નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

ડિસ્પ્લે જાહેરાત યુનિટની પ્રતિભાવી વર્તણૂક વિશે

તમે તમારા પેજ પર ઉત્તમ વપરાશકર્તા અનુભવ આપવા માટે, રિસ્પૉન્સિવ જાહેરાતોનો ઉપયોગ કરી શકો છો. તે ડેસ્કટૉપ, ટૅબ્લેટ અને મોબાઇલ ડિવાઇસ પર સરસ દેખાય છે. #responsiveads

ડિસ્પ્લે જાહેરાત યુનિટ ડિફૉલ્ટ તરીકે રિસ્પૉન્સિવ હોય છે. તે તમને બહોળી રેંજના ડિવાઇસ (એટલે કે કમ્પ્યુટર, ફોન, ટૅબ્લેટ, વગેરે) પર તમારા પેજ લેઆઉટ સાથે સુસંગત થવા માટે જાહેરાતોના કદમાં ઑટોમૅટિક રીતે વધઘટ કરવામાં સપોર્ટ આપવાની મંજૂરી આપે છે. તમારી સાઇટની મુલાકાત લેવા માટે વપરાશકર્તાઓ કયા ડિવાઇસનો ઉપયોગ કરે છે તેને ધ્યાનમાં લીધા વિના ડિસ્પ્લે જાહેરાત યુનિટ જાહેરાતનો અદ્ભુત અનુભવ આપવામાં તમારી સહાય કરી શકે છે.

મુખ્ય સુવિધાઓ

  • ઉપલબ્ધ જગ્યાના આધારે ઑટોમૅટિક રીતે કદ નક્કી થવું. તમારો કોડ વધુ સરળ બનાવવા અને તમારો સમય તથા પ્રયત્નોની બચત કરવા માટે અમારો રિસ્પૉન્સિવ જાહેરાત કોડ જાહેરાત યુનિટનું કદ ઑટોમૅટિક રીતે તમારા પેજના લેઆઉટ પ્રમાણે નક્કી કરે છે. અમે વપરાશકર્તાની ડિસ્પ્લેની ઉપલબ્ધ જગ્યા અને કદના આધારે કુશળતાથી આવશ્યક કદની ગણતરી કરીએ છીએ.

  • સ્ક્રીનનું ઓરિએન્ટેશન બદલાયા પછી જાહેરાતના કદ માટેનો સપોર્ટ બદલાય છે. જો ડિવાઇસનું ઓરિએન્ટેશન બદલાયા પછી તમારું રિસ્પૉન્સિવ પેજ બદલાતું હોય (દા.ત., ટૅબ્લેટ કે ફોન પોર્ટ્રેટમાંથી બદલાઈને લૅન્ડસ્કેપ થાય), તો અમે પેજના નવા લેઆઉટમાં ફિટ થાય તે મુજબ સાચા પરિમાણવાળી નવી જાહેરાતની વિનંતી કરીશું અને તે લોડ કરીશું.

    નોંધ:
    • ડિવાઇસનું ઓરિએન્ટેશન બદલાવાથી જ્યારે અમે નવી જાહેરાત લોડ કરીએ છીએ ત્યારે અમે મૂળભૂત જે જાહેરાત બતાવવામાં આવી હતી તેને કૅશ મેમરીમાં સાચવીએ છીએ. જો ત્યાર પછી ડિવાઇસ પાછલા ઓરિએન્ટેશન પર પાછું આવે, તો અમે બીજી નવી જાહેરાત લોડ કરવાને બદલે ફરીથી મૂળ જાહેરાત બતાવીશું.
    • ડિવાઇસના ઓરિએન્ટેશનના ફેરફાર માટે જાહેરાતોને રિફ્રેશ કરવાથી જાહેરાતની વધારાની વિનંતીઓ બને છે, જેના પરિણામે RPM અને CTR મેટ્રિકમાં થોડો ઘટાડો થઈ શકે છે. ખાતરી રાખો કે તમારી એકંદર આવક પર કોઈ નકારાત્મક અસર નહીં થાય.
  • મોબાઇલ ડિવાઇસ પર સંપૂર્ણ પહોળાઈવાળી જાહેરાતો. અમારા પ્રયોગો દર્શાવે છે કે સંપૂર્ણ પહોળાઈવાળી રિસ્પૉન્સિવ જાહેરાતો મોબાઇલ ડિવાઇસ પર પોર્ટ્રેટ મોડમાં વધારે સારું કાર્યપ્રદર્શન કરે છે. આવકમાં વધારો કરવામાં સહાય માટે, અમારા જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટ ઑટોમૅટિક રીતે મોટાં થાય છે, જેથી જ્યારે વપરાશકર્તાના ડિવાઇસનું ઓરિએન્ટેશન ઊભું હોય ત્યારે તેમની સ્ક્રીનની સંપૂર્ણ પહોળાઈનો ઉપયોગ થઈ શકે.
    નોંધ:
    • જ્યારે રિસ્પૉન્સિવ જાહેરાતો બહેતર કાર્યપ્રદર્શન કરે તેની અને સારો વપરાશકર્તા અનુભવ આપે તેની સંભાવના હોય ત્યારે જ અમે તેને મોટી કરીએ છીએ.
    • તમે રિસ્પૉન્સિવ જાહેરાત ટૅગ પેરામીટર ઉમેરીને સંપૂર્ણ પહોળાઈવાળી રિસ્પૉન્સિવ જાહેરાતો બંધ કરી શકો છો. નોંધો કે અમે તમને આમ કરવાની ભલામણ કરતાં નથી કારણ કે તે કદાચ તમારી સંભવિત આવકને અસર કરે.

