પર સેટ કરવાનું ઉદાહરણ

આ ઉદાહરણ તમને સંપૂર્ણ પહોળાઈવાળી જાહેરાતોને ચાલુ કરવા માટે, તમારા રિસ્પૉન્સિવ જાહેરાત કોડમાં ફેરફાર કરવાની રીત બતાવે છે:

<ins class="adsbygoogle"
    style="display:block;"
    data-ad-client="ca-pub-1234567890123456"
    data-ad-slot="5678"
    data-ad-format="auto"
     data-full-width-responsive="true"></ins>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<script>(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

data-full-width-responsive="false"

જો તમે એવું નથી ઇચ્છતા કે તમારું જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ વપરાશકર્તાના મોબાઇલ ડિવાઇસની સ્ક્રીનની સંપૂર્ણ પહોળાઈનો ઉપયોગ કરવા માટે ઑટોમૅટિક રીતે મોટું થાય, તો તમે data-full-width-responsive પેરામીટરને "false" પર સેટ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે આમ કરવાથી તમે તમારી સંભવિત કમાણીઓમાં ઘટાડો જોઈ શકો છો. અમારા પ્રયોગો દર્શાવે છે કે સંપૂર્ણ પહોળાઈવાળી રિસ્પૉન્સિવ જાહેરાતો મોબાઇલ ડિવાઇસ પર પોર્ટ્રેટ મોડમાં વધારે સારું કાર્યપ્રદર્શન કરે છે.

પેરામીટરને "false" પર સેટ કરવા માટેનું ઉદાહરણ

આ ઉદાહરણ તમને સંપૂર્ણ પહોળાઈવાળી જાહેરાતોને બંધ કરવા માટે, તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરવાની રીત બતાવે છે:

<ins class="adsbygoogle"
    style="display:block;"
    data-ad-client="ca-pub-1234567890123456"
    data-ad-slot="5678"
    data-ad-format="auto"
     data-full-width-responsive="false"></ins>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<script>(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

કોઈ data-full-width-responsive પેરામીટર નથી

તમારા જાહેરાતના કોડમાં data-full-width-responsive પેરામીટર ન હોય, તો પણ તમારું જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ વપરાશકર્તાના મોબાઇલ ડિવાઇસની સ્ક્રીન પર સંપૂર્ણ પહોળાઈ સુધી મોટું થશે. જોકે તે એટલી વખત મોટું નહીં થાય જેટલી વખત જ્યારે પેરામીટર ઉપસ્થિત હોય અને "true" પર સેટ કરેલું હોય ત્યારે થાય છે.

ટિપ: રિસ્પૉન્સિવ જાહેરાત કોડની વિગતવાર સુવિધાઓ વિશે વધુ માહિતી માટે, રિસ્પૉન્સિવ જાહેરાત કોડમાં ફેરફાર કરવાની રીત જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
571678681723847163
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false