નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

તમારા AdSense એકાઉન્ટમાં ચુકવણી વપરાશકર્તાઓને મેનેજ કરો

વ્યાવસાયિક એકાઉન્ટના ઍડમિન ચુકવણી વપરાશકર્તાઓ ઉમેરી શકશે અને તેમની પરવાનગીઓ તથા ઇમેઇલની પસંદગીઓ સેટ કરી શકશે. #businessaccount #paymentsprofile

જો તમે વ્યવસાય તરીકે નોંધાયેલા હો, તો તમે ચુકવણી પ્રોફાઇલમાં અન્ય લોકો ઉમેરી શકશો. તમે ઉમેરો તે પ્રત્યેક વ્યક્તિ માટે, તેઓ અન્ય વપરાશકર્તાઓને આમંત્રણ મોકલવાનું, સશુલ્ક Google સેવાઓ ખરીદવાનું અથવા તેના માટે સાઇન અપ કરવાનું, તમારો ચુકવણી ઇતિહાસ જોવાનું અથવા પ્રોફાઇલમાં ફેરફાર કરી શકે કે નહીં તે તમે નક્કી કરો છો.

નોંધ: આ સુવિધા વ્યક્તિગત એકાઉન્ટ માટે ઉપલબ્ધ નથી.

એક નવા ચુકવણી વપરાશકર્તા ઉમેરો

જો તમે વ્યાવસાયિક ચુકવણી પ્રોફાઇલના ઍડમિન કે માલિક હો, તો ચુકવણી પ્રોફાઇલમાં વપરાશકર્તા ઉમેરવા માટે નીચેનાં પગલાંને અનુસરો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ પર ક્લિક કરો.
  3. સેટિંગ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. ચુકવણી વપરાશકર્તાઓને મેનેજ કરો પર ક્લિક કરો.
  5. +નવા વપરાશકર્તા ઉમેરો પર ક્લિક કરો.
  6. વપરાશકર્તાની માહિતી દાખલ કરો:
    • સંપર્ક વિગતો: તેમનું નામ, ઇમેઇલ ઍડ્રેસ અને વૈકલ્પિક રીતે તેમનો ફોન નંબર દાખલ કરો.
    • પરવાનગીઓ: તેઓ તેમની પરવાનગીનું લેવલ સેટ કરીને શું કરી શકે તે નક્કી કરો.
    • ઇમેઇલની પસંદગીઓ: તેમને કયા ચુકવણી ઇમેઇલ મળે તે પસંદ કરો.
    • પ્રાથમિક સંપર્ક: તમે તેમને તમારી પ્રોફાઇલના પ્રાથમિક સંપર્ક બનાવવા ઇચ્છતા હો, તો તે પસંદ કરો. આ એ જ વ્યક્તિ હશે જેનો કોઈપણ ચુકવણી સંબંધિત પ્રશ્ન માટે Google સંપર્ક કરશે.
  7. આમંત્રણ મોકલો પર ક્લિક કરો. તમારો સંપર્ક જ્યાં સુધી તમારું આમંત્રણ નહીં સ્વીકારે ત્યાં સુધી તે "બાકી" બતાવશે.

    નોંધ કરો કે બે અઠવાડિયા પછી તમારા આમંત્રણની સમયસીમા સમાપ્ત થઈ જશે. ફરીથી આમંત્રણ મોકલવા માટે, તમારે જેમને ફરીથી આમંત્રણ મોકલવું હોય તે વપરાશકર્તા પસંદ કરો અને ફરીથી આમંત્રણ મોકલો પર ક્લિક કરો.

પરવાનગીઓ

જ્યારે તમે કોઈને તમારી ચુકવણી પ્રોફાઇલમાં ઉમેરો, ત્યારે તમારી ઇચ્છા મુજબ તેઓ ચુકવણી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરે તેના આધારે તમે તેમની પરવાનગીનું લેવલ સેટ કરી શકો છો.

  • ઍડમિન પ્રોફાઇલમાંની બધી બાબતોમાં ફેરફાર કરી શકે છે, પ્રોફાઇલમાંના વપરાશકર્તાઓને મેનેજ કરી શકે છે અને Googleની અન્ય સેવાઓ માટે સાઇન અપ કરવા પ્રોફાઇલનો ઉપયોગ કરી શકે છે.
  • સંપૂર્ણ ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓ પ્રોફાઇલમાંની કોઈપણ બાબતમાં ફેરફાર કરી શકે છે અને Googleની અન્ય સેવાઓ માટે સાઇન અપ કરવા પ્રોફાઇલનો ઉપયોગ કરી શકે છે.
  • ફક્ત વાંચવાની મંજૂરી ધરાવતા વપરાશકર્તાઓ પ્રોફાઇલ જોઈ શકશે પણ તેમાં ફેરફાર નહીં કરી શકે.
  • માત્ર ઇમેઇલ વપરાશકર્તાઓને ચુકવણીઓ કે પ્રોફાઇલમાંના ફેરફાર વિશે ઇમેઇલ અપડેટ પ્રાપ્ત થશે, પણ તેઓ પ્રોફાઇલ જોઈ નહીં શકે.

ઇમેઇલની પસંદગીઓ

તમે તમારી પ્રોફાઇલમાં ઉમેરો એ દરેક વ્યક્તિ માટે ઇમેઇલ સેટિંગની ગોઠવણ કરી શકશો. 

  • બધા ચુકવણી ઇમેઇલ: બધા ચુકવણી ઇમેઇલમાં વ્યવસ્થાપકીય ઇમેઇલની સાથે-સાથે રસીદો, ઇન્વૉઇસ, માસિક સ્ટેટમેન્ટ અને વ્યવહારના અન્ય સંદેશાનો સમાવેશ થાય છે.
  • માત્ર વ્યવસ્થાપકીય ચુકવણી ઇમેઇલ: વ્યવસ્થાપકીય ઇમેઇલમાં ટેક્સ ફોર્મ, ગ્રાહકના સસ્પેન્શન, સેવાની શરતોની અપડેટ અને એકાઉન્ટ સમાપ્તિ વિશે એકાઉન્ટ મેનેજમેન્ટના સંદેશાનો સમાવેશ થાય છે.

ચુકવણી વપરાશકર્તાને કાઢી નાખો

વ્યવસાય પ્રોફાઇલ માટે, જો તમારી પાસે ઍડમિનની પરવાનગીઓ હોય, તો તમે અન્ય કોઈપણ વપરાશકર્તાને કાઢી નાખી શકો છો. વપરાશકર્તાને કાઢી નાખવા માટે, નીચેનાં પગલાંને અનુસરો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ પર ક્લિક કરો.
  3. સેટિંગ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. ચુકવણી વપરાશકર્તાઓને મેનેજ કરો પર ક્લિક કરો.
  5. તમારી જે વપરાશકર્તાને કાઢી નાખવા હોય તેમની બાજુમાંની નીચેની ઍરો કી Down Arrow પર ક્લિક કરો.
  6. કાઢી નાખો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17630154358565646083
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false