નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Code implementation guide

AdSenseથી કનેક્ટ થાઓ અને તમારી WordPress સાઇટ પર જાહેરાતો બતાવો

શું તમે AdSense વડે તમારી સાઇટ પર કમાણી કરવા માગતા WordPress વપરાશકર્તા છો? તમારી WordPress સાઇટમાં AdSenseનો જાહેરાતનો કોડ મૂકવાની ઘણી રીતો છે.

તમારી WordPress સાઇટને કનેક્ટ કરી રહ્યાં છીએ

જો તમે AdSense પર નવા છો, તો તમારું પહેલું કાર્ય તમારી સાઇટને AdSenseથી કનેક્ટ કરવાનું છે. અમે તમને ખાસ ભલામણ કરીએ છીએ કે Google દ્વારા WordPress માટે Site Kitનો ઉપયોગ કરો. Site Kit તમારી WordPress સાઇટને તમારા AdSense એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકે છે અને તમારા માટે તમારા બધા પેજ પર AdSenseનો કોડ મૂકી શકે છે. જેથી તમે તમારી સમગ્ર સાઇટ પર ઑટોમૅટિક રીતે જાહેરાતો બતાવી શકો છો.

Site Kit શું છે?

Site Kit એ WordPress માટે કોઈ કિંમત વિનાનું ઓપન સૉર્સ પ્લગ-ઇન છે, જે તમને તમારા WordPress એકાઉન્ટમાંથી Google AdSense, Google Analytics, Google Search કન્સોલ અને PageSpeed વિશેની જાણકારીઓમાંથી એકીકૃત મેટ્રિક અને જાણકારીઓ સીધી ઍક્સેસ કરવામાં સહાય કરે છે.

Tools for publishers (and understanding their benefits) | Sustainable Monetized Websites

Site Kitનું સેટઅપ કેવી રીતે કરવું

  1. તમારા WordPress ડૅશબોર્ડ પર જાઓ અને "પ્લગ-ઇન" મેનૂ હેઠળ નવું ઉમેરો પર ક્લિક કરો.
  2. "Google દ્વારા Site Kit" શોધો, આગળ પ્લગ-ઇન દેખાશે. પછી હમણાં ઇન્સ્ટૉલ કરો પર ક્લિક કરો.
  3. પ્લગ-ઇન ઇન્સ્ટૉલ કર્યા પછી, સક્રિય કરો પર ક્લિક કરો.
  4. હવે સેટઅપ શરૂ કરો પર ક્લિક કરો અને પછી Site Kitનું સેટઅપ કરવાના પગલાં અનુસરો.
  5. સેટઅપ પૂર્ણ કર્યા પછી, "AdSense" હેઠળ સેવા કનેક્ટ કરો પર ક્લિક કરો. તમને આ Site Kit ડૅશબોર્ડ અથવા "સેટિંગ" ટૅબ પર મળશે.
  6. હવે પ્લગ-ઇનમાંના સૂચનો અનુસરો. અમે ભલામણ કરીએ છીએ કે તમે Site Kitને AdSenseનો કોડ મૂકવાની મંજૂરી આપો, જે તમારી સાઇટના બિન-AMP અને AMP વર્ઝન માટે AdSenseનો કોડ મૂકશે.
    નોંધ: જાહેરાત સેવાની ખાતરી માટે સુનિશ્ચિત કરો કે તમારા AdSense એકાઉન્ટમાં તમે ઑટો જાહેરાતો ચાલુ કરી છે. Site Kitને તમારા AdSenseના એકાઉન્ટ સેટિંગમાં ફેરફાર કરવાની પરવાનગી નથી.

જ્યારે તમારી સાઇટ જાહેરાતો બતાવવા અને ટ્રાફિક માટે તૈયાર હશે, ત્યારે તમને પ્લગ-ઇનના "AdSense" ટૅબમાં તમારા AdSense મેટ્રિક દેખાશે.