ટેક્નિકલ વિચારણાઓ

એવી કેટલીક પરિસ્થિતિઓ હોય છે, જેમાં તમારે જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે વધારાનાં પગલાં લેવાં જરૂરી હોય છે:

  • તમારી સાઇટ ત્રીજા પક્ષની JavaScriptનો ઉપયોગ કરે છે. જો તમારી સાઇટ એવી સ્ક્રિપ્ટનો ઉપયોગ કરતી હોય જે અમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડ પહેલાં અમલમાં મુકાઈ હોય, ઉદાહરણ તરીકે, પેજ પૂરેપૂરું લોડ ન થાય ત્યાં સુધી તમારા પેજમાં જાહેરાતો છુપાવવી, તો અમારો જાહેરાતનો કોડ જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટ માટે આવશ્યક કદની ગણતરી નહીં કરી શકે. આ કિસ્સામાં, જાહેરાત યુનિટનું કદ સેટ કરવા માટે તમારે તમારા કોડમાં ફેરફાર કરીને CSS મીડિયા ક્વેરીનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કેવી રીતે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરવો તે શોધો.
  • પેરેન્ટ કન્ટેનર માટે કોઈ પહોળાઈ સેટ થઈ નથી. જો તમે તમારો રિસ્પૉન્સિવ જાહેરાતનો કોડ એવા પેરેન્ટ કન્ટેનરમાં મૂકો છો જેમાં પહોળાઈ સ્પષ્ટપણે સેટ થયેલી નથી, ઉદાહરણ તરીકે, ફ્લોટિંગ ઘટકમાં, તો અમારો જાહેરાતનો કોડ જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટ માટે આવશ્યક કદની ગણતરી નહીં કરી શકે. આ કિસ્સામાં, પેરેન્ટ કન્ટેનરનું કદ સેટ કરવા માટે તમારે તમારા કોડમાં ફેરફાર કરીને CSS મીડિયા ક્વેરીનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કેવી રીતે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરવો તે શોધો.
  • પેરેન્ટ કન્ટેનરની ઊંચાઈ નિયત કે મર્યાદિત છે. રિસ્પૉન્સિવ જાહેરાતો નિયત કે મર્યાદિત ઊંચાઈવાળા કન્ટેનરની અંદર ન મૂકવી જોઈએ, કારણ કે તે કેટલાક ડિવાઇસમાં કે બ્રાઉઝરમાં વધુ ઊંચી હોઈ શકે છે. જો તમારે તમારી રિસ્પૉન્સિવ જાહેરાતોની ઊંચાઈ મર્યાદિત રાખવી જરૂરી હોય, તો પેરેન્ટ કન્ટેનરની ઊંચાઈ સેટ કરવા માટે તમારે તમારા કોડમાં ફેરફાર કરીને CSS મીડિયા ક્વેરીનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. કેવી રીતે તમારા રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં ફેરફાર કરવો તે શોધો.

વધુમાં, તમારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

  • નબળાં કનેક્શનવાળાં મોબાઇલ ડિવાઇસ. નબળાં કનેક્શનવાળાં મોબાઇલ ડિવાઇસમાં તમને થોડું બ્રાઉઝર રીફ્લો થતું દેખાશે જ્યારે અમારો રિસ્પૉન્સિવ જાહેરાતનો કોડ તમારા પેરેન્ટ કન્ટેનરની પહોળાઈ માટે ઉત્તમ પ્રમાણભૂત ઊંચાઈની ગણતરી કરે છે. બ્રાઉઝર રીફ્લો વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6282092190608381306
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false