ટિપ: Site Kit સાથે અન્ય Google પ્રોડક્ટ કેવી રીતે મેનેજ કરવી તેના વિશે માહિતી માટે Site Kit પેજ જુઓ. જો તમને Site Kit ઇન્સ્ટૉલ કરવા, સક્રિય કરવા અથવા ગોઠવવા વિશે કોઈ પ્રશ્ન હોય, તો Site Kit ચર્ચામંચની મુલાકાત લો.

તમારું AdSense એકાઉન્ટ સક્રિય થતાં જ જાહેરાતો બતાવો

જેવી તમે તમારી WordPress સાઇટ AdSenseને કનેક્ટ કરો અને તમારું AdSense એકાઉન્ટ સક્રિય થાય કે તુરંત તમે જાહેરાતો બતાવવાનું પસંદ કરી શકો છો અને તરત જ તમારા કન્ટેન્ટથી નાણાં કમાવાનું શરૂ કરી શકો છો.

જો તમારી સાઇટના મુલાકાતીઓ યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA), યુકે અથવા સ્વિટ્ઝર્લૅન્ડના હોય, તો તમે Googleની EU વપરાશકર્તાની સંમતિ સંબંધી પૉલિસીનું પાલન કરી રહ્યાં છો તેની ખાતરી કરવા માટે, તમે આ વિકલ્પને અનચેક કરવાનું વિચારી શકો છો. તમારું AdSense એકાઉન્ટ મંજૂર થયા પછી તમે EEA, યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડમાંના વપરાશકર્તાઓને જાહેરાતો બતાવવા માટે, તમારા સેટિંગમાં ફેરફાર કરી શકો છો.

Google તમારા પેજનું વિશ્લેષણ કરશે, જાહેરાતના યોગ્ય પ્લેસમેન્ટ શોધશે અને તે પછી તમારા માટે ઑટોમૅટિક રીતે જાહેરાતો મૂકશે. અમારી સિસ્ટમ તમારા પેજના પ્રકાર માટે સૌથી યોગ્ય જાહેરાતો પસંદ કરશે.

સામાન્ય પ્રશ્નો

WordPress પ્લગ-ઇન માટે Site Kit અને AMP વચ્ચે શું તફાવત છે?

Site Kit તમને તમારી સાઇટને AdSense સહિત અમુક Google પ્રોડક્ટ અને સેવાઓ સાથે સીધા કનેક્ટ કરવા દે છે. WordPress પ્લગ-ઇન માટે AMP તમને ઓપન સૉર્સ AMP ફ્રેમવર્ક સાથે બનેલી તમારી સાઇટનું AMP વર્ઝન બનાવવા દે છે.

શું હું Site Kitમાં Google Analytics મૉડ્યૂલમાં AdSense મેટ્રિક જોઈ શકું છું?

જો તમે Google Analytics મૉડ્યૂલમાં Site Kit AdSense મેટ્રિક બતાવે એવી ઇચ્છા રાખતા હો, તો તમારે તમારા AdSense અને Analytics એકાઉન્ટનું એકીકરણ કરવું જરૂરી છે.

મેં Site Kitનું સેટઅપ કર્યું છે પરંતુ હું મારી સાઇટ પર જાહેરાતો જોઈ શકતો નથી. મારે શું કરવું જોઈએ?

  • તમે Site Kit સેટિંગના AdSense વિભાગમાં "કોડ મૂકવામાં આવ્યો છે" જોઈ શકો તેની ખાતરી કરો.
  • બાકીની કોઈપણ ક્રિયા માટે તમારું AdSense એકાઉન્ટ ચેક કરો. ઉદાહરણ તરીકે, ખાતરી કરો કે:
    • તમારી સાઇટ તમારા સાઇટ પેજ પર ઉમેરવામાં આવી હોય.
    • તમારા જાહેરાતોના પેજ પર ઑટો જાહેરાતો ચાલુ કરવામાં આવી હોય.

શું મારી WordPress સાઇટને AdSenseથી કનેક્ટ કરવા માટે હું ઉપયોગ કરી શકું તેવા અન્ય પ્લગ-ઇન છે?

ભાગીદારો માટે અહીં અમુક વધારાના સંસાધનો આપવામાં આવ્યા છે, જેનો કદાચ તમે પહેલેથી ઉપયોગ કરતા હશો:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16030682221910505818
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